ભજનગંગા – સંકલિત

[ રીડગુજરાતી વેબસાઈટ જોઈને વાપીના શ્રી ગોપાલભાઈએ, એક બેઠકે ત્રણ કલાક બેસી સુંદર 20 કાવ્યો/ભજનોની હાથે લખીને એક નોટ બનાવી અને તાત્કાલિક કુરીયરથી સપ્રેમ મોકલી આપી – એમના આ અહોભાવ માટે આભાર શી રીતે માનવો ? ખૂબ ખૂબ ધન્યવાદ. અનુકૂળતા પ્રમાણે તેમાંથી આપણે ભજનો માણતા રહીશું. – તંત્રી]

મોજમાં રેવું – એક પ્રચલિત ભજન

મોજમાં રેવું, મોજમાં રેવું
મોજમાં રેવું રે…..
અગમ અગોચર, અલખ ઘણીની ખોજમાં રેવું રે….

સંસાર ખોટો કે સપનું ખોટું, સુઝ પડે નંઈ રે….
યુગ વીત્યાને યુગની પણ જુઓ, સદીયું થઈ ગઈ રે…
મરમી પણ ઈ નો મરમ ન જાણે, કૌતુક કેવું રે…. મોજમાં રેવું…

ગોતવા જાવ તો મળે નઈ ગોત્યો, ગહન ગોવિંદો રે….
ઈ હરિ ભગતુને હાથવગો છે, પ્રેમ પરખંદો રે….
આવા દેવને દીવો કે ધૂપ શું દેવો, દિલ દઈ દેવું રે… મોજમાં રેવું….

લાય લાગે તો બળે નહીં, એવા કાળજા કીધાં રે…
દરિયો ખારો ને વીરડો મીઠો, એવા દાખલ દીધા રે….
જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું રે…. મોજમાં રેવું….

રામકૃપા એને રોજ દિવાળી, ને રંગના ટાણા રે….
કામ કરે એની કોઠીએ, કોઈ દિ ખૂટે ન દાણા રે….
કીએ અલગારી કે આળસુ થઈ ભવ આયખું ખોવું રે…મોજમાં રેવું….

એક કણ આપો રે – સુન્દરમ્

એક કણ રે આપો,
આખો મણ નહિ માંગું,
એક કણ રે આપો, મારા રાજ !
આખો રે ભંડાર મારાં એ રહ્યા.

એક આંગણું આપો,
આખું આભ નહિ માંગું,
એક આંગણું આપો, મારા રાજ !
આખાં રે બ્રહ્માંડ મારાં એ રહ્યા.

એક પાંદડી આપો,
આખું ફૂલ નહિ માંગું,
એક પાંદડી આપો, મારા રાજ !
આખી રે વસંત મારી એ રહી.

એક ઘૂંટડો આપો,
આખો ઘટ નહિ માંગું,
એક ઘૂંટડો આપો, મારા રાજ !
આખા રે સરોવર મારાં એ રહ્યાં.

એક મીટડી આપો,
આખી પ્રીત નહિ માંગું,
એક મીટડી આપો, મારા રાજ !
આખાં રે અમૃત મારાં એ રહ્યાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મનની અમીરાત – મોહનભાઈ અગ્રાવત
ગુંચવાડાનો લ્હાવો લીજીયે રે !… – બકુલ ત્રિપાઠી Next »   

30 પ્રતિભાવો : ભજનગંગા – સંકલિત

 1. mital says:

  મોજમાં રેવું ..
  aa bhajan pujya sri morari bapu ane lok ladila kalaakar hemant chauhan na kanth e sambhadyu chhe. banne na swa mukhe thi sambhadya baad aa bhajan etlu gami gayu hatu, ke aaje vanchi ne kharekhar majaa padi gayee.
  Mrugeshbhai, zaverchand meghani na “saurashtra ni rasdhaar” na pustak bhaag 1-5 ma thi thoda lekh ahin raju karsho to khoob anand thashe.

  aabhar,
  mital

 2. Neela Kadakia says:

  અરે લંબાવો હાથ તો માંગવાની પણ જરૂરત નથી એની તો અવિરત વર્ષા વહેતી જ હોય છે ઝીલવાની આપણી ક્ષમતા જ ક્યાં છે?

  નીલા

 3. Bhupendra shah says:

  Manni amirat vachine aakhomathi dariyo vaheva lagyo. shabash Mohanbhai ,tamarivrtane samaj amalma mukse to satyug chalu thasej.

 4. Bhupendra shah says:

  Manni amirat vachine aakhomathi dariyo vaheva lagyo. shabash Mohanbhai ,tamarivrtane samaj amalma mukse to satyug chalu thasej.no duplicate its my own feeligs

 5. Urmi Saagar says:

  બંને ભજનો ખૂબ જ સરસ છે…
  ખાસ કરીને મને “એક કણ રે આપો” ખૂબ જ ગમ્યું…
  માણસ પાસે ભલે ગમે એટલા ભંડારો ભર્યા હોય પરંતુ એ બધા જ નકામા જો એમાં સંતોષ નામનું રત્ન ન હોય!!

  ઊર્મિ સાગર
  http://www.urmi.wordpress.com

 6. manvant says:

  બોધદાયક ભજનો પુરાણ કવિનાં રત્નો સમોવડ છે
  આનંદ ને આભાર !.

 7. Jay Shree Krishn

  Dear Sir,

  Tame aa web site khub j saras banavi che.
  Mane Bhajano khub gamya.

  ” Mara ghat ma birajta Shree Nathji Yamunaji Ha… Ha… Prabhuji ”

  Mane ak Bhajan bahu game che te tame a web site per muko to, tamaro khub khub abhar.

  Nayana (Baroda)
  E-mail: panchal_nayana122@yahoo.co.in

 8. tejas kansara says:

  એક આંગણું આપો,
  આખું આભ નહિ માંગું,
  એક આંગણું આપો, મારા રાજ !
  આખાં રે બ્રહ્માંડ મારાં એ રહ્યા.
  મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું

 9. Helen says:

  Hi! Very Good Site! Keep Doing That! Would you please also visit my homepage?

 10. pguiwxrq gfzmeopwt anxmtjw exzl kxuhqdlr bfcoud aybsl

 11. jepb sqophcw says:

  drkzqsyhf rlny hrplj gvpzciatu xkaqlv jzovmbq hvnzkcgy http://www.xzum.ovsg.com

 12. Yellow cross ephedra….

  Yellow cross ephedra….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.