એનો ભાર કેવો ? – ડૉ. શરદ ઠાકર

સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધાં અમે,
અમને નમાવવા હોય તો ફૂલોનો ભાર દે.

‘એ વખતે આટલી જ ધૂળ હતી, રસ્તામાં ?’
‘આથીયે વધારે. આખો રસ્તો જ ધૂળિયો હોય પછી ? ચાલતાં ચાલતાં આખો પગ જ ઊતરી જાય અંદર-શેકાતી ભઠ્ઠીમાં.’
‘બસ નહોતી ?’
‘ના.’
‘સૂરજ આજના જેટલો આકરો નહિ હોય.’
‘આથીયે વધુ તેજ. આકાશમાંથી લૂ વરસે. ને પગની નીચે ભઠ્ઠી સળગે.’
‘રોજ સાત-સાત માઈલ આવામાં ચાલવાનું ?’
‘સાત નહીં, ચૌદ. સાત માઈલ જવાના અને સાત આવવાના.’
‘થાકી જતા હશો નહીં ?’
‘થાક ? જરાય નહીં ને !’
‘કેમ ?’
આટલા સવાલના જવાબ મળ્યા, પણ આ છેલ્લા ‘કેમ?’ નો જવાબ ના મળ્યો. હું ચાલતાં ચાલતાં હાંફતો હતો. બપોરનો એક વાગ્યો હતો. બસ હતી, પણ કનેકશન ચૂકી જવાયું હતું. બાપદાદાનું ગામ હજુ સાત માઈલ દૂર હતું. લગ્ન પ્રસંગે પહોંચી જવું બહુ જરૂરી હતું. કોઈ ખાનગી વાહન મળે એમ નહોતું. ચાલવાનું નામ પડે ત્યાં જ મારા પગમાં લેક્ટિક ઍસિડ જમા થવા માંડે છે. દુનિયાભરના પ્રવાસીઓનો થાક મારા ચરણોમાં આવીને અટકી જાય છે. વાંક મારો નથી, મારા બેઠાડુ જીવનનો છે. બાકી મારા વૃદ્ધ માબાપને થાક કેમ ન લાગ્યો ને મને જ લાગ્યો ? અમે ત્રણેય જણાં ચાલી રહ્યાં છીએ. પંદરેક મિનિટ માંડ થઈ હશે ને હું એમનાથી પાછળ પડી જવા લાગ્યો. તરવૈયા ડૂબતાંને ખેંચે એમ મારા પિતા મારો હાથ ઝાલીને ચાલી રહ્યા હતા.

ચાલતી વખતે સમય કાપવાનું એકમાત્ર સાધન સંવાદ છે. મારાથી તો બોલાય તેમ હતું જ નહીં. એમણે જ વાત કાઢી. ‘તું તો એ વખતે સાવ નાનકો. માંડ પાંચેક વરસનો. પણ ભારે બીમાર રહેતો. શહેરના ડૉકટરો દવા કરી કરીને થાક્યા. છેવટે હાથ ઊંચા કરી દીધા – આને હવાફેર માટે ગામડે લઈ જાવ. એને દવાફેરની જરૂર નથી. દવામાં તો ઈન્જેકશન લખી આપું છું, એ રોજ મુકાવજો. છોકરાનું સુખ તમારા નસીબમાં લખ્યું હશે તો જીવતો લઈને પાછા આવશો…. બાકી…’

બિચારા ડૉકટરને ખબર નથી હોતી કે છોકરો એમના માટે દર્દી હોય છે પણ એક બાપ માટે જિંદગી હોય છે. હું તને – મારી જિંદગીને બચાવવા ગામડે આવ્યો. હવા-પાણી ચોખ્ખાં હતાં. આખા ગામની હૂંફ હતી, પણ ઈન્જેકશન આપવા માટે ડૉકટર નહોતા. આ આપણે હમણાં ઊતર્યા એ નાનકડા શહેરમાં એક કાચા પાકા ડૉકટર હતા. એને પૂછ્યું તો કહે લઈ આવજો રોજ ટેણિયાને મારી પાસે, હું ઈન્જેકશન મૂકી આપીશ. બે રૂપિયા થશે રોજનાં !

