સરપ્રાઈઝ – ડૉ. કેશુભાઈ દેસાઈ

એને અજંપો થઈ રહ્યો હતો. કંદર્પની ફલાઈટ દોઢ કલાક લેટ હતી.
– અને ઋચા સમય કરતાં એકાદ કલાક વહેલી આવીને એ લૉન્જમાં બેસી ગઈ હતી. આજુબાજુ બેઠેલા ઉતારુઓ સામે એ મુગ્ધ નજરે જોયા કરતી હતી. કોઈ મુંબઈ જઈ રહ્યું હતું, તો કોઈ દિલ્હી. કોઈ સીધી ફ્લાઈટ દ્વારા લંડન કે ન્યૂયોર્ક જનાર પણ હતાં અને મોટાભાગનાં તો હાથમાં ગુલદસ્તા લઈને એની જેમ –
એના શરીરમાં રોમાંચ દોડી ગયો.

કંદર્પ માટે એય ગુલદસ્તો તો લઈ આવી હતી. જો કે ગુલદસ્તા સિવાયની એક ‘સરપ્રાઈઝ આઈટમ’ પણ એણે તૈયાર રાખી હતી. આખી બાજી સુધારી દઈ શકે એવી એ ચમત્કારિક ચીજ હતી. ખુદ કુણાલે એ ‘આઈડિયા’ ઍપ્રુવ કર્યો હતો. જો કે કંદર્પ એનો કેવો પ્રતિભાવ દાખવશે, એની કલ્પના કરવાની પણ એનામાં હિંમત નહોતી…!

ઋચાને અતડું અતડું લાગી રહ્યું હતું. આમેય એ ભાગ્યે જ કોઈને રિસીવ કરવા ઍરપોર્ટ પર આવી હશે. અમસ્તા લટાર મારવા સાંજના ટાઈમે કુણાલની બાઈક પર બેસીને આ તરફ આવવાનું થયું હોય, એ જુદી બાબત છે. ગુલદસ્તો હાથમાં પકડીને કલાકો લગી કોઈ અનાગતની પ્રતિક્ષા કર્યા કરવાની એને પ્રૅક્ટિસ નહોતી. કુણાલે હઠ પકડી, એટલે એને અનુકૂળ થવું પડ્યું હતું. જો કે એણે જ્યારે કુણાલને સાથે આવવા કહ્યું, ત્યારે કુણાલ કટાણું મોં કરીને બોલી ઊઠ્યો હતો : ‘તું મારી વાત સમજતી કેમ નથી ? કંદર્પ તને જોવા આવે છે, મને નહિ !’ એણે ઋચાનો મૂડ બગડી ન જાય, એટલા સારું કૃત્રિમ સ્મિત આણીને કહ્યું હતું : ‘હું છોકરી હોત, તો જરૂર એને જોવા આવત !’
‘તને છોકરી સિવાય બીજામાં રસ પણ ક્યાં છે !’ ઋચાએ કુણાલની દુખતી રગ દાબી હતી. કુણાલ છંછેડાઈ પડ્યો હતો : ‘હા ભાઈ, અમે તો સાવ લુચ્ચા, લફંગા, લફરાંબાજ છીએ ! ના ગમતા હોઈએ તો છોડી દો ને ! તમારા નસીબમાં કંદર્પ જેવો અમેરિકન મુરતિયો –’

એ આગળ કંઈ બોલી નાખે, એ પહેલાં ઋચાએ કુણાલના મોં પર એનો હાથ ધરી દીધો હતો. ઉદાસ થઈ ગયેલ કુણાલે એને ધીમે રહીને ફક્ત ‘સોરી ઋચા, એક્સક્યૂઝ મી…’ કહી ચાલવા માંડ્યું હતું.
ઋચાએ એના લાગણીશીલ સ્વભાવની ખબર હતી. એણે અવાજમાં સહેજ ઉગ્રતા આણીને કહ્યું હતું : ‘બહુ બકવાસ સારો નહિ !’

– ને કુણાલ ઠરી ગયો હતો. ઋચા વગર એને ઘડીયે ચાલે એમ થોડું હતું ? એ પણ જાણતો હતો કે ઋચા એના વગર કોઈની સામે આંખ ઉઠાવીને જોવા સુદ્ધાં તૈયાર નહોતી. બેઉ એક જ કૉલેજનાં સહાધ્યાયી હતાં અને ઈશ્વરની ઈચ્છા હશે તો એકાદ વરસમાં બન્ને…..
– એમ તો ‘પરણી જવા’માં એમણે બાકી પણ કશું રાખ્યું હતું ! બેઉ મનોમન સાક્ષી હતાં !

