સેપોડ – બકુલ રાવળ

[શ્રી બકુલભાઈ રાવળ વિદ્વાન સાહિત્યકાર તેમજ આધ્યાત્મિક પુસ્તકોના સુપ્રસિદ્ધ લેખક છે. આ લેખ તેમના વિદેશ પ્રવાસના વર્ણનો ને લગતા પુસ્તક ‘નવી ધરા, નવું ગગન’માંથી લેવામાં આવ્યો છે. રીડગુજરાતીને તેમના સર્જનમાંથી કોઈ પણ કૃતિ મૂકવાની પરવાનગી આપવા બદલ શ્રી બકુલસાહેબનો ખૂબ ખૂબ આભાર.]

લંડનના પ્રવાસ દરમિયાન અનેક ગુજરાતી પરિવારોને મળવાની તક મળી હતી. મારી પ્રકૃતિ પ્રમાણે તેમના પારિવારિક જીવનની માહિતી મેળવવાનો પણ મેં પ્રયાસ કર્યો હતો. જૂની પેઢીના એક વયોવૃદ્ધ સજ્જન સાથેની વાતચીતમાં તેમને મેં સહજ જ પૂછ્યું, ‘વડીલ, તમને તમારા પુત્રો ને પૌત્રો સામે, જેના મૂળિયાં ગુજરાતમાં છે તેવી તમારી જૂની પેઢીને આ નવી પેઢી સામે, કોઈ ફરિયાદ છે ?’

વડીલ મારા તરફ તેમના ચશ્માંથી ડોકાતી ઝીણી આંખોએ જોઈ રહ્યા અને પછી બોલ્યા, ‘કેમ ભારતમાં ગયા પછી અમારી ફજેતી કરવી છે ? પત્રકારોનું ભલું પૂછવું’ કહીને વડીલ હસી પડ્યા.
‘ના, કાકા એવું નથી પણ તમારો આ ફજેતી શબ્દ જ તમારા તળપદા ગુજરાતીપણાનો સંકેત આપી જાય છે. આવા શબ્દનો અર્થ તો શું એનો ઉચ્ચાર પણ અહીંની નવી પેઢી નહીં કરી શકે.’ મેં મત દર્શાવ્યો.
‘તમારી વાત સાચી છે. અમારી નવી પેઢી SEPOD ની ગુલામીમાંથી છૂટે તો ગુજરાતીનું વિચારી શકે ને ?’
‘કાકા, આ SEPOD વળી શું છે ?’
‘અમારી નવી પેઢીને વળગેલાં દૂષણોનું ટૂંકું રૂપ છે. આજે અહીંની પેઢી મુખ્યત્વે ત્રણ અનિષ્ટોનો ભોગ બની રહી છે : SEX – POCKET MONEY – DRUGS , જાતીય આવેશ, ખિસ્સાખર્ચી અને નશીલા પ્રદાર્થોનાં વ્યસનો તેમની નવી સંસ્કૃતિ બની ગઈ છે.’

આખી વાત કહેતી વખતે આ પટેલ ભાયડાની લોખંડી છાતી પણ પીગળી ગઈ હતી. આંખો પણ સહેજ ભીની થઈ હતી અને પછી થોડાક ગળગળા થઈ કહ્યું, ‘આ કરુણકથની મારા જ ઘરની નથી, અહીંના લગભગ દરેક ઘરની છે. અહીં દશની વયનાં છોકરાં-છોકરીઓય સેક્સ ભોગવી ચૂક્યાં હોય છે, પૉકેટમની માટે મમ્મી પપ્પા સામે પિસ્તોલ તાકતાં હોય છે અને ડ્રગ્સ તો તેમને માટે સૉફટ ડ્રિંક્સ બની ગયાં છે.’

