લાગણીનાં બંધન – જયંતિ દલાલ

[ આ વાર્તા લેખકશ્રીના પુસ્તક “જયંતિ દલાલની શ્રેષ્ઠ વાર્તાઓ’ માંથી લેવામાં આવી છે. રીડગુજરાતી ને આ પુસ્તક ભેટ મોકલવા બદલ તેમજ વાર્તાઓ મૂકવાની પરવાનગી આપવા સુપ્રસિદ્ધ સાહિત્યકાર તેમજ લેખક શ્રી જયંતિભાઈ દલાલનો (મુંબઈ) ખૂબ ખૂબ આભાર. આપના પ્રતિભાવો આપ લેખકશ્રીને આ સરનામે પણ મોકલી શકો છો : jmdalal@rediffmail.com ]

સવારના દીવાનખાનામાં આવીને હેતાલીએ દરવાજો ખોલી નાખ્યો. સામે જ દરિયો હિલોળા લેતો નજરે પડ્યો. અવિરત મોજાંની હારમાળા દરિયાના વચ્ચેના ભાગમાંથી ઊભી થઈને ઠેઠ કિનારા સુધી આવીને ચૂરચૂર થઈને ફીણના પરપોટા થઈને ફરીથી એકવાર દરિયાના પાણીમાં સમાઈ જતી. થોડીક સેકંડોમાં ફરી એકવાર મોજાં જુસ્સાભેર કિનારા લગી આવીને ઊછળવાનું જોર ઓછું થતાં પાણીમાં ગરકાવ થઈ જતાં. હેતાલી દરિયાના પાણીની રમત ક્યાંય લગી જોતી રહી. અનેક સહેલાણીઓ દરિયાની રેતી પર ડગ માંડતા મોર્નિંગ વૉક લઈ રહ્યા હતા. નાનકડો, મીઠો લાગતો વહાલો દીકરો વેદાંત અંદરના રૂમમાં મામા સાથે સૂતો હતો.

હજી આજે વહેલી સવારનું સારું મુહૂર્ત જોઈને હેતાલી દીકરા વેદાંત અને મોટાભાઈ ગૌરાંગને લઈને અહીં ‘પેરેડાઈઝ’ માં આવી પહોંચી હતી. ચાર બૅડરૂમવાળા વિશાળ ફલૅટમાં રહેવાની મઝા કંઈક ઓર હતી. રોજરોજ દરિયામાં ઊછળતાં મોજાં જોવાની મજા આવવાની હતી ! વર્ષો જૂનું ખ્વાબ હતું. એક વાર દરિયા સામે મોટા ફલૅટમાં રહેવાની. ઈશ્વરે એની ઈચ્છા પૂરી કરી હતી. દરિયાની સામે જોતાંજોતાં એ ભૂતકાળમાં સરી પડી.

પાંચ વર્ષ પહેલાં હેમંત સાથે લગ્ન કરીને સાસરે રહેવા આવી ત્યારે પ્રદીપભાઈ એક બૅડરૂમના ફલૅટમાં રહેતા હતા. એ જ વર્ષે હેમંતે પપ્પા સાથે કેમિકલ્સના ધંધામાં ઝંપલાવ્યું હતું. સાસરે આવ્યા પછી સાસુમા હંસાબહેને આગ્રહ કરીને હેતાલીને બૅડરૂમનો કબજો આપી દીધો. સાસુસસરા હૉલમાં સૂવા ગયાં એ જોઈને હેતાલીને મનમાં ખૂબ જ ઓછું આવ્યું હતું. સાસુમાની ઉદારતા અને નમ્ર સ્વભાવે ભાર હળવો કરી દીધો હતો. સાસુસસરા બન્ને પ્રેમથી અને દિલથી હેતાલીને દીકરીના જેવું વહાલ કરતા હતા. પતિ હેમંત પણ હેતાલીને સંપૂર્ણપણે ચાહતો હતો. આમ હેતાલીના જીવનમાં સુખનો સૂરજ પ્રકાશ્યો હતો.