‘પૈસાનો સવાલ નહોતો, મુશ્કેલી હતી આવવા-જવાની. બસ તો એ દિશામાં ફરકતી જ નહોતી. રસ્તો પણ ધૂળિયો કાંટા-ઝાંખરાથી છવાયેલો. સવારે રાતનો ટાઢો રોટલો ખાઈને નીકળી પડું. ખિસ્સામાં ડૉકટરને આપવાની ફી હોય, વધુ જોખમ તો રખાય નહીં. લૂંટફાટનો ભય. બધા કહે કિંમતી ચીજવસ્તુ ઘરે મૂકીને જ નીકળવું. હું બબડું-દુનિયામાં સૌથી વધુ કિંમતી ચીજ તો મારા ખભે માથું ઢાળીને સૂતી છે. એને બચાવવા તો આ રોજની ખેપ ખેડું છું. પગમાં ગામડાના મોચીએ સીવેલા ચંપલ, અરધો માઈલ ચાલતા તો પગ દાઝવા માંડે, સૂરજ ભઠ્ઠી જેવો થતો જાય, નીચેની ધૂળ આગ ઓકતી નદી બની જાય. ડૉકટરનો સમય સાચવવા થોડું મોડું જ નીકળવું પડે. તું અશક્તિને કારણે લગભગ લાશ જેવો થઈને મારા બાવડે પડ્યો હોય. માથું મારા ખભે ઢળેલું હોય. ક્યારેક તો સહેજ ઢંઢોળીને ખાતરી કરી જોઉં કે….કે જીવે તો છે ને, મારો લાલ ? આવા સાત માઈલ જવાના અને સાત પાછા આવવાના ! ગળે શોષ પડતો હોય. પણ ક્યાંય થાક ખાવા કે પાણી પીવાયે ઊભા નહીં રહેવાનું !

હું સાંભળી રહ્યો હતો. હાંફતાં હાંફતાં મેં પૂછ્યું, ‘થાકી જતા હશો, નહીં, બાપુજી ?’
એ ટટ્ટાર બની ગયા : ‘થાક ? જરાય નહીં ને !’
મેં પૂછ્યું ‘કેમ ?’ બસ, મૌન ! આ ‘કેમ’ નો કોઈ જવાબ નહીં.
જવાબ મેં વિચારી જોયા. એમની જુવાની મેં પછીથી મોટા થઈને જોયેલી. સુદઢ, સ્નાયુબદ્ધ, કસરતી દેહ, એમની પાસે ધર્મેન્દ્ર સ્ત્રૈણ લાગે. કદાચ એટલે જ થાક નહીં લાગતો હોય. કદાચ એ વખતના અસલી ખોરાક-પાણીને કારણે હશે. કદાચ બીમારીથી કંતાઈને હું જ લાશ જેવો બની ગયો હોઈશ. મારો ભાર જ નહીં લાગતો હોય. આવાં કંઈક ‘કદાચ’ વિચારી જોયાં, પણ કોણ જાણે કેમ પેલા ‘કેમ?’ નો જવાબ ન મળ્યો. મેં પણ પછી તંત છોડી દીધો. જિંદગી એક વિરાટ પ્રશ્નપત્ર છે. એમાં ક્યાં ત્રણ જ કલાકની અવધિ છે ? જવાબ ન મળે એ સવાલ રાખી મૂકવો, ગમે ત્યારે અચાનક, અનાયાસ, મેધલી રાત્રે થતા વીજળીના ઝબકારાની જેમ જવાબ પણ મળી જશે. હું ચાલતો રહ્યો, થાકથી, ગરમીથી, ધૂળથી હાંફતો હાંફતો…. પેલા સવાલને મગજના આઈસ-બૉક્સમાં મૂકીને !

હજુ હમણાંની જ વાત છે. રાતનો પોણો વાગ્યો હશે. નાટક હમણાં જ પૂરું થયું. પ્રેક્ષકો એક પછી એક બહાર નીકળવા લાગ્યા. હું પણ નીકળ્યો. મારી સાથે મારો છ-સાડા છ વર્ષનો પુત્ર પણ હતો. બીજા બે વડીલ મિત્રો હતા. બંને પ્રખ્યાત હસ્તીઓ હતી. નાટક જોઈને પછી એને વિષે એમણે અભિપ્રાય આપવાનો હતો. એ અભિપ્રાય પર નાટક ચાલવા દેવું કે અટકાવી દેવું એનો નિર્ણય થવાનો હતો. ધીમે ધીમે લોકો વીખરાઈ ગયા. નાટ્યગૃહ ખાલી ખંડેર જેવું થઈ ગયું. માત્ર નાટકના નિર્માતા, અન્ય કલાકારો અને બે વડિલ મિત્રો જ રહ્યા. નાટક વિષે ચર્ચાઓ ચાલતી હતી. હું ઊભો ઊભો થાક્યો. ક્યાંય બેસવા માટે સ્વચ્છ જગ્યા નહોતી. પગમાં વિશ્વભરના પ્રવાસીનો થાક જમા થવા માંડ્યો હતો. ત્યાં જ એક કોમળ સ્વર મારા કાને અથડાયો, ‘પપ્પા, ઊંઘ આવે છે…. ઊંચકી લ્યો ને !’ મેં આંગળી ઝાલીને ઊભેલા મારા દીકરા સામે જોયું.

