શબ્દ એ શસ્ત્ર – ફિલ બોસ્મન્સ (અનુ. રમેશ પુરોહિત)

કોઈનો ન્યાય તોળવા બેસો ત્યારે બોલવામાં ધ્યાન રાખજો.
શબ્દો શકિતશાળી શસ્ત્રો છે, જેને કારણે અનેક મહાભારત સર્જાય છે.
તમારી જીભને કારણે સામો માણસ ગમાર લાગે એવું તો ન જ કરો.
તમારા મોઢે સામો માણસ નાનો લાગે એવું તો કરતા જ નહીં.
એક કઠોર શબ્દ,એક ધારદાર વાગ્બાણ કોઈના દિલને લાંબા સમય સુધી કોતર્યા કરશે અને મૂકી જશે એક કાયમી જખ્મ. 

 

સ્વીકારો કે બીજાઓ તમારાથી જુદા છે,
જુદી રીત વિચારે છે, જુદી રીતે વર્તે છે,
કંઈક જુદું જ અનુભવે છે અને બોલે છે-
થોડાક સૌમ્ય બનો અને શબ્દોથી એના ઘા રૂઝવો.
શબ્દો ફૂલ જેવા હળવા હોવા જોઈએ, શબ્દો શાંતિ પમાડે તેવા હોવા જોઈએ, જે લોકોને એક્મેક સાથે જોડી આપે અને સુખચેનનો અહેસાસ કરાવે.
શબ્દો જ્યારે શસ્ત્રો બને છે ત્યારે, લોકો એકમેકનો મુકાબલો દુશ્મનની જેમ કરે છે.
જિંદગી બહુ જ ટૂંકી છે અને આપણી દુનિયા કુરૂક્ષેત્ર બનાવવા માટે બહુ નાનકડી છે.

મારે જે કહેવું છે એના વિશે હું પૂરેપૂરૂં જાણું નહીં ત્યાં સુધી, હે ઈશ્વર, મારી વાણીના તીરને મ્યાન કરવામાં મદદ કર.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધીરજ – કાન્તિલાલ કાલાણી
રકઝક Next »   

8 પ્રતિભાવો : શબ્દ એ શસ્ત્ર – ફિલ બોસ્મન્સ (અનુ. રમેશ પુરોહિત)

 1. nayan panchal says:

  very helpful article.

  Indeed, words can make or break relation. One has to be very careful while choosing words.

  Thanks.

  nayan

 2. અતુલ જાની (આગંતુક) says:

  શબ્દો શકિતશાળી શસ્ત્રો છે – બહુ સાચી વાત છે. જે રીતે છુટેલું તીર પાછું વાળી શકાતું નથી તે રીતે બોલાયેલ શબ્દ પાછો લઈ શકાતો નથી. તેથી શબ્દોનો ઉપયોગ કરવામાં ખુબ જ સાવધાન રહેવુ જરૂરી છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.