– એટલે તો જ્યારે અચાનક તે દિવસે ઋચાની હૉસ્ટેલ પર એનો ભાઈ એક ફોટોગ્રાફરને સાથે લઈને આવી પહોંચેલો, ત્યારે એને ધ્રાસકો પડ્યો હતો. પેલા ફોટોગ્રાફરે જુદા જુદા ઍંગલથી ઋચાની ડઝનેક તસવીરો ઝડપી હતી. ઈન્સટન્ટ ફોટોગ્રાફીની ટેકનિકથી એકાદ-બે મિનિટમાં તો ઋચા એની ફોટોજેનિક ગરિમા સાથે સેલ્યુલોઈડ પર જીવતી થઈ ગઈ હતી…. જો કે સાંજે કુણાલે વ્યગ્ર સ્વરે પૂછેલું : ‘તને ખબર છે, એ કેમ આવેલો ?’ – ત્યાં લગી એના મુગ્ધ દિમાગમાં ટ્યુબલાઈટ થઈ જ નહોતી !
‘ગાંડી, આ ફોટા કોઈ મુરતિયાએ મંગાવ્યા હશે ! તારો ફોટો પસંદ પડશે, તો એ તને જોવા આવશે…. નહિતર વાત પૂરી. ફરી પાછાં તારાં સ્વજનો બીજું કોઈ પાત્ર શોધવાની કસરત શરૂ કરશે, ફરી તારો ભાઈ ફોટોગ્રાફરને લઈને હૉસ્ટેલ પર આવશે…. જ્યાં સુધી તારું ‘ઠેકાણું’ નહિ પડે, ત્યાં સુધી એમને જંપ વળવાનો નથી ! હવે એ લોકો તને વહેલામાં વહેલી તકે –’
અને ઋચાએ કુણાલનું મોં સીવી દીધું હતું : ‘ચાલ, ચાલ હવે ! કુંવારું હોય એને ચિંતા. હું તો પરણી ચૂકી છું – મારા કુણાલદેવને !’
કુણાલ માંદલું માંદલું હસ્યો હતો.
‘તમામ પ્રેમિકાઓ શરૂઆત તો આવા ડાયલૉગથી જ કરતી હોય છે. પરંતુ મોટાભાગની સમાજના પ્રેશર સામે ઝૂકી જાય છે. મારા જેવા તો કંઈ કેટલાય કુણાલો તારી તસવીરના દીદાર કરવા લાઈનમાં ઊભા હશે, ત્યારે તને આ ગરીબ ક્લાસમેટનું નામ સુદ્ધાં યાદ રહેશે કે કેમ, એય સવાલ છે… !’ કુણાલને એવું એવું તો ઘણું બધું કહી નાખવાનું મન થઈ ગયું હતું. પરંતુ ઋચાને માઠું ન લાગે, એટલા ખાતર એ મૌન રહ્યો હતો.

પછી ખરેખર એક દિવસ જ્યારે ગામડેથી ભાઈનો પત્ર આવ્યો, ત્યારે ઋચા ડઘાઈ ગયેલી. એણે લખ્યું હતું : ‘એનું નામ કંદર્પ છે. આ સાથે એનો ફોટો મોકલું છું. સુખી અને સંસ્કારી ઘરનો છોકરો છે. તારા ફોટા એને પસંદ પડ્યા છે. જન્માક્ષર પણ….’
એણે ભાઈનો કાગળ મસળી નાખ્યો હતો. જો કે છોકરો ખરેખર દેખાવડો હતો. કોઈ પણ છોકરીને પસંદ પડી જાય એવો. એના ચહેરા પર કેવું નિર્દોષ સ્મિત રમતું હતું ! બિચારો બિલકુલ ભોળા શંકર જેવો હતો… એને ક્યાં ખબર હતી કે એણે જે છોકરીને ફક્ત ફોટામાં જોઈને ગમાડી દીધી, એના હૈયે તો…..
‘કુણાલ ! મારા કુણાલ !!’ કહી એ ઓશીકું છાતી સરસું દાબીને રડી પડી હતી. ‘તારી છું ને તારી જ રહીશ.’

