પારમિતાનો પતિગૃહે પ્રવેશ – પ્રશસ્તિ મહેતા

[નવોદીત સર્જક તરીકે ગુજરાતી સાહિત્યમાં પ્રથમ પગલું માંડી રહેલા પ્રશસ્તિબેન (અમેરિકા) માટે ‘મોરના ઈંડા ચીતરવા ન પડે !’ એ કહેવત એકદમ સુયોગ્ય છે કારણ કે તેઓ સાહિત્યકાર અવંતિકાબેન ગુણવંતના સુપુત્રી છે. રીડગુજરાતીને આ કૃતિ મોકલવા માટે તેમનો ખૂબ ખૂબ આભાર અને સાહિત્યક્ષેત્રે તેઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ. તેમનો પ્રસ્તુત લેખ તાજેતરના ‘દિવ્ય ભાસ્કર’માં સ્થાન પામ્યો છે. ]

પારમિતાના લગ્ન પરદેશથી પરણવા આવેલા સંવિદ સાથે થયા ત્યારે એ બેઉ અન્યોન્ય માટે તદ્દન અજાણ્યા હતા. એકાદ બે વાર મળ્યાં અને લગ્નનું નક્કી કરી નાખ્યું હતું. પરદેશમાં વસનારને તો નવાઇ જ લાગે કે સમગ્ર જીવનને સ્પર્શે એવો આ નિર્ણય આટલી ઉતાવળમાં લઇ શકાય ? પશ્ચિમની સંસ્કૃતિનો પાસ પામેલો માણસ પ્રેમમાં પાગલ બની શકે છે પણ આંખ મીંચીને કોઇને પોતાના જીવનમાં કાયમ માટે આવકારી નથી શકતો. જયારે છેલ્લા વીસ વર્ષથી અમેરિકામાં રહેલા એન્જિનિયર સંવિદે આર્ટિસ્ટ પારમિતાને પસંદ કરી માત્ર દસેક મિનિટની વાતચીતમાં જ.

સંવિદની પસંદગી સાંભળીને સૌ નવાઇ પામી ગયાં. કારણ કે પરદેશથી આવનાર યુવક તો ડોકટર, ફાર્માસિસ્ટ, એન્જિનિયર કે સાયન્સ ગ્રેજયુએટ છોકરીને જ પસંદ કરે અને આવી છોકરીઓ સંવિદની પ્રતીક્ષા કરી રહી હતી. પણ સંવિદ બોલ્યો, ‘હું ત્યાં પૂરતું કમાઉ છું, વધારે આવકની મારે જરૂર નથી. મારે તો મને સહકાર આપે એવી આત્મીય પ્રિયજનની જરૂર છે.’ સંવિદનો જવાબ સાંભળીને પારમિતા ખીલી ઊઠી. ઓહ, સંવિદને મારામાં કેટલો વિશ્વાસ ! પારમિતા અને સંવિદ ભલે એકબીજાને ખાસ જાણતાં નથી પણ લગ્નવિધિ વખતે બોલતા મંત્રના સામર્થ્ય પર વિશ્વાસ રાખી, અન્યોન્યનો તેઓ સંપૂર્ણ સ્વીકાર કરે છે.

ત્યાં ઘરમાંથી એક અવાજ આવ્યો, ‘પારમિતા નામ તો કેટલું લાંબુ છે, પૂજા કે પૂર્વી નામ રાખો….’ પારમિતાએ સંવિદ સામે જોયું. સંવિદ હસ્યો, એ કંઇ બોલે એ પહેલાં સંવિદના પિતા કાંતિલાલ બોલ્યા, ‘તમે નામ બદલો એ પહેલાં પારમિતાને પૂછો કે એને કયું નામ ગમશે ? અને પારમિતા વિનયપૂર્વક બોલી, ‘પચીસ વર્ષથી જે નામ સાંભળીને મેં હોંકારો દીધો છે એ નામ જ મને તો ગમે ને, પછી તમારી મરજી.’ તરત કાંતિલાલ બોલ્યા, ‘નામ નથી બદલવાનું. પારમિતા નામથી જ એ ઓળખાશે.’ પારમિતાને થયું પતિ તો એને સમજે છે, પણ સસરા પણ આટલા સ્નેહાળ, સમજદાર ! છ મહિના પછી પારમિતા અમેરિકા પહોંચી. પારમિતા જૈન કુટુંબની દીકરી છે અને સંવિદ પટેલ કુટુંબનો. એના ઘરમાં લસણ, ડુંગળીનો ભરપૂર ઉપયોગ થાય પણ પારમિતાના સાસુએ કહ્યું, ‘જૈનો આવું બધું ના ખાય માટે આપણી રસોઇમાં હવે આ બધું નહીં વાપરવાનું.’

