પ્રશ્નોત્તરીના પ્રવાહ – કિશોર દવે

[ પ્રશ્નોત્તરી દ્વારા વિવિધ વિષયોનું સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરી શકાય એવું એક સુંદર પુસ્તક મુંબઈના લેખક શ્રી કિશોરભાઈ દવે એ કર્યું છે. આ પુસ્તકમાં શાસ્ત્રો, ભક્તોના ચરિત્રો, ઈતિહાસ, ભૂગોળ, ફિલ્મો, નાટકો, કહેવતો અને રોજેરોજના વિશ્વમાં બનતા બનાવો અને સામાન્ય જ્ઞાન ઉપર આધારિત પ્રશ્નોત્તરીનો તેના ખરા જવાબ સાથે સમાવેશ કરાયો છે. આજે 85 મા વર્ષે પણ શ્રી કિશોરભાઈ એક તરવરિયા યુવાન જેવા સક્રિય છે. યુવાનોને આ પુસ્તક વિશે વધુ જાણકારી આપી શકાય તે માટે તેમણે આ પુસ્તક રીડગુજરાતીને ભેટ મોકલ્યું છે જેમાંથી આજે આપણે પસંદ કરેલા અમુક પ્રશ્નો માણીએ જેના ઉત્તરો પ્રશ્નો સમાપ્ત થયા બાદ તુરંત આપેલા છે પરંતુ આપ એ માટે પહેલા વિચારવાનો, ઉત્તર શોધવાનો પ્રયત્ન કરશો તો વધારે મજા આવશે. ખરેખર! વસાવવા જેવું આ પુસ્તક મેળવવા માટે આપ લેખક શ્રીનો ફોનનં : 91-22-26153225 (મુંબઈ) પર સંપર્ક કરી શકો છો.]