સાંજે કુણાલ એને મળવા આવ્યો, ત્યાં લગી એ તદ્દન ગુમસૂમ રહી હતી. કોઈ સહેલી સાથે વાત કરવાનું પણ એને ગમતું નહોતું. કૃણાલ એની અવદશા જોઈને પરિસ્થિતિ પામી ગયો હતો. એણે હળવેકથી પૂછ્યું હતું : ‘ગામડેથી કાગળ-બાગળ આવ્યો છે કે શું?’
– ને જવાબમાં ઋચા એના ખભા પર માથું ઢાળીને રોઈ પડી હતી. કુણાલે એને કેટલોય વખત વીત્યો ત્યાં સુધી પંપાળ્યા કરી હતી. પેલી ચોળાઈ ગયેલી ચિઠ્ઠી કુણાલે વાંચી લીધી હતી. કંદર્પ ઋચાને જોવા આવવાનો હતો. ઋચાને એ દિવસો દરમિયાન ગામડે હાજર રહેવા જણાવાયું હતું.
‘- જો ઋચા !’ કુણાલે રોઈ રોઈને રતુંબડી બની ગયેલી એની પ્રેયસીને કહ્યું હતું : ‘દરેક દર્દની દવા હોય છે.’ થોડું અટકીને એણે ખાતરી મેળવવા પૂછ્યું હતું : ‘હોય છે કે નહિ ?’ ઋચાએ નિરાશાભર્યા સૂરમાં કહ્યું હતું : ‘કૅન્સરની નથી હોતી.’

કુણાલને એની નાદાનિયત પર હસવું આવી ગયું હતું : ‘પ્રેમ તો હાર્ટનો રોગ છે. એ કૅન્સર થોડું છે ?’ અને પછી એણે જે ‘આઈડિયા’ સુઝાડ્યો હતો એ ઋચાના મગજમાં એકદમ ‘ફીટ’ બેસી ગયો હતો. એણે એના અક્ષરશ: અમલ કરવાની તૈયારી દર્શાવી હતી.

આખી યોજના એકદમ ગુપ્ત રાખવામાં આવી હતી. કંદર્પને ‘પર્સનલ લેટર’ લખીને ઋચાએ જણાવ્યું હતું કે ‘તમારી ફલાઈટ અમદાવાદના ઍરપોર્ટ પર ઊતરશે, ત્યારે હું તમારી આતુર નયને પ્રતીક્ષા કરતી ગેટ નં 1 ના ખૂણામાં હાથમાં ગુલદસ્તો પકડીને ઊભી હોઈશ. તમે મારો ફોટો જોયો છે, એટલે મને ખાતરી છે કે જોતાવેંત મને ઓળખી જશો. ને કંદર્પ, મારે તમને એક સરસ મજાનું ‘સરપ્રાઈઝ’ આપવાનું છે. એટલે મહેરબાની કરીને કુટુંબ કે ઘરનાં કોઈ માણસોને ‘રિસીવ’ કરવા ન બોલાવશો !’

***********
…..ફ્લાઈટ આવી, એટલે લૉન્જમાં હલચલ મચી ગઈ. ઋચા હિંમત કરીને ઊભી થઈ. પૅસેન્જરોને લઈને આવતી ટ્રૉલી ગેટ નં 1 સામે આવીને થોભી. એમાંથી જે પહેલો જ ઉતારુ બહાર ડોકાયો તે કંદર્પ હતો ! ઋચા એને જોઈને ઘડીક તો આભી જ રહી ગઈ. કેવો સૌમ્ય, નિર્દોષ ચહેરો…! એ કેટકેટલી ઉમેદ લઈને છેક અમેરિકાથી અમદાવાદની ખેપ ખેડી રહ્યો હતો – ’
– કોઈ એક છોકરીનો ફોટો એને ગમી ગયો હતો; અને હવે રૂબરૂ મળી લઈને કાયમ માટે…..
….હાય રે, નસીબ ! ઋચાથી નિસાસો મુકાઈ ગયો.

કંદર્પ ગેટ પાસે પહોંચ્યો ત્યાં લગી ઋચા સ્વસ્થ નહોતી થઈ શકી. એ છેક એની પાસે આવીને ‘હાય, ઋચા !’ બોલ્યો, ત્યારે જાણે તંદ્રામાંથી જાગી ઊઠી હોય એમ ઋચા હકબક રહી ગઈ.
‘હૅલો !’ કહીને એણે ગુલદસ્તો કંદર્પના હાથમાં થમાવી દીધો. પછી શું બોલવું, એ ન સૂઝતાં ઘડીક એની પાછળ પાછળ એ ખેંચાતી ચાલી. કંદર્પ એને રૅસ્ટોરાંની નજીક ખેંચીને એક હળવું ચુંબન આપ્યું અને પૂછ્યું:
‘ડાર્લિંગ, પેલી સરપ્રાઈઝ ભેટ આપવાનું લખેલું એ લાવી છે કે ?’

