રસભરિયાં સ્મરણાં સ્નેહનાં – ગજેંન્દ્રભાઈ બૂચ

[ આ પ્રચલિત અને દુર્લભ કૃતિ ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત “ગજેંન્દ્રનાં મૌક્તિકો” માંથી લેવામાં આવી છે. કવિશ્રીના સુપુત્ર શ્રી અનિલકાન્તભાઈ બૂચ (ગાંધીનગર) નો આ કૃતિ રીડગુજરાતીને મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર.]

અહિં ત્રુટતે દિલ ક્રૂર વિદાય એ,
રસભરિયાં સ્મરણાં સ્નેહનાં (2)

ઘડીક રીઝાવે ઘડીક મુઝાવે,
અયિ તો યે ઉભર્યાં નેહનાં…રે…. રસ…..

અહીં મળીયાં અહીં નયન ભરીને,
લીધ દર્શન પ્રેમલ જ્યોતનાં….રે…. રસ…..

અહિ ઉરશું ઉર ચાંપી દીધાં,
કૈં દાન એ દિલનાં દેહનાં…રે…..રસ….

અહીં છુટતા લોચન મન રડીયાં,
દીલ સૂનાં એ સ્નેહી જતાં…. રે… રસ…

દૂર પડ્યાં, વિધ વિધ અંતરાયે,
હવે સાંત્વન, સ્મરણે સ્નેહનાં…રે….રસ….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ટેલિફોન – રોહિત શાહ
મસ્તીની મહેફિલ – સંકલિત Next »   

10 પ્રતિભાવો : રસભરિયાં સ્મરણાં સ્નેહનાં – ગજેંન્દ્રભાઈ બૂચ

  1. janki says:

    very heart touching

  2. nayan panchal says:

    સુંદર રચના.

    નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.