પ્રશ્ન 01 : ‘ભોમીયા વિના મારે ભમવા’તા ડુંગરા’ કવિનું નામ જણાવો.
પ્રશ્ન 02 : ‘કુમાર’ માસિકના સ્થાપકનું નામ જણાવો
પ્રશ્ન 03 : અકબર બાદશાહના સમયનો એક પ્રખ્યાત કવિ – તેનું નામ શું ?
પ્રશ્ન 04 : હાલમાં ક્યા લોક કવિની પૉસ્ટલ સ્ટેમ્પ બહાર પાડવામાં આવી ?
પ્રશ્ન 05 : ભગવાન શ્રી કૃષ્ણનું નામ કોણે પાડ્યું હતું ?
પ્રશ્ન 06 : ‘વેલી ઓફ ફ્લાવર્સ’ ક્યા પ્રદેશમાં આવેલું છે ? તેની નજીક શિખોનું કયું પવિત્ર સ્થાન આવેલું છે ?
પ્રશ્ન 07 : ગુજરાતમાં હાલમાં જ ‘વર્લ્ડ હેરીટેજ મોન્યુમેન્ટ’ માં સ્થાન કોને મળ્યું છે ?
પ્રશ્ન 08 : ‘રામાયણ’ સીરીયલમાં રાવણની ભૂમિકા કોણે કરી હતી ?
પ્રશ્ન 09 : સાઉદી અરેબિયામાં ચાર હજાર વર્ષ જૂના એક કુવાનું નામ શું છે કે જેનું પાણી મુસ્લીમોમાં પવિત્ર ગણાય છે ?
પ્રશ્ન 10 : ‘ગોલ્ડન સીટી’ તરીકે ભારતનું ક્યું શહેર જાણીતું છે ?
પ્રશ્ન 11 : માઉન્ટ આબુમાં આવેલ એક વિશ્વ પ્રસિદ્ધ સંસ્થા કઈ ? તેની વિશ્વભરમાં કેટલી શાખાઓ છે ?
પ્રશ્ન 12 : મુંબઈના પરાના નામમાં છેલ્લો અક્ષર ‘લી’ આવે એવા ઓછામાં ઓછા પાંચ નામ આપો.
પ્રશ્ન 13 : ‘લાગ્યો કસુંબીનો રંગ’ એ સુંદર પંક્તિઓ કયા કવિની છે ?
પ્રશ્ન 14 : ‘આવજો વ્હાલા ફરી મળીશું’ એ નાટક ઉપરથી બનાવેલ વિપુલશાહની હિન્દી ફિલ્મ કઈ ?
પ્રશ્ન 15 : ગિરનાર પર્વતની જાણીતી પરિક્રમા વર્ષમાં ક્યારે થાય છે ?
પ્રશ્ન 16 : મુંબઈમાં જૂની રંગભૂમિનો સૌથી માનીતો તખતો (થીયેટર) ક્યાં આવેલું હતું ?
પ્રશ્ન 17 : અમેરિકાનું પ્રસિદ્ધ ‘સ્ટેચ્યુ ઑફ લીબર્ટી’ કોણે કયા વર્ષમાં અમેરિકાને ભેટ આપેલ છે ?
પ્રશ્ન 18 : ‘હેરી પોટર’ પુસ્તકોની પ્રકાશન કંપની કઈ છે ?
પ્રશ્ન 19 : ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર આવેલ ગુજરાતનું એક માત્ર હિલસ્ટેશન કયું ?
પ્રશ્ન 20 : લોકપ્રિય નવલકથાકાર ‘પર્લ બક’ ને તેની કઈ નવલકથા માટે સાહિત્યનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું ?
પ્રશ્ન 21 : રાણા પ્રતાપ અને અકબર વચ્ચે રાજસ્થાનના ક્યા પ્રદેશમાં જાણીતી લડાઈ થઈ ?
પ્રશ્ન 22 : ‘કલમ હવે તારે ખોળે’ કહેનાર કવિ કોણ હતા ?
પ્રશ્ન 23 : તાજમહાલ જેવી પ્રતિકૃતિ ક્યાં આવેલી છે ? તેનું નામ શું ?
પ્રશ્ન 24 : ભારતમાં જાહેરાત માટેનું સૌથી મોટું હોર્ડિંગ ક્યાં અને કઈ પ્રોડક્ટ માટે લાગેલું ?