એની આંખો ઊંઘરેટી બની ગઈ હતી. એનો વાંક ન હતો. આખા દિવસની દોડધામ અને પછી આ નાટક જોવાનો ઉજાગરો ! એની તમામ શક્તિ નિચોવાઈ ગઈ હતી. અત્યારે હું એનો પપ્પા નહોતો, એના માટે પથારી બની ગયો હતો. મેં વહાલથી એને ઊંચકી લીધો. થોડીક જ ક્ષણોમાં એ મારા ખભા પર માથું ઢાળીને ઘસઘસાટ ઊંઘી ગયો. એનો હૂંફાળો શ્વાસ મારા ગળા પર અથડાતો રહ્યો. પેલા વડીલો વચ્ચે વાતચીત, ચર્ચા-વિચારણા ચાલતાં રહ્યાં. એક, સવા, દોઢ, બે વાગવા આવ્યા. છુટકો નહોતો. પેલા મિત્રો માટે આ ફરજનો એક ભાગ હતો, હું પણ બંધાયેલો હતો. એમની સાથે આવ્યો હતો, સાથે જ જવાનું હતું.

‘ડૉકટર, તમારા દીકરાને ત્યાં બાંકડા પર સુવરાવી દો ને. થાકી જશો. અમને હજુ થોડી વાર લાગશે.’ એક મિત્રને મારી દયા આવી. હું કંઈ બોલ્યો નહીં. મારી જગ્યાએથી હાલ્યો પણ નહીં. એ બાંકડા પર મારા રાજકુંવરને થોડો સુવડાવાય ? કેટલો ગંદો હતો એ બાંકડો ?’

‘તમે કંટાળી જશો, મિત્ર, અહીં આ સિમેન્ટના ઓટલા જેવું છે, ત્યાં એને…’ બીજા મિત્રે બાજુમાં સ્ટેજ જેવું હતું એ બતાવ્યું. હું કંઈ બોલ્યો નહીં. રાત્રે બે વાગ્યે આ સિમેન્ટનો ઓટલો કેટલો ઠંડો હોય છે એ હું જ જાણું. આ લોકો શું જાણે ?

‘લાવો ડૉકટર સાહેબ, તમારા પ્રિન્સને હું ઊંચકી લઉં, તમે થાકી જશો ઊભા રહીને..’ નાટકનો મુખ્ય અભિનેતા બોલ્યો. પ્રખ્યાત કલાકાર હતો. મે વિચાર્યું : ‘માણસ ભલો છે, પણ એમ કંઈ મારો દીકરો એને ઊંચકવા માટે થોડો આપી દેવાય છે ? કેટલા ભરોસાથી એ દીકરો મારા ખભે માથુ મૂકીને સૂતો છે ? એ ભરોસાને તોડાય કેવી રીતે ? હું કંઈ બોલ્યો નહીં. માત્ર ઊભો રહ્યો.

છેવટે રાત્રે અઢી વાગ્યે પાર આવ્યો. બધાં વીખરાયાં. મેં ગાડીનો દરવાજો ખોલીને મારા પુત્રને હળવેકથી સીટ પર સૂવાડ્યો. અચાનક હળવા થઈ જવાનો ભાર વર્તાયો. બંને મિત્રો પણ ગાડીમાં ગોઠવાયા.
‘થાક લાગ્યો હશે, નહીં ડૉકટર ? દીકરાને ઊંચકીને લગભગ પોણા બે કલાક સુધી ઊભા રહ્યા. અમે તો ખાલી હાથે ઊભા હતા, તોય થાકી ગયા.’ એક મિત્રે વાત કાઢી.
મારી જીભ પર અચાનક જ વાક્ય આવી ગયું: ‘થાક ? જરાય નહીં ને ?’
‘કેમ ?’
‘કારણકે એ પુત્રનો ભાર હતો ને, માટે !’

