કાવ્યસંચય – સંકલિત

[ રીડગુજરાતીને આ સુંદર રચનાઓ મોકલવા માટે શ્રી જાનકીબેન ધડૂક (અમેરિકા), શ્રી પ્રદીપભાઈ બ્રહ્મભટ્ટ (હ્યુસ્ટન, અમેરિકા) તેમજ શ્રીમતી કીર્તિદાબેન પરીખ (દુબઈ) નો ખૂબ ખૂબ આભાર. વિશેષમાં, પરદેશમાં રહી કૉલેજ અભ્યાસ કરતાં કરતાં પણ જાનકી ગુજરાતી સાહિત્ય માટે કંઈક લખવાનો પ્રત્યન કરે છે જે માટે રીડગુજરાતી તરફથી ખૂબ ખૂબ અભિનંદન. ]

આ તે કંઈ જિંદગી છે ? – જાનકી ધડૂક

આ તે કંઈ જિંદગી છે ?
દોડમદોડ ને ભાગમભાગ
ઘડિયાળ ના કાંટા ને પગની ચાલ
આ તે કંઈ જિંદગી છે ?

ન આવે આડ ટાઢ કે તાપ
ન દિવસ કે ન રાત
આડ આવે રૂપિયા ની માયાજાળ
સવાર બપોર અને સાંજ
આ તે કંઈ જિંદગી છે ?

નથી પડી ખાવાની કે પીવાની
ન સુવાની કે ન ઊઠવાની
આ જિંદગી ની ઘટમાળમાં
રહે કામકાજ ની હારમાળ
આ તે કંઈ જિંદગી છે ?

નથી સગુ કોઈ નથી વહાલું
ન કુટુંબ કે ન પરિવાર
આજ-કાલના સંસારમાં
બસ ડોલર જ છે જીવન વ્યવહાર
આ તે કંઈ જિંદગી છે ?

સન્માન – પ્રદીપ બ્રહ્મભટ્ટ

માગે એ ન મળતું કદીયે, ભલેને જીવન આખું પુરું થાય
મળતું એને શોભે જેને, વર્તનથી ઉજવળ જીવન બનતું જાય

માનવી માગે ભેખ ભલેને, મળતી ન એને જીવન એળે જાય
કર્મ ભલે પરદુ:ખે કરતો, નીશદીન પરસેવે છોને ન્હાય.
એક તણખલું સ્નેહથી આપે જીવન આખું એ તરી જાય
એના મનડાં હરખી હરખી જાય, એને હૈયે હરખ હરખના માય….માગે એ ન….

સજ્જનતાના સોપાન ચઢે જે, મળતા માનને રોકી જગમાં
સ્નેહતણા આઈને આવી, તનડાં સ્વચ્છ થતાં એ નીરખે
ગુર્જર સુણી પોકાર કરે એ જાણે દેહમાં જીવ વસે.
પરમાત્માનો પોકાર સુણે જે સન્માન સાચું જગમાં પામે તે….માગે એ ન….

માનવ મનને સંતાપ થતો મેળવી સંતોષ કરેલા કર્મ નો
પ્રદીપ મનમાં મુંઝાય આજે, પર ઉપકારને હું વળગી રહું
સંસાર વિંટમણામાં હું વિટાતોં બની તણખલું હું પડું.
બનુ સહારો જ્યારે કોઈનો સન્માન સાર્થક પામુ હું ….માગે એ ન….

સારુ નરસું ભલે જગતમાં માનવી વચ્ચે ફર્યા કરે
કર્મ તણા આ અતુટ બંધને સૃષ્ટિ આખી સર્જાયા કરે
કેવી આ કુદરતની લીલા માનવ જન્મો ધર્યા કરે
સૃષ્ટિનો સંહાર થતાં અવતાર પરમાત્મા ધારણ કરે. ….માગે એ ન….

ભલે આ માયા જગમાં ફર્યા કરે. કુદરત લીલા કર્યા કરે
માનવ મનડાં શરણું શોધે જીવન પુષ્પ તણું છે દીસે
ચોમેર સુવાસ પ્રસરી રહે, મહેંકી રહે જીવન સારું
ધન્ય જીવન બની રહે, સાર્થક માનવદેહે છે સન્માન મળે….માગે એ ન….

નિર્મળ જળમાં તરંગ દીસે જીવન ઊજવળ તેવું છે દીસે
કર્મતણા વ્યવહારમાં સંગે પરમાત્માનો સહવાસ મળે
માનવ એવા સંગને શોધે માન મોભો જેને છે શોભે
આત્માના ઉદગારને પામી, ઉજવળ જીવન કરવાને તરસે….માગે એ ન….