શરમાઈને કોકડું વળી ગયેલી ઋચાએ એની પર્સમાંથી એક રાખડી કાઢી; ને ઉતાવળે ઉતાવળે કંદર્પના કાંડા પર બાંધી દીધી. – ને પછી એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી…

કંદર્પ તો ડઘાઈ જ ગયો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અજબગજબની એક નાર અલબેલી – પ્રવીણ પટેલ ‘શશી’
‘સૂર’ ની મહેફીલ – સુરેશ એમ. પરમાર ‘સૂર’ Next »   

25 પ્રતિભાવો : સરપ્રાઈઝ – ડૉ. કેશુભાઈ દેસાઈ

 1. અમિત પિસાવાડિયા says:

  આ તો બહુ મોટી સરપ્રાઇઝ આપી ભાઇ !!! 🙂

 2. Gira says:

  hey… i love the surprise… good one and yeah… really surprising.. but for me the end was expecting.. haha….. gota ya… 🙂 😉

 3. daily reader of the site says:

  I think, This story is sub-standard.

  Mrugeshbhai, plz, quality maintain karo, we look fwd to read good articles daily on this site.

 4. સુરેશ જાની says:

  વાર્તા કલાની દ્રષ્ટિએ બહુ જ સુંદર વાર્તા. જમાનાને અનુરૂપ કથા. પ્રણય ત્રિકોણનો બહુ જ સુંદર ઉકેલ.
  આવી પ્રશ્ન ઉકેલની ટેક્નીકની પહેલાંના વખતમાં શક્યતા કે સર્જનાત્મકતા (!) ન હતી એટલે આવા કથા વસ્તુ લખાતા ન હતા !

 5. nayna says:

  this is the best story i never read

 6. Keyur says:

  Vaat ma bahu dam nohato. Mrugeshbhai, I think that there are several good short stories in Gujarati Sahitya. When we are able to see only 2 “kruites” a day, expectation may be high. So – keep it up!!!!

 7. manvant says:

  ઉપર લખેલ ડેલી રીડરે શ્રી.મૃગેશભાઈ જેવો લેખન પ્રયાસ કર્યો છે કે કેમ,
  તે મારે જાણવું છે.વળી કોઇ અનામીએ સૂચનો લખવાની જરૂર પણ નથી.
  હું ભાઈ મૃગેશભાઈને વિનંતી કરું છું,કે આવાં સૂચનોને અવગણે અને જે
  વાંચકોને પ્રેમથી પીરસે છે, તે ચાલુ રાખે.શ્રી.સુરેશભાઈના કહેવા સાથે હું
  સંપૂર્ણ સહમત છું.વાર્તા સમયાનુકૂળ છે.અંત વાંચી આશ્ચર્ય સાથે ખુશી થઈ.

 8. Frequent reader says:

  If there is no interest in pursuing matrimonial relationship, then what is the need for giving a wrong hope and an insulting surprise? No need to waste some-one’s time, money and feelings.

  I would have loved to read something nice on a special day of Raksha Bandhan.

 9. whoa says:

  Girl’s actions in the story are misleading and I hope that its not reality… I hope folks in our society learn to be upfront and respect other poeple’s time and effort. If he wanted sister he could have found one, no need to call him all the way from farplace and then tell him…

 10. daily reader of the site says:

  I appreciate the time and effor put by the author, but the thing is when there are just 2 stories per day and we all wait eagerly for them, then those stories have to be the best ones.
  We definitely expect stories with much better scripts.

  I agree i am not writing as good as the author of this story, but in that case my stories are not getting published also :).

  Peace Out.

 11. Bansi Patel says:

  Very disappointing story. Actually I would have accepted it if I would have read it somewhere else, other than on readgujarati.com, but after reading excellent and always up to the mark collection on this site, this story was definately disappointing.

  Still I will always thank you for taking so much efforts and making it best day by day. Thanks and all the best.

 12. Editor says:

  પ્રિય વાચકમિત્રો,

  આપની લાગણીઓ અને ભાવ હું સમજી શકું છું. રોજની જ્યારે બે જ વાર્તાઓ મૂકવાની હોય ત્યારે આપને શ્રેષ્ઠ વાંચન મળે તેનો હું ચોક્કસ ખ્યાલ રાખું છું.