કોને ખબર કેમ હેતાલીના આ ઘરમાં પગરણ માંડતાં જ ધંધામાં દિનોદિન પ્રગતિ થતી રહી. ધંધામાં હવે જ્યાં પણ હાથ નાખે ત્યાં જાણે સોનું થઈ આવતું. હેમંત હવે એકલે હાથે ધંધાનો ભાર સંભાળી શકે એમ હતો. પ્રદીપભાઈ ધીરે ધીરે ધંધાનો ભાર હેમંતના ખભે સોંપી નિવૃત્ત થતા ગયાં. ત્રણેક વર્ષમાં તો લક્ષ્મીદેવીની એવી કૃપા થઈ કે હેમંત નાના ફલૅટમાંથી મોટા ફ્લૅટમાં જવા થનગની રહ્યો. એ જગ્યાઓ જોતો રહ્યો. હવે ઘરમાં શેર માટીની ખોટ વરતાઈ રહી. એ પણ જાણે હેતાલીની આરજૂને ઈશ્વરે સાંભળી લીધી અને ચોથા વર્ષમાં હેતાલીને સારા દિવસોના એંધાણ વરતાયા. વેદાંતનો જન્મ થતાં જ ઘરમાં ખુશાલીનું વાતાવરણ ફેલાઈ ગયું. હવે જાણે સ્વર્ગનું સુખ હાથવેંતમાં જ હતું. પણ અચાનક જ હંસાબહેનની તબિયત વધુ ને વધુ લથડતી ચાલી. દવાદારૂ પાછળ પુષ્કળ પૈસા વેર્યા પણ રોગ પરખાતો નહોતો. રાત આવે ને દમનો ભયંકર હુમલો આવે. મુંબઈના દરિયાની ભેજવાળી હવાને કારણે એવું બનતું હતું. ડૉકટરનું આવું નિદાન થતાં જ, ડૉકટરની સલાહ મુજબ પ્રદીપભાઈ હંસાબહેન સાથે સુરેન્દ્રનગરમાં પોતાના ખાલી પડેલા ઘરમાં રહેવા ચાલી ગયા. મુંબઈ કરતાં સુરેન્દ્રનગરમાં હંસાબહેનની તબિયત ઠીકઠીક સારી રહેતી હતી.

અચાનક જ વેદાંતનો રડવાનો અવાજ આવતાં હેતાલી ઝડપથી એના રૂમમાં ગઈ. એની વિચારધારાનો અંત આવ્યો. થોડી વારમાં ફરી એક વાર વેદાંત ઊંઘી ગયો. હેતાલી બહાર દીવાનખંડમાં આવીને બાલ્કનીમાં ગોઠવાયેલી ખુરશી પર બેસીને દરિયાના પાણીને જોતી ફરી એકવાર ભૂતકાળમાં સરી ગઈ.

છ મહિના પહેલાં અચાનક જ હંસાબહેનની તબિયત વધુ ગંભીર બની. ડૉકટર આવીને કંઈ સારવાર કરે એ પહેલાં જ હંસાબહેનને જબરદસ્ત હાર્ટઍટેક આવ્યો અને આ જગતમાંથી વિદાય લીધી. હેમંત અને હેતાલી તાબડતોબ સુરેન્દ્રનગર પહોંચ્યા. હેમંત ધંધાને કારણે વારંવાર મુંબઈ આવતો રહ્યો પણ પ્રદીપભાઈનો અતિશય આગ્રહ થતાં હેતાલી મુંબઈ રહેવા આવી ગઈ. સુરેન્દ્રનગરમાં એકલા રહેવું, એના કરતાં મુંબઈ આવીને રહેવા બન્ને જણાએ ખૂબ જ આગ્રહ કર્યો પણ પ્રદીપભાઈ માન્યા નહિ. મોટું ઘર લેવાઈ જતાં પોતે અવશ્ય આવશે જ, એવું કહેતા પછી હેમંત ચૂપ રહ્યો.

