રકઝક

દાતણ વેચનારાં સાથે ભાવની રકઝક કરતાં ભલભલાં ભાઈબહેનોને આપણે જોઈએ છીએ. રોજિંદા વહેવારની એવી જ નજીવી કીંમતની વસ્તુઓ વેચતાં ગરીબો સાથે એ જાતનો વ્યવહાર કરતાં ઘણાં ભણેલાં-ગણેલાં ને સાધનસંપન્ન લોકો જોવા મળે છે. જેમ કે
મોંઘા ભાવનો ઘાસચારો ગાયભેંસને ખવરાવી, ઢોરની સાથે ઢોર બનીને વૈતરું કરી દૂધ વેચતા માલધારીઓ સાથે.
તાવડાં-માટલાં, કૂંડા વગેરે માટીનાં વાસણો બનાવી વેચનારા કુંભાર સાથે.
દૂરદૂરથી ખજૂરીનાં પાન અને બીજી વસ્તુઓ લાવી તેનાં સાવરણી-સાવરણા બનાવી વેચનારાં સાથે.
સીમમાંથી ખડ-બળતણ વાઢી-વીણી લાવી તેની ભારીઓ વેચતી કોઈ વિધવાબાઈ સાથે.
દૂરથી જેને જોતાં પણ સૂગ ચડે તેવું મેલું આપણા પાયખાનામાંથી માથે ઉપાડી જનાર હરિજન ભાઈબહેનોને મહેન્તાણું આપતી વખતે.
શાકભાજી ખરીદતી વખતે તો રકઝકની આપણી કળા પૂરેપૂરી ખીલી ઉઠે છે. સાંજ પડી ગઈ હોય ને ઘરે જવા અધીરા બનેલાં સ્ત્રીપુરૂષો વધેલા માલ ઝટ વેચી દેવાની ઉતાવળમાં હોય, ત્યારે તેમની લાચારીનો લાભ લેવાનું આપણે બિલકુલ ચૂકતાં નથી. 

પણ મોટી દુકાનો ને મોંઘી હોટલોમાં જઈએ છીએ ત્યારે ત્યાંના ભાવ વાજબી છે કે ગેરવાજબી તેની રકઝકમાં પડયા વિના આપણે બિલ ચૂકવીને ચાલતી પકડીએ છીએ.

અહો વૈચિત્ર્યમ્ !

 

(પુનરર્ચના મેગેઝીનમાંથી સાભાર.)

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous શબ્દ એ શસ્ત્ર – ફિલ બોસ્મન્સ (અનુ. રમેશ પુરોહિત)
કરમનું પોટલું – ગિરિશ ગણાત્રા Next »   

14 પ્રતિભાવો : રકઝક

 1. Navneet Dangar says:

  ખરેખર અહો વૈચિત્ર્યમ્ !

 2. nayan panchal says:

  સાચી વાત છે.

  મલ્ટીપ્લેક્ષમાં મોંઘા ભાવની ટિકીટો ખરીદતી વખતે, ૫ ની કૉફીના ૨૦ હોંશે હોંશે ચૂકવી દે છે. આ જ લોકો ઉપર લખ્યુ તેમ ગરીબ લોકો સાથે રકઝક કર્યા કરે છે.

  નયન

 3. અતુલ જાની (આગંતુક) says:

  બહુ સાચી વાત છે. મોટા અને મોંઘા રેસ્ટોરા અને શોપીંગ મોલ ઘણો બધો ભાવ ચઢાવીને પછી વસ્તુઓ વેચ્યા કરતા હોય છે તેની સાથે યોગ્ય રકઝક કરવાની આવશ્યકતા છે જ્યારે નાના નાના શ્રમીકોને પુરતું વળતર આપીને જ માલ લેવો જોઈએ જેની બદલે તેની સાથે નિરર્થક રકઝક કરવામાં આવે છે. તેઓ બીચારા થોડો ભાવ ઘટાડી પણ દે છે અને તેને લીધે ખરીદનારને તો બહુ મોટો ફેર નથી પડતો પણ તેમને જો થોડાક પૈસા વધારે મળે તો તેમને તે ઘણા ઉપયોગી થઈ શકે તેમ હોય છે.

 4. Minal says:

  ખરેખર સત્ય ૬.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.