સમજી ગયાં હશે – નિનાદ અધ્યારુ ‘નિનાદ’

થોડે સુધી જઈને અટકી ગયાં હશે,
મારો વિચાર નક્કી સમજી ગયાં હશે !

સપનામાં કંકુવરણી કંકોતરી પઢું,
મનમાં ને મનમાં એ પણ પરણી ગયાં હશે.

નહિતર ન હોય આવો માહોલ રણ મહીં,
હરણાંઓ નક્કી મૃગજળને પી ગયાં હશે

એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે,
મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે !

સૂરજને માત્ર જોઈ પરસેવે ન્હાય છે,
એ વાદળોને જોઈ, પલળી ગયાં હશે.

આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી ?
બાળકના હાથ એને અડકી ગયા હશે !

‘નિનાદ’ એમ મયખાને જાય ના કદી,
મિત્રો જ હાથ પકડીને લઈ ગયા હશે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે પદ્યરચનાઓ – શોભિત દેસાઈ
એક ગરવા ગુજરાતી – વીણા દેરાસરી Next »   

14 પ્રતિભાવો : સમજી ગયાં હશે – નિનાદ અધ્યારુ ‘નિનાદ’

 1. ખુબ સુંદર.

  “આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી ?
  બાળકના હાથ એને અડકી ગયા હશે !”

 2. સરસ ગઝલ.

  નહિતર ન હોય આવો માહોલ રણ મહીં,
  હરણાંઓ નક્કી મૃગજળને પી ગયાં હશે

 3. Kavita Patel says:

  ‘નિનાદ’ એમ મયખાને જાય ના કદી,
  મિત્રો જ હાથ પકડીને લઈ ગયા હશે
  સરસ….

 4. Nitin says:

  સરસ ખુબજ સરસ ,

  ‘નિનાદ’ એમ મયખાને જાય ના કદી,
  મિત્રો જ હાથ પકડીને લઈ ગયા હશે !

  આભાર,

  નિતિન્ પટેલ્,
  વડ્ગામ્

 5. Parul T. says:

  સરસ….

 6. Kavita Maurya says:

  સુંદ ગઝલ !

 7. sujata says:

  આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી ?
  બાળકના હાથ એને અડકી ગયા હશે !

  અતિ સું દ ર્…….

 8. વાહ્.. સુઁદર રચના…

 9. nayan panchal says:

  સરસ વિચારતા કરી મૂકતી પંક્તિઓ.

  એકાન્તમાં એ રડતાં જોવા મળી શકે,
  મહેફિલ ખુમારીથી જે ગજવી ગયાં હશે !

  નયન

 10. ભાવના શુક્લ says:

  નહિતર ન હોય આવો માહોલ રણ મહીં,
  હરણાંઓ નક્કી મૃગજળને પી ગયાં હશે
  ………………..

  ભઈ વાહ!

 11. આ પથ્થરોમાં કૂંપળ કેવી રીતે ફૂટી ?
  બાળકના હાથ એને અડકી ગયા હશે ….

  વાહ નિનાદભાઈ…. ખૂબ સરસ

 12. Pratibha says:

  પત્થરમાં કુપળ કેવી રીતે ફુટે, એ ભાવ આલેખનની કલ્પના સરસ લગી. અભિનંદન

 13. hemant says:

  વાહ વાહ…….

  બસ એમજ થાય કે વાહ વાહ બોલ્યા કરુ.

  ધન્યવાદ આપનો આવિ સુન્દર રચ્ન બદલ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.