આજે ખાસ્સા ચાર બૅડરૂમનો ફલૅટ લેવાઈ જતાં હેમંત દાદર સ્ટેશને પિતાજીને લેવા ગયો હતો. ઘરમાં હવનવિધિ તેમજ સત્યનારાયણની કથા પણ રાખવામાં આવી હતી.
‘હેતાલી, શું વિચાર કરે છે ?’ ગૌરાંગનો અવાજ સાંભળતાં જ હેતાલી ચમકી. ભૂતકાળમાં દશ્યો અદશ્ય થઈ ગયાં.
‘હું જોઈ રહી હતી, દરિયાનાં ઘૂઘવતાં મોજાંઓને; હું જોઈ રહી હતી અનેક સહેલાણીઓને. હું જોઈ રહી હતી પ્રાકૃતિક સૌંદર્યને. ફલૅટ ગમ્યો ?’
‘આવા સરસ લોકેશનમાં આવેલો ફલૅટ કોને ના ગમે, ભલા ? બહુ જ સુંદર છે, પણ તમારા ત્રણ માટે ઘણો મોટો છે.’
‘મારા સસરા પણ હવે અહીં જ રહેશે. આમ એક રૂમ મારા સસરાનો, એક રૂમ વેદાંતનો, એક રૂમમાં હું અને હેમંત તેમજ ચોથો રૂમ અમે ગેસ્ટરૂમ તરીકે વાપરવાનું વિચાર્યું છે. ગૌરાંગ, જગ્યા વારેઘડીએ બદલાતી નથી એટલે જ વિશાળ ફલૅટ લઈ લીધો.’
‘હજી લગી હેમંતકુમાર કેમ આવ્યા નહિ. સાત વાગવા આવ્યા.’
‘આવતા જ હશે. કદાચ ગાડી મોડી હોઈ શકે.’
વાતચીત ચાલતી હતી એટલામાં જ ઘરની ડોરબેલ રણકી ઊઠી. હેતાલી ઝડપથી બારણું ખોલવા અધીરી બની. હેમંત અને બાપુજી ઘરમાં દાખલ થયા. હેતાલી બાપુજીને પગે લાગી.
ઘરના બધા જ રૂમો ફરીફરીને બતાવતાં હેમંતે બાપુજીને પૂછ્યું :
‘કેવું લાગ્યું આ ઘર ?’
‘સરસ. બહુ જ સુંદર.’
‘તમારો રૂમ કેવો લાગ્યો ?’
‘બારી ખોલતાં જ દરિયો નજરે પડે છે. હવાઉજાસ પણ બધા રૂમમાં બહુ જ સારા છે.’ પ્રદિપભાઈ હેમંતની સામે બોલ્યા તો ખરા પણ સ્વગત મનોમન બબડ્યા, ‘મારાથી અહીં એક પળ માટે પણ નહિ રહેવાય.’

સમયસર બ્રાહ્મણો આવી ગયા અને મંત્રોચ્ચાર ચાલુ થયા. હેમંતે બાપુજીની બૅગ એમના રૂમમાં મૂકી દીધી. બાપુજી તાબડતોબ ન્હાઈધોઈને તૈયાર થઈ ગયા. નવાં કપડાંમાં તૈયાર થયેલા વેદાંતને વહાલથી ઊંચકી લીધો. અન્ય સગાંવહાલાં, મિત્રોની હાજરીમાં હવનવિધિ શરૂ થયો. એક-બે વાર પ્રદિપભાઈને બગાસું આવતાં જોઈ હેમંતે કહ્યું :
‘પપ્પા, તમે થોડી વાર આરામ કરો. ચાલુ ગાડીમાં ઊંઘ નહિ આવી હોય કદાચ.’
અને પ્રદીપભાઈ ઊઠીને પોતાની રૂમમાં ચાલ્યા ગયા. દરિયા તરફની બારી ખોલી નાખી એટલે વેગ સાથે પવન રૂમમાં ઘૂસી આવ્યો. દરિયા તરફથી આવેલા આ પવને પ્રદીપભાઈના તનમનને ઢંઢોળી દીધું. એમનું મન પાંચ વર્ષ પહેલાનાં ભૂતકાળમાં અટવાઈ ગયું.

સંગીતા, એમની પ્રિય પ્રેમિકાને એ આજ સુધી ભૂલી શક્યા નહોતા. પાંચેક વર્ષ પહેલાં મહાબળેશ્વરની ડ્રીમલેન્ડ હોટેલમાં મુલાકાત થઈ હતી. હંસાબહેન સાથે પરિચય થતાં, ધીરે ધીરે સંગીતા પ્રદીપભાઈ સાથે ગાઢ પરિચયમાં આવી. પરિચય પરિણયમાં ફેરવાયો. આમ સંગીતા પ્રદીપભાઈના જીવનમાં એક જોરદાર વાવાઝોડાની જેમ આવી અને એમના અંગેઅંગમાં સમાઈ ગઈ. પ્રદીપભાઈને બરાબર યાદ છે. જૂહુ પર આવેલી સીવ્યુ હોટલમાં લાગલાગાટ બે વર્ષ સુધી બન્ને દિલોજાનથી મળતા રહ્યા. સંગીતા ઘણીવાર કહેતી –
‘પ્રદીપ, તેં મને પ્યારમાં એટલી અંધ કરી મૂકી છે કે અઠવાડિયું ક્યારે પસાર થઈ જાય છે એની ગતાગમ પડતી નથી. હું તો બસ શુક્રવારની રાહ ચાતકની નજરે જોઉં છું.’
‘સંગીતા, તારા જેવી જ મારી દશા છે પણ આખરે આપણે બેઉ ઘરસંસાર લઈને બેઠાં છીએ. આપણી પણ ઘર તરફની કંઈક ફરજો છે !’
‘આમ છતાંય ઈશ્વરે આપણું સુખ કેવું છલકાવી દીધું ! આપણા બેઉના વિચારોમાં કેટલું સામ્ય છે ! વારંવાર આપણે એકબીજાને ઘેર જઈએ-આવીએ છીએ કોઈને આપણી પર શંકાય નથી જતી.’
‘હું તો ઈશ્વરને એ જ પ્રાર્થના કરું છું કે આપણી જોડી ખંડિત થાય ત્યાં લગી અમારી ઈજ્જત-આબરૂનું રક્ષણ કરજે.’