વીજળીનો કડાકો થયો હોય એવું લાગ્યું. મનનું આકાશ જાણે ચિરાયું. આ જવાબ હતો. મેં એ લોકોને આપેલો જવાબ નહીં, પણ મારા જ પ્રશ્નનો કોઈ અન્ય વ્યક્તિએ આપેલો જવાબ ! કોણ ? કોણ હતી એ અન્ય વ્યક્તિ ? મને યાદ આવ્યું. મારા મગજના કોલ્ડ સ્ટોરેજમાં વરસોથી મેં સંઘરી રાખેલ મારા જ પ્રશ્નનો જવાબ મારા વૃદ્ધ પિતા, મારી જ જીભ પર આવીને આપી રહ્યા હતા : ‘થાક ન લાગે, પિતાને પુત્રનો ભાર ઊંચકતા ક્યારેય થાક ન લાગે.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનધ્યેય – વિજય શાસ્ત્રી
કુદરત તરફ – વત્સલ વસાણી Next »   

90 પ્રતિભાવો : એનો ભાર કેવો ? – ડૉ. શરદ ઠાકર

 1. gopal parekh says:

  aankho bhini kare evi bahu j saras vaat

 2. HIMANSHU ZAVERI says:

  TO BE HONEST, I JUST HAD ARGUMENT IN MORNING WITH MY DAD, TILL READ THIS ARTICLE, I M THINKING ALL DAY THAT I NOT GOING TO TALK WITH DAD ANY MORE, THIS AND THAT STUFF, AND AFTER READ THIS ARTICLE, JUST MAKE WASHED AWAY ALL THAT THOUGHTS FROM MIND WHICH I M THINKING SINCE MORNING TO NOW, AND MAKE ME UNDERSTAND HOW’S DAD DID ALL THIS THING FOR ME AND I M JUST BEING SO MEAN FOR ONE MYSELF AND DON’T THINKING ABOUT SITUATION AND DAD’S POINT OF VIEW. REALLY THANKS FOR MRUGESH BHAI TO SHARING THIS ARTICLE AND DR, SHARAD THAKAR AS ALWAYS BEING GREAT WRITER. THANK YOU

 3. geeta says:

  I am already pass through this type of condition,my 3 year old son have one habit that he sleep on my hand untill he is in deep sleep & ofent my husband ask the same qustion”tane hatama dukhatu nathi.”I simply say no & kiss my son. very real & touching story.

 4. shrida says:

  Excellent!!
  Dr. Sharad Thakar is outstanding as usual.Kyathi vichari le chhe atlu sunder???ane etlu j sunder materialization.simply gr8.

 5. pallavimistry says:

  It’s really nice and touchy story.I am a regular Reader of Dr. Sharad Thakar’s writtings.
  Pallavi Mistry[Writer in Gujarati Humour]

 6. KALPIK SHAH says:

  Excellent ! kharejhar hriday ne asar kari jay evi che .
  hu pehle thi ame dr. Sharad Thakar no fan chu.

 7. Moxesh Shah says:

  Just Superb!
  I would like to quote here One of the best Dialogue of the best Indian Film “Sholay”, which is very relevant here:
  “Malum hai, Duniya mai Sabse bada Boj Kya Hota Hai?
  Bap Ke kandhe pe Bete ka Janaja”.

  How sensitive?

  Majority time everybody writes only about the sacrifice and love of Mother for their children. Very few literature on Father’s love for their children?
  Don’t you think that this is the biggest injustice to all the Fathers?
  Shri Sharadbhai Has done a good job. Excellent article.

  Moxesh Shah (Ahmedabad)

 8. Heta Shah says:

  awesome stiry …simply great as usual by dr thakar many thanks mrugeshbhai..keep putting such articals….

 9. Heta Shah says:

  awesome story …simply great as usual by dr thakar many thanks mrugeshbhai..keep putting such articals….

 10. Varun Patel says:

  ADBHUTTT!!!!

 11. Jayendra Soni, Chennai says:

  Touching, very touching !!!

  I have a handicapped son and I can understand dr. sharads’ fathers’ feeling.

  simply superb.

 12. Hiral Thaker says:

  Hello Dr. Sharad Thaker. (Writer of ‘Ran ma khilu Gulab’ & ‘Doctor ni Dairy’)

  Very nice incident. This will be more understanable to all parents.

  I am your fan and I always read both articles online from the news paper.

  My words for you….

  Kayam nathi hoti ‘Sharad’ rutu,
  Pan ‘Sharad'(Thaker) kayam ra he!

