પાણીપૂરી

પાણીપૂરી નો મસાલો બનાવવાની સામગ્રી :

સંચર 4 ચમચી
જીરૂ 1 ચમચી
મરી 2 ચમચી
લવીંગ 8 થી 10 નંગ
હીંગ ½ ચમચી
સફેદ મરચું 2 ચમચી
તજ 3 થી 4 ટુકડાં.
મીઠું 1 ચમચી
સૂંઠ 2 ચમચી
ફુદીના પાવડર 3 ચમચી
આમચૂર પાવડર 4 ચમચી
મોટા એલચા 2 નંગ

રીત:

સૌપ્રથમ એકદમ ઝીણો રવો 250 ગ્રામ લેવો. રવામાં કોઈ પણ જાતનું મોણ નાખવું નહીં. હવે ગરમ પાણી થી રવાનો મધ્યમ પ્રકાર નો એટલે કે બહુ કઠણ પણ નહીં, બહુ ઢીલો પણ નહીં તેવો લોટ બાંધવો. આ લોટને 3 થી 4 કલાક મૂકી રાખવો. આ સમય બાદ તેને બરાબર મસળી લેવો.  હવે તેના નાના-નાના લુઆ કરીને તેની પૂરી વણવી.

100 ગ્રામ ચણાને આગલા દિવસે પલાળીને તેને બીજે દિવસે 2 થી 4 નંગ બટાકા જોડે બાફી લેવા. હવે બટાકા અને ચણાને અધકચરા ભેગા કરી તેમાં મીઠું, મરચું (જોઈતા પ્રમાણમાં) નાખવા. આમ કર્યા બાદ ગોળ-આમલીની ચટણી બનાવી તૈયાર કરેલી પૂરીમાં વચ્ચે કાણું પાડી બટાકા-ચણાનું પૂરણ અને ગોળ-આમલીની ચટણી રેડવી. ઉપર જણાવેલ મસાલાથી તૈયાર કરેલા પાણીમાં પૂરી બોળી ને તેને ઉપયોગ માં લેવી. સ્વાદમાં એકદમ ચટપટી અને ટેસ્ટી પાણીપૂરી તૈયાર છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જ્ઞાનવૃક્ષ – ફાધર વાલેસ
ધીરજ – કાન્તિલાલ કાલાણી Next »   

10 પ્રતિભાવો : પાણીપૂરી

  1. SV says:

    સરસ, મજા આવી ગઇ.

  2. biren says:

    But what about puri….how to make puri. i don’t eat puris that are available in market. so let us know how to make it at home.

  3. અતુલ જાની (આગંતુક) says:

    પાણી પુરી માં બહારના પાણી આરોગ્ય માટે ખતરા રૂપ નિવડી શકે છે તેથી ઘરે બનાવી લેવા હિતાવહ છે. જો કે એકલી પુરી પણ હવે તૈયાર મળે છે તે ઘરે લાવીને ઘરે બનાવેલ પાણી સાથે આરોગ્યને જાળવીને ચટાકેદાર પાણી પુરી ખાઈ શકાય.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.