પ્રદીપભાઈને પોતાને પોતાની જાત પર નવાઈ લાગી હતી કે ક્યારેય એમની જિંદગીમાં કોઈ પ્રેમિકા આવી રીતે આવીને દિલધડક રીતે અડ્ડો જમાવી લે. આમે ય પોતે ધર્મભીરુ; વળી ઈજ્જત-આબરૂના ભોગે આવાં લફરાંથી દૂર રહેવાવાળા. આમ છતાંય સંગીતાને જોતાં જ પ્રથમ નજરે ઘાયલ થઈ ગયા. બીજો એક પ્રસંગ યાદ આવી ગયો. હોટેલમાં પોતે આવી ચૂકેલા. સમયસર આવી જનારી સંગીતા એ દિવસે ખૂબ જ મોડી ખાસ્સી ચાળીસ મિનિટ મોડી આવેલી. કારણ પૂછતાં સંગીતાએ જણાવેલું :
‘કલકત્તમાં રહેતી મારી બહેનને લઈને મારો ભાઈ અચાનક જ મને મળવા આવેલો. ઘરમાં હું એકલી હતી. ઝટપટ ચા-પાણી પીવડાવીને મારે મહિલામંડળની મિટિંગમાં હાજરી આપવી છે, કહીને અહીં દોડી આવી. સૉરી પ્રદીપ….’
‘હું હવે વીસેક મિનિટ વધુ રાહ જોવાનો હતો પણ એટલામાં જ તું આવી પહોંચી. સંગીતા, અહીં દરિયાનો ઘૂઘવાટ સંભળાય છે અને હું સંગીતમય બની જાઉં છું.’
‘પ્રદીપ, મારા માટે આટલો બધો ઘેલો ના થા. કાલ ઊઠીને હું નહિ હોઉં તો જીવવું વધારે વસમું પડશે !’
‘ઓહ સંગીતા ! આવું નહિ બોલ. તારી સુગંધ મારા રોમરોમમાં પ્રસરી ગઈ છે. હું કોઈ કાળેય કોઈ પણ ક્ષણે તને વીસરી શકું એમ નથી.’
‘ઋણાનુબંધે આપણે ભેગા તો થયા, પણ ક્યારેક ને ક્યારેક તો છૂટા પડવાનું જ છે. એ સમયે વધુ દુ:ખ ના થાય, એટલા માટે મારા પરનો મોહ ધીરે ધીરે ઓછો કર. હમણાં મેં બ્લડ ચેક કરાવ્યું. ડાયાબિટીસનો રોગ મોટા પ્રમાણમાં વકર્યો છે.’
‘સંગીતા, તું મારા જીવનમાં આવી અને મારી જિંદગીમાં જાણે પાનખરમાં પાન ખીલી ઊઠયાં. હું કોઈ કાળેય તને વીસરી શકીશ નહિ….’
વાતો કરીને બન્ને છૂટાં પડ્યાં. બીજે દિવસે સુશીલ સાથે વાપી જવાની હતી. ત્રીજે દિવસે મળવાનું નક્કી કર્યું હતું. ઈશ્વરને આ મિલન મંજૂર નહોતું. સાંજે સંગીતા, સુશીલ સાથે વાપીથી પાછા ફરતી હતી. અચાનક જ મનોર આગળ એની ગાડીનો જબરદસ્ત અકસ્માત થઈ ગયો. એ જ ઘડીએ બન્ને જણાં કાળનો કોળિયો બની ગયાં.

પથારીમાં પડ્યા પડ્યા વિચારોના ઝોલે ચડેલા પ્રદીપભાઈની આંખો ક્યારે મીંચાઈ ગઈ એની ખબર પડી નહિ. અચાનક જ હેમંતનો અવાજ સંભળાયો.
‘પપ્પા, આરતી થઈ રહી છે, ચાલો.’
‘હા બેટા… હું.. આવું….’ બોલતાં પ્રદીપભાઈ ઊભા થયા. વૉશબેઝીનમાં મોં ધોયું. ગાલે ચીપકી ગયેલાં આંસુઓને સાફ કર્યાં. થોડી જ વારમાં બધાંની સાથે આરતીમાં જોડાયા.

