‘સૂર’ ની મહેફીલ – સુરેશ એમ. પરમાર ‘સૂર’

[ રીડગુજરાતીને આ સુંદર કૃતિઓ મોકલવા બદલ શ્રી સુરેશભાઈનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. શ્રી સુરેશભાઈ ની કૃતિઓ અનેક સામાયિકો અને અખબારોમાં પ્રગટ થયેલી છે. તેઓ ટૂંકી વાર્તા અને પ્રવાસ વર્ણન ક્ષેત્રે પણ સુંદર લેખન કાર્ય કરે છે. તેઓ શ્રી, વડોદરામાં આવેલી સર્જકોની સંસ્થા ‘શબ્દાંકન’ ના પણ સભ્ય છે. આપ તેમને આ સરનામે પ્રતિભાવો મોકલી શકો છો : soor789@yahoo.co.in ]

એક પરીક્ષા

હાથમાં કિતાબ રાખી, ચહેરો મારો વાંચતાં;
એમને જોયાં હતાં મેં, એક પરીક્ષા આપતાં.

પાસ કે નાપાસની, એ વાત નહોતી એટલે;
પાસપાસે બેસી રહ્યાં, દૂરનું કંઈ માપતાં.

દુનિયાને હરાવવાની, હોડમાં તમે હતાં;
લો અમે થાકી ગયા, પાછળ પાછળ આવતાં.

મુક્ત જો થવાય ‘સૂર’, ખુદના બંધન થકી;
જોર જરા પડશે નહીં, બીજું બંધન કાપતાં.

ઈનાયત મળી છે…

ખુદાની તરફથી ઈનાયત મળી છે;
તને ચાહવાની ઈજાજત મળી છે.

બધા શબ્દ પર છે હૃદયની હકૂમત;
અઢી અક્ષરોની ઈજારત મળી છે.

કશું પામવા તું નમાવે છે મસ્તક;
તને એટલે બસ ઈબાદત મળી છે.

સમાઈ શકે આખું આકાશ જેમાં;
મને ઘટમાં એવી ઈમારત મળી છે.

નવા ‘સૂર’ બોલી ઉઠ્યો એકતારો;
સનમ જ્યારે તારી ઈશારત મળી છે.

માણસને ઓળખે

ઈશ્વર કદી માણસ બની, માણસને ઓળખે;
ત્યારે જ એના કહેવાતા, વારસને ઓળખે.

બધ્ધાં અહીં કાપ્યા કરે છે, એકમેકને;
ને થાય શું લોઢું ફકત, કાનસને ઓળખે !

એકબુંદ પણ માગે નહીં, દરિયા કને કદી;
એ છીપલું, સ્વાતી તણા પાવસને ઓળખે.

હા, કોઈ પરવાના હવે, સાબિત થતા નથી;
સૌ જ્યોતને બદલે હવે, ફાનસને ઓળખે.

નિ:શબ્દમાં ક્યારેક ‘સૂર’ પાંખો પસારે તો;
બે શબ્દ વચ્ચે ઊડતા, સારસને ઓળખે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સરપ્રાઈઝ – ડૉ. કેશુભાઈ દેસાઈ
જીવનભર્યા રંગે દીકરીઓની સંગે – પલ્લવી મોદી Next »   

13 પ્રતિભાવો : ‘સૂર’ ની મહેફીલ – સુરેશ એમ. પરમાર ‘સૂર’

 1. Mital says:

  હાથમાં કિતાબ રાખી, ચહેરો મારો વાંચતાં;
  એમને જોયાં હતાં મેં, એક પરીક્ષા આપતાં.

  દુનિયાને હરાવવાની, હોડમાં તમે હતાં;
  લો અમે થાકી ગયા, પાછળ પાછળ આવતાં

  Khoob j sunder ane bhavnat mak kadio chhe Sureshbhai.

 2. manvant says:

  કેટલીક ગાડીઓ સમાંતર દોડતી હોય છે ;પાટાની જેમ:
  “લો અમે થાકી ગયા…પાછળ પાછળ આવતાં”મારા જ
  કોલેજજીવનની યાદગાર પંક્તિઓ છે.શ્રી.’સુર’માં હું
  મારો ‘સૂર’પુરાવું છું.કવિશ્રી અને તંત્રીશ્રીનો આભાર !

 3. Keyur says:

  Sureshbhai, kubhaj saras!!! Ghanu uundaan che tamaraa “Sur-aalaya” maan. Vaanchi ne man tar-batar thai gayu. Ghanaye ne vvanchya che pan man ni gehraiyon ne aam kagal ni sapati par mukta bahuj oocha vvanchya che.

 4. Jayshree says:

  ખૂબ સરસ. ખરેખર મઝા આવી….

  દુનિયાને હરાવવાની, હોડમાં તમે હતાં;
  લો અમે થાકી ગયા, પાછળ પાછળ આવતાં.

  મુક્ત જો થવાય ‘સૂર’, ખુદના બંધન થકી;
  જોર જરા પડશે નહીં, બીજું બંધન કાપતાં.

 5. Saupriya Solanki says:

  Sureshbhai,
  Ghani bhavanatmak kavyoma rastarbol kari didha. Kharekhar ghano j sunder che aapno aa sangraha. Aasha rakhu ke Gujarati Sahitya ma aapni seva o nirantar vahya kare.

 6. avneesh says:

  aapni ghazalo to nanpan thi saambhlu chhu, ane gamti aavi chhe.
  khaas kari ne “haath maa kitaab…”, tene sunder rite bhojak unlce e pan temana sur ma kandari che…
  accha, jeno response tamne 17th august na divase,saupriya solanki na naame malyo chhe, te maro friend chhe ane ahiya rockhampton maa j chhe.
  eno e-mail id saupriya_123@hotmail.com che ,,

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.