પારમિતાને આશ્ચર્ય થયું. ઓહો, ઘરમાં મારો બધા કેટલો ખ્યાલ રાખે છે ! એની મમ્મીએ કહ્યું હતું કે બાંધછોડ કરીશ તો જ સાસરિયાનો પ્રેમ પામીશ પણ અહીં તો એને કશી બાંધછોડ કરવાની નથી. અને નવાઇ ત્યારે લાગી કે પર્યુષણના પ્રથમ દિવસે પારમિતાએ ઉપવાસ કર્યો’તો. એના વર અને સાસુ સસરાએ પણ ઉપવાસ કર્યો. પારમિતા તો વિચારે છે ભારતીય સમાજમાં તો નવવધૂ એના પતિગૃહ પ્રવેશ કરે ત્યારથી એ ગૃહમાં સમાઈ જવા સભાનપણે પ્રયત્ન કરે છે. અહીં તો આખું ઘર મને અનુકૂળ થવા પ્રયત્ન કરે છે. હું બધાની લાડકી છું. પારમિતાએ સંવિદને આ વાત કરી તો એ કહે, ‘મમ્મી પપ્પા કહે છે કે તું તારા માતાપિતા, ઘર, સ્વજનો છોડીને આવી છે એની વ્યથા તો હૈયે હોય જ વળી ઘરમાં અને બહાર તદ્દન અપરિચિત વાતાવરણ સ્વીકારવાનું સહેલી વાત નથી. માટે તું મુંઝાય નહીં એનો બધાએ ખ્યાલ રાખવાનો.’ સાસરિયા સૌ નવવધૂ સાથે સદભાવ અને પ્રેમથી વર્તે તો કેટલાય ખોટાં ઘર્ષણો ટળી જાય.

થોડા દિવસમાં પારમિતાને એક જાહેરખબરની કંપનીમાં જોબ મળી ગઇ. પણ સ્થળ દૂર હતું. ઘરનું કોઇને કોઇ સભ્ય એને મૂકવા અને તેડવા જતું. અઠવાડિયામાં તેના સસરાએ પારમિતાના હાથમાં નવી નક્કોર કારની ચાવી મૂકી. પારમિતા બોલી ‘પણ મારી પાસે અહીંનું ડ્રાઇવિંગ લાયસન્સ નથી….’ ‘તું અમારી સાથે રહીને પ્રેકિટસ કર અને લાયસન્સ લઇ લે. પછી તું સ્વતંત્ર રીતે જયાં જવું હોય ત્યાં જઇ શકે. તારે કોઇની પર આધાર રાખવો ના પડે.’ બધા જ નવવધૂની આટલી કાળજી લે તો પરિવારમાં કોઇ દુ:ખ રહે જ નહીં. પારમિતાને નહીં ધારેલું સુખ મળ્યું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાચકોની પદ્યરચનાઓ – સંકલિત
આજના માનવીની આંધળી દોટ – ચાંપશી ઉદેશી Next »   

33 પ્રતિભાવો : પારમિતાનો પતિગૃહે પ્રવેશ – પ્રશસ્તિ મહેતા

 1. સાવ સરસ અને સરળ પણ ક્યારેક જ સાચી થતી વાત …..