બપોરના બધાં સાથે ભેગાં મળીને જમ્યાં. પ્રદીપભાઈને વારંવાર સંગીતા અને એની અદાઓ યાદ આવતી હતી. એની સાથે કરેલી વાતો યાદ આવતી હતી. દરિયાના પાણીની શિંકરો ચહેરા પર લાગતી, એ બધું યાદ આવતું હતું. જમીને આરામ કરવા પથારીમાં ઝંપલાવ્યું. પ્રદીપભાઈ સ્વગત બબડતા હતા.

‘સંગીતા, તું આ દરિયાની હવામાં, આસપાસના વાતાવરણમાં, મારા હૃદયના કણેકણમાં સમાઈ ગઈ છે. યાદોના પીંડલા ઉકેલીને મને શું મળવાનું ! પણ ક્દાચ આ યાદો જ મારા માટે આધાર છે; મારો ટેકો છે. હું સાચે જ અહીં નહિ રહી શકું. અહીં રહીશ તો ક્દાચ પાગલ થઈ જઈશ. સુરેન્દ્રનગરમાં ઘણી તકલીફો પડશે પણ એ સહન કર્યે જ છૂટકો. અહીં તો તારી યાદમાં ઝૂરીઝૂરીને મરવાને વાંકે જીવતો રહીશ…. આજે તો હંસા પણ તારી પાછળપાછળ ચાલી ગઈ છે. માત્ર હું જ અભાગી રહી ગયો છું. કોના માટે ? શા માટે ?’

સાંજના હેમંત પ્રદીપભાઈને લઈને દરિયાની લટાર મારવા નીકળ્યા. વાતવાતમાં હેમંતે કહ્યું.
‘પપ્પા, યાદ છે, અહીં ભૂતકાળમાં “સીવ્યુ” નામની હોટલ હતી. બરાબર એ હોટેલ તોડીને આ સાત મજલાની ‘પેરેડાઈઝ’ ઈમારત બની.’
‘યાદ છે, દીકરા.’
‘મને થયું, સાતમે માળેથી આખું મુંબઈ અને દરિયો સારી રીતે દેખાશે એટલે ઠેઠ સાતમે માળે ફ્લૅટ લીધો.’
‘સારું કર્યું, હેમંત. જગ્યા ખરેખર સારી છે. હવાઉજાસ ભરપૂર છે.’

સાંજના સાત વાગે જમતાં જમતાં કંઈક યાદ આવ્યું હોય એમ પ્રદીપભાઈ બોલ્યા,
‘દીકરા, હું આજે ને આજે સુરેન્દ્રનગર જાઉં છું.’
‘પણ કેમ ? તમારો રૂમ તમને પસંદ ના આવ્યો ?’
‘એ વાત નથી. સાચી વાત કહું તો મને સુરેન્દ્રનગરમાં અમારા બુઢ્ઢાઓની કંપની એવી સરસ જામી ગઈ છે કે અહીં રહેવાની મુદ્દલેય ઈચ્છા નથી થતી.’
‘પપ્પાજી, અહીં આવ્યા છો તો કમસે કમ બેચાર દિવસ તો રહો. વેદાંતને તમે ક્યાં બરાબર રમાડ્યો છે ?’ હેતાલીએ અતિશય પ્રેમપૂર્વક આગ્રહ કર્યો.
જમ્યા પછી પણ પતિપત્નીએ ખૂબ આગ્રહ કર્યો પણ પ્રદીપભાઈ કોઈનું માન્યા નહિ.

છેવટે કંટાળીને હેમંતે ગાડી બહાર કાઢી. હેતાલી અને વેદાંત પણ સાથે આવ્યા. પ્રદીપભાઈનો સામાન ગાડીમાં ગોઠવાઈ ગયો. ગાડીમાં બેસતાં પહેલાં પ્રદીપભાઈએ છેલ્લી નજર ઈમારત તરફ નાખી અને દૂર દૂર દરિયા તરફથી આવતો નિનાદ સાંભળી રહ્યા. ગાડી પૂરપાટ વેગે બૉમ્બે સેન્ટ્રલ તરફ દોડતી હતી ત્યારે પ્રદીપભાઈના મનમાં વિચારો ઝડપથી દોડતા હતા.
‘સંગીતા, આ જ સીવ્યુ હોટેલમાં બબ્બે વર્ષ તારી સાથે મનગમતો સથવારો માણ્યો ને આ જ હોટેલ પર “પેરેડાઈઝ” જેવી મોટી ઈમારત બની. અહીંની હવાની કણેકણમાંથી મને તારો અવાજ સંભળાતો હોય, પછી હું કેમ કરીને રહી શકું ?’ ઘડીક અટકીને પ્રદીપભાઈ સ્વગત બોલ્યા,
‘દીકરા હેમંત અને દીકરી જેવી હેતાલી તમારા બંનેનો આટલો આગ્રહ હોવા છતાં હું તમને બધાંને છોડીને દૂર દૂર જઈ રહ્યો છું. માફ કરજો. મારાથી નહિ રહેવાનું રહસ્ય ખુલ્લુંય થતું નથી, જેનો મને ભારે રંજ છે.’