  વાર્તા એ તો એક માત્ર વાર્તા છે. સાહિત્યના ઘણા પ્રકારો છે. સમાજના જુદા જુદા સંબંધો ને અને જુદી જુદી ઘટનાઓને અહીં માત્ર એક વાર્તા સ્વરૂપે મૂકવાનો પ્રયાસ છે. સમાજના નાના થી લઈને મોટા સુધી તમામ વર્ગને વિવિધ પ્રકારનું વાંચન મળે એવો એક પ્રયાસ છે. અહીં કોઈ ખોટા મૂલ્યોને પ્રસ્થાપિત કરવાનો કોઈ ઈરાદો નથી. પણ તેમ છતાં આપને ક્વોલિટિ પ્રમાણે આ વાર્તા બરાબર ન લાગી હોય તો હું ક્ષમા ચાહું છું અને આપને ઉત્તમ વાંચન મળતું રહે તે માટે સતત ધ્યાન રાખતો રહીશ.

  આપ સૌના સ્પષ્ટ પ્રતિભાવ મને વધારે આનંદ આપે છે અને આપના આ પ્રતિભાવ પ્રમાણે ચોક્કસ કાર્ય થતું રહેશે.

  તંત્રી :
  મૃગેશ શાહ

 13. Mrugeshbhai,
  You have always done excellent job.. Keep it up. We all should be, and are really heartly thankful to you for your efforts.

  I didnt get one thing here, why that ‘Mr. Daily Reader’ is hiding his identity?

  And about his point that, ‘as there are only two articles daily, it should be of excellent quality’, I would like to ask him to type atleast one story a day, for a week… and then say like, there are only two stories…

  Asking for something is easy… Try to put yourself in place of others and then you would realise that ‘કેટલા વીસે સો થયા..’.

 14. janki says:

  wow.. this story really got somethign going on here.
  in my opinion this story is the best. we dont always get what we are expecting and dear “daily rader” thats is WHY it is called SURPRISE. actually todays’s saying goes with you, કોઈની ટીકા કરીએ ત્યારે આપણી ઓછી અક્કલ કે અજ્ઞાનતાનું માપ ન નીકળી આવે તેની ખાસ તકેદારી રાખવી જોઈએ.

  another thing is that if we dont inspire the author and cant give them good comment its alright but we shouldnt dissapoint We all them freedom of speech and thoughts. and after all NOBODY is forcing ANYBODY to read the article. so if you read it and dont like it, that is none’s but YOUR fault that you read it

 15. daily reader of the site says:

  This is what i found in the “vachako na prashno” section of the site.

  વાચક : લેખની નીચે ‘કૉમેન્ટ’ વિભાગ આપવામાં આવેલો છે. એ વિભાગનું શું પ્રયોજન છે ? શું એ લેખની પ્રશંસા માટે છે ?

  તંત્રી : જી ના. કૉમેન્ટ વિભાગ એ લેખની પ્રશંસા માટે નથી પણ લેખકની પ્રશંસા માટે છે. જેટલા પ્રમાણમાં અમને કૉમેન્ટ મળે એટલું લેખકને વધારે પ્રોત્સાહન મળે અને અમને ખ્યાલ આવે કે વાચકોને કયા પ્રકારનું વાંચન ગમે છે. લેખક સાથે સંપર્ક થઈ શકે તો અમે એ પ્રતિભાવોને લેખક સુધી પહોંચાડવાનો જરૂર પ્રયત્ન કરીએ છીએ. ઈન્ટરનેટ જ એક એવું માધ્યમ છે કે જેમાં આપ લેખકના લેખનો પ્રતિભાવ સરળતાથી આપી શકો છો. બાકી, રોજ છાપાંમાં આવતા લેખો વાંચીને આપણે કાંઈ લેખકને ફોન કરતાં નથી ! વળી, બદલાતા સમય સાથે લેખકો પણ તેમના ઈ-મેઈલ એકાઉન્ટ ખોલે એ પણ એટલું જ જરૂરી છે. આ માટે હું લેખકોને પણ સતત વિનંતી કરતો જ રહું છું.

  So, plz, understand what i gave was feedback and that to Mrugeshbhai, i was not criticising the author of the story.

  PRATIBHAAV AANE TIKKA MAA ANTAAR CHE, TE SAMJHVA VINANTI.

 16. And this is what Mrugeshbhai said says:

  આપ સૌના સ્પષ્ટ પ્રતિભાવ મને વધારે આનંદ આપે છે અને આપના આ પ્રતિભાવ પ્રમાણે ચોક્કસ કાર્ય થતું રહેશે.

  તંત્રી :
  મૃગેશ શાહ

 17. Suhas says:

  Very good and entertaining story…Thanks…!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.