શૂન્યનું ગીત – સુરેશ દલાલ

શૂન્યનો વિસ્તાર છું
                   શૂન્યનું ઊંડાણ છું

ખીણમાં વિસ્તરું
                   શિખર પર પ્રાણ છું.

શૂન્યની વાત છું
                   શૂન્યનું ગીત છું

શૂન્યનું ભાવિ છું
                   શૂન્યનો અતીત છું

શૂન્યની જીભ છું
                   શૂન્યની જબાન છું,

કોઈ અદ્વૈત છું
                   શૂન્ય પુરાણ છું.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મળી ગયા – હરીન્દ્ર દવે
જ્ઞાનવૃક્ષ – ફાધર વાલેસ Next »   

18 પ્રતિભાવો : શૂન્યનું ગીત – સુરેશ દલાલ

 1. અતુલ જાની (આગંતુક) says:

  ભગવાન બુધ્ધ જ્યારે પુર્ણતાનો અનુભવ કરે છે ત્યારે તેને વર્ણવી નથી શકતા અને પછી કહે છે કે ત્યાં બીજું કશુ છે જ નહીં – બસ એક માત્ર શુન્ય જ છે.

 2. soham says:

  એક જ વાત્…
  પૂર્ણ મદ પૂર્ણ મિદં…….

  અને સુરેશભાઈ ની તો વાત જ અલગ જ છે….. કવિતામા પણ બ્રહ્મ…..

  વાહ વાહ વાહ વાહ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.