ઈત્તફાક – પ્રવીણ પટેલ ‘શશી’

[ લેખકશ્રી પ્રવિણભાઈ પટેલના (અમેરિકા) નવા પુસ્તક ‘હડસનને કાંઠે ભદ્રાનાં નીર’ માંથી સાભાર.]

લંડન-અમેરિકામાં ગાડીઓ રેલાની જેમ દોડે છે. કુટુંબમાં એક મોટી લકઝરી કાર હોય જેમાં છ માણસો આસાનીથી બેસી શકે. કામે જવા આવવા નાની પણ વધુ માઈલેજ આપતી કાર રાખવામાં આવે છે ઘરમાં જો વધુ માણસો કામે જતા હોય અગર બાળકો કૉલેજમાં હોય તો જરૂરત મુજબ વધુ કારોનો પણ ઉપયોગ થતો હોય છે.

રાકેશ ભગત કૉમ્પ્યુટર એન્જિનિયર હતા. કન્સલટિંગ કામકાજ એમનો પેશો હતો. આ સંબંધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ એમને જવું પડતું. દૂર જવાનું હોય તો પ્લેનમાં મુસાફરી કરે, નજીક હોય તો ખુદની કાર વાપરે.

‘કલીફટન-ન્યુજર્સીથી’ એમને ‘કલીવલૅન્ડ-ઓહાયો’ જવાનું હતું. પ્લેઈનનું બુકિંગ છેલ્લી મિનિટે મળ્યું નહીં. કારથી જવાનો ફેંસલો કર્યો. અનુકૂળતા પડે તો વેસ્ટ-વર્જીનિયાના ‘પ્રભુપાદ ગોલ્ડન પૅલેસ’ વૃંદાવન ધામમાં જવાનો વિચાર રાખ્યો.
પેન્સીલવેનિયા ટર્ન-પાઈક પર ગાડી ભાગતી હતી. લાંબા માઈલો કાપવાના હતા. લગભગ પંદર-વીસ કલાકનું ડ્રાઈવિંગ હતું. પોતાની મર્સિડિઝ ગાડીને ઓવરપાસ કરી સફેદ ગાડી આગળ વધી ગઈ !

શા માટે લોકો હાઈવે ઉપર સ્પીડની મર્યાદામાં જતા નહીં હોય ? પોતે પંચાવનની સ્પિડ લિમિટથી ડ્રાઈવ કરતો હતો, એ જોતાં આગળ વધી ગયેલી કારની સ્પિડ એટલીસ્ટ સિત્તેર હશે. રાકેશે મનોમન સફેદ ગાડીની નોંધ લીધી.

પોતે જો મર્યાદામાં રહેતો હોય તો સફેદ ગાડીવાળા ડ્રાઈવરને ઉતાવળિયો જ ગણવો પડે ! ઉતાવળે જનારા એડવેન્ચ્યોરસ ગણાય ? વિચારોમાંથી મન ખસેડી ‘કેસેટ પ્લેયર’ ચાલુ કર્યું. સુમધુર ગઝલના શબ્દો કર્ણ પર પડ્યા.

જીવન રાહમાં બહાર ખીલે તો ગમે
બહાર વચ્ચે સુગંધ ઊડે તો ગમે
હૃદય કમળમાં બિરાજે કોઈ તો ગમે
સ્નેહ-સભર સંગિની મળે તો ગમે

ઈચ્છેલું પ્રાપ્ત થાય તો ગમે, નહીં તો ? તોતેર મણનો તો રાકેશની છાતી પર ચઢી બેઠો. કારના મધ્ય મિરરે રબર-સ્ટ્રિંગથી લટકાવેલું જોકર-ટોય ખિખિયાટા કરી રહ્યું હતું ! પોતે જોકર તો હતો નહીં. માસ્ટર ઓફ ઑલ બટ જેક ઓફ નન અલબત્ત કહી શકાય. રૂચિ હતી દલીલબાજી કરવાની માટે પોતે એલ.એલ.બી કરેલી. અમેરિકામાં લીગલ ફિલ્ડમાં ઉચિત બ્રેક ના મળી, કૉમ્પ્યુટર ભણવાનું શરૂ કર્યું. બધ્ધે જ કૉમ્પ્યુટર થઈ ગયાં. કૉમ્પ્યુટર એન્જિનિયર તરીકે પૈસાની ટંકશાળ પડી. પરંતુ જીવનમાં ઊજડેલી બહાર તો પાછી ના આવી ! લાંબા ડ્રાઈવિંગમાં વચ્ચે થોડી બ્રેક પાડવી જરૂરી છે. આ રીતે ફ્રેશ થતાં કંટાળો દૂર થઈ જાય. રાકેશે ગાડી રેસ્ટ એરિયામાં લીધી. પાર્કિંગ કરી બહાર નીકળ્યો તો બાજુમાં પેલી સફેદ ગાડી હતી !
‘ઓહ નો… હિયર અગેઈન !’ રાકેશ સ્વગત બબડ્યો.
‘વોટ ઈઝ ધ પ્રોબ્લેમ ?’ સફેદ ગાડીમાંથી મૃદુ અવાજ આવ્યો.
‘વ્હાઈટ કાર આઈ સૉ ઓવરપાસિંગ બિફોર ઈઝ જસ્ટ નેક્સ ટુ માઈ કાર.’
‘સો વોટ ? બાજુમાં સફેદ ગાડી તમે જોઈ પણ ગાડીમાં બેઠેલી મારી નોંધ ના લીધી ?’ બ્રશથી વાળ સંવારતી યુવતીએ મજાક કરી.
‘ઓહ ! તમો ગુજરાતી છો ? માફ કરજો મને…. મેં તમોને જોયાં ન હતાં.’
‘હવે તો જોઈને ! મારું નામ સ્મિતા છે….. આટલે દૂર બીજા ઈન્ડિયનને જોતાં ખરેખર આનંદ થયો.’