  I know you are to lazy to write latters to your fan but here I write my mail id. If possible please mail me. I will be the matter of pleasure for me.

  hiralthaker@gmail.com

 13. Ami Patel says:

  Oh my god!! I can not stop tears…Very Nice…

 14. Ami Patel says:

  Oh my god!! I can not stop tears when reading the end of this story…Very Nice…

 15. ashalata says:

  very nice
  simply great as usual by dr sharadbhai many thanks
  mrugeshbhai avu j sunder sahityana raspan karavta
  raheso
  ashalata

 16. I read this short story cum article,really its heart warming. The author Dr.Sharad Thakar is really an author with a specific height, and I personally am so much impresseed by his writings that I have become his fan as it were! I can’t afford to miss his writeups whenver/wherever I get a chance to read it.
  Congrat.s to Mrugesgbhai for such a nice endeavour.
  Keep going and acquire superb literary heights.
  Congratulations & Best Luck to you!
  dr.aroon patel.

 17. dharmesh Trivedi says:

  res sharadji
  aap saathe aapni ravivar ni lekhmala dwara sampark chhej aaje avi sunder vaat Mrugeshbhai na madhyam dwara manva mali .pita-putra ke pita- putri ni samvedana ane lagni anubhavva mali.execiient.

 18. manvant says:

  પિતા-પુત્ર વચ્ચેનો ભાર વહેવાની વારસાગત
  પ્રણાલિ વંશ-પરંપરાગત ચાલી આવેલી છે.
  થોડીક આડવાત આવવા છતાં વારતા સુપેરે
  પ્રવાહી સ્વરૂપે વહી છે.તેનો યશ લેખકને તો
  ખરો જ ,તંત્રીશ્રીને ય આપવો ઘટે !

 19. Keyur says:

  Did you noted one thing? Jem “Saundarya pamta pehla saundarya banvu pade”, tem aapan ne maa ke baap banya pachij khabar pade ke aapna maa baape kevi rite aapan ne ucherya hashe? Simply superb Dr. Thakar. I am fan of your storeis (or facts – may be). Thanks Mrugesh – for this story.

 20. સુરેશ જાની says:

  જીવનના પાયામાં પ્રેમ છે તેનું આનાથી સારું ઉદાહરણ બીજું કયું હોઇ શકે?
  અને પ્રેમ કેટલા વિધ વિધ રૂપે અને વિધ વિધ વ્યક્તિઓમાં પ્રગટ થતો હોય છે?

  “સૌ પથ્થરોના બોજ તો ઊંચકી લીધાં અમે,
  અમને નમાવવા હોય તો ફૂલોનો ભાર દે.”

  ‘મરીઝ’ ની આ પંક્તિઓનો છેલ્લો શેર છે-

  કંઇ કેટલાય નો કરજદાર છું ‘મરીઝ’?
  ચુકવું બધાનું લેણ, જો અલ્લા ઉધાર દે.”

  આ પ્રેમનાં પુષ્પોનો ભાર કોઇને પણ નમાવી દે તેટલો ભારે હોય છે.

 21. vishal says:

  simply superb…
  after a long time got chance to read Dr Sharad Thakar…

 22. prerana lashkari says:

  baap bni kabhi beta tha beta bhi kabhi baap banega maa no prem uper to khub vanchiye chhiye paan baap no prem pan atloj mahtvano hoy chhe. hu to radi padi..

 23. Krupa says:

  Very well Dr. Sharad! As usal thank u for such a heart touching story.

 24. Darshan says:

  Dr. sharad thakar.. at his best…khub j saras ane sahajtathi vaat kari chhe…. well i am a fan of him.. and this is another feather in his cap… keep it up Dr…
  with regards..
  darshan….

 25. Bharat Raval says:

  I will quote two stories 1 Bapa Kagdo ha bhai Kagdo.Son indicates crow on tree and tell his father 100 times.. bapa….kagdo…bap yes.. bap replies …100 times patiently ha bhai….
  Other one is in old Magadh State King Bimbisar could not bear pain of Son who had pain in (pakeli angli) fingers..agin father sits besides son and take fingers in mouth …to reduce pain for whole night ad days..
  Probably this son at a later date arrested his father and put him in karagar like Aurangzed did with Shahjehan…. This is life.
  It is also told INSAAN KA SABSE BADA
  DUSHMAN KAUN HOTA HAI –> …APNA BETA….
  can not belive it ????…belive it.Second thing father-son relations and mother-son relationship Both are very different…

 26. Pallavi Jaiman says:

  Sir,
  For the first time I regret so much for not knowing gujarati language well.Because,even though i couldn’t understand the story line by line I can say the story touched my heart deeply.Infact it’s a fact.I am also a proud daughter of a great father…his sacrifices,when I was a kid & even to this date only strengthen my belief that yes…I have seen God.
  Please sir,it is my humble request that the story deserves translation in hindi & english.

