યહ સેવા ઉપલબ્ધ નહીં હૈ – કલ્પના દેસાઈ

નજીકના ભવિષ્ય પર નજર નાખતાં, આપણું ઓળખપત્ર ધરાવતું મલ્ટીપર્પઝ કાર્ડ કંઈક આવું હશે. આપણી મેડિકલ હિસ્ટરી + ડ્રાઈવિંગ લાઈસન્સ ધરાવતું, ATM કાર્ડની જેમ અને ઈલેકટ્રોનિક પર્સની જેમ કામ કરતું અને નેશનલ લાઈબ્રેરીમાં પણ કામ આવે તેવું હશે. ‘જંગલી સેન્ડવિચ કૉર્નર’માં ઑર્ડર આપતી વખતે કેવી વાતચીત થશે ?

ઓપરેટર : ‘થેંક યુ ફોર કૉલિંગ જંગલી… શું હું તમારો….’
કસ્ટમર : ‘હાલૂ….., શું હું ઑર્ડર…..?’
ઓપરેટર : ‘શું હું તમારો મલ્ટીપર્પઝ કાર્ડ નં. પહેલાં જાણી શકું, સર ?’
કસ્ટમર : ‘ઓહ ! ઊંહ ! હં… જરા ઊભા રહો. હં…. લખો.. 61054023044-10010’
ઓપરેટર : ‘ઓ.કે. ! તો તમે…. મિ. ભૂખણદાસ છો અને તમે લોખંડવાલા-અંધેરીથી બોલો છો. બિલ્ડિંગ… અને ફલેટ… ફોનનં…. મોબાઈલ નં… ઑફિસનં…. આ છે, રાઈટ ?
કસ્ટમર : ‘બા…પ…રે ! તમને મારા આટલા બધા નંબર ક્યાંથી મળ્યા ?
ઓપરેટર : ‘અમે તમારી સેવા કરવા બંધાયેલા છીએ.’

કસ્ટમર : ‘શું હું તમારી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવિચનો ઑર્ડર આપી શકું ?’
ઓપરેટર : ‘સર, એ સારો વિચાર નથી (નોટ અ ગુડ આઈડિયા!).’
કસ્ટમર : ‘કેમ ? કેમ ?’
ઓપરેટર : ‘તમારા મેડિકલ રિપોર્ટ મુજબ તમને હાઈ બી.પી છે. અને કૉલેસ્ટ્રોલ પણ વધારે છે.
કસ્ટમર : ‘શું ?… તો પછી તમે શું સજેસ્ટ કરો ?’
ઓપરેટર : ‘તમે તમારી સાદી સેન્ડવિચ વિધાઉટ બટર ખાઈ શકો છો. તમને ભાવશે.’
કસ્ટમર : ‘તમે કેવી રીતે ખાતરીપૂર્વક કહી શકો ?’
ઓપરેટર : ‘સર, તમે ગયે અઠવાડિયે નેશનલ લાઈબ્રેરીમાંથી ‘ફૂડ વિધાઉટ ફેટ’ ચોપડી લીધી હતી.’
કસ્ટમર : ‘ઓ.કે. માની ગયો. તો પછી તમે ત્રણ ફૂલ સાઈઝ પ્લેઈન સેન્ડવિચ મોકલી આપો. કેટલા પૈસા થશે ?’
ઓપરેટર : ‘પંચોતેર રૂપિયા થશે, સર.’
કસ્ટમર : ‘શું હું ક્રેડિટ કાર્ડથી બિલ ચૂકવી શકું ?’
ઓપરેટર : ‘સર, તમારે રોકડા ચૂકવવા પડશે. ક્રેડિટ કાર્ડની મુદત પૂરી થઈ ગઈ છે. અને તમારે હાઉસિંગ લોનના હપ્તા પણ ભરવાના બાકી છે.
કસ્ટમર : ‘હું ધારું છું કે, હું નજીકના ATM માંથી તમે આવો તે પહેલાં પૈસા લઈ આવું.’

ઓપરેટર: ‘માફ કરજો સર, પણ તમે તમારા રોજના એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લીધા છે જેની લિમિટ પૂરી થઈ છે.
કસ્ટમર : ‘કંઈ વાંધો નહીં. તમે સેન્ડવિચ મોકલી આપો. હું રોકડા પૈસા તૈયાર રાખું છું. કેટલી વાર લાગશે ? આશરે ?’
ઓપરેટર : ‘લગભગ પોણો કલાક. પણ જો તમારાથી ન રહી શકાય (ખાધા વગર) તો તમે તમારી મોટરસાઈકલ પર આવી શકો છો.
કસ્ટમર : ‘તમે કેવી રીતે જાણ્યું કે મારી પાસે મોટરસાઈકલ છે ?’
ઓપરેટર : ‘બહુ સહેલું છે. તમારી બધી વિગતો અમારી પાસે હોવાથી. તમારી બાઈકનો નંબર…… છે, રાઈટ ?’
કસ્ટમર : ‘સા…લી, વાંદરી બધું જાણે છે.’
ઓપરેટર : ‘પ્લી…ઝ સર ! તમારી ભાષા પર કાબૂ રાખો. યાદ છે ને 15 ઑગસ્ટ 1980માં કોઈ પોલીસને ગાળો આપતાં તમે જેલની હવા ખાઈ આવેલા તે ?
કસ્ટમર : ‘?’
ઓપરેટર : ‘બીજું કંઈ સર ?’
કસ્ટમર : ‘કંઈ નહીં. પણ તમે ત્રણ સેન્ડવિચ સાથે ત્રણ કૉલ્ડડ્રિંક તો ફ્રી આપશો ને ?’
ઓપરેટર : ‘જરૂર સર. અમારી ફરજ છે. પણ વાત એમ છે ને કે…. તમારા રેકોર્ડ મુજબ તમે ડાયાબિટીક છો ! માફ કરજો સર ! બીજી કોઈ સેવા સર….?’
કસ્ટમર : ‘???’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વેજિટેબલ કટલેસ અને પંજાબી છોલે
મારી મોટરસાઈકલ સવારી – ફાધર વાલેસ Next »   
Copy Protected by Chetan's WP-Copyprotect.