હઝલસંગ્રહ – કિરણ ચૌહાણ

[કવિ અને ગઝલકાર તરીકે વિવિધ સ્થળોએ કાર્યક્રમ આપતા તેમજ સાહિત્યક્ષેત્રમાં પ્રવૃત એવા સુરતના યુવા ગઝલકાર શ્રી કિરણભાઈ ચૌહાણે, હાસ્યને ગઝલોમાં વણી લઈ ‘ફાંફા ન માર’ નામનો એક હઝલસંગ્રહ પ્રગટ કર્યો છે. પ્રસ્તુત છે તેમાંથી બે-ત્રણ રચનાઓ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ આપવા બદલ શ્રી કિરણભાઈનો ખૂબ ખૂબ આભાર.]

સ્કીમ છે

દોડવાની આમ તો આ સીમ છે
ભાગવાની પણ અહીં તાલીમ છે

એક ભૂલ માટે તમાચા ત્રણ પડે,
એક પર બે ફ્રીની અહીંયા સ્કીમ છે

કાયમી શરદીનો હું દર્દી થયો,
આપના શબ્દો તો આઈસ્ક્રીમ છે

નામ શું દેવી તમારા ધામનું ?
અંકલેશ્વર, કોસંબા કે કીમ છે ?

હું હઝલ કહું છું છતાં હસતાં નથી,
ટ્યુબલાઈટ આપની શું ડીમ છે ?

નીકળે

જે તને અત્યંત ગમતી નીકળે
એ જ સાડી ખૂબ મોંઘી નીકળે

યાદ હું જેને સદા કરતો રહું,
યાદશક્તિ એની ઓછી નીકળે.

તું હશે માનીને ખોલું દ્વાર…પણ,
પોટલું ઉંચકેલ ધોબી નીકળે.

તારી આ બંદૂકથી ડરતો નથી,
મારી મુઠ્ઠીમાંથી ગોળી નીકળે.

જે ભમરડો થઈ સદા ભમતો રહે,
એના ખિસ્સામાંથી દોરી નીકળે.

દાનમાં

એકલો કાફી હતો હું યુદ્ધના મેદાનમાં,
પણ જરા તલવાર ચોંટી ગઈ હતી આ મ્યાનમાં

ઠાઠડી પરથી ઊઠી મુજ લાશ પર દોડી ગઈ જુઓ,
યાદ આવ્યું રાહ તું જોતી હશે ઉદ્યાનમાં

આ સ્કુટર મારું સડક છોડી ગટરમાં જાય છે,
આ ગજબની થાય ગરબડ એક તારા ધ્યાનમાં

હો મહોબ્બતનો વિષય તો માર ખાવો પણ પડે.
કેટલીયે ચંપલો અમને મળી છે દાનમાં….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ફલાવરવેલી – કુન્દનિકા કાપડીઆ
મફત – રતિલાલ બોરીસાગર Next »   

11 પ્રતિભાવો : હઝલસંગ્રહ – કિરણ ચૌહાણ

 1. વાહ….

  મઝા આવી….

  કાયમી શરદીનો હું દર્દી થયો,
  આપના શબ્દો તો આઈસ્ક્રીમ છે

  હું હઝલ કહું છું છતાં હસતાં નથી,
  ટ્યુબલાઈટ આપની શું ડીમ છે ?

  કિરણભાઇ અને મૃગેશભાઇ… આભાર.

 2. Keyur says:

  Very funny….. I am not criticizing Gazal here but Hazal is not in any way less than Gazal. Hazal also needs the same level of creativity. Keep the good work Kiran. Thanks to Mrugesh for serving us some Hazals.

 3. અમિત પિસાવાડિયા says:

  અરે, વાહ રે શ્રી કિરણભાઇ , ખરેખર બહુ જ સરસ હ્ઝલો છે.

  હું હઝલ કહું છું છતાં હસતાં નથી,
  ટ્યુબલાઈટ આપની શું ડીમ છે ? 🙂 🙂 🙂

  એકલો કાફી હતો હું યુદ્ધના મેદાનમાં,
  પણ જરા તલવાર ચોંટી ગઈ હતી આ મ્યાનમાં 🙂 🙂 🙂

  બહુ જ સરસ !!! શ્રી કિરણભાઇ ને ખુબ ખુબ અભિનંદન .

 4. manvant says:

  દાનમાં માત્ર ચંપલો જ મળી?સારું થયું કે
  હાડકાં સાબૂત રહ્યાં !સાચવજો કિરણભાઈ!
  હઝલની પાછી ગઝલ ના કરવી પડે!
  સરસ હઝલો છે .આભાર !તંત્રીશ્રીનો પણ !

 5. કિરણભાઈની ગઝલ કે હઝલ માત્ર વાંચવાની જ ગમે એવું નથી, એમને બોલતા સાંભળવાની પણ એટલી જ મજા છે…

 6. vah kiranbhai tame to hazal ma mane maru gaam yaad karaviyu,hu kosamba ni chhu.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.