જુઓ હસ્યા ને ! – સંકલિત

[રીડગુજરાતી પર સમગ્ર જુલાઈ માસ દરમિયાન મૂકવામાં આવેલ જૉકસનું સંકલન ]

શિક્ષક : અલ્યા ચિન્ટુ, ફોર્ડ એટલે શું ?
ચિન્ટુ : સર, એનો અર્થ ‘ગાડી’
શિક્ષક : ચલ હવે, ઑક્સફોર્ડનો અર્થ શું ?
ચિન્ટુ : એ તો સાવ સહેલુ સર ! બળદગાડી સર !
***************

શિક્ષક : જો તારા પપ્પા પાસે 10 રૂપિયા હોય અને અને તું એમની પાસે 6 રૂપિયા માંગે તો છેવટે તારા પપ્પા પાસે કેટલા રૂપિયા રહે ?
મગન : 10 રૂપિયા રહે !
શિક્ષક : એવું કેવી રીતે ? તું ગણિત નથી જાણતો.
મગન : ના વાત એમ નથી. વાત એમ છે કે તમે મારા પપ્પાને નથી જાણતા !!
***************

એક દર્દી ડોક્ટરને બતાવવા ગયો. ડૉકતરે એને બરાબર તપાસ્યો.
‘મગજને તકલીફ પડે તેવું કોઈ કામ તમારે કરવું નહીં.’ ડૉકટરે એક દર્દીને કહ્યું.
‘મારા કામમાં મગજને તકલીફ પડે તેમ છે જ નહીં. હું તો સરકારી નોકરી કરું છું.’ દર્દી બોલ્યો.
***************

બંટી સાંજે નિશાળેથી ઘરે પાછો આવ્યો એટલે એની મમ્મીએ પૂછ્યું, ‘બેટા ! આજે નિશાળે ગયા પછી ત્યાં તોફાન કર્યું હતું ?’
બંટીએ દફતર ટેબલ ઉપર મૂકતા કહ્યું : ‘ના મમ્મી ! આજે તો એવી તક નથી મળી. કારણકે હું આખો દિવસ ઊંઘતો રહ્યો હતો.
***************

એક દિવસ પપ્પાએ છગનને કહ્યું : ‘છગન, તને ખબર છે કે હસવાથી તંદુરસ્તી સારી રહે છે ?’
બંટીએ કહ્યું : ‘હા, ખબર છે. એટલે જ તો મમ્મી કાયમ તમારી પર હસતી રહે છે. અને એટલે જ એની તંદુરસ્તી સારી રહે છે.’
***************

શિક્ષકે 26મી જાન્યુઆરીએ બધા વિદ્યાર્થીઓને વારાફરતી પૂછ્યું : ‘જો તમને ભારતના વડાપ્રધાન બનાવી દેવામાં આવે તો શું કરો ?’
ઘણા બધા વિદ્યાર્થીઓએ જુદા જુદા જવાબ આપ્યા.
રાજુનો વારો આવ્યો ત્યારે તેણે કહ્યું : ‘સાહેબ ! હું તો લાલ કિલ્લા પર ચડી દરરોજ પતંગ ચગાઉ. મને ખૂબ મજા પડે.’
***************

નવું વરસ શરૂ થયું. નવા વર્ગમાં બધા વિદ્યાર્થીઓ ભેગા થયા.
શિક્ષકે દરેક વિદ્યાર્થીને પહેલા નામ પૂછ્યું. પછી એના પપ્પા શું કરે છે એ પૂછ્યું.
અમિતે કહ્યું : ‘મારું નામ અમિત છે. અને મારા પપ્પા મારી મમ્મી જે કામ બતાવે છે તે બધા જ કામ કરે છે !’
***************

મફતલાલ એક મોટી હોટલમાં ચા પીવા ગયા પરંતુ એમને લાગ્યું કે એમના ચાના કપમાં માખી પડી ગઈ છે એટલે તેમણે વેઈટરને બોલાવી કહ્યું : ‘વેઈટર, મને લાગે છે કે મારી ચા ના કપમાં માખી પડી ગઈ છે.’
વેઈટરે ઊભા રહ્યા વગર ચાલતા ચાલતા જવાબ આપતાં કહ્યું : ‘સાહેબ, તમે બરાબર તપાસ કરી લો. અફવા સાંભળવાનો મારી પાસે જરાય સમય નથી.
***************