‘તમારું સ્મિત મધુરું છે. નામ ‘સ્મિતા’ આ રીતે બરાબર છે. મને રાકેશ કહે છે, તમને મળીને મને પણ આનંદ થયો. ગાડી હાઈ સ્પિડે ચલાવો છો, મર્યાદા રાખો તો સારું.’
‘તમારો મતલબ એમ છે કે તમારા કરતાં હું… સોરી, તમારા કરતાં મારી ગાડી આગળ નીકળી ગઈ? એવું પણ કદાચ તમોને થતું હશે કે સ્મિતા ફોરવર્ડ છે અને તમે પાછળ રહી ગયા ?
‘તમોને બહેન કહેવા મન માનતું નથી, માટે મિસ સ્મિતા કહેવું પસંદ કરું છું. હા… તો મિસ સ્મિતા, તમે ફોરવર્ડ છો એમ તમારું જણાવ્યું બરાબર હોય તો સરખામણીમાં હું કદાચ બેકવર્ડ છું.’
‘તમારી નિખાલસતા મને ગમી. બહેન કહેવાથી ભાઈ થવાતું નથી. આ રિશ્તો પોકળ પોલો નથી, પરંતુ પવિત્ર સ્નેહ બંધનનો છે. તમે મને સ્મિતા કહી શકો છો. તમારા દેખાવ ઉપરથી તો મને નથી લાગતું કે તમે બૅકવર્ડ છો.’

‘દેખાવ ! આ જ તો સર્વને ભ્રમમાં મૂકી દે છે ને ! સારાં કપડાં, અચ્છી સ્ટાઈલ અને ટાપટીપથી સારી છાપ ઊભી કરી શકાય પરંતુ એ થકી આંતરિક અંતરંગ થોડા કળી શકાય ? કાશ ! આ કળવાનો કોઈ કીમિયો હોત તો કેવું સારું ? ક્યારેક મેં એક પુષ્પને એના બાહ્ય રૂપ અને રંગથી પસંદ કર્યું હતું. આમાં મેં થાપ ખાધી. સુગંધ વગરનું એ બીજાનું બની ગયું ! જીવનમાંથી બહાર ઊઝડી ગઈ… ત્યારથી એકલતા વચ્ચે અટવાયો છું. પાછળ રાખી આગળ ચાલી જનાર માટે હું બૅકવર્ડ જ છું.’

‘અજીબોગરીબ આ જિંદગી છે. તમે પુષ્પની વાત કરી. આ સંબંધમાં હું બીજો કિસ્સો કહું. એક હતી કળી… છૂઈમૂઈસી. બાગમાં આવ્યો માળી અને એને ગમી એ કળી. માળીનું જતન કળીને ગમ્યું. પ્રેમવશ કળી વિકસીને બની ફૂલ. આ હતી મોટી ભૂલ ! ફૂલને માળી સૂંધતો રહ્યો…. પણ ક્યાં સુધી ? એક એક કરી ફૂલની પાંદડીઓ માળીએ તોડી. બાકી પછી જે રહ્યું એને શું કહેવાય ?
‘એને પછી ફૂલ કહેવાય નહીં. રૂપ,રંગ અને સુગંધ જાય પછી ફૂલનું અસ્તિત્વ ખલાસ થઈ જાય.’ રાકેશે પોતાનો અભિપ્રાય આપ્યો.
‘રાકેશ ! હું એક ફૂલ છું જેનું સ્મિત તમોને મધુર લાગ્યું છે. મધુરા સ્મિતવાળી સ્મિતા પણ હું જ છું. ક્યારેક આ સ્મિતા પેલી કળી હતી !’
‘તમારું કહેવું છે કે પતિ વિહીન તમે પત્ની છો?’

‘બરાબર સમજ્યા તમે, સ્મિતાનું સ્મિત પણ કુદરતી નથી. જૂનું ભૂલવા આગળ ભાગું છું. ફાસ્ટ ફોર્વર્ડ જતાં આગળ કોઈ ભટકાઈ જાય તે ખ્વાહિશ છે. તમે પણ કશું ખોયું છે. આને કરી મર્યાદાનું તાળું મન પર લગાવી ખુદ તમે એકલતામાં અટવાઈ બેઠા છો. મારી જેમ તમે પણ પત્નીવિહીન પતિ છો. ભગવાન ઉપરથી મારો વિશ્વાસ ઊઠી ગયો છે પરંતુ આજે મને લાગે છે કે સમ-દુ:ખિયાં સાથે સમ-દુ:ખિયાં પણ એણે આપણાં જેવા કાજે બનાવ્યાં છે.