પ્રશ્ન 25 : ‘સારે જહાંસે અચ્છા હિંદોંસ્તા હમારા’ એ ગીતના રચનાર કોણ ?
પ્રશ્ન 26 : શેરબજારમાં થતી ઉથલપાથલને માપવા માટે ઈન્ડેક્સની શરૂઆત ક્યારે થઈ ?
પ્રશ્ન 27 : તાનસેનનું મૂળ નામ શું હતું ? તેને સંગીતની સાધના જ્ઞાન આપનાર ગુરૂ કોણ ?
પ્રશ્ન 28 : ‘ફાધર્સ ડે’ ક્યારે ઉજવાય છે ? તેની શરૂઆત કોણે અને ક્યારે કરેલી ?
પ્રશ્ન 29 : ‘ભલું થયું ભાંગી જંજાળ’ એ પંક્તિઓ કોણે અને ક્યારે રચી હતી ?
પ્રશ્ન 30 : પાંડવોએ જે નવું નગર વસાવ્યું હતું તે ક્યાં અને તેનું નામ શું ?
પ્રશ્ન 31 : દક્ષ પ્રજાપતિના યજ્ઞનો નાશ કરવા શંકર અને પાર્વતીએ કોને મોકલ્યાં ?
પ્રશ્ન 32 : ‘અસત્યોમાંથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા’ આ પંક્તિઓના રચાયેતા કોણ છે ?
પ્રશ્ન 33 : આપણા દેશમાં લગભગ નાની અને મોટી થઈને કેટલી પૉસ્ટ ઑફિસો આવેલી છે ?
પ્રશ્ન 34 : ગુજરાત સમાચારની કોલમ ‘બુધવારની બપોરે’ ના લેખક કોણ છે ?
પ્રશ્ન 35 : ‘કીર્તન કેન્દ્ર’ ક્યા ગાયક-કવિની સ્મૃતિમાં બંધાયું છે અને ક્યાં ?
પ્રશ્ન 36 : એક એવો અભિનેતા જેણે અસંખ્ય ચિત્રોમાં ‘નારદ’ ની ભૂમિકા કરી છે ?
પ્રશ્ન 37 : ‘ગુજરાતી કવિતાને ગૌરવ ન અપાવું ત્યાં સુધી પાઘડી પહેરીશ નહીં’ એમ કહેનાર કોણ હતા ?
પ્રશ્ન 38 : ઘડી ઘડીમાં ક્રોધિત થઈ શાપ આપે એવા મુની કોણ ?
પ્રશ્ન 39 : ગુજરાતના અત્યારના એક માત્ર ‘માણભટ્ટ’ કોણ છે ?
પ્રશ્ન 40 : ‘કલાપી’ નું ખરું નામ શું હતું ? તેમનું આયુષ્ય કેટલું હતું ?
પ્રશ્ન 41 : અમદાવાદના સાબરમતી આશ્રમની સ્થાપના ક્યારે થઈ ?
પ્રશ્ન 42 : અમદાવાદ અને કર્ણાવતી – એ બે નામો સીવાય આ શહેર ત્રીજા કયા નામે ઓળખાય છે ?
પ્રશ્ન 43 : ગુજરાતી બાળસાહિત્ય લખનાર પ્રસિદ્ધ બે લેખકો ક્યા ?
પ્રશ્ન 44 : આદિ શંકરાચાર્યનો જન્મ ક્યા વર્ષમાં અને ક્યાં થયો હતો ?
પ્રશ્ન 45 : ભારતમાં સિંહનું પ્રત્યક્ષ દર્શન થઈ શકે એવું અભ્યારણ્ય ક્યાં આવેલું છે ?
પ્રશ્ન 46 : નવું ‘સરસ્વતીચંદ્ર’ ફિલ્મ બનાવવાનું કોણે જાહેરાત કરી છે ?
પ્રશ્ન 47 : કન્યાકુમારી પાસે સમુદ્રમાં કોનું સ્મારક આવેલું છે ? અને તે જગ્યાને શું કહે છે?
પ્રશ્ન 48 : ‘જહાજ મહલ’ નામની ઈમારત ક્યાં આવેલ છે ?
પ્રશ્ન 49 : ‘પક્ષીતીર્થ’ ક્યાં આવેલ છે ? તેની વિશિષ્ટતા શું છે ?
પ્રશ્ન 50 : ‘નખી’ તળાવ ક્યાં આવેલું છે ? તેનું આ નામ શેના પરથી પડ્યું ?

