શ્રી કૃષ્ણ : ભજનો-કાવ્યો – સંકલિત

શમણામા મળિયા શ્યામ – જલશ્રી બી. અંતાણી

[ રીડગુજરાતીને આ કાવ્ય મોકલવા બદલ જલશ્રીબેનનો (ન્યુજર્સી, અમેરિકા) ખૂબ ખૂબ આભાર. ]

સખી મને શમણામાં મળિયા શ્યામ (2)
નાનકડી આંખે સમાયુ આખુ ગોકુલ ગામ,
સખી મને શમણામા મળિયા શ્યામ !

નિત્ય નિરંતરમુજ અંતરમા
તુજ વાજિંતર કરે ગુંજન
યુગ યુગની મારી તરસ છિપાણી
જ્યા વરસ્યા સ્નેહના શ્રાવણ
હુ એ બાવરી સુધબુધ વિસરી
ભુલી કામ તમામ,
સખી મને શમણામાં મળિયા શ્યામ !

પાપણથી એને પિચ્છ્ધરી શીરે
અધર ધરી મનની મોરલિયા
જીવનની જમુનાને કાંઠે રસ રમે સાવરીયા
સરી ગયુ શમણુ મ્હારું
પણ ઘટ ઘટમા વસી ગયા શ્યામ,
સખી મને શમણામાં મળિયા શ્યામ !

તારી મોરલીએ….. – નરસિંહ મહેતા

તારી મોરલીએ મન મોહ્યાં રે, ઘેલી થઈ ગિરધરિયા રે !

દોણી વિના હું દોહવા બેઠી ને સાડી ભીંજી નવ જાણી રે;
વાછરડાંને વરાંસે બેઠા મેં તો બાળક બાંધ્યા તાણી રે.

સાસુ કહે : વહુને વંતર વળગ્યું, અખેતરિયા ઉતરાવો રે;
દિયર કહે : ભાભીને બાંધો, એને સાટકડે સમજાવો રે.

નણદી કહે : નિત્ય નિત્ય દેખું, ‘કહાન કહાન’ મુખ બોલે રે,
પડોશણ કહે : એની પેર હું જાણું મોરલીએ મન ડોલે રે.

તાવ્યાં ઘી સાકરમાં ભેળ્યાં, પ્રેમે ભેળ્યાં પાણી રે;
નાવલિયાને મેં નેતરે બાંધ્યો ઘરનો ધારણ જાણી રે.

ધન્ય રે વૃંદાવન, ધન્ય એ લીલા, ગોરસ ને ગોપી રે;
ધન્ય નરસૈંયા ! તારી જીભલડીને, વૃંદાવન રહ્યાં ઓપી રે.

જાગો રે અલબેલા કા’ના – મીરાં

જાગો રે અલબેલા કા’ના, મોટા મુકુટધારી રે;
સહુ દુનિયા તો સૂતી જાગી, પ્રભુ, તમારી નિદ્રા ભારી રે. જાગો રે…

ગોકુળ ગામની ગાયો છૂટી, વણજ કરે વેપારી રે;
દાતણ કરો તમો આદિ દેવા, મુખ ધુઓ મોરારિ રે. જાગો રે….

ભાતભાતનાં ભોજન નીપાયાં, ભરી સોવરણથાળી રે;
લવંગ, સોપારી ને એલચી, પ્રભુ પાનની બીડી વાળી રે. જાગો રે….

પ્રીત કરી ખાઓ પુરુષોત્તમ, ખવડાવે વ્રજની નારી રે;
કંસની તમે વંશ કાઢી, માસી પૂતના મારી રે. જાગો રે…

પાતાળે જઈ કાળીનાગ નાથ્યો, અવળી કરી અસવારી રે;
મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હું છું દાસી તમારી રે. જાગો રે….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રીટાનો અકર્મયોગ – પલ્લવી મિસ્ત્રી
પ્રતીક્ષા – ‘મરીઝ’ Next »   

12 પ્રતિભાવો : શ્રી કૃષ્ણ : ભજનો-કાવ્યો – સંકલિત

 1. બહુ જ સુંદર ભક્તિ કાવ્યો.
  આભાર.

  અમિત ના જય શ્રી કૃષ્ણ.
  http://amitpisavadiya.wordpress.com

 2. Darshana says:

  જલશ્રીબેન,
  Enjoyed reading Bhajans for Janmaashtami.
  Thanks,
  Darshana

 3. manvant says:

  સખિ ! મને શમણામાં મળિયા શ્યામ !
  તારી મોરલિયે મન મોહ્યાં !
  જાગો રે અલબેલા કા’ના !
  સુંદર પ્રસંગોચિત ભજનો મૂકવા બદલ
  જલશ્રીબહેન !જય શ્રી કૃષ્ણ !મૃગેશભાઈ !

 4. shivshiva says:

  સુંદર કાવ્યો બદલ જલશ્રીબેન્નો ખૂબ ખૂબ આભાર

  નીલા

 5. Janmey says:

  ધન્ય રે વૃંદાવન, ધન્ય એ લીલા, ગોરસ ને ગોપી રે;
  ધન્ય નરસૈંયા ! તારી જીભલડીને, વૃંદાવન રહ્યાં ઓપી રે.

  Thanks

 6. Dipika Mehta says:

  પ્રીત કરી ખાઓ પુરુષોત્તમ, ખવડાવે વ્રજની નારી રે;
  કંસની તમે વંશ કાઢી, માસી પૂતના મારી રે. જાગો રે…

  પાતાળે જઈ કાળીનાગ નાથ્યો, અવળી કરી અસવારી રે;
  મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, હું છું દાસી તમારી રે. જાગો
  Beautiful!!!!!!!!!!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.