જીવવા માંડો – બહાદુરશાહ પંડિત

આ યુગનું સૌથી વધારે લોકપ્રિય સુત્ર આ હોવું જોઈએ : ‘જિંદગી પસાર કરવાના બદલે જીવવા માંડો.’

આપણા જમાનાનાં સ્ત્રીપુરુષો સામે જેટલી વિવિધ અને નવી તકો ઉદભવી છે એટલી ભૂતકાળના કોઈ સુવર્ણયુગમાં પણ ઉપસ્થિત થઈ નહોતી. વિજ્ઞાન અને યંત્રવિજ્ઞાને આજે આપણા પાસે પ્રવાસ આકર્ષક, સરળ અને સલામત બનાવી દીધો છે. આંતરિક અને બાહ્ય રમતો, ખેલકૂદની પ્રવૃત્તિઓ, સાહિત્યિક સમારંભો અને સામાયિકો, વિવિધ પ્રકારના શોખ ઈત્યાદિને કોઈ સીમા રહી નથી. લોકશાહી, શાસનપદ્ધતિમાં સામાન્યમાં સામાન્ય માણસ પણ આ બધામાંથી પોતાને મનપસંદ પ્રવૃત્તિનો લાભ લઈ જીવનને ઉત્સાહી, રંગીન અને રસપૂર્ણ બનાવી શકે છે પણ આશ્ચર્ય અને ખેદની વાત છે કે આપણામાંથી ઘણા બધા ‘માત્ર તીરે ઊભા તમાશો’ જોયા કરે છે અને આ અનેકવિધ પ્રવૃત્તિઓના પ્રવાહમાં પડવાનું ‘મહાસુખ’ માણી શકતા નથી.

થોડા સમય પહેલાં છાપામાં એક સમાચાર હતા કે ઈંગલેન્ડના એક યુગલે દુનિયાનો પ્રવાસ ખેડવામાં પોતાની નિવૃત અવસ્થાનાં ત્રણ વર્ષ આનંદથી પસાર કર્યાં. જિંદગી આપણા હાથમાંથી ચાલી ગઈ છે એમ માની નિવૃત્ત અવસ્થાનાં વર્ષો કંટાળી કંટાળીને પસાર કરતા લોકો માટે આ દ્રષ્ટાંત કેટલું પ્રેરણાદાયી થઈ પડે એમ છે !

આ ઉદાહરણ જિંદગીના કોઈપણ તબક્કે એટલું જ પ્રેરક થઈ શકે. તમે આંખ ખોલીને તમારી આસપાસના જગતને જોશો તો તમને જણાશે કે કેટલાક માણસો મુખ્ય વ્યવસાય સાથે બીજી રસપ્રદ પ્રવૃત્તિઓ ચાલુ રાખી પોતાના રોજિંદા જીવનમાં રસિકતા અને રંગીનતા આણે છે, જ્યારે કેટલાક માત્ર પોતાના ભાગ્યને દોષ આપતા આપતા જિંદગીનો બોજો વહન કર્યા કરે છે. માણસના જીવનમાં પ્રારબ્ધ અને સંજોગો અગત્યનો ભાગ ભજવે છે એ કબૂલ છે, છતાં એની સાથે બીજું એક મહત્વનું તત્વ પણ કામ કરે છે. એ છે માનવીનું જીવન તરફનું વલણ, એની જિંદગીને જોવાની દષ્ટિ. આ વલણ જો ભયયુકત અને આળસપૂર્ણ હોય તો એનો પ્રત્યાઘાત પણ એવો જ પડે, જ્યારે એથી ઊલટું, જો આ વલણ ઉત્સાહપૂર્ણ, સાહસિક અને હિંમતભર્યું હોય તો એ જીવનમાં રંગ, રસિકતા અને રોમાંચકતા આણે છે. એકવાર આપણને એ સમજાય કે જીવનને ઘાટ આપવાની જવાબદારી આપણા શિરે છે, તો પછી સંજોગો ગમે એટલા પ્રતિકૂળ હોય તો પણ આપણે આપણા જીવનની પ્રત્યેક પળને જોમ ને ઉત્સાહથી તરબોળ કરી શકીએ છીએ.