ઉપરના પ્રશ્નો ના સાચા જવાબ માટે અહીં કલીક કરો…..

જવાબ-01. ઊમાશંકર જોષી.
જવાબ-02. રવીશંકર રાવલ
જવાબ-03. કવિ ગંગ
જવાબ-04. કવિ દુલા ભાયા કાગ
જવાબ-05. શ્રી ગર્ગાચાર્ય
જવાબ-06. ઉત્તરાંચલમાં. નજીકનું પવિત્ર સ્થાન હેમકુંડ
જવાબ-07. ચાંપાનેર, પાવાગઢ.
જવાબ-08. અરવિંદ ત્રિવેદી
જવાબ-09. કૂવાનું નામ છે ઝમઝમ
જવાબ-10. રાજસ્થાનનું જેસલમેર
જવાબ-11. બ્રહ્મકુમારી સ્પીરીચ્યુઅલ યુનીવર્સીટી. વિશ્વમાં 60 થી વધુ દેશોમાં ચાર હજારથી વધુ તેની શાખાઓ છે.
જવાબ-12. બોરીવલી, કાંદીવલી, ચાંદીવલી, વિક્રોલી, ચિંચપોકલી
જવાબ-13. ઝવેરચંદ મેઘાણી
જવાબ-14. ફિલ્મ ‘વક્ત – ધ રેસ અગેઈન્સ્ટ ટાઈમ’
જવાબ-15. શિવરાત્રીના સમયે
જવાબ-16. ભાંગવાડી – કાબલાદેવી
જવાબ-17. તે ફ્રાન્સે ઈ.સ. 1876માં ન્યુયોર્ક શહેરને ભેટ આપેલ છે.
જવાબ-18. જે. કે. રોલિંગ્સ
જવાબ-19. સાપુતારા
જવાબ-20. ‘ગુડ અર્થ’ કૃતિ માટે નોબલ પ્રાઈઝ મળ્યું હતું.
જવાબ-21. હલદી ઘાટીના મેદાનમાં
જવાબ-22. કવિ નર્મદાશંકર
જવાબ-23. બીબીકા મકબરા – ઔરંગાબાદ
જવાબ-24. 501 SOAP પ્રોડક્ટ માટે ચર્નીરોડ સ્ટેશનની સામે આવેલ સ્કૂલ પર લાગેલું.
જવાબ-25. કવિ ઈકબાલ
જવાબ-26. ઈ.સ 1986 માં
જવાબ-27. ત્રિલોચન મૂળ નામ – ગુરૂ હરીદાસ સ્વામી
જવાબ-28. 3 જી જૂન, રવિવાર, ઈ.સ 1910માં મીસીસ જહોન બ્રૂ એ કર્યું.
જવાબ-29. નરસિંહ મહેતાએ એમની પત્નીના મૃત્યુ વખતે આ પંક્તિઓ લખી હતી.
જવાબ-30. ખાંડવ પ્રસ્થમાં – ઈન્દ્ર પ્રસ્થ વસાવ્યું.
જવાબ-31. વિરભદ્ર અને ભદ્રકાળી
જવાબ-32. કવિ ન્હાનાલાલ
જવાબ-33. 1.6 લાખ પૉસ્ટ ઑફિસ
જવાબ-34. અશોક દવે
જવાબ-35. કરસનદાસ માણેક, પારલા જુહુસ્કીમ
જવાબ-36. અભિનેતા જીવન
જવાબ-37. કવિ પ્રેમાનંદ
જવાબ-38. મુની દૂર્વાસા
જવાબ-39. ધાર્મિકલાલ પંડ્યા
જવાબ-40. સુરસીંહજી ગોહીલ, આયુષ્ય 26 વર્ષ 5 મહિના.
જવાબ-41. ઈ.સ 1916માં
જવાબ-42. આશાપલ્લી
જવાબ-43. ગિજુભાઈ બધેકા અને જીવરામ જોષી
જવાબ-44. ઈ.સ 784 માં કાલડી ગામે જન્મ થયો હતો.
જવાબ-45. ગીર જંગલમાં જૂનાગઢ પાસે.
જવાબ-46. સંજયલીલા ભણશાલી
જવાબ-47. સ્વામી વિવેકાનંદ અને તે જગ્યાને ‘વિવેકાનંદ રોક’ કહે છે.
જવાબ-48. માંડવગઢમાં (માંડુ કિલ્લો), ઈન્દોર પાસે.
જવાબ-49. મદ્રાસ પાસે. દરરોજ બપોરે 12 વાગે બે પક્ષીઓ ખોરાક માટે આવે છે.
જવાબ-50.માઉન્ટ આબુમાં. એવું કહેવાય છે કે ભગવાને પોતાના નખથી ખોદીને આ તળાવ બનાવ્યું છે જેથી તે ‘નખી’ તળાવ ના નામે ઓળખાય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શ્રી અમરનાથ યાત્રા – નીલા કડકિયા
શ્રી મોરારિબાપુ : એક મુલાકાત – રાજુ દવે Next »   

13 પ્રતિભાવો : પ્રશ્નોત્તરીના પ્રવાહ – કિશોર દવે

 1. Urmi Saagar says:

  this is really good…. i will have to come back and read it again.. (actually print it) to gain some indian general knowledge…

 2. Neela Kadakia says:

  Mrugesh,
  It’s v.good for general knowledge.I hope for more and more articles like this.

  Neela

 3. સુરેશ જાની says:

  એક સૂચન.. રીડ ગુજરાતી પર આવા પ્રશ્નોત્તરનો એક નવો વિભાગ શરુ કરો તો કેવું?

 4. nayan panchal says:

  મૃગેશભાઈ,

  હવે તો આપણી વેબસાઈટ php ફોરમેટમાં છે, થોડી જગ્યા પ્રશ્નોત્તરી માટે પણ ફાળવી આપો તો મારા જેવાનુ જ્ઞાન વધે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.