વડીલ સાથેનો આટલો સંવાદ મારા મનને પણ પીગળાવી ગયો હતો. હું વિચારી રહ્યો હતો કે આવી SEPOD ની બીમારી ભારતની કિશોર-યુવા પેઢીમાં પણ પ્રવેશ કરી રહી છે. જો આપણે સમયસર નહીં ચેતીએ તો પશ્ચિમની વિકૃતિનો માર્ગ મોકળો બનશે.

અહીંના પારિવારિક જીવનોમાં પણ બહુધા ઓછો મનમેળ જોવા મળ્યો. વૃદ્ધો અને સંતાનો વચ્ચે સંવાદ જેવું વિરલ જ છે. કોઈક જ પરિવાર અપવાદરૂપ છે. અહીં છૂટાછેડાનું પ્રમાણ વધી ગયું છે. અમારાં યજમાનબહેનના કહેવા પ્રમાણે તો, ‘અહીંના આપણા મોટા ભાગના ગુજરાતી પરિવારોમાં કાં તો પરણેલી દીકરી પિયરમાં પાછી ફરી છે અથવા પુત્રવધૂ તેને પિયર જતી રહી છે. કોઈને ક્યાંય સમાધાન કરવું નથી. મુક્ત અને સ્વચ્છંદી જીવન જીવવું છે. મા-બાપનું માન રાખવાનું તો કોઈ શીખ્યા જ નથી.

આ દેશમાં ‘ફેમેલી’ એટલે માત્ર પતિ-પત્ની. આપણી જેમ કુટુંબની વ્યાખ્યામાં માતા-પિતા, સાસુ-સસરા, દાદા-દાદી, ભાઈ-બહેન બધાં ત્યાં આવતાં જ નથી. અહીં સાસુ કે નણંદ નામની ચીજનું મહત્વ જ નથી. કોન્ડોમનો વપરાશ તો સામાન્ય બની ગયો છે. ત્યાંના એક અખબારમાં વાંચ્યું હતું કે 8000 કુંવારી કન્યાઓએ ગર્ભપાત કરાવવો પડ્યો હતો. અલગ હોસ્ટેલમાં રહેતા યુવકો અને યુવતીઓએ મોરચો કાઢીને સહશયનની માગણી કર્યાના સમાચાર પણ છાપાંનાં પાને વાંચવા મળ્યા હતા. ઈન્ડિયાથી વૃદ્ધ મા-બાપની ‘આયાત’ કરવામાં આવે છે, કેમ કે પરદેશ સ્થિર થયેલી પુત્રવધૂને સુવાવડ આવવાની હોઈ તેની ચાકરી કરાવવી છે. બાકી, દાદા-દાદીની કથા તો અહીં પરીકથા જેવી લાગે છે. ‘સિંગલ પેરેન્ટ ચાઈલ્ડ’ ની સંખ્યા લાખોની થવા જાય છે.

એક એવી વાત પણ સાંભળી કે 60થી વધુ વયનાં ડોસા-ડોસીઓ માટે ટ્રેનિંગ સ્કૂલો ચલાવાય છે જેમાં તેમને નવી પેઢીનાં પુત્રો, વહુઓ અને પૌત્રો સાથે કેમ વર્તવું તેની તાલીમ અપાય છે. અહીં નાના બાળકોને ઘોલઘપાટ કરાય જ નહીં. બાળક ફોનનું ચકરડું ઘુમાવીને પોલીસને તેને માર માર્યાની ફરિયાદ કરી શકે છે. પરદેશમાં સ્થિર થયેલી સાસુઓ મોટે ભાગે નોકરાણીની દશામાં જીવે છે. છોકરો-વહુ નોકરી કરે અને દાદા-દાદી ઘર સંભાળે, છોકરાં સાચવે ! ટી.વી ચૅનલોના ફાટેલા રાફડાને અને અશ્લીલ ફિલ્મોએ તો નવી પેઢીના કુસંસ્કારોને જલદ પોષણ આપ્યું છે.