ગીતા : ‘બહેન ! હજી અમને પરણ્યાને પંદર દિવસ માંડ થયા હતા ત્યાં જ બે દિવસની માંદગી ભોગવી મારા પતિ ગુજરી ગયા.’
સીતા : ‘એમ ? હવે તો એને બિચારાને બહુ સહન ન કરવું પડ્યું એમ જ આશ્વાસન લેવું રહ્યું.’
***************

શિક્ષક : ‘હવે એ સમય દૂર નથી કે લોકો ચંદ્ર પર રહેવા જશે.’
તરત જ વચ્ચે રાજુએ કહ્યું : ‘તો, તો સાહેબ ! ઘણી ગરબડ થઈ જશે.’
શિક્ષકે નવાઈ પામી પૂછ્યું : ‘શું ગરબડ થઈ જશે ?’
રાજુએ કહ્યું : ‘એમણે ફેંકેલો બધો કચરો આપણી ઉપર જ પડશે ને !’
***************

લીના : ‘હું તારા વગર નહીં જીવી શકું રમેશ !’
વિનોદ : ‘રમેશ !! લીના મારું નામ રમેશ નથી. વિનોદ છે.’
લીના : ‘ઓહ ! ગોટાળો થઈ ગયો. આજે રવિવાર છે ને ?’
વિનોદ : ‘રવિવાર ! તો તો ભયંકર ગોટાળો થઈ ગયો. ડાર્લિંગ, આજે તો મીના મારી વાટ જોતી હશે ! તું કાલ ઉપર રાખ.’
***************

‘તું મને પ્રેમ કરે છે ?’
‘હા. એમાં જરાય શંકા નથી.’
‘મારા માટે તું મરવા પણ તૈયાર છે ?’
‘ના હોં ! મારો પ્રેમ અમર છે.’
***************

મનોજ : ‘દિલીપના હાડકા એક છીંક ખાવાને કારણે ભાંગી ગયા !’
મનહર : ‘શું કહ્યું ? છીંક ના કારણે ? એવું તે કાંઈ હોતું હશે ?’
મનોજ : ‘હા ભાઈ ! એ છીંક એણે પ્રેમિકાના પલંગ નીચે છુપાઈ ગયા પછી ખાધી હતી. જે એનો પતિ સાંભળી ગયો હતો.’
***************

ગીતાની મમ્મીએ ગીતાને પૂછ્યું : ‘ગીતા, તેં તારા પપ્પાને કહ્યું કે તને ભાષણ કળાને કારણે સ્કૂલમાંથી પહેલું ઈનામ મળ્યું છે !’
ગીતાએ કહ્યું : ‘હા મમ્મી ! કહી દીધું.’
મમ્મીએ પૂછ્યું : ‘તો એમણે શું કહ્યું ?’
ગીતાએ કહ્યું : ‘એમણે કહ્યું કે તારામાં હવે તારી મમ્મીના ગુણ આવવા માંડ્યા છે.’
***************

સંજયે અમિતને કહ્યું : ‘અમિત ! મારી મમ્મી પોતાનું વજન ઘટાડવા છેલ્લા બે મહિનાથી ફક્ત ફ્રુટ ખાય છે.’
અમિતે પૂછ્યું : ‘કંઈ પરિણામ આવ્યું ?’
સંજયે કહ્યું : ‘હા. એને દરરોજ ચીકુ, કેળા, દાડમ, અનાનાસ, પપૈયુ, સફરજન, દ્રાક્ષ અને કેરી ખાતી જોઈ મારું શેર લોહી બળી જતું હતું એટલે મારું ત્રણ કિલો વજન ઘટી ગયું.’
***************

રવિવારના દિવસે મનુના પપ્પા ઘરે જ હતા. મનુને એમણે રેફ્રિજરેટર સાફ કરવાનું કહ્યું.
થોડીવાર પછી પૂછ્યું : ‘મનુ, તેં રેફ્રિજરેટર બરાબર સાફ કરી નાખ્યું’ ?
મનુએ કહ્યું : ‘હા પપ્પા ! કરી નાખ્યું. બરાબર કરી નાખ્યું. રેફ્રિજરેટરમાં રાખેલી મીઠાઈ ખૂબ સરસ હતી. માખણ પણ સરસ હતું. કેરીનો રસ પણ સરસ હતો અને દૂધપાક તો ખૂબ જ મજાનો હતો.
***************

