ચાલો હસીએ…. (30 જૉકસ)

[સમગ્ર મે-મહિના દરમિયાન રીડગુજરાતીના હોમપેજ પર મૂકાયેલા જૉકસનું સંકલન]

‘ડૉકટર ! કોઈ એવી દવા આપો કે મારાં બધાં દર્દ ભાગી જાય. હું કોઈ દિવસ માંદો ન પડું અને સતત તબિયતની કાળજી રાખું.’
‘એ કામ દવાથી નહિ થાય. મારું બિલ આપીશ એટલે એમાં બધું આવી જશે.’ ડૉક્ટર બોલ્યાં.
****************

‘આ તમારા જમણા હાથની આંગળીઓમાં શું થયું ?’
‘હું ઘોડાના દાંત ગણતો હતો.’
‘તો ?’
‘તો શું ? ઘોડાને મારી આંગળીઓ ગણવી હતી તે મોઢું બંધ કરી દીધું !’
****************

પ્રશ્ન : ભાઈ ! તમને ઠંડી લાગે ત્યારે તમે શું કરો છો ?
કંજૂસ : હું મીણબત્તી પાસે બેસી જાઉં.
પ્રશ્ન : તોય ઠંડી લાગે તો શું કરો ?
કંજૂસ : હું મીણબત્તી સળગાવું બીજું શું ?
****************

ગ્રાહક : આ અરીસાની ગેરંટી શી ?
દુકાનદાર : 100 ફૂટની ઊંચાઈએથી ફેંકો. 99.99 ફૂટ સુધી કંઈ નહીં થાય એની ગેરંટી.
****************

‘બહેન, તમારી હિંમતને દાદ દેવી ઘટે, અડધી રાતે ઘરમાં ઘૂસી આવેલા ચોરને તમે ધોકે-ધોકે ધીબેડીને બેહોશ કરી નાંખ્યો !’
‘ચોરનું નામ સાંભળતાં જ મારા તો મોતિયા મરી જાય ! મને તો એમ કે મારા પતિને આવતાં મોડું થયું છે !’ શ્રીમતીજી બોલ્યાં.
****************

સ્ત્રી : ‘ડૉકટર, મારા પતિ ઊંઘમાં બડબડાટ કરે છે એનું કંઈક કરો !’
ડૉકટર : ‘હું દવા આપું છું પછી બડબડાટ બંધ થઈ જશે.’
સ્ત્રી : ‘ના બડબડાટ બંધ નથી કરવાનો. સ્પષ્ટ સંભળાય એવું કરો !’
****************

બે મૂરખાઓએ મોબાઈલથી કંટાળીને સંદેશા માટે કબૂતરો મોકવાનું નક્કી કર્યું. એક દિવસ કબૂતર કોઈ પણ જાતના સંદેશા વગર ખાલી ચાંચે આવ્યું. પેલો મૂરખ ગુસ્સે થઈ ગયો. એણે બીજા મૂરખને ફોન કરીને પૂછયું : ‘એમ કેમ ?’
બીજો મૂરખ કહે : ‘અરે ડોબા, એટલુંય ના સમજ્યો, એ મિસકોલ હતો !’
****************

પરદેશની મુસાફરી પરથી પાછા ફર્યા બાદ એક અભણ પતિએ પત્નીને પૂછયું : ‘જરા જોને, હું તને ફોરેનર જેવો લાગું છું ?’
પત્ની : ‘ના, કેમ એવું પૂછો છો ?
પતિ : ‘લંડનમાં એક સ્ત્રીએ મને પૂછયું હતું કે, ‘તમે ફોરેનર છો ?’ એટલે મને થયું કે તને પૂછીને પાકું કરી લઉં !’
****************

પત્ની : તમે આજે આટલા વહેલા ઘરે કેમના આવી ગયા ?
પતિ : મારા બોસે મને કહ્યું : Go to hell…. તો પછી બીજે કયાં જાઉં ?
****************

રાવણને થયું, બહુ થયું… દર વર્ષે બળી બળીને કંટાળી ગયો…. એના કરતાં રામની માફી માગી જ લઉં…. એ ગયો રામને ત્યાં. રામે બારણું ખોલ્યું.
રાવણે કહ્યું : ‘પ્રભુ, હું આપની ક્યા મોઢે માફી માગું ?
****************

