માણેકચોકમાં…. – આદિલ મન્સૂરી

[ વાચકોની ફરમાઈશ ધ્યાનમાં રાખીને રીડગુજરાતીને આ સુંદર ગઝલ મોકલવા બદલ શ્રી આદિલભાઈ મનસૂરીનો ખૂબ ખૂબ આભાર. આપ તેમને આ સરનામે પણ પ્રતિભાવો મોકલી શકો છો : adil@mansuri.com ]

દષ્ટિ ફરેબ ખાય છે માણેકચોકમાં
બુદ્ધિયે છેતરાય છે માણેકચોકમાં

સપનાંઓ નંદવાય છે માણેકચોકમાં
ને ઊર્મિઓ ઘવાય છે માણેકચોકમાં

પથ્થર સમયના ફોડતા ખરબચડા હાથને
રેશમનો સ્પર્શ થાય છે માણેકચોકમાં

ખિસ્સામાં કંઈ ન હોય તો વળજો ન એ તરફ
લાખોના સોદા થાય છે માણેકચોકમાં

જોવા મળ્યા આ શહેરમાં એવા ય લોક જે
જીવન વટાવી ખાય છે માણેકચોકમાં

એ બાજુ જાવ તો તમે સંભાળજો જરા
સોનું સતત કસાય છે માણેકચોકમાં

નીકળો કશું ખરીદવા ને અકસ્માતથી
વેચાઈ પણ જવાય છે માણેકચોકમાં

અત્યંત ખાનગી હશે જે વાત એ વિશે
જાહેર સભા ભરાય છે માણેકચોકમાં

કિલ્લાના કાંગરાઓથી ઊતરે છે જ્યારે સાંજ
રાત્રી જવાન થાય છે માણેકચોકમાં

રંગીન પાલવોમાં પવન મહેક પાથરે
એ વિસ્તરી છવાય છે માણેકચોકમાં

ઊઘડે ભલે ને રોજ દુકાનો નવી નવી
કબરો ય પણ ચણાય છે માણેકચોકમાં

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous લાગણીનાં બંધન – જયંતિ દલાલ
મસાલાઓનું મહત્વ – નીલા કડકિયા Next »   

11 પ્રતિભાવો : માણેકચોકમાં…. – આદિલ મન્સૂરી

 1. amit pisavadiya says:

  ખરેખર , ઉમદા કૃતિ છે . જેટલી વખત વાંચી તેટલી વખત આનંદ આવે …

  નીકળો કશું ખરીદવા ને અકસ્માતથી
  વેચાઈ પણ જવાય છે માણેકચોકમાં…..

  સરસ !!!

 2. manvant says:

  રાત્રિ જવાન થાય છે માણેકચોકમાં !વાહ !ગઝલદિલ!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.