અસ્તિત્વનું પ્રયોજન

એકવાર ભગવાન કૃષ્ણનું માથું દુખતું હતું. રાજવૈદ ધનવન્તરીએ જાતજાતના લેપ લગાડ્યા, પણ માથું ઊતરતું જ નહોતું. ત્યાં નારદ આવ્યા. તેમણે કહ્યું, ‘ભગવન, તમે તો સવર્જ્ઞ છો. તમારા માથાના દુખાવાનું ઔષધ તમે જાણતા જ હશો.’ ભગવાને જવાબ આપ્યો. ‘ઔષધ તો હું જાણું છું પણ તે મેળવવું બહુ મુશ્કેલ છે.’ નારદે કહ્યું, ‘તમે મને ઔષધનું નામ જણાવો, હું આકાશપાતાળ ગમે ત્યાંથી એ લઈ આવીશ.’ કૃષ્ણે નારદને ચેતવ્યા, ‘નારદ, આ બહુ સહેલું કામ નથી.’ નારદે ઉત્સાહ બતાવ્યો, ‘ભગવન, તમે ઔષધનું નામ કહો તો ખરા. પછી જુઓ કેટલી ઝડપથી હું ઔષધ લઈ આવું છું.’

ભગવાન કૃષ્ણે જણાવ્યું, ‘જેના જીવનનું પ્રયોજન હું જ છું એવા કોઈ મારા ચાહનારની ચરણરજ લઈ આવો. તે મારા માથે ને કપાળે લગાડીશ કે તરત માથાનો દુખાવો મટી જશે.’ નારદ હસી પડ્યા, ‘આવી ચરણરજ લાવવાનું તો બહુ સહેલું છે. ચપટીમાં લાવ્યો સમજો.’ નારદ સીધા ઊપડ્યા દેવલોકમાં અને ઈન્દ્રની ચરણરજ માગી. ઈન્દ્રે પૂછ્યું કે મારી ચરણરજની શી જરૂર પડી. નારદે કારણ જણાવ્યું. તરત જ ઈન્દ્રે ચરણરજ આપવાની ના પાડી. તેમણે કહ્યું, ‘ભગવાન કૃષ્ણને માથે મારી ચરણરજ ચડે તો હું પાપમાં પડું. મારે નરકમાં સબડવું પડે.’ એક પછી એક બધા દેવોને નારદ મળ્યા. કોઈ તેમની ચરણરજ આપવા તૈયાર નહોતું. કારણકે પોતાની ચરણરજ ભગવાન કૃષ્ણના માથે ચડે તો પોતાને પાપ લાગે અને ચોક્કસ નરક મળે. નરકમાં જવાની કોઈની તૈયારી નહોતી.

નારદ થાકી ગયા. ચરણરજનો ઉપયોગ જાણ્યા પછી કોઈ ચરણરજ આપવા તૈયાર નહોતું. છેલ્લે નારદને કૃષ્ણની બાળસખી રાધા યાદ આવ્યા. તે રાધા પાસે પહોંચ્યા. અને ચરણરજ માગી. ચરણરજ માગવાનું કારણ પણ બતાવ્યું. રાધાએ તરત જ મુઠ્ઠી ભરી પોતાની ચરણરજ પોતાની સાડી ફાડી તેના કટકામાં બાંધી આપી અને કહ્યું, ‘મુનિશ્રી, જલ્દી જલ્દી ભગવન્ પાસે પહોંચો અને તેમનું દુ:ખ મટાડો.’ નારદે બધા દેવોની વાત કરી અને પૂછ્યું, ‘રાધા, તને નરકમાં જવાનો ડર નથી લાગતો?’ રાધાએ જવાબ આપ્યો, ‘મુનિશ્રી, મારા માટે સ્વર્ગ કે નરક કશાનો અર્થ નથી. મારા અસ્તિત્વનું પ્રયોજન ભગવન્ છે. તેમના માટે હું કંઈ પણ કરું.’

વિસ્મય અને આનંદ અનુભવતા નારદજી કૃષ્ણ પાસે પહોંચ્યા. એ સમજી ગયા કે ભગવન્ એમને પાઠ ભણાવવા માગતા હતા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous આઘાત – પ્રીતમ લખલાણી
બાળ જોડકણાં Next »   

13 પ્રતિભાવો : અસ્તિત્વનું પ્રયોજન

 1. Mital says:

  Mrugeshbhai,
  aa lekh vanchi ne ghano anand thayo.laagyu ke school ma gujarati pathya pustak ma thi koi lekh vanchi rahyo chhu.
  aa prakaar na lekh vadhaare prakashit karsho, to ghano anand thashe.

 2. Dipika says:

  Tame bahu j saras vat kahi chhe. “Bhakta mate bhagavan badhu j chhe, pachhi bhale ne bhakt swarg ma rahe ke bije kyay”.

 3. Jayshree says:

  Its really nice.

 4. manvant says:

  કૃષ્ણ ભગવાનના માથાના દુખાવાને રાધા કે મીરાંની ચરણરજ જ મટાડી શકે ને ?
  બન્ને કેટલાં સમર્પિત હતા ? આમાં નારદજી નો પ્રયાસ છેવટે કામ લાગ્યો !ભાઈશ્રી
  મૃગેશભાઈને ધન્યવાદ !

 5. nayan panchal says:

  પ્રેમ અને સમર્પણની અદભૂત ભાવના.

  રાધા-કૃષ્ણના અદભુત પ્રેમની અનુભૂતિ પામવી હોય તો ‘રાધાવતાર’ પુસ્તક ખાસ વાંચવુ.

  નયન

  “મુનિશ્રી, મારા માટે સ્વર્ગ કે નરક કશાનો અર્થ નથી. મારા અસ્તિત્વનું પ્રયોજન ભગવન્ છે. તેમના માટે હું કંઈ પણ કરું.”

 6. ambika prasad says:

  આમા રાધા નિ ભક્તિ નિહિ સન્દેહ સચિ જ હો…….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.