દીકરો : પપ્પા, આફ્રિકાના કેટલાક ભાગોમાં પુરુષ પરણે ત્યાં સુધી એની પત્નીને ઓળખતો નથી હોતો એ સાચું છે ?
પિતા : બેટા, એવું તો બધા દેશોમાં બને છે. પરણે ત્યાં સુધી નહીં, પરણ્યા પછી પણ નથી ઓળખતો.
****************

શિક્ષક (ગુસ્સાપૂર્વક) : “સોની, તને શાળાએ આવતાં દરરોજ મોડું કેમ થાય છે, થોડી ઉતાવળ કરતાં શીખ.”
સોની : “સર, હું ઉતાવળી ઉતાવળી આપણી સ્કૂલ પાસે આવું છું. પણ ત્યાં જ સામે બોર્ડ માર્યું છે : સ્કૂલ – ગો સ્લો.”
****************

નટુ : ‘સર, મને શબ્દ-રમતમાં ઈનામો મળ્યાં છે અને જાહેરખબરનાં સુત્રો લખવામાં ઘણી ફાવટ છે.’
સાહેબ : ‘એ તો બધું બરાબર પણ અમને તો ઑફિસમાં કામ કરી શકે તેવી વ્યક્તિ જોઈએ છે.’
નટુ : ‘સર, આ બધું મેં ઑફિસમાંથી જ કર્યું હતું.’
****************

પુત્ર : ફિલ્મી જિંદગી અને વાસ્તવિક જિંદગીમાં કોઈ ફરક ખરો ?
પિતા : છેને…. ફિલ્મમાં ઢગલાબંધ મુશ્કેલી પછી લગ્ન થાય છે અને વાસ્તવિક જિંદગીમાં લગ્ન પછી ઢગલો એક મુશ્કેલી તમારી રાહ જોતી હોય છે….
****************

ચાલતી ટ્રેને ટી.સી કહી રહ્યો છે : ટિકિટ બતાવો, ટિકિટ બતાવો.
મગન : લો, દેખો.
ટી.સી : અલ્યા, આ તો પ્લેટફોર્મ ટિકિટ છે.
મગન : હમકો ભી તો પ્લેટફોર્મ પર હી ઉતરના હૈ તો વહી ટિકિટ લેંગેના !!
****************

મગન ઝાડ પર ચઢયો. ત્યાં બેઠેલા વાંદરાએ પૂછયું : ‘તું કેમ ઉપર ચઢયો ?’
મગન : સફરજન ખાવા.
વાંદરો : અરે મૂરખ, પણ આ તો આંબો છે.
મગન : મને ખબર છે. એટલે તો હું સફરજન સાથે લઈને ચડ્યો છું.
****************

ડૉકટર : ‘તમને મારી સારવારથી ફાયદો થયો ને ! તમારી સ્મૃતિ વધી છે એમ તમે કહેતા હતા !’
દર્દી : ‘હા, સ્મૃતિ વધી છે પણ એટલી જ કે હવે મને યાદ રહે છે કે હું કંઈક ભૂલી જાઉં છું પણ શું તે હજી યાદ નથી આવતું.
****************

નટુ : ‘ગઈકાલે મેં તમને છત્રી આપી હતી એ મને પાછી આપો.’
ગટુ : ‘માફ કરજો. પણ એ તો મેં મારા પાડોશીને આપી છે ! તમને અત્યારે ઉતાવળ તો નથી ને ?’
નટુ : ‘ના, મારે ઉતાવળ નથી પણ હું તો જેની પાસેથી ઉછીની લાવ્યો હતો તે કહે છે કે છત્રી એના મૂળ માલિકને પાછી જોઈએ છે.’
****************

એક માણસ દવાવાળાની દૂકાને ગયો. ‘મને ઝેર આપો’.
કેમિસ્ટે ના પાડી, ‘હું તને ઝેર ના વેચી શકું.’
માણસે ખિસ્સામાંથી પત્નીનો ફોટો કાઢીને બતાવ્યો. કેમિસ્ટ બોલ્યો. ‘ઓહ ! સોરી હં….. મને ખબર નો’તી કે તમે પ્રિસ્ક્રિપ્શન પણ લાવ્યા છો !’
****************