મારું મન વ્યાકુળ થયું – કીર્તિદા પરીખ

ઘટનાનું ઘેધૂર વૃક્ષ ફેલાય ત્યારે
સંબંધોનું જાળુ બંધાય
ચિરપરિચિત કહાનીઓની અંદર
માનવમન ડોકાય ત્યારે
લાગે છે મારું મન વ્યાકુળ થયું
આ વ્યવસ્થિત વ્યવસ્થાથી

તાણી તુસીને ગાંઠો બાંધુ ત્યારે
અવનવા સંબંધોનો માળો બંધાય
સામાજિક ગોઠવણીની વચ્ચે
અંતરમન મારું ખેંચાય ત્યારે
લાગે છે મારું મન વ્યાકુળ થયું
આ વ્યવસ્થિત વ્યવસ્થાથી

ઊભરાતાં સ્નેહપ્રેમ ચોંકાવનારા
સંધ્યાની સાંજ જેમ ભરતીને ઓટ
સંબંધોના તાલમેલ બેસૂરા લાગે
વ્યથાનાં ભારમાં આંસુ બે લાવે
લાગે છે મારું મન વ્યાકુળ થયું
આ વ્યવસ્થિત વ્યવસ્થાથી

શ્રદ્ધાનાં સથવારે સંબંધ વિખરાય ત્યારે
લાગે છે જીવનને વાંકું પડ્યું
જીવનની મસ્તીને સુસ્તીનાં વહેણમાં
મૃત્યું એકાદ મને મોંઘુ પડ્યું ત્યારે
લાગે કે મારું મન વ્યાકુળ થયું
આ વ્યવસ્થિત વ્યવસ્થાથી

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખજાનો ઉમંગનો – સુધીર પટેલ
બાઝાર સે ગુઝરા હૂં – ભગવતીકુમાર શર્મા Next »   

16 પ્રતિભાવો : કાવ્યસંચય – સંકલિત

 1. amit pisavadiya says:

  આ તે કંઈ જિંદગી છે ? , ડોલરીયા દેશની વરવી વાસ્તવિકતા , આ વિષય પર એક કવિતા મારા બ્લોગ પર ‘ડૉલર સાટે દિકરા’ પોસ્ટ કરી છે ,કાવ્ય અને કાવ્યની પ્રતિકૃતિ , આ લીંક પર જોઇ શકશો .
  http://amitpisavadiya.wordpress.com/2006/08/07/btrivedi-vmaheta/

  સન્માન , અને મારુ મન વ્યાકુળ થયુ પણ સુંદર છે.

  શ્રી જાનકી ધડૂક ,શ્રી પ્રદીપ બ્રહ્મભટ્ટ ,શ્રીમતી કીર્તિદા પરીખ ને હાર્દિક અભિનંદન.

  અમિત…
  http://amitpisavadiya.wordpress.com

 2. સુરેશ જાની says:

  આ તે કંઈ જિંદગી છે ?
  દોડમદોડ ને ભાગમભાગ
  જાનકીબેનને કહેવાનું કે આ દોડમદોડ ને ભાગમભાગ ની વચ્ચે પણ કવિતા કરતા રહો છો તે ખરી જિંદગી છે. ગમે તેટલી દોડભાગ વચ્ચે પણ આ ભાવ રાખી શકાય તે ઘણું છે.
  આખો વખત મીઠાઇ ખાવી સારી ના લાગે.

 3. Ashish Dave says:

  Jankiben, why so much of a negativity here!!!! Life is beautiful and numerous examples tell us that even poorest man does not want to get rid of it nor the sickest wants to quit. And still everybody wants to complain.

  Planning and the time management is a key. I have struggled my ways thru in US and still manage to spend about 15-20 hrs for my readings, 6 to 10 hrs for movies and TV, 6 to 8 hrs for my aerobics and yoga, 4 to 6 hrs for playing cricket every Saturday morning on top of my management job in silicon valley that demands 50+ hrs and I am always there when my 5 year old daughter needs me…every week.

  Try to put some positive spin in the poem so that youth and strugglers can be driven in US or as a matter of fact all in all everywhere… though a very nice poem… keep cranking…

  Ashish

 4. Gira says:

  Hey Janu,

  Yr Poem is just gr8. But as Mr. Ashish Dave has said that you should have some positive points in yr life to live, i think it’s true. we all know that our life is not gona be as easy as we want but next time try to make it fun and more encouraging.
  And hey, i still think that it’s just great. ok? so, don’t get panic. (LOLOLOL)

  see ya… 😉

 5. janki says:

  hello everybosy

  thanks a lot for your opinions and sugestions.

  Ahishbhai and gira, my point in the poem is not really to discribe the negetive point of view but just to point out that many times in our run for the dollar we tend to forget other things.and ashishbhai your time managment skill must be very well that you are able to plan your life accordingly. nd gira i wouldnt panic cuz u gave me an opinion.

  anyways guys thanks for Suggestions sorry if it was too much negative next time i will keep your points in mind and try to do my best.

  Janki

 6. manvant says:

  બધાંકાવ્યો સરસ ને રસાળ છે.કોઇ કવિના અંતરને
  ઠેસ પહોંચાડ્યા વિના માત્ર રસાસ્વાદ કરવાનું જ દરેક
  વાચકનું દૃષ્ટિબિંદુ હોવું જરૂરી છે.ભાઈ પ્રદીપભાઈનું
  ‘સન્માન’ અસરકારક છે . સૌનો આભાર !

 7. life is full of joy,satisfaction and creativity….don’t get frustrated Janakiben..You write so nice…search happiness children,beauty in nature and creativity in thinking and writing, relatives in neighbours….You will say “Wow …What a nice life this is!!!”

  And congratulations to all poets….

 8. Jessica alba nude….

  Jessica alba nude. Jessica alba nude pics. Nude pictures of jessica alba. Jessica alba full nude….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.