બૉમ્બે સેન્ટ્રલ સ્ટેશન આવ્યું ત્યારે પ્રદીપભાઈનો ચહેરો આંસુઓથી ખરડાયેલો હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મનની શાંતિના સચોટ ઉપાયો (ભાગ-2) – અનુ. શ્રી આર.સી.શાહ
માણેકચોકમાં…. – આદિલ મન્સૂરી Next »   

33 પ્રતિભાવો : લાગણીનાં બંધન – જયંતિ દલાલ

 1. Jayshree says:

  શું પુરુષોનું આ વલણ સ્વભાવગત છે ??

  જે સ્ત્રીએ જુવાનીથી ધડપણ સુધી, બધા સુખ દુઃખ માં સાથ આપ્યો, નાની મોટી કેટલીય કુરબાની આપી હશે ઘર અને વરના સુખ ખાતર.. એના મ્રુત્યુ કરતા, બે વર્ષ માટે, અઠવાડિયામાં બે કલાક માટે મળતી પ્રેમિકાના મ્રુત્યુનું વધારે દુઃખ થાય.

  આમે ય પોતે ધર્મભીરુ; વળી ઈજ્જત-આબરૂના ભોગે આવાં લફરાંથી દૂર રહેવાવાળા.

  શું પુરુષો ધર્મભીરુતાને લીધે, અને સમાજમાં ઈજજત સાચવવા જ પત્નીને વફાદાર રહે છે ?

  I am sorry if these comments should not be here. I just wrote whatever came into mind after reading the story.

  Overall the story is nicely written. I agree, stories dont need to give you what you like to read, they must give you a idea of truth. Even if its not a pleasant truth.

 2. Jawaharlal Nanda says:

  VARTA E KEHVAY JE KADVA SACH NE TAMARI ANKH SAME LAVE ! TAMNE DANDHORE , ANDAR THI JAGRAT KARE E SAACHI VARTA ! ! AA BADHA GUNE AA VARTA MA CHHE J ! ! ! ! !

 3. પુરૂષના જગતમાં એક ડોકીયું .

 4. Uday Trivedi says:

  I think author here doesn’t intent to support the central character Pradipbhai’s views. All he has done is to put the things as seen or felt by this character.

  Well, for the question that is it by nature that man do like this ? It can be brodened to include all human beings. Human mind is the most complex element of all. Sometimes, such relations give you excitements, aprreciation, a feeling of doing something out of bound or whatever…

  Love in pure sense does not differentiate. But attachment (Raag) and Abhorance (Dwesh) do. Had it been true Love, there would have been no sense of guilt or remorse. Love is love’s only reward.

 5. Sangita says:

  Most of the comments above reflect the gender of the readers. Being a woman, I should also say something negative about man, but I know it is not about Mr. Pradip only, it is about Mrs. Sangita also who is also married and loves Mr. Pradip. In general, it is about the bond of hidden love (Lagni na bandhan – very appropriate title)in one’s heart that has no boundry of relation.

  Good story!

 6. Ashok says:

  લેખકે જરા હિમ્મત બતાવી હોત તો? પ્રેમિકાને પત્ની સાથે મુલાકાત કરાવી હોત તો? ક્યાંક જયંતિની પોતાનીતો સ્ટોરી નથીને?

 7. Neha says:

  Story nicely written by author

  Normally, Not preffered commenting on such Gujju story.

  Because many times it shows reality which r not accepted by our society.I m also a member of society so,normally with society bonds and rules.But when I m thinking about as a single soul where Gender doesnt matters…

  Just wants to say that ..Love have no boundaries..!!!!

  Wish that no one involved in such bond,which memories paining him/her lifetime.

 8. manvant says:

  હાશે કે ત્રાસે ,સમાજમાં ઇજ્જત સાચવવા પણ દરેક વ્યક્તિએ
  પત્નીને સુખ આપવું જ રહ્યું ! સાપ છછુંદર ગળે ત્યારે કેવી દશા
  થાય ?પ્રારબ્ધકર્મ સૌએ ભોગવવાં જ રહ્યાં!પરસ્પરનો પ્રીતિયોગ
  તો બે હૃદયો જ જાણે ને ? આ છે બંધન લાગણીનાં !આભાર !

 9. Mital says:

  i totally disagree with Jayshree.