બે દારૂડિયા રસ્તામાં ભેગા થઈ ગયા.
એકે કહ્યું : દોસ્ત, હું તારી પાસેથી દિલ્હી ખરીદવા માંગુ છું. મારો વિચાર એવો છે કે દિલ્હી ખરીદી લીધા પછી નિરાંતે એશાઆરામ કરું.
બીજા દારૂડિયાએ જરા નાકનું ટેરવું ચડાવીને કહ્યું : દોસ્ત, હજી હું દિલ્હી વેચવા નથી માગતો; આવતા વરસે વાત !
****************

એક મૂરખ એનો નવો મોબાઈલ લઈને પોસ્ટઑફિસ ગયો અને બોલ્યો : ‘આનું વજન કરી આપો.’
પોસ્ટવાળાએ વજન કરીને કહ્યું, ’85 ગ્રામ’.
મૂરખ : ‘હવે મને એ કહો કે પાટણ એસ.એમ.એસ મોકલવા માટે કેટલા પૈસાની ટિકિટ લગાવવી પડશે !’
****************

એક મુરખને વડોદરાથી દિલ્હી જવું હતું. ટિકિટ લઈને તે જનતા ઍક્સપ્રેસમાં નીચેના બર્થ પર બેસી ગયા. ઉપરના બર્થ પર એક સજ્જ્ન સૂતા હતા. એમને જોઈને નીચેની બર્થ પર બેઠેલા આ મુરખે એમને પૂછયું, ‘ભાઈ, તમે ક્યાં જાઓ છો?’
પેલા સજ્જન બોલ્યા : ‘હું મુંબઈ જાઉં છું’
મુરખ બોલ્યો : ‘લ્યો, વિજ્ઞાને કેટલી પ્રગતિ કરી લીધી છે. નીચેની બર્થવાળા બધા દિલ્હી જાય છે અને ઉપરની બર્થવાળા બધા મુંબઈ જાય છે !’
****************

નટુ : મારી પત્ની તો એટલી જાડી છે કે વજન કાંટા પર ઊભી રહે તો અંદરથી અવાજ આવે કે…. બે નહિ, એક જ વ્યક્તિ ઊભા રહો.
ગટુ : બસ એટલું જ. મારી પત્ની તો એટલી જાડી છે કે જ્યારે હું એના કપડા લોન્ડ્રીમાં ધોવા આપું તો લોન્ડ્રીવાળો એમ કહે છે કે પાછા લઈ જાઓ…. અમે કપડાં ધોઈએ છીએ, તંબુ નહિ.
****************

એક પીધેલો માણસ બસમાં ચઢ્યો અને એક ડોશીની બાજુમાં ધબ દઈને બેઠો.
ડોશી બોલી : તને ખબર છે કે તું નરકમાર્ગે જઈ રહ્યો છે ?
‘ભાઈ, જરા બસ ઊભી રાખો તો હું ઊતરી જાઉં. હું ખોટી બસમાં ચડી ગયો છું !’ પેલાએ બૂમ પાડી.
****************

એક દારૂડિયો પોતાના ઘર પાસે ઊભેલી રિક્ષામાં બેઠો અને પોતાના ઘરના સરનામે લઈ જવાનું રિક્ષાવાળાને કહ્યું એટલે રિક્ષાવાળો પહેલાતો ગુંચવાયો પણ પછી એણે પીધો છે એમ જાણતાં એન્જિન સ્ટાર્ટ કરી થોડી વાર પછી બંધ કર્યું ને કહ્યું : ‘લો ! તમારે ઊતરવાનું સ્થળ આવી ગયું’
ઊતરીને રિક્ષાવાળાને પૈસા આપતાં એ શરાબીએ કહ્યું, ‘જો ભાઈ ! હવેથી આટલી ઝડપથી રિક્ષા ચલાવતો નહીં, નહીં તો અકસ્માત કરી બેસીશ.’
****************

નટુ : તને ખબર છે બૅન્કવાળાઓ કવિ સંમેલનમાં કેમ નથી જતાં ?
ગટુ : મને નથી ખબર. કેમ ?
નટુ : કારણકે કવિઓને કોઈ દિવસ બૅન્કમાં જવાની જરૂર જ નથી પડતી !
****************

ડૉકટર : તમારો જમણો પગ જરા મચકોડાયો છે પણ મને એમાં કોઈ ચિંતાનું કોઈ કારણ નથી લાગતું.
દર્દી : એમ તો તમારો જમણો મચકોડાયો હોત તો મારા માટે પણ કોઈ ચિંતાનું કારણ ન હોત.
****************