આપણા આંગણે આવેલી તકોને આપણે પાછી ઠેલીએ છીએ એનું કારણ એ છે કે આપણામાં નવીનને નાણી જોવાની નીડરતા નથી, અજ્ઞાતને અજમાવી જોવાની હામ નથી. અંધકારમાં જતાં ડરતા બાળકની જેમ આપણે અજાણ્યાથી આઘા રહેવા ઈચ્છીએ છીએ, પ્રણાલિકાઓને આપણે જળોની જેમ જકડી રાખીએ છીએ, કારણકે એ પરિચિત અને પ્રમાણેલી હોય છે. આપણા પક્ષે એ ઓછી જહેમત માગી લે છે. યોગ્ય તકને ઝડપી લેતાં કદી ગભરાશો નહિ. ભૂસકો મારો અને નવો માર્ગ શોધી કાઢો. એથી તમારા જીવનમાં સાહસિકતા અને આરંભકાર્યનો ઉત્સાહ પ્રગટશે, એ ઉત્સાહ તમારા હૃદયને કેટલું પુલકિત બનાવી શકે છે ! ચીલામાંથી બહાર નીકળવું સહેલું નથી પણ તમે પેલો દૂહો સાંભળ્યો હશે : ‘ચીલે ચીલે સબ કોઈ ચલે….’

તમે છેલ્લાં એક દસકાથી એક જ વ્યવસાયમાં પડી રહ્યા છો, એનું કારણ શું ? તમને એ વ્યવસાયમાં આનંદ મળે છે એટલે ? ના, તમને એ વ્યવસાય અનુકૂળ આવી ગયો છે એટલે નવો વ્યવસાય લેવા જતા તમને દહેશત છે કે એ અનુકૂળ આવશે કે નહિ. વાસ્તવમાં જો તમારી સામે નવા વ્યવસાયની તક ઊભી થઈ હોય તો એ તરત જ સ્વીકારી લો કારણકે એ નવો વ્યવસાય તમારામાં રહેલી અનેક સુષુપ્ત શક્તિઓને પડકારીને જાગૃત કરશે. એ નવી તક, તમે જેનાથી આજ સુધી અજ્ઞાત હતા એવી તમારી તાકાત અને શક્તિનો તમને આનંદજનક પરિચય કરાવશે.

મારી પડોશમાં રહેતા એક પ્રાથમિક શાળાના શિક્ષકે દસ વર્ષની નોકરી બાદ વીમા-એજન્ટનો વ્યવસાય શરૂ કર્યો હતો. ત્યારે શિક્ષક મિત્રો એના સાહસ પર હસતા હતા. આજે એ મિત્રો એની એ જગા પર છે જ્યારે પેલો શિક્ષક ફિલ્ડ ઑફિસર તરીકે આખા જિલ્લામાં પ્રખ્યાત થયો છે.