 27. Ashit Kansara says:

  I would quote this:

  By the time the son realises his father was right, his son starts thinking.. “his father is wrong”..

  A very sensible story..hats off to you Sharadbhai.

 28. Rajul Zaveri says:

  simply superub as usual heart touching

 29. beena patel says:

  i am also regular reader of both column of sharad thakar (Doctor ni diary and Ran ma khilu gulab) since last 10 years. Now a Day we have oppertunity to read their both columns online in http://www.divyabhaskar.co.in

 30. krupa says:

  Aaje pachha a banpan na divaso yaad aavya k pappa emna khabha par savari karavta ane hu emna val ni chotli banavti.

 31. Jasmin says:

  બહુ જ સુન્દર્ શરદ થાકરજિ

 32. seema dave says:

  Respected Dr sharad thakar
  Thanks for such nice story

 33. Krunal Shukla says:

  જીવન ની સુન્દરતા ને શબ્દો મા રૂપાન્તરીત કરવા ની કલા ના વખાન ના થાય બાપુ.

 34. ami shukla says:

  i havent word to explain
  i never faced this type of feelings although my eyes are wet
  U r simply superb

 35. Hetal vyas says:

  No words to say . Just touch my heart.
  Thank You Dr. Thakkar

 36. Munjal Vyas says:

  we used to read story’s about mothers love ….but it is true that even father has a same feelings for there kids sometimes more then mothers…I have high regards and love for my father and hope i can do batter to my kid then my father ….but still it is not enough…..and should not be… by the way nice story ..thanks a lot doctor…hope i can meet you once in my life….if time permits …..

 37. dimple says:

  Its really a very good article. I am a regular reader of Dr. Sharad Thakar’s “Dr. ni Diary” & “Ran ma khilu Gulab”. Ur language and the moral of story is really very good. Parents are the precious gift of god. Today, as a mother, I also feel that my kids remember me like this in future.

 38. મા ના પ્રેમ નિ તોલે કૈ જ ના આવે એ ખોતિ વાત ચે.મા-બાપ ના પ્રેમ નિ તોલે કાઈ જ ના આવે.i m my daddy’s princess so i can understand this story heartly…..

 39. Nauka Rana says:

  Very good story. Just got carried away and feeling guilty for hurting my parents knowingly or unknowingly.

 40. samir says:

  I love u dad!
  Great Story!

 41. RASHIP says:

  for more articles of dr. sharad thakar
  http://rashipshah.50megs.com

 42. Jigish says:

  આ મારો ડૉ. શરદ ઠાકરનો આભાર વ્યક્ત કરવાનો પ્રથમ અવસર છે. આપના શુભેચ્ક અને કાયમી વાચક તરીકે હું આ મારા ગુજરાતી મિત્રો સાથે પ્રેમથી વહેંચીશ.
  જિગીષ પરીખ.

 43. ketan barot says:

  ક્રુપા કરિને ડૉ.શરદ ઠાકર સાહેબ નો ઇ-મેલ અથવા કોન્ટૅકટ ડીટૅલ આપવા વિનતિ.હુ આજિવન આપનો આભારિ રહિશ.

 44. Atul Jani says:

  અહીં એક બીજી નાનકડી વાત યાદ આવી જે લખવાનુ મન થાય છે.

  ઍક ભાઈ અને ઍક બહેન હતા. બહેન મોટી લગભગ આઠ વર્ષની અને ભાઈ નાનો લગભગ ૩ વર્ષનો. આખો દિવસ બહેન ભાઈ ને તેડી તેડી ને ફર્યા કરે અને ખુબ વહાલ થી રમાડ્યા કરે. ઍક દિવસ કોઈએ ઍ નાનકડી છોકરી ને પુછ્યું કે આ આખો દિવસ આ છોકરાને તેડી તેડી ને ફર્યા કરે છે તો તને તેનો ભાર નથી લગતો ?

  અને બહેને તરત જ કીધું કે ના રે ના ઈ તો મારો ભાઈ છે.