મગન : આ શું છે, આ પેકેટ અને તેની સાથેની ચિઠ્ઠીમાં ?
છગન : આ તો કોઈ ઘરાકે એક કિલો ખાંડ પાછી મોકલી છે અને તેની સાથેની ચિઠ્ઠીમાં લખ્યું છે કે તેમાંની રેતી ચાપાણી માટે વધુ પડતી હતી, અને મકાન-બાંધકામ માટે પૂરતી નહોતી.
****************

‘હું ઑફિસમાં નથી એમ મારી સેક્રેટરીએ તમને કહ્યું, છતાં તમે કેમ માન્યું નહિ અને આમ ઘૂસી આવ્યાં ?’ મેનેજર તાડૂક્યા.
‘તમે બહાર ગયા છો એવું હું કેમ માનું, સાહેબ ? તમારી સેક્રેટરી બરાબર કામ કરતી હતી !’ સેલ્સમેને જવાબ આપ્યો.
****************

એક કર્મચારી : ‘બિચારો પ્રકાશ લગભગ બહેરો થઈ ગયો છે. મને ડર છે કે એ નોકરી ગુમાવશે.’
બીજો : ‘ના રે ના, એની બદલી ફરિયાદ વિભાગમાં થઈ રહી છે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક લગ્નોત્સુક યુવતીની મુંઝવણ – ફાધર વર્ગીસ પોલ
મનની શાંતિના સચોટ ઉપાયો (ભાગ-1) – અનુ. શ્રી આર.સી.શાહ Next »   

28 પ્રતિભાવો : ચાલો હસીએ…. (30 જૉકસ)

 1. sandeep doshi says:

  AAFLATOOOOOOOOOOON.
  THANKS SHAHBHAI!
  AAPNE JAINONO VATT PADI DIDHO.
  AME BHUJ MA SCHOOL CHALAVIECHHIE.
  KUTCH MA PADHARJO.KHUB ANAND THASE.
  JAI JINENDRA.
  SANDEEP.BHUJ

 2. Yogesh Gamit says:

  Dhanyavad ke aap gujarati readerne mate sahas karyu. Ame aapne Shubhechchha pathavie chhie ke aap vadhu ne vadhu aagal vadho ane Gujarat ne Gujaratinu nam ujjawal karo. Vadhuma havethi malta rahishu……

 3. dharmesh says:

  i like funny lokes.

 4. During the busy day it comes as a refreshing experience to have some light moments.

 5. pallavi says:

  jokes nu saras collection chhe.
  Vanchavani MAZA avi gai
  Pallavi

 6. Nilesh Pandya says:

  Mrugeshbhai…….
  Manaso ne alag alag aadat hoy chhe..

  Pan Tame to Alag Alag ketla loko ne tamara aadati kari nakhya chhe……

  Ane have to aa aadat naa chhute te j saru.

 7. mayank says:

  khubaj sarash

  vanchi ne khubaj maja padi

 8. Naresh Dholakia says:

  Very good,jokes

 9. Naresh Dholakia says:

  very interesting jokes

 10. Dipti says:

  saras

  bav maza aave tamara jok vachi

  bye
  take care
  Dipti

 11. utkantha says:

  bahu bahu bahu saras ne khas to nava jokes….

 12. Arvind Dullabh, NZ says:

  ખુબ નાઈસ જોક્સ,ખુબ આભાર્ .

 13. hardik desai, advocate says:

  હાર્દિક દેસાઇ, એડવોકેટ એન્ડ લિગલ એડ્વાઇઝર,અમદાવાદ, મો. ૯૯૨૫૫૦૫૭૧૦.

  બદ્દા જ લેખ બહુ જ ગમ્યા, સાઇટ પણ ખુબ સરસ ચે. ૧૦ જના ને મેઇલ કરેલ.

 14. nayan panchal says:

  Ha Ha ha …

  માઈન્ડ એકદમ ફ્રેશ થઈ ગયુ.

  મજા આવી ગઈ.

  નયન

 15. jayesh pati says:

  હાહાહાહાહાહા…………..

 16. Pathik says:

  Hi

  hi

  hahaha….

 17. dharmesh says:

  very very good n comedy

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.