અલબત્ત, દરેક માણસે પોતાના ચાલુ વ્યવસાયને ત્યજી દેવો આવશ્યક નથી પરંતુ જીવનમાં આવતી અનેકવિધતા અને નીરસતા ટાળવા માટે પૂરક વ્યવસાય કે શોખમાં પ્રવૃત્ત થવાની જરૂર રહે છે. નવો શોખ કેળવવાથી આત્મભાન જાગૃત થાય છે. આપની શક્તિ અંગે આપણે સજાગ થઈએ છીએ. એના પરિણામે ઉદભવતો નવો રસ મનને ઉત્સાહી અને ઉદ્યમી બનાવે છે. એથી જીવનનાં નવાં રહસ્યો શોધી શકાય છે. આપણા મનની છૂપી શક્તિઓ સપાટી પર આવે છે. અને જાણે આપણી નસોમાં નવું લોહી વહેવા લાગે છે. પૂરક વ્યવસાય કે શોખ તમારી પાસે પૂરતી એકાગ્રતા અને શક્તિની અપેક્ષા રાખે છે પણ નવાઈની વાત છે કે એથી તમારું મન થાકી કે હારી જતું નથી. એથી ઊલટું, એ તમને કંઈક કર્તવ્ય બજાવ્યાનો આત્મસંતોષ આપે છે. અને તમારા સમાજમાં તમારી પ્રતિષ્ઠા ઊભી કરે છે. મારા બાપુજીના એક મિત્ર હતા એ નિવૃત્ત થયા પછી એમની પાસે પૂરતી સંપત્તિ અને સારું કમાતા બે પુત્રો હોવાથી બીજે કશો વ્યવસાય કરવા માંગતા નહોતા છતાં સમય સારી રીતે પસાર થાય એ માટે એમણે એમના લત્તાની એક મ્યુનિસિપલ હૉસ્પિટલમાં જવાનું શરૂ કર્યું. એ માત્ર દર્દીઓને મળતા, એમનાં દર્દોનો ઈતિહાસ સાંભળતા અને તદ્દન ગરીબ દર્દીને ફળફળાદિની ભેટ પણ ધરતા. આ પ્રવૃત્તિ પાછળ એમનો કોઈ મોટી સેવાનો આશય નહોતો. માત્ર સમય પસાર કરવાના સાધન તરીકે તેઓ આ પ્રવૃત્તિ કરતા પણ એ દોઢ બે કલાકની પ્રવૃત્તિથી એમનો આખો દિવસ આનંદમાં પસાર થતો.

દરેક માણસ પોતાને માટે પૂરક વ્યવસાય કે શોખની પસંદગી જાતે જ કરવી પડે છે. કારણકે દરેક વ્યક્તિનું માનસ જુદા જુદા ખ્યાલો ધરાવતું હોય છે. એથી શું પસંદ કરવું એ વ્યક્તિએ જાતે નક્કી કરવાનું છે. પણ ગમે તે કંઈ પસંદ કરવું એ મહત્વનું છે. ચાહે તો ઉનાળાની રજાઓમાં પ્રવાસે જાઓ, ચાહે તો દરેક રવિવાર વિવિધ રીતે પસાર કરવાની યોજના કરો, ચાહે તો અઠવાડિયામાં બેત્રણ દિવસ કોઈ અવેતન રંગભૂમિના નાટકના અદાકાર બનવાની પ્રેક્ટિસ કરો.

આજની અદ્દભૂત દુનિયા, ઉત્સાહ, આરંભ, હિંમત અને કલ્પનાની અપેક્ષા રાખે છે, જીવનને મસ્તીભરી રીતે જીવવાનો એ પડકાર ફેંકે છે. એ પડકારને ઝીલવાની સાહસિકતા અને શૌર્ય તમારામાં છે. આ તકને ઝડપી લો. બે હાથે ઝડપી લો. તમને એમાં સફળતા મળવાની જ છે. કારણકે એ મનપસંદ પ્રવૃત્તિ પાછળ તમે તમારી શક્તિઓ ખર્ચવાના છો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શિવાજીનું હાલરડું – ઝવેરચંદ મેઘાણી
તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી Next »   

23 પ્રતિભાવો : જીવવા માંડો – બહાદુરશાહ પંડિત

 1. એ સમજાય કે જીવનને ઘાટ આપવાની જવાબદારી આપણા શિરે છે, તો પછી સંજોગો ગમે એટલા પ્રતિકૂળ હોય તો પણ આપણે આપણા જીવનની પ્રત્યેક પળને જોમ ને ઉત્સાહથી તરબોળ કરી શકીએ છીએ.

  Very true. I am recalling the lines which my father always want me to remember “તમે જ તમારા શિલ્પી છો.”

 2. સુરેશ જાની says:

  એકદમ સાચી વાત. પાછલી જિંદગીમાં, 58 વર્ષનું આયુ વીત્યા બાદ, જીવન પ્રત્યે આવો જ દ્રષ્ટિ કોણ રાખવાથી થયેલા ફાયદા જોઉં છું, ત્યારે એક વસવસો થાય છે કે આ જ્ઞાન પહેલાં આવ્યું હોત તો જીવન કેટલું સભર ગયું હોત?
  માટે અહીં વાંચન કરતાં સર્વે યુવા મિત્રોને મારી નમ્ર વિનંતિ છે કે મુજ વીતી તુજ ન વીતાવશો. અને જાગ્યા ત્યાંથી સવાર ગણીને આ ક્ષણને મધુર ,સભર અને નવિનતાથી નવ પલ્લવિત બનાવજો.
  જો ગુજરાતની પ્રત્યેક વ્યક્તિ આ ક્ષણને રૂપિયા જેટલી મૂલ્યવાન માને અને થોડું ઘણું પણ નાવિન્ય જીવનમાં ઉમેરવા પ્રયત્ન કરે તો આપણે આકાશને પણ આંબી શકીશું