 2. તરંગ ભાલચન્દ્ર હાથી says:

  સરળ વાર્તા. ગૌરી વ્રત કરનાર સહુ બાલીકાઓ આવા કુટુંબની અભિલાષા રાખે છે. પારમિતાનું નસીબ ખુબ સારું છે. અમેરીકામાં વસવાટ કરનાર કાંતિલાલભાઇએ અમેરીકામાં પણ ભારતિય સંસ્કૃતિને જીવંત રાખી. પ્રશસ્તિબહેનનો ખુબ ખુબ આભાર. આપે આ માધ્યમ દ્વારા ખુબ સ-રસ કથા આપી.

  તરંગ ભાલચન્દ્ર હાથી.
  ગાંધીનગર.

 3. jigna says:

  ખરેખર એક સપના જેવી વાત લાગે છે.

  જયાં આજે પણ કહેવાતા સ્ંસ્કારી મધ્યમ વર્ગ ના કુટુંબ માં પોતાની દિકરી ઓ ની ઇચ્છા, જરુરત કે સમ્માન અને ક્યાંક તો ઉદર માં જ ખતમ કરતાં હોય આ વાત સપના જેવી જ લાગે.

  હા, એવી નસીબવ્ંતી વહુ ઓ પણ જોઈ છે. પણ એવી વહુઓ એ એમનાં દેવ જેવા સાસુ-સસરા ની હાલત એક નોકર અને આયા થી વધારે નથી રાખી.

 4. પુત્રવધુની નાની નાની જરૂરિયાત અને લાગણી પ્રત્યે સભાન સસરા શ્રી કાંતિલાલભાઈ અને તેમના પત્નીને વૃધ્ધાશ્રમની વાટ પકડવી નહિ પડે તે ચોક્કસ..!!

  ઘરમાં નવા પાત્રના આગમન સાથે સંબધોના સમીકરણ પણ બદલાય છે.
  જો આપણને અનુકુળતા કરતાં આવડી જાય તો કંકાસની બાદબાકી અને ભાગાકાર થઈ જાય નહિ તો પછી કંકાસનો સરવાળો થઈ ઘરમાં વિકૃતિઓ અને બદીઓની પધરામણી થાય.

  દરેક ઘરમાં શ્રી કાંતિલાલભાઈ જેવું દંપતિ હોય તેમ ઈચ્છીએ.

  સુંદર વાર્તા.

 5. nayan panchal says:

  સારી વાર્તા છે, Best case scenario.

  બંને પક્ષ તરફથી આવી સમજદારી હોય તો પૂછવાનુ જ શું ?

  આભાર,
  નયન

 6. Tamanna says:

  એ તો નસીબ ની વાત……………..બાકી real lifeમા તો સપના જેવુ લાગે……………..

 7. કલ્પેશ says:

  Prashasti: Dont mind my saying this. But, is this your own story?
  The reason I am saying this that I am able to relate the characters to your own

  i.e. name, surname (Patel in your email address & also in the character), USA etc

  🙂

 8. Sonu says:

  it’s a dream story…

  writer has got freedom of expression and that’s what you have done, but it looks like a fairytale or reel life sequence.

  If you live in foreign, you know what it is to live a gujju style life in foreign countries (specially the USA and the UK) and hence, I would like to make a polite suggestion to invest your writing skills on a solid script associated with real life.

  apart from a little bit of criticism, I would like to congratulate you for your beginning of the journey of writing. Keep up the good work.

 9. bela thakkar says:

  ONLY A FANTASY!!!

 10. Mital Parmar says:

  સરસ …ખરેખર આવુ થતુ હોત તો ?

 11. Apeksha hathi says:

  પ્રશસ્તિ બેન,

  ખુબ સરળ વાર્તા.

  પુત્રવધુને ઘરમાં પોતીકાપણાનો અનુભવ કરાવવો જોઈએ તેમજ તેના પ્રત્યે આદર અને વિશ્વાસની લાગણી જન્માવવી કે જેથી તેને સાસરાનું ઘર પોતાનું લાગે.