‘તમને તમારા પતિએ છૂટાછેડા આપી દીધા. મને મારી પત્નીએ છૂટાછેડા આપી દીધા છે. છેડાછૂટા કરી દેવા એને ‘છૂટાછેડા’ કહેવાય. આને ફારગતી પણ કહે છે. અંગ્રેજી શબ્દ ડાયવોર્સથી તો આ પશ્ચિમી જગત વિદિત છે. આપણા સાથીઓએ આપણને છૂટાં કરી દીધાં છે. સાથી વિહીન આપણે સમદુ:ખિયાં છીએ. સમદુ:ખિયાં સમસુખિયાં બની શકે ?

‘કેમ નહીં ? આટલી બધી ગાડીઓમાં મારી ગાડી આગળ ધપી જતી જોવી, એનો સફેદ રંગ યાદ રાખવો, મારી સફેદ ગાડી સાથે તમારી ગાડીનું પાર્ક થવું, મારું સ્પાર્કલ સ્મિત જોવું અને સમદુ:ખિયા નીકળવું…. આ એક ઈત્તેફાક છે. પરંતુ સુખદ જ કહી શકાય’

‘સુખદ ઈત્તેફાકને સુમધુર બનાવવું સ્મિતાને રાકેશનું આમંત્રણ છે. ફોરવર્ડ અને બેકવર્ડની સંધિનો જોગ કુદરતે નિર્માણ કર્યો છે. સ્મિતાનો આ રાકેશને શો જવાબ છે ?

‘ગઈ તે સરી બની કલ. હવે પછી આવશે કલ. આ બે ‘કાલ’ ના સમય ચોખઠામાં આવી છે આજ. રેસ્ટ એરિયામાં આ આજની આવેલી પળોને સકંજામાં લઈ લેવામાંટ જ છે માલ. રાકેશના આમંત્રણ નો સ્મિતા સ્વેચ્છાએ સ્વીકાર કરે છે, થેન્ક યુ રાકેશ’

‘સ્મિતા ! પ્રેમ અને વફાદારી માટેનો જીવન પર્યંતનો મારો તને કોલ છે. લગ્નને ગોઠવેલુ ચોખઠું ન માનતાં સમજણનું ગઠબંધન કરવામાં તું મને સાથ આપીશ ને ?’

‘ભૂલનો ભોગ હંમેશા કોક બને જ છે. માટે ભૂલથી પણ તમોને ન સમજવાની થાપ નહીં ખાઉં. આ પુષ્પમાં રંગ, રૂપ કે સુગંધ રહે કે ન રહે એ સદાનું તમારું છે અને તમારું બનીને જ રહેશે.’

‘સ્મિતાના મુખ ઉપર મુક્ત સ્મિત ફરક્યું, રાકેશ પણ ખડખડાટ હસી પડ્યો.’

ગાડીના મધ્ય મિરરે સ્ટ્રીંગથી લટકતો સ્થિર જોકર હજી ખિખિયાટા કરી રહ્યો હતો.

લગ્ન નથી ઈત્તેફાક કોઈ,
થવું ન દુ:ખી ધીરજ ખોઈ.
બાંધી દેવા છેડાછૂટા ગોતી,
સુખી સંસારનું આ છે મોતી.
સમજાવે ‘શશી’ હાથ જોડી,
પ્રેમ જ બનાવે સુખી જોડી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાહિત્યક્ષેત્ર – ધીરુબહેન પટેલ
તારી આંખનો અફીણી – વેણીભાઈ પુરોહિત Next »   

11 પ્રતિભાવો : ઈત્તફાક – પ્રવીણ પટેલ ‘શશી’

 1. અમિત પિસાવાડિયા (ઉપલેટા) says:

  very nice ,,, great work ,,
  congrates to shree pravinbhai

 2. manvant says:

  “બહેન કહેવાથી ભાઇ થવાતું નથી”.સાચી વાત કહી.આ દુનિયામાં અનેક પ્રકારનાં લગ્નો તો થયા જ કરે છે.આ લેખમાં આત્માના મિલનનો સાદ દેખાય છે.
  અભિનન્દન …..પ્રવીણભાઇ !”શશી”!

 3. Dipika says:

  Nice Story Pravinbahi.
  Really “IFTEFAK”

  Dipika

 4. Gira says:

  nice story…sometimes people do need an understanding…

  thanks

 5. janki says:

  i like the story very much

  thanks

 6. aalap says:

  a very hearttouchin…!!!!!!!!!!
  gr8
  stay good
  aalap

 7. nayan panchal says:

  સરસ વાર્તા.

  નયન

  ફિલ્મ matrix reloaded નો એક સંવાદ યાદ આવી ગયો.

  where other see chances, I see consequences…

  ઉપરવાળાની વ્યવસ્થામાં કશુય સંયોગવશાત હોઈ શકે ખરું ?!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.