  બસ આ આત્મિયતા જ્યારે આપણા હ્રદય માં આવી જાય ત્યારે પછી આપણને સંબધોના ભાર લાગતા બંધ થઈ જાય છે. અને હ્રદયમાં રહે છે માત્ર પ્રેમ.

 45. mihir says:

  તમારા લેખો નો કાયમ વાચક. પણ હમણા થી તમારા લેખો ગુજરાત સમાચાર માં આવતા નથી.તમને ચુકી જવાનો અફસોસ .

 46. ketan barot says:

  if u anybody have contact or email adress of shri sharad thakar pls send me on ktanbarot@yahoo.co.in or in orkut sharad thakar’s community

 47. ઋષિકેશ says:

  દીકરાનો ભાર ઉપાડવાનો બાપને થાક નથી લાગતો, તો પછી આજકાલ બાપનો ભાર (not exactly, but feeling short of proper word) ઉપાડતાં દીકરાને શેનો થાક લાગે છે?

 48. urmila says:

  I often ask the same question as ઋષિકેશ has? father sacrifices his entire life earning for the family and get best for children – when he is old – he becomes the burden –

 49. Hema says:

  Balpan ni yad taji karavi didhi varata a !
  Ma-Bap ne santan no bhar kyarey nathi lagato pan santan ne Ma-Bap no bhar lage chhe atleto ” Vrudhasharam” ni sankhiya vadhati jay chhe.

 50. Sir,

  From my point of view it’s impossible to explain our feeling.But by writing we can do this thing up to some extend.

  Keep Writing…

  Best Of Luck.

 51. Meghana Shah says:

  Very heart touching story,Excellent.

 52. Naresh Dholakiya says:

  Fantastic,

  I remember the days when my dughter had epilepsy attacks in childhood and the condition I gone through to eliminate this condition during fever time. Not tired even I waked up throughout night. This is sweet time and felt no fatigue during serving daughter.

 53. તેજસ says:

  વહાલા મિત્રો,

  Google Booksearch with ‘sharad thakar’ gives us book with ‘Limited Preview’ ‘તન તુલસી મન મોગરો’ અને ‘શ્વાસ નાં પ્રવાસમાં’.

  કેટલા પેઇજ વાચવા મળશે એનો ખ્યાલ નથી. મને થયુ કે પહેલા વાંચક મિત્રો ને જણાવી ને પછી જ વાચું.

  http://books.google.com.au/books?q=sharad+thakar&btnG=Search+Books

 54. Ranjitsinh Rathod says:

  ખુબજ સરસ.

 55. saloni says:

  i think some one wanted dr sharad thaker’s email i.d. it is drsharadthaker@yahoo.com

 56. nayan panchal says:

  અત્યંત સુંદર.

  “જિંદગી એક વિરાટ પ્રશ્નપત્ર છે. એમાં ક્યાં ત્રણ જ કલાકની અવધિ છે ? જવાબ ન મળે એ સવાલ રાખી મૂકવો, ગમે ત્યારે અચાનક, અનાયાસ, મેધલી રાત્રે થતા વીજળીના ઝબકારાની જેમ જવાબ પણ મળી જશે.”

  શું જીવનના બધા સવાલના જવાબ મળી જ જાય છે કે પછી કેટલાક સવાલ હંમેશ માટે અનુત્તરિત રહી જાય છે?

  “અચાનક હળવા થઈ જવાનો ભાર વર્તાયો.” – અત્યંત સુંદર વાક્ય.

  કાશ, ભગવાને બાળકોને લાંબી યાદશક્તિ આપી હોત. તો આટલા બધા ઘરડાં ઘરની જરૂર ન પડત.

  “થાક ન લાગે, પિતાને પુત્રનો ભાર ઊંચકતા ક્યારેય થાક ન લાગે.” પરંતુ, ક્યારેક પુત્રને પિતાનો ભાર ઊંચકતા થાક લાગી જાય છે.

  નયન

 57. Bina Patel says:

  બહુ સુન્દર્…
  વાન્ચિને આન્ખો ભિનિ થઇ ગઇ…

 58. spandan says:

  very fine

 59. SHYAM says:

  સરસ બહુ જ સરસ

 60. Akhtar Vahora says:

  The heart touching story! All mothers and fathers are loving their kids from deep of the hearts. There is always a special attachment with mother with every child as she is takes care right from birth to bringing up a child till he becomes adult. Even after being adult, still that attachment keeps alive. And certainly remains alive till death. We can feel and remember love of mother at each stage of live as we have felt physically and emotionally. Fathers have same love but may be he can not express as much as mothers can. Or we can not feel as much as mothers. But still fathers keep loving children even by not showing or expressing. Mothers are always great and so as fathers.All you should have sense of feeling.