‘મનહર ! તું તારી પત્ની રાધાને ઘરે એકલી મૂકીને જતાં બે વખત વિચાર કરજે.’
‘હું કાયમ બે વખત વિચારું જ છું. પહેલો વિચાર તો મારે બહાર જવા માટે શું બહાનું બનાવવું એ, અને પછી બીજું હું એને શા માટે મારી સાથે લઈ નથી જતો એનું બહાનું વિચારું છું. પછી જ જઉં છું.’
***************

શિક્ષકે એક દિવસ સંજયને પૂછ્યું : ‘સંજય, જો એક કામ તારા પપ્પા અડધો કલાકમાં કરે તે જ કામ તારા મમ્મી પપ્પા ભેગા મળીને કેટલા સમયમાં કરશે ?’
સંજયે કહ્યું : ‘સાહેબ ! દોઢ કલાકમાં પૂરું કરશે.’
સાહેબે ચમકી જતાં પૂછ્યું : ‘કેવી રીતે ?’
સંજયે કહ્યું : ‘સાહેબ ! કામ શરૂ કરતાં પહેલાં બન્ને સવા કલાક લડશે અને પછી પંદર મિનિટમાં એ કામ પૂરૂં કરશે.’
***************

રાજુને એના પિતાએ કહ્યું : ‘પપ્પા તમે વારંવાર મને મોટો થયા પછી હૃદયનો ડૉક્ટર બનવાને બદલે દાંતનો ડૉક્ટર બનવાનું શા માટે કહો છો ?
રાજુના પિતાએ કહ્યું : ‘બેટા ! તું જાણતો નથી. દરેક માણસને હૃદય એક જ હોય છે. પણ દાંત પૂરા બત્રીસ હોય છે માટે.’
***************

મનોજ : ‘વહાલી ! તું મને ખૂબ પ્રેમ કરે છે ?’
રીટા : ‘હા, ખરેખર !’
મનોજ : ‘જો હું મરી જઈશ તો તું ખૂબ રડીશ ?’
રીટા : ‘હા, ખૂબ જ.’
મનોજ : ‘તો પછી તું રડી બતાવ.’
રીટા : ‘પણ પહેલાં તું મરી બતાવ !’
***************

દસ વરસના રાજુએ આઠ વરસની સોનલને પૂછ્યું, ‘તું મોટી થઈશ ત્યારે મને પરણીશ ?’
સોનલે કહ્યું : ‘અમારા કુટુંબમાં અમે અમારા ઘરના લોકો સાથે જ પરણીએ છીએ. જો ને મારા કાકા કાકીને જ પરણ્યા છે. મારા મામા મારી મામીને અને મારા માસા મારી માસીને પરણ્યા છે. આમ અમે અમારા સગાને જ પરણીએ છીએ.’
***************

પહેલો મિત્ર : ‘યાર મેં સાંભળ્યું છે કે તમારા પતિ-પત્નીનો સંબંધ અતૂટ છે ?’
બીજો મિત્ર : ‘હા, વાત બરાબર છે. જ્યારે અમે બન્ને ઝઘડો કરીએ છીએ ત્યારે આખી સોસાયટીના લોકો ભેગા થઈને અમને માંડ-માંડ એકબીજાને છૂટા પાડે છે.
***************

રાજુ વેકેશનમાં પોતાના પપ્પા સાથે ગાડીમાં બેસી દાદાને ઘેર જતો હતો. એક માણસ તેની નજીક ઊભો હતો. એક સ્ટેશન આવતા પેલા માણસે રાજુના ખભે હાથ મૂકી કહ્યું : ‘આ કયું સ્ટેશન છે ?’
રાજુએ તરત જ કહ્યું : ‘આ કોઈ સ્ટેશન નથી. મારો ખભો છે.’
***************

એક દિવસ કનુ તેની મમ્મી પાસે આવ્યો અને કહ્યું : ‘મમ્મી, મને એક રૂપિયો આપ.’
મમ્મીએ પૂછ્યું : ‘શું કરવો છે ?’
કનુએ કહ્યું : ‘એ બિચારો ક્યારનો ઊભો ઊભો બૂમો મારે છે એટલે એને આપી દઉં !’
મમ્મીએ ખુશ થઈને પૂછ્યું : ‘એ કોઈ ભિખારી હશે.. નહિ ?’
મનુએ કહ્યું : ‘ના, મમ્મી ! એ તો બિચારો કુલ્ફીવાળો છે.’
***************