  જો પુત્રવધુ પણ ઘરના તમામ સભ્યોને પોતાના માને તો જ ઘર ઘર જેવું લાગે.

  આમ બન્ને પક્ષે સમજણ શક્તિ હોવી ખુબ આવશ્યક છે.

  આજે આવી વાર્તાઓની ખુબ જરુર છે.

  આભાર………….!!!!!!!!!

  અપેક્ષા હાથી

  (ગાંધીનગર)

 12. kumar says:

  well i dont think this is a fantasy or something which can not be possible in our society,
  બાકી ખરેખર ખુબ સરસ વાર્તા.

 13. Chirag Patel says:

  And the point is????

 14. ભાવના શુક્લ says:

  પ્રશસ્તિબહેનને અભિનંદન…
  સરળતાથી ભરેલી આ લેખન શરુઆત ખુબ ખુબ આગળ વધતી રહે અને વાચકોના મનની ભુખ સંતોષાતી રહે તેવી પ્રાર્થના.

 15. jinal says:

  I think this is not real story and hard to believe in real world. May be in starting that works, but with the passing time this all goes away like evoparation.

 16. Vaishali Maheshwari says:

  Feel good story. Very different.

  Parmita’s in-laws have accepted Parmita not as a daughter-in-law, but as a daughter. This is the reason they are able to adjust everything that they can, for her.

  In this story, I could clearly see the adjustments that Parmita’s in-laws (father, mother and husband) had done to keep her happy in this new country, away from her family in India, but what about Parmita?

  When Parmita’s mother-in-law said that as Parmita belongs to a Jain family who does not eat onion, garlic, so even though they (Parmita’s in-laws family) used to eat onion, garlic a lot, they should stop eating for Parmita; Parmita could have been nicer enough to say that, “I am glad that you all family members are taking good care of me, but I do not want you all to change your taste of food just because of me. I shall not eat onion, garlic, but there is no harm in cooking food with onion and garlic for all of you.”

  This onion, garlic thing here is an example. I just mean to say that, from the story depicted above, I could not make out a single instance where Parmita’s character was showed as adjustable or something. For her name change also, I cannot see her response to be adjustable. By saying, ‘પચીસ વર્ષથી જે નામ સાંભળીને મેં હોંકારો દીધો છે એ નામ જ મને તો ગમે ને, પછી તમારી મરજી’, she does not really sound that she would have happily accepted her name change as she said, “પછી તમારી મરજી”. The tone that she used while speaking this line is not mentioned in the story. So, am not sure if she said this politely. Her in-laws are definitely trying to keep her happy in all the ways that they can.

  Overall, a very good story. All parents would get so happy if their daughters got such caring in-laws 🙂 Thank you Ms. Prashasti Mehta.

 17. કલ્પેશ says:

  Friends,

  when I read responses such as “cannot be possible” or “aavu that to” – it looks like Prashasti and the relatives are from some outside world.

  If we all try a little bit (to repair ourselves), anything is possible.

  Vaishali: I think you are nit-picking.
  Prashasti is already adjusting by coming down to a different country. I don’t think we should do a legal analysis of characters in the story. That will kill the moral of it.

 18. Reality check says:

  This things never happen in real life and look good in stories only. The Indian society might taken another century to change when it comes to treating daughter-in-law as daughter.

 19. kruti says:

  Hi this is Kruti Shah.

  I really appriciate to parinita’s in-lows, I feel if every people think like this and give free hand to everyone, the problems never been come.
  Honestly, I feel jelousy by Parinita and I am sure her in-lows(mothe in law and father in law)will never face to oldagehouse syste.
  IF everyone try to change a bit in themselves the world being a haven.

 20. Pratibha says:

  સરળ લખાણ. સમજણ કુટુંબની કેવા સરસ પરિણામ ખુશીની દુનિયામાં લાવી શકે, તે વાતથી આનંદ થયો મોટા ભાગે વિપરિત ઉદાહરણો જોવા મળે છે.

 21. Saumil says:

  And then???

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.