ત્રણ નિયમો – બેપ્સી એન્જિનિયર

મારા પિતા એક સાવ સામાન્ય માણસ હતા. પણ ઓહ, કેટલા તો અદ્દભૂત ! હું એમની એક પૂરી દીકરી. એમના પ્રાણોથી અધિક. પછી અમારે એકમેકની વિદાય લેવાનો સમો આવ્યો. ચિરકાળ માટે. એ ખૂબ માંદા હતા. બચવાની કોઈ જ આશા નહોતી. બધા ઈલાજ-ઉપાય ઠગારા નીવડ્યા.

સાલ 1907. એક સમીસાંજે તેઓએ મને તેમના કમરામાં બોલાવી. મને પોતાની પડખે બેસાડી. મારો હાથ પોતાના કૃશ હાથમાં પકડીને તેઓએ સીધું કહ્યું, ‘દીકરી, હવે હું જીવવાનો નથી. મોતનો તેડાગર આવી પહોંચ્યો છે. તારે માટે પાછળ મૂકી જવા જેવું મારી પાસે કાંઈ નથી. એક પ્રમાણિક મહેનતકશ આદમીની જેમ હું રોટી કમાયો ને આજ સુધી ગુજારો કર્યો. એટલે પાછળ પૂંજી મૂકી જવા જેવું તો ક્યાંથી જ હોય ? હવે તારે દુનિયામાં એકલાં રહી ઝઝૂમવાનું છે. સંજોગોનો સામનો કરવાનો અને તારે જ તારું રળી લેવાનું. તું આ જીવનસંગ્રામનો સામનો કેમ કરીશ ? દેખાવડી તો તું નથી અને થવાની પણ નથી. અને નથી સમાજમાં તારું કોઈ મોટું નામ. પાઈપૈસો હું મૂકી જતો નથી. છતાં તારે માટે એક વારસો મૂકતો જાઉં છું. ત્રણ સાદા નિયમોનો વારસો. તેનું પાલન કરશે તો તું સુખી થશે.

‘પહેલું તો એ કે ‘તેઓ’ થી તું કદી ડરતી નહિ. લોકો ‘તેઓ’થી જેટલા ગભરાય છે એટલા તો કોઈ ભૂતપ્રેતથી પણ ડરતા નથી. એક લશ્કરી વડો રણમેદાનમાં મર્દાનગીથી એના કટ્ટર દુશ્મનનો સામનો કરે છે પણ ‘તેઓ’થી તેની બોબડી બંધ થઈ જાય છે. ‘તેઓ’ શું કહેશે ? ‘તેઓ’ શું વિચારશે ? ‘તેઓ શું કરશે ? ‘તેઓ’ ને શું નહિ ગમે ?

‘બીજો નિયમ તો પહેલાં કરતાં પણ પાળવો વધુ અગત્યનો છે. કોઈ કાળે જરૂરિયાતથી વધુ વસ્તુઓનો સંગ્રહ ન કરવો. સંપત્તિની માલિક બનવા જતાં તું પોતે તેની તાબેદાર બની જશે. આજ સુધી મેં આ નિયમનું પાલન કર્યું છે અને એટલે જ હું સંપૂર્ણ સ્વતંત્રતાથી હવાના ઝોંકાની જેમ મહાલી શક્યો છું.

‘અને હવે છેલ્લો નિયમ જે મને ઘણો માફક આવેલો. તે એ કે હંમેશાં પહેલાં પોતા પર હસવું. દરેક વ્યક્તિમાં એકાદો હાસ્યાસ્પદ અંશ તો હોય છે જ. દુનિયા આખીને અન્ય પર હસવાનો શોખ હોય છે. તું પહેલાં તારા પોતા પર હસજે એટલે બીજા તારા પર હસે ત્યારે તેની કોઈ જ માઠી અસર તારા પર નહિ પડે. પોતાની જાત પર હસી તું એક એવું અભેદ્ય કવચ ધારણ કરશે કે જેથી કોઈ તેને વીંધી નહિ શકે. મેં એ નિયમ પાળ્યો છે અને હું સુખી થયો છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પત્નીને મશીન નથી બનાવવી – ગુલાબદાસ બ્રોકર
આઘાત – પ્રીતમ લખલાણી Next »   

12 પ્રતિભાવો : ત્રણ નિયમો – બેપ્સી એન્જિનિયર

 1. vijay says:

  bahu j sachi vat chhe bapsybhai ni

  man shan ane apaman ma je sada rahe saman
  te ghar kadi na aave dukh dard ne roti vat

 2. Manisha says:

  Dear !! Thanks for three things .. it is really valuable to live respectable life. We have to stand by and honor this till end !!

 3. અમિત પિસાવાડિયા (ઉપલેટા) says:

  સરસ , સરળ છતાં ઉમદા પ્રકાર ના વિચાર … સુંદર

 4. priti shah says:

  thanks, ekdam sachi vaat, apanne gani vaar khabar hoy chhata apane bhuli jata hoie chhie pan aa rit na article thi mind ma gani vaato tazi thaaay chhe . keep it up , send more and more this type of article. again thanks

 5. Jayshree says:

  very true..!!
  simple.. but really valuable thoughts..

 6. Devendra Shah says:

  Shri Engineer JIVAN ane Adhytma banne mate aapna 3 sidhhanto bahu j mahatvana chhe.
  Jivan maa ABHAY banvu
  Alp Parigrah thi Sukh ane Shaanti banne malej chhe
  Ane chhelle potane barobar jova thi kyaey dukhi thavay nahi
  Su Vichaar mate Abhinandan.

 7. nayan panchal says:

  ઉપયોગી નિયમો.

  હું માનુ છુ કે આપણે આ દુનિયામાં માત્ર ઉપરવાળાના ભરોસે આવ્યા છીએ, કોઈનાથી ડરવાની સહેજ પણ જરૂર નથી.
  આપણા પર હસવાનુ તો ખૂબ જ જરૂરી છે, તેનાથી ઘણી બધી મુશ્કેલીઓ ટાળી શકાય છે.

  નયન

 8. Devendra Shah says:

  ૨૦૦૬ મા મે આ લેખ વાન્ચેલો. બહુ જ ગમેલો.

  વ્યવ્હાર અને આધ્યત્મ બન્ને મા ઊપયોગી. આ ભવ અને આવતા ભવ બન્ને સુધરી જાય. અમલ મા મૂકવાની જાગ્રુતિ જોઇએ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.