  “શું પુરુષોનું આ વલણ સ્વભાવગત છે ??”
  then i have doubt on sangita’s character too. She is woman and married too.So,after marriage if all the women of the world claim that they are sati savitri, i don’t think thats the situation.
  I have seen so many women in our so called society, who inspite of being married, are having affairs with 3 persons at a same time. Now, if we also assume our age old traditions that men are like that only and men are characterless, what tempts them is the big question. Women in these age are also showing herself as ધર્મભીરુ, but in reality, no one has ever looked in to the world of men, who are 100% devoted to their love, wife and family, but still in return they get nothing.
  They are also being cheated and mentally tortured at the level that they commit suicide @ the end. Their story on the paper seems to be a funny part, but if a woman goes under same circumstances, hundreds of thousands of people will say “ara ra ra bichari abada”

  In today’s fast pace world, no woman/girl is abada. Everyone is selfish and even they pretend to love some innocent guy, use him, exploit him and marry some one else.
  If we are viewing only one side and ignoring the other, how come we are so called human beings ? I also agree that extra maritial affairs are not healthy signs of society.
  I am sorry, if i seem to get carried away,but I have just shown the other side of the coin. I dont intend to hurt anyone/cause any grief.

  jai hind

 10. Gira says:

  It was really nice story.

  and i think, your past becomes alive when you get older and go somewhere or any how but it just comes to you at least once. and i know this is about two people who had spent time together for 2 years and never get to be each others forever. very sad. and then on that spot the whole story takes the place.

  Society…Society… (Samaj …Samaj…samaj…) go to hell who thinks about society and all those crap. if they think that it was not appropriate, they are totally wrong. The Society is blind with all those old crapy nonsence. i hate today’s society, how it makes a thing to a big…
  i think this should be on the both side, cuz even if u try to live on one side, it’s gona be tough, and it is and there few who attempts to make it on one side. i think it was nice that the story took turn that way.
  i really think that everyone should remember their past and try not to ruin it and of course i am not telling u to live with that past.

  i really wish those love birds had met and be each other’s forever. KAASH… that ocean …would have turn the waves on the other side…

  thanks for the great story though.. love it…

 11. Jayshree says:

  Gira Says: Society…Society… (Samaj …Samaj…samaj…) go to hell who thinks about society and all those crap.

  Well Gira, when I raised the question about something I didnt like in the story, it was not about the ‘extra marital affairs’ which are non-acceptable in society.

  It was purely at personal level, that how can a person forget someone who has spent the whole life with him and taken care of him and his family, given him support in all good and bad times..!!

  I was just comparing how a person values his wife and his girl friend. My comment was solely about the character itself. From reading the story, I had assumed that his wife had great role in making him and his family happy. What I didnt like about the story is just that, how can someone so easily forget his wife, and not a girl-friend. And that too at the age, when we expect him to be more understanding and mature..

  સમાજના ડરથી, મરવા વાંકે જીવતા સંબંધોને હું સમર્થન નથી આપતી. I strongly believe that, “સંબંધો વિનાના લગ્ન કરતાં, લગ્ન વિનાના લાગણીના સબંધો સારા.” પરંતુ પ્રદીપભાઇએ પત્નીનો પ્રેમ જે આસાની થી ભુલાવી દીધો, ફક્ત થોડા સમય માટે મળેલી પ્રેમિકા માટે, એ મને ખટક્યું. બસ. Thats it…!!

 12. janki says:

  very interesting article and more interesting comments… who defends who???

  ummm… too many thoughts pradipbhai , sangita n their feelings. its discribed as a love in the story but i am not really sure wether its love or lust?? and i dont think its entirely society’s fault. if you have a doubtfull relationship with anyone then its your responsibility to make others believe in your truth. people are always gona say what they see n some more. but its your fault if you cant change their lies to the truth.

  another thing about love n lust. i dont understand why would anyone make a relationship with someone if they are not able to keep it??? girlfrien -boyfriends…. why would you just make a temporary relations if you are not willing to change them permanantly??? our heart is not just a garbage bag that you can empty out when its full… and therefore we shouldnt be putting garbage in it instead we should be taking it out.

  And society.. gira i deeply understand WHY you said that society is crap and u hate it. but NO dear u DO NOT hate society if u did u wouldnt be living in it. what u r tryign to say is that u dont like certain ways of it. but u have to live with it. society is THE foundation of THE WORLD and without the foundation the building cant survive. u know that very well honey. so just chill n have fun. okay?? 🙂 😉

  it was a very nice article though and nice theme.