 3. nitin says:

  I agreed with the article.We need to develop a creative mind for better life.Thanks to Shri Bahadur panditji and readgujarati for such a good article.

  Nitin

 4. gopal h parekh says:

  khub prernadai lekh, khas karine senior citizens maate

 5. Kishor says:

  very good article. can we forward this articale to friend?

  Kishor Dattani
  Kampala.

 6. sach aur sahas he jiske man me ant me jit unki he

 7. janki says:

  very true. instead of looking up and undermining ourselves why dont we look down and enjoy being up and try to reach the top with the creativity.

  thanks for the article

 8. Shri Bahadurshah Pandit has given a perfect message to old and young alike. Positive thinking is a kay to ‘real life’. But specially for ‘just retired’ vayovrudhas it is a ‘must read’ article. Retirement should not be lived like ‘sitting in a waiting room for appointment with death’ but instead ‘an escape from many bonds and opportunity to feel the life with enjoyment.’ There are two specific hints in this article, one to take a hobby and another to travel. Luckily I and my wife Manju have prepared for both. Although being an engineer, I have started writing in Gujarati and publicing a small bimonthly magazine named ‘MATRUBHASHA’. Secondly we have decided to travel. We have just completed half of our ’round the world’ trip. I read this article in Birmingham. Thank you. (Pravin Vaghani, Melbourne, Australia)

 9. vivek desai says:

  very understandable article. it applies to all age groups. thanks for the article and wish few more alike articles will follow.

 10. sanjeev says:

  it is very good article.lots of inspiration. thanks for giving nice message. how to decide goal and how to get self confidence. please focus on two problems

  thanks,

  sanjeev

 11. […] | Readgujarati.com ? … how to decide goal and how to get self confidence. please focus on two problems. thanks, … […]

 12. […] | Readgujarati.com how to decide goal and how to get self confidence. please focus on two problems. thanks, … decide goal and how to get self confidence. please focus on … […]

 13. […] | Readgujarati.com how to decide goal and how to get self confidence. please focus on two problems. thanks, … Readgujarati.com how to decide goal and how to get self confidence. … […]

 14. […] | Readgujarati.com how to decide goal and how to get self confidence. please focus on two problems. thanks, … Readgujarati.com how to decide goal and how to get self confidence. … […]

 15. […] Readgujarati.com ” how to decide goal and how to get self confidence. please focus on two problems. thanks, … Readgujarati.com how to decide goal and how to get self confidence. … […]

 16. nayan panchal says:

  ખૂબ જ પ્રેરણાદાયક લેખ. ખરેખર માણસ એકવાર comfort zoneમાં પ્રવેશી જાય પછી તેના માટે કંઈક નવુ કરવુ મુશ્કેલ થઈ જાય છે. તે સમયે આવો લેખ ખૂબ ઉપયોગી થઈ પડે છે.

  આભાર.

  નયન

  “એકવાર આપણને એ સમજાય કે જીવનને ઘાટ આપવાની જવાબદારી આપણા શિરે છે, તો પછી સંજોગો ગમે એટલા પ્રતિકૂળ હોય તો પણ આપણે આપણા જીવનની પ્રત્યેક પળને જોમ ને ઉત્સાહથી તરબોળ કરી શકીએ છીએ.”

 17. Jay Gajjar says:

  Very good article. Worth reading and to adopt in life for a thought and practice of positive thinking. I remember my associations with Shri Bahadurshah Pandit. I think he was involved in Shree Rang and Kumar. A very learned and a man of good thoughts. Good luck
  Jay Gajjar, Toronto, Canada

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.