રાજેશ : ‘પપ્પા ! આજે તો સાહેબની આજ્ઞાથી સ્કૂલમાં એક કામ પૂરું કરવામાં રોકાયો હતો એટલે મોડું થયું.
પપ્પા : ‘વાહ, વાહ. શાબાશ ! સાહેબે તેને કયું કામ સોંપ્યું હતું ? તું ઘણો આજ્ઞાંકિત કહેવાય !’
રાજેશ : ‘સાહેબે મને સ્કૂલ છૂટયા પછી એક કલાક સુધી અંગુઠા પકડવાનું કહ્યું હતું.’
***************

એક દિવસ ગટ્ટુના પપ્પાએ ગટ્ટુને પૂછ્યું : ‘ગટ્ટુ ! ક્યા મહિનામાં 28 દિવસ હોય છે ?’
રમેશે જરાય વાર લગાડ્યા વગર કહ્યું : ‘પપ્પા 28મો દિવસ બારેય મહિનામાં આવે જ છે.’
***************

બબલુના પપ્પાએ પૂછ્યું : ‘બબલુ ! પ્લેટફોર્મ શું કામમાં આવે છે ?’
તરત જ રાજુએ કહ્યું : ‘પપ્પા ! પ્લેટ મમ્મીને ગાજરનો હલવો મૂકવાના કામમાં આવે છે. અને ફૉર્મ નોકરી માટે જરૂરી વિગતો ભરવાના કામમાં આવે છે.’
***************

શિક્ષકે પૂછ્યું : ‘રામુ તને ગાતા આવડે છે ?’
રામુએ કહ્યું : ‘હા. ગાતા અને વગાડતા પણ મને બરાબર આવડે છે.’
શિક્ષકે ખુશ થઈ ને કહ્યું : ‘તને સહુથી વધારે ક્યો તાલ ગમે છે ?’
રામુએ કહ્યું : ‘હડતાલ.’
***************

શિક્ષકે પૂછ્યું : ‘બંટી ! જો પાંચ લીટર દૂધમાંથી પચીસ માણસો માટે દૂધ કોલ્ડ્રીંક બનાવી શકાય તો પાંત્રીસ માણસો માટે દૂધ કોલ્ડ્રીંક બનાવવા કેટલું દૂધ જોઈએ ?’
બંટીએ તરત જ કહ્યું : ‘સાહેબ ! દૂધ તો એટલું જ જોઈશે. તેમાં ફક્ત થોડું પાણી વધારે નાખવું પડે !’
***************

પપ્પા : ‘બંટી ! સૂરજ રાતે કેમ ઉગતો નથી ?’
બંટી : ‘પપ્પા એ રાતે પણ ઉગે છે.’
પપ્પા : ‘તો પછી દેખાતો કેમ નથી ?’
બંટી : ‘ક્યાંથી દેખાય ? અંધારું કેટલું બધું હોય છે ?’
***************

‘અલી રાધા ! જો તો ખરી ! આ વીંટી મારી આંગળી ઉપર કેવી સરસ ફીટ આવી રહે છે કે નહિ ? મને એ મનહરે ભેટ આપી છે.’
રાધાએ હસતાં-હસતાં કહ્યું : ‘હા, લાગે છે તો સરસ પણ આજ વીંટી મને સહેજ મોટી પડતી હતી.’
***************

એક ચોરની પત્ની એની સાથે પૈસા માટે ઝઘડો કરી રહી હતી. વાતચીત ઘણી લાંબી ચાલી ત્યારે છેવટે ચોર પત્નીના કકળાટથી કંટાળી ગયો અને બોલ્યો : ‘હવે તું ચૂપ રહીશ ? મેં તને હજાર વખત કહ્યું કે જેવી બેંક બંધ થશે કે તરત હું તને પૈસા લાવી દઈશ.. પછી !?!’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વિસ્ફોટ – નૂતન જાની
મારી પ્રાતઃનિંદર… – જયંતીભાઈ પટેલ Next »   

7 પ્રતિભાવો : જુઓ હસ્યા ને ! – સંકલિત

  1. અમિત પિસાવાડિયા says:

    🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂 🙂

  2. Manisha says:

    Hey hey….. khali hasta j aavde chhe…….Hasavata nathi aavadtu… 🙂 🙂

  3. Rajesh solanki. chandkheda says:

    જોક્સ સરા લાગ્યા વાચ્યા મનનો ભાર હર્વો થયો.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.