જો કે, આવાં બધાં અનિષ્ટો વચ્ચે પણ મને કેટલાંક સંસ્કારી અને સંયુક્ત કુટુંબો પણ જોવા મળ્યાં જ્યાં હજુ પણ ભારતીય મર્યાદા, ધાર્મિક સંસ્કારો, બે પેઢીઓ વચ્ચે સ્નેહ અને આદર વગેરે જમાં પાસાં જોયાં અને અનુભવ્યાં. પણ આની ટકાવારી ઓછી છે.

ગુજરાતી ભાષા તો નવી પેઢીના દિલ અને દિમાગમાંથી લગભગ અદ્રશ્ય થઈ ગઈ છે. ઘરમાં ગુજરાતી બોલતી સાંભળીને કે સાહિત્ય અકાદમી સંચાલિત ગુજરાતી ભાષાના વર્ગોમાં અપાતી તાલીમને લીધે છોકરા-છોકરીઓ ગુજરાતી બોલતાં થયા છે પણ તેમના ઉચ્ચારો તો અંગ્રેજીની છાંટવાળા જ છે, જેમ કે ‘કેમ છો?’ ને બદલે બોલે છે, ‘ખેમ છો?’ ‘તે ગયા’ ને બદલે ‘તે ઘય્યા’ જેવું સંભળાય પણ એમાં તેમનો શો વાંક ? અરે, આટલું પણ ગુજરાતી બોલે છે તેનો આનંદ વ્યક્ત કરવો જોઈએ અને એ અંગે કાળજી લેનારાં મા-બાપ કે વર્ગોના શિક્ષકોને અભિનંદન આપવાં જોઈએ !

આ સંદર્ભમાં એક પ્રસંગ નોંધવાની લાલચ રોકી શકતો નથી. લંડનની માંધાતા સ્કૂલમાં ચાલતા ગુજરાતીના વર્ગોની મુલાકાતે જવાનું થયું. બાળકોને મળ્યો, તેમની સાથે ગુજરાતીમાં વાતો કરી. શાળાના વર્ગો પૂરા થયા ત્યાં સુધી હું ત્યાં રોકાયો. બહાર નીકળતો હતો ત્યાં એક બાળકના પપ્પા મળ્યા. મારા એકાદ પ્રવચનમાં આવ્યા હતા. એથી મને ઓળખી ગયા. મને અંગ્રેજીમાં કહ્યું, ‘I wish my son should also learn Gujarati’ – (મારી ઈચ્છા છે કે મારું બાળક ગુજરાતી પણ શીખે), મેં હસતાં હસતાં કહ્યું, ‘આ વાત તમે મને ગુજરાતીમાં કેમ ન કહી ?’
‘Oh, Sorry ! Habit.’
ત્યાં જ તેમનો નાનકડો દીકરો આવી રહેલો તેમણે જોયો અને બોલ્યા, ‘Come ! Come, dear son’
‘આ વાક્ય ગુજરાતીમાં બોલો તો,’ મેં તેમને કહ્યું, અને તેમણે મારા આશ્ચર્યવચ્ચે કહ્યું, ‘આવ, દીકરા, આવ.’
પપ્પા ગુજરાતીમાં બોલ્યા સાંભળીને બાળકને નવાઈ લાગી. તે અંગ્રેજીમાં બોલ્યો, ‘O daddy, you spoke in gujarati. I am very happy.’
મેં બાળકને કહ્યું, ‘તારા પપ્પા ગુજરાતીમાં બોલ્યા તે તને ગમ્યું પણ તેં તો અંગ્રેજીનો આધાર લીધો. આ વાત ગુજરાતીમાં બોલ.’
અને બાળકે આવડે એવા ગુજરાતીમાં કહ્યું, ‘મારા ડૅડી છે ને, ગુજરાતીમાં બોઈલા. મને બહુ ગમીયું.’

