વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો – સ્વામી સચ્ચિદાનંદ

ઈશ્વરકૃપાથી મારે અગિયાર વાર પરદેશ જવાનું થયું. પરદેશયાત્રા પહેલાં હું પણ પશ્ચિમને આસુરીભૂમિ માનતો તથા ભારતને દૈવીભૂમિ માનતો. મારા મનમાં કૂટી કૂટીને ભર્યું હતું કે ભારત જેવો કોઈ દેશ નથી, હિન્દુધર્મ જેવો કોઈ ધર્મ નથી અને આપણી સંસ્કૃતિ જેવી કોઈ સંસ્કૃતિ નથી. આત્મશ્લાઘા તથા ગૌરવથી આ બધું ઓગળી ગયું. સત્યને ક્યાં સુધી નહિ સ્વીકારો ? જેટલું મોડું થાય તેટલું જ તે તમારા અસત્યને વધુ વામણું કરનારું થઈ જાય. ભારતમાં, ખાસ કરીને ધાર્મિકક્ષેત્રમાં, પશ્ચિમ વિશે બહુ મોટી ભ્રાન્તિ પ્રવર્તે છે. પશ્ચિમ એટલે જાણે કે નાસ્તિક, સંસ્કારહીન, સંસ્કૃતિહીન, ગુનાખોરીનો દેશ. જેમ આપણે ત્યાં છે તેમ ત્યાં પણ આમાંનું કેટલુંક છે જ; પણ આ બધાંને અતિરંજિત કરીને ભયંકર ચિત્ર દોરવાનું કામ અહીં થઈ રહ્યું છે. એ દેશોનું જે વિશાળ તથા ભવ્ય જમાપાસું છે, તેની તરફ ધ્યાન નથી અપાતું.

આવી જ વાત પશ્ચિમમાં પૂર્વ માટે, ખાસ કરીને ભારત માટે બહુ મોટી ભ્રાન્તિ પ્રવર્તે છે. ભારત એટલે જાણે કે મદારીઓનો દેશ, ભૂત-ભૂવા અને જાગરિયાઓનો દેશ, અંધશ્રદ્ધા અને કુશ્રદ્ધાથી ખદબદતો દેશ, કારમી ગરીબીમાં ભૂખે મરતો દેશ. આર્કેટા યુનિવર્સિટીના એક પરિચિત ભારતીય પ્રોફેસરને શરૂશરૂમાં વિદ્યાર્થીઓ પ્રશ્ન પૂછે, ‘સાહેબ, હવે જમવાનું તો બરાબર મળે છે ને ?’

નવા નવા પ્રોફેસરને આવા પ્રશ્નથી નવાઈ લાગે. પાછળથી સમજાયું કે અહીં લોકો એમ જ માને છે કે પ્રત્યેક ભારતીય ભૂખમરો વેઠી રહ્યો છે. ભારતમાં ભૂખમરો જ ભૂખમરો છે. કેટલી મોટી ભ્રાન્તિ !

એક ટેલિવિઝનવાળા મારો ઈન્ટરવ્યૂ લેવા આવ્યા અને આ જ ગરીબીનો પ્રશ્ન પૂછ્યો. મેં તેમને કહ્યું : ભારતમાં માત્ર ગરીબાઈના કારણે જ લોકો રોડ પર નથી સૂતા, ગરમીના કારણે પણ સૂએ છે. સામાન્ય રીતે મધ્યમવર્ગના ઘરમાં જેટલું સીધું સામાન હોય છે તેટલું અહીં કરોડપતિના ઘરમાં પણ નથી હોતું. 5-10 ડબ્બા તેલ, એક બોરી ખાંડ, 5-10 બોરી ઘઉં, ચોખા, દાળ વગેરે આખા વર્ષનો સ્ટોક અમારે ત્યાં હોય છે. અને 5-10 તોલા સોનું તો સામાન્ય ઘરમાં પણ હોય છે, અને તમારી પાસે તો વાલની વીંટીયે નથી.

ભારતની ગરીબીનો તમે ખૂબ ઢોલ વગાડો છો, પણ તેની અમીરી વિશે કેમ કશું બોલતા નથી ! અમારાં ઘરોમાં અજાણ્યા અતિથિને પણ આશરો તથા રોટલો મળે છે. અહીં તો (પશ્ચિમમાં) સગા બાપને હૉટલમાં ઊતરવું પડે છે. આ બધું તમને કેમ નથી દેખાતું ?

બંન્ને પક્ષે ભ્રાન્તિઓ છે. આ નાનકડી પુસ્તિકા પશ્ચિમ વિશેની ભ્રાન્તિઓ દૂર કરવામાં તથા પોતાની જાતને કયાં ક્યાં સુધારવાની જરૂર છે તેનું ભાન કરાવવામાં હેતુરૂપ બનશે તો મને આનંદ થશે. મારી પાસે આવા અનેક પ્રેરક પ્રસંગોના સંભારણા છે, પણ અત્યારે તો આટલાં જ આપી વિરમું છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મંડૂકોનું ઉપનિષદ – વીણેલાં ફૂલ
પર્વ-પ્રસંગ Next »   

8 પ્રતિભાવો : વિદેશયાત્રાના પ્રેરક પ્રસંગો – સ્વામી સચ્ચિદાનંદ

 1. Neela Kadakia says:

  satya hakikatni sundar rajuat

  Neela

 2. Gira Shukla says:

  Very True.
  This is the fact and the reality, but who wants to know all this. and, Swami Sachhidanand has told the truth, that I have known and experienced. Even, our people also wears a mask of western country and doesn’t like to face the reality that they know. being on western side they want to forget, our precious, and treasure type country.
  It is true, even Bhagvad Gita says that, “Bharat Bhumi Dev Lok ni Bhumi che ane Western Country(America) Naglok/ Patal Lok che.”

  Thank you for such a great fact.

 3. Bipin Shah says:

  What is written is nothing but truth. But we have got amentality to not to appreciate good things of our country but appreciate any thing of fireign. Eye opening article.

 4. nayan panchal says:

  સ્વામીજીના પ્રવાસનિબ્ંધો તો હંમેશા વાંચવાલાયક હોય છે.

  તેમના વધુ લેખો આપવા વિનંતી.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.