 61. Karsan G.Bhakta says:

  Dr.Sharad Thakar

  Are you a doctor by proffession or a philosopher, a very
  good thinker and an excellant GUJARATI writer ? I,am extremly impressed ! I,never missed “Doctorni diary” episodes which televised on ZGUJARATI . Eagerly waiting for more to enjoy reading as well watching.

  Karsan G.Bhakta. Texas.USA

 62. Rose says:

  કાશ તમારિ આ વાતને દુનિયાના બધા જ દિકરા સમજિ શકતા હોત …. કેટલાય મા બાપનુ ઘડપણ સુધરિ જાત….

 63. Vipul Purohit says:

  DearSir,

  At the time of reading this story , face of my loving son against my face every time.

  Best !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  Regads

  Vipul Purohit

 64. કેતન રૈયાણી says:

  ૧ ઑગસ્ટ, ૨૦૦૬ ના રોજ મૂકવામાં આવેલ આ વાર્તાને હું લગભગ ૧૦૦ વાર વાંચી ચૂક્યો છું અને હજી ખબર નહીં કેટલી વાર વાંચીશ…!!! (વાચકમિત્રો, જરાય અતિશયોક્તિ નથી કરતો હોં…માત્ર આ જ નહીં, પણ રીડગુજરાતી પર મૂકાયેલી ડૉક્ટરસાહેબની તમામ વાર્તાઓ)

  વાર્તાઓ તો ઘણી વાંચીએ છીએ, પણ ડૉક્ટરસાહેબ જે રીતે વર્ણન કરે છે, જે રીતે પ્રસંગોની ગૂંથણી કરે છે એનો તો જોટો જ નથી.

  ડૉ. શરદ ઠાકર માટે શબ્દો જ નથી મળતા..!!!

  કેતન રૈયાણી

 65. Gargi says:

  No words……..really speechless…….nice one!

 66. CHANDRESH GANATRA says:

  HELLO DOCTOR? I AM ALSO COMING FROM PARAMEDICAL BRANCH

  DOCTOR YOU ARE GENIUS.

  KEEP IT UP.

  CHANDRESH GANATRA

 67. payal soni says:

  shri. sharad thakarji. hu payal soni. tamara lekh vanchva mate to kyare budhvar ane ravivar ave teni j rah jovay 6. ane vadhare rah to ravivar ni jovay 6.mane to ran ma khilyu gulab to bahu j game 6. aema jyare tame ek varta lakhi 6 te samran ane sanigdha ni. te mane khub j game 6. ae to 2005 ma chaapi hati paper ma. but mane bahu j game 6. ketli vakhat vanchya pachi vanchvani ecchhaa to thay j 6. tame ek ghhana j aetle ghana j saras lekhak 6o.tame avu j lakhta raho. ame hamesha tamne vancha rahisu.

 68. dr arti pandya says:

  good

 69. priyanki says:

  hello dr sarad,

  wonderful,bt right now wr ru?did we found yr imail id? we want khow about yoy,so write about your biography,as a reader its our request,please sir! what a tru stories!i hv no words to say anything.my best wishes with you sir,by

 70. Ambar Shah says:

  Once again best story.

  “પિતાને પુત્રનો ભાર ઊંચકતા ક્યારેય થાક ન લાગે”……………….
  સાચ્ચી જ વાત છે.

 71. vanrajsinh says:

  Outstanding….!!!

 72. Nachiketa Soni says:

  Dear Sir,

  It’s really heart touching story. It remembered me an incident of my life n i can’t stop my tears…i have no words to say anyting more…really speechless…such a wonderful story.

  Thanks,

  Nachiketa Soni.

 73. riddhi says:

  saras 6eeeeeeeeeeee.

 74. Dholakia Angel says:

  Dr.sharad na lekh vanchvano thaak?
  jaray nahi…

 75. vibha says:

  very good story no words to say
  exlent doctor really touch heart.

  I think koine dr.thaker nu address joye che i give them his nursing home address.

  Dr.Sharad Thaker
  Smita Nursing Home,
  8,Jalaram Park society,
  near pranshankar Hall,
  Pushpkunj.Kankariya
  Ahmedabad.

  Email: drsharadthaker@yahoo.com
  Mob:9426344618

  are yarr say thanks to me

 76. Jagruti says:

  very nice and touchy….simply great….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.