તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી

સુખની આખી અનુક્રમણિકા
                અંદર દુ:ખના પ્રકરણ
તમે જિંદગી વાંચી છે ?
                વાંચો તો પડશે સમજણ

પૂંઠાં વચ્ચે પાનાં બાંધ્યાં, જેમ ડચૂરા બાઝે
આંસુના ચશ્માં પહેરીને, પાનેપાનાં વાંચે
પથ્થરના વરસાદ વચાળે,
                કેમ બચાવો દર્પણ… તમે જિંદગી…

હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવાલાયક
તમે ફેરવો પાનાંને, એ પુસ્તકમાંથી ગાયબ
ફાટેલાં પાનાંનાં જેવાં
                ફાટી જાતાં સગપણ…. તમે જિંદગી….

આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે
હશે કદાચિત લેખકજીને
                પીડા નામે વળગણ…. તમે જિંદગી…..

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવવા માંડો – બહાદુરશાહ પંડિત
વેજિટેબલ કટલેસ અને પંજાબી છોલે Next »   

19 પ્રતિભાવો : તમે જિંદગી વાંચી છે ? – મુકેશ જોષી

 1. Jayshree says:

  Its really true..

  Life has many different faces… and this is one of them..!!

 2. Neela Kadakia says:

  સબંધોની પારદર્શકતાનું સુંદર આલેખન

  નીલા

 3. સુરેશ જાની says:

  બહોત ખૂબ…. લયની શૈલી અને ભાવની અભિવ્યક્તિ બહુ જ સરસ છે.
  કૃષ્ણ દવે પણ મોટા ભાગે આ લયમાં જ લખે છે.
  આને કયો છંદ કહેવાય ? કોઇ જાણકાર પ્રકાશ પાડશે?

 4. MEETA DAVE says:

  DARREK KAVITA NE ‘DAD’ NATHI AAPI SHAKATI;
  NE JE VANCHI NE ZANZANI UTHAY, TYA ‘DAD’ ANE ‘VAH”VAH’KARYA VAGAR CHALTU NATHI TO MUKESH JOSHIJI “BAHUT KHUB”!.VAJAN CHHE.
  VANCHAKO NE MUBARAK KE AVI SARAS KAVITA AAM UPLABDH CHHE!

 5. Chandrik Rajdeep says:

  The first six words sukhni——–dukhna prakran reflects the conceptual v/s practical aspects of life.

 6. “સુખની આખી અનુક્રમણિકા
  અંદર દુ:ખના પ્રકરણ”

  એવી સુંદર પંક્તિ છે કે બધાને એકવાર તો થતું જ હશે કે મારા જીવનની અનુક્રમણિકા પણ કંઇક આવી જ છે… 🙂

  ઉર્મિ સાગર
  https://urmi.wordpress.com

 7. sona gandhi says:

  this is a unique site in the world.
  please enter some gujarati ghazals.
  poems r really good.like tears come from eyes.
  thanks n regards,
  sona.

 8. nayan panchal says:

  ખૂબ જ સુંદર રચના.

  નયન

  “આ લેખક પણ કેવો, એને દાદ આપવી પડશે
  લખે કિતાબો લાખો, પણ ના નામ છપાવે કશે.”

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.