અમે બધા હસી પડ્યા. મને આ બાળકમાં ગુજરાતી ભાષાના જીવંતપણાની આશા દેખાણી અને સાહિત્ય અકાદમીના પુરુષાર્થની યશકલગી જોવા મળી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લાચારીનું વર્તુળ – ગિરીશ ભટ્ટ
શ્રી અમરનાથ યાત્રા – નીલા કડકિયા Next »   

14 પ્રતિભાવો : સેપોડ – બકુલ રાવળ

 1. અમિત પિસાવાડિયા (ઉપલેટા) says:

  શ્રી બકુલ રાવળે , આજ ના યુગ ના દુષણ એટલે સેપોડ ની વાત કરી છે , આજે ઘણાખરા પાશ્વાત્ય સંસ્કૃતિ ને અપનાવવામા સમજદારી માને છે પણ જે નૈતિક તા નુ પતન છે. પરદેશ મા ત્યા ના રીતરીવાજો અપનાવાની સાથે આપણા મુળભુત રીવાજો ના વિસરવા જોઇએ. કેમકે મૂળિયા વગર નુ ઝાડ વઘુ વખત ટકી શકતુ નથી.

 2. I dont understand why peopla flee to foreign countries?
  In search of money? prosperity? hide their identity? dissolve themselves in crowd? earn a name being NRI?
  They earn these things at a cost that they dont understand, is unbearable. Can they earn five thousand less and live happily and satisfactorily in their native place? They can but the greed to earn grows mightier than satisfaction they get. So let them leave to that…Its a pity, foreigners come to our country to seek solace and happiness and we run to foreign country to earn what they left behind..
  Jai Hind
  Jai Mataji

 3. સુરેશ જાની - અમેરીકા says:

  બકુલભાઇની વાતમાં તથ્ય છે પણ સો ટકા સત્ય નથી. અમેરીકામાં પાંચ વર્ષ રહ્યા પછીના અનુભવના આધારે કહું છું કે, અહીંની સંસ્કૃતિ અને સમાજનું ખરાબ ચિત્ર આપીને ભારતીય સમાજની કુરૂપતા ઢાંકવાની એક ફેશન થઇ ગઇ છે. ભાઇશ્રી અજય પટેલની વાતમાં હું હા પૂરાવું છું. આપણા દેશી ભાઇઓએ અહીં ઘણી સારી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે, અને અહીં જન્મેલી પેઢી પણ મોટે ભાગે પાણીદાર છે.
  બાકી આપણે ભારતમાં જન્મ્યા છીએ એટલે આપણી અહીંની ભાવિ પ્રજા પણ ભારતીયતા વાળી બને તે અપેક્ષા મૃગજળ જેવી છે.જે અમેરીકા કે બ્રિટનમાં જન્મ્યા છે તે અમેરીકન અને બ્રીટીશ છે તે આપણે સ્વીકારવું જ પડશે.તેઓ કદી આપણા જેવી ગુજરાતી નહીં જ બોલે, આપણા જેવું નહીં વિચારે.
  બાકી રહી, સેપોડ ની વાત. આપણા ઘરમાં સંસ્કાર નહીં હોય, માત્ર ધન પ્રાપ્તિ માટેની દોડ જ ચાલુ રહેશે અને બાળકો માટે થોડો સમય પણ ગાળવાની વૃત્તિ નહીં હોય તો , અહીં તો શું,ભારતમાં પણ યુવાપેઢી ગુમરાહ થવાની જ છે – થઇ રહી છે. વાંક યુવાનો નો નથી, આપણો છે.
  અહીં જન્મેલા બાળકો કે જેમને માબાપોએ સારા સંસ્કાર આપવા મહેનત કરી છે, તેમણે કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમો જોવા ભલામણ કરું છું. તેમના માબાપોએ પોતાના અતિ વ્યસ્ત સમયમાં પણ લાંબા અંતર કાપીંને તેમને ભારતીય કલાની તાલીમ આપવા સમય , પૈસા અને રસ ફાળવ્યા છે.
  અહીં કાળી મજૂરી કરીને મહેનત કરતા આપણા લોકોની ટીકા કરવી સહેલી છે. પણ ભારતમાં નીચલા વર્ગોને દલિત અને દલિત જ રાખવા, તેમને માટે રોજી અને સામાજિક ન્યાય આપવામાં અખાડા કરવા, રીઝર્વેશનની ચોકલેટ ખવડાવ્યા કરવી અને ભ્રષ્ટાચાર દેવીની આરતી ગાતાં ગાતાં, કાર્યક્ષમતાને સાવ હાસ્યાસ્પદ ગણી અભરાઇએ ચઢાવી દેવી તે શું આપણી મહાન સંસ્કૃતિ છે? ગુજરાતી અને ભારતીય ડાયાસ્પોરાનું ભારતની હાલની થઇ રહેલી ઉન્નતિમાં ઘણું મોટું અર્થિક પ્રદાન છે,તે ભૂલી નગુણા ન બનશો.

