યાદના છાંટા – આદિલ મનસૂરી

[સુપ્રસિદ્ધ ગઝલકાર શ્રી આદિલભાઈ મનસૂરીએ રીડગુજરાતીને કવિ શ્રી રમેશ પારેખની યાદમાં આ સુંદર ગઝલ મોકલી છે અને રીડગુજરાતીના કાર્ય વિષે પોતાનો આનંદ વ્યક્ત કર્યો છે. રીડગુજરાતી આ માટે શ્રી આદિલભાઈનો (ન્યુજર્સી, અમેરિકા) ખૂબ ખૂબ આભાર માને છે. ]

તું વાતે વાતે શબ્દના ભારા ન મોકલાવ
તારા વિશેના અમને દિલાસા ન મોકલાવ

મંઝિલ તો ઝાંઝવાનું બીજું રૂપ છે અહીં
તું એને શોધવા વધુ રસ્તા ન મોકલાવ

જે આંખમાં રહેતો હતો ચહેરો કોઈનો
વેરાન એવી આંખમાં સપના ન મોકલાવ

આકાશ લઈને ચાંદ તો ડૂબી ગયો, હવે
અવકાશ ભરવા અમથા સિતારા ન મોકલાવ

છલકે છે બેઉ કાંઠે હજી પૂર શબ્દના
તળિયેથી તારા મૌનના પડધા ન મોકલાવ

આંસુ વહીને જાય છે પગલાંની શોધમાં
બીજી તરફથી એને તું પાછાં ન મોકલાવ

બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ
છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ

હંધાય આલા ખાચરો જે બેઠા ડાયરે
તે સૌને ઘોળી ઘોળી કહુંબા ન મોકલાવ

પૂરી થઈ નથી હજી જીવનની આ ગઝલ
અધવચ્ચે આમ અટકીને મકતા ન મોકલાવ

વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે
આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આપણી જિંદગી – અવંતિકા ગુણવંત
ખોવાયેલી ઓળખ – ભાવના મહેતા Next »   

20 પ્રતિભાવો : યાદના છાંટા – આદિલ મનસૂરી

  1. ધવલ says:

    બેસી પલાંઠી વાળીને સૂરજની વચ્ચોવચ
    છ અક્ષરોના નામના દીવા ન મોકલાવ

    બહોત ખૂબ !

  2. manvant says:

    ગઝલોના બેતાજ બાદશાહ ! તને અનંત સલામો !
    “તળીયેથી તારા મૌનના પડઘા ન મોકલાવ !”
    આનાથી મોટું કયું અર્ઘ્ય અર્પી શકાય ?ર.પા.ને ?

  3. ન મોકલાવ
    ચન્દ્રમાને આમતુ પંસે ન રાખી લે,
    અમને તુ તૂટેલા તારા ન મોકલાવ.
    “વફા”

  4. janki says:

    WOw
    very touching.

  5. Vikram Bhatt says:

    simply superb –heart touching. Wah_ _ _

  6. Sangita says:

    Very nice Shraddhanjali ghazal and a very approprite title!

  7. A wonderul homage by an eminent gazalkar (pioneer of modern gujarati gazal) to the most creative poet of modern times.

  8. chirag padshah says:

    Very nice Shraddhanjali ghazal from aadilji.
    I want a ghazal of MANEKCHOW write by aadilji

  9. nayan panchal says:

    અતિસુંદર રચના

    નયન

    “વરસ્યો’તો ધોધમાર તો વરસ્યા જ કર હવે
    આદિલના દિલમાં યાદના છાંટા ન મોકલાવ…”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.