 13. Gira says:

  Hello Ms. Jayshree,

  yes, i know what u r tryin to say here, but u didn’t read ahead waht i said, i said about the society but i m talkin about “today’s crapy society”.
  i agree w/ u about the wife’s character also, but u tell me how can u forget yr first love, and when u just pass through yr past, sometime that’s make u alive or sometimes dead. and i am not disagree with u , i understand but i also think that no one in the world would forget their first love. and in this case, if that incident hadn’t happen to sangita, then the story wouldn’t have taken place like this. and, when that past, comes person sometimes forgets about the present…
  But tell me whouldn’t this society blame pradip bhai for those two years that he spent with sangita at that hotel, after all this happend? i bet u of course today’s society would make him embarass.
  i m not going against the society but the society which is totally asrcastic & soo nasty, them i am against.

  that’s all. nothing else. n if u want to talk about this more u can contact me @ gira_shukla@yahoo.com

 14. Naren says:

  Its not about extra marital affairs, but reflects the truth that after certain age and after certain years of marraige there is always a period in both men and women life where they need new friend which may not be lover or sex partner but somebody who can again rejuvenate their life and the episode is just reflecting that third person and not the fact that the person doesnt love his wife. All the above readers would have different thoughts if the same episode had some women in age of 40 meeting new male friend for lunch or dinner just to share some of her thought about her own life and have the same feeling of life she had before 15 to 20 years back which would leave back all the same montonous bored routine which she is going for last 20 years after marraige.
  I think so every reader whether male or female above 40 or so would agree, although i am 22 and male.

  All the above thought are completely personal and is not targeted to any person.
  :- Naren

 15. rakshit says:

  Is girlfriend is more important than grandson? i can do anything to live with my grandson..

 16. drashti says:

  extremely superb story

 17. Dipika says:

  Lafra baj story chhe. patni sathe vishvashghat !! Lagn ne Majak Gani chhe. It’s like animal life. Lion used to have relation with different Lioness! Animal doesn’t have society and doesn’t have family through out life. In this story Pradip lives hiddnly like Animal!
  such type of lady(Sangita) is “veshya(character less women)”.
  Have you hear: “Bazar ma Maa nu Moolya (Kimat) aanki na shakay karan ke ae Amoolya chhe, Veshya ni kimat Bazar ma thay!”
  “Bhogvad nu varvu pradarshan aa story ma chhe” When society start to accept such replationships, tyare smajavu ke society nu “Adhahpatan”. Thayu chhe. Manas MANAVI matine “Rakshas” Tava ni Pagthi par aagal vadhi rahyo chhe. “MANAVI” aetale je pramanik, shilvan, karuna valo hoy te”. aa badha guno “Animal” pase thi expect na karay.

 18. Pallavi Mistry says:

  ‘Adultery,’ [Extra Marrital Sexual Relationship], dwara patni ne chhetarnar purush pase thi Pachhali jindagi ma premika , patni ane parivar–badhun j chhinavi lai ne kudarat ena guna ni saja ape chhe.
  ‘Karela karmo nu phal ahi j ane aa janam ma j bhogavavun pade chhe’ eva ‘KARM NA SIDDHANT’ per adharit varta ‘lagani na bandhan’ apan ne ‘Naitic Guno karata pahela vicharo’ evi Sikhaman api jay chhe. E mate Jayantibhai ne Abhinandan.

 19. alpa shah says:

  shoo aa rally possible che?jivan ma aava tabakka aavta hoi che.mane lage che ke aava relation ni koi importance nathi hotu.pan lagni na sambandho aavaj hoi that i know.saru che ek ni sathej lagni thai nahi to pachi uper dipikabene lakhyu che emj thai.

 20. Bhakti Eslavath says:

  well .. i think character pradip bhai is behaving kiddish .. he did not feel bad about his wife’s death as much he felt for Sangeeta.. Is this what u call a marriage ? .. He ditched his wife and now he cannot stay with his children just because he and sangeeta used to meet here.. Praudh manas ma aavi balishta .. aatla bhutkal ma jivan vitavavu e murkha j kahevay ..

  This kind og behaviour is little unexpected .. and negative too ..

  if u talk about lagni na bandhan instead of being so sad about it he could stay with his children at same place they used to meet..
  Patni sathe vafadari to na j kari atleast bachchhao nu man to rakhyu hoth..

 21. raju yadav says:

  આમા પ્રદીપભાઇ માટે વિશેષ કોણ? એમનો છોકરો-પૌત્ર-વહુ, પત્ની કે પછી પ્રેમિકા?

 22. Jigar says:

  Hey Guys,

  Very nice story, and I really liked it.

  I don’t know what’s right or wrong here with main character but we all passed through this phase in our life, we all lie if don’t agree….though u r married or not…u def. have some soft fellings for ur luv..(college, school)….when sometimes u feel lonely…u def. remember all those moments and dat will give u osam smile….

  it’s for all, no gender specific.

  Best Regs,
  Jigar

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.