 4. Deepa Wright says:

  I agree 100% with Mr. Suresh Jani. It has indeed become a fashionable thing to point out and blame negative qualities of western world to hide our own shortcomings. It is the responsibility of a parent to care for their children, give them good education and guide them to better things in life, be it in India or abroad. Don’t blame western culture for the miserable state of our youth and skirt your responsibility. People like bakul Rawal, who come here to earn a few pounds, and point out only bad things of west should NOT COME HERE AT ALL if this land is so bad. There are so many positive qualities of this society that we need to learn as a country to make India a better place to live, CIVIC SENSE / CLEANLINESS being one of the most important of those. just like India has its bad points and good points, West too has its plus and minus points. The attitude should be to enrich yourself with good ones and leave the bad ones to trash.

 5. Deepa Wright says:

  This one is for Mr. Jadeja…I am sure, if he got a visa to come to the so called bad western world, he would be the first one to fly out! Case of sour grapes, i guess…

  Living in western world, doesnt make you any lesser Indian. We are Indians and a proud ones at that, of our culture and everything positive about India. Its just that we have chosen a different ground to live our life on…After all, It doesnt mean you dont love your mother, if you decide to live with your Aunt!!

  And its not about Money always, it could be about many things, one of them being a better career options or better education or even a simple case of personal freedom where you want to be in your life!

  Jai Hind!

 6. janki says:

  umm i dont really think that this is totally true in forign countries. i mean i dont meant to offend the author but the what is said in the story is not really children’s fault. mostly children grows up as their parents teach them. and of course u will change a little. As a student, i know what goes on with youngsters here but thats not totally their fault. The value of our culture is never explained to them fully. and therefore they behave like a wild pet, when the owner is around (parents) they behave good n whey they are not, they are wild.
  another thing is that we have to change a little even though we dont want to because of the surroundings around us. its like what happens when you go with a make up n shorts in a village. what does people say?? thats exactly what happens when u try to behave SO DISIPLINED around americans. it also gives them the wrong impression about our culture n our parents.
  so after all all of these things can be only solved by one way : the proper gardian from parents n fully understandment of the culture.
  sorry for wrighing too much but i didnt know how to explain all this in short.
  thanks bakuluncle

 7. bhavna says:

  potana chhokraone

 8. Kavita says:

  I agree with Suresh Jani.
  There is no such thing like all good in India.
  I myself is from India. Having seen both world & culture I can assure you, everything in India is not so good. Atleast in western world youth are honest & has guts to be themselves. In India people are hypocrates. That is equally true for the people who lives in western countries, who enjoys the benifit of wester lifestyles, practise the wester values personally & expect everyone else to follow Indian values.

 9. nayan panchal says:

  વિચારવાલાયક લેખ.

  દરેક સિક્કાની બે બાજૂ હોય છે. નિર્ણય આપણે જ લેવાનો છે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.