ભુજ શહેરનો નાગર ચકલો – નરેશ અંતાણી

[ ગુજરાતી ઈતિહાસ પરિષદના મંત્રી તરીકે છેલ્લા સાત વર્ષથી કાર્યભાર સંભાળતા તેમજ ઈતિહાસ, પુરાતત્વને લગતા ‘વલો કચ્છડો’ સામાયિકના માનદ્ સંપાદક શ્રીનરેશભાઈના પુસ્તક ‘કચ્છ : કલા અને ઈતિહાસ’ માંથી આ કૃતિ સાભાર લેવામાં આવી છે. કચ્છની સંસ્કૃતિ, ઈતિહાસ અને સંશોધનોને લગતા લેખો, પુસ્તકો તેમજ સામાયિકો રીડગુજરાતીને મોકલવા બદલ શ્રી નરેશભાઈનો (ભુજ-કચ્છ) ખૂબ ખૂબ આભાર.]

ધરતીકંપે ભુજ શહેરની મહોલ્લા અને ફળિયા સંસ્કૃતિને છીન્ન ભીન્ન કરી નાખી છે, ભુજ શહેરનો નાગરિક આજે બે-ત્રણ વર્ષ પછી પણ પોતાના ફળિયા, મહોલ્લા કે શેરી માટે ઝંખે છે. ત્યારે અગાઉ કચ્છ રાજ્યના સમયમાં ભુજ શહેરના ફળીયા, મહોલ્લા કે શેરીની રચના જ એવા પ્રકારની કરવામાં આવી હતી કે દરેક કોમ અને જ્ઞાતિઓના સમુહને એક સાથે એક ફળિયા કે શેરીમાં વસાવવામાં આવ્યા હતા. અને એ શેરી કે મહોલ્લો પણ એ જ્ઞાતિના નામ થી જ ઓળખવામાં આવતો હતો. નાગર જ્ઞાતિ આજે તો ધરતીકંપ પછી શહેરના દૂર દૂરના વિસ્તારોમાં, શહેરના સીમાડાઓથી પણ દૂર સુધી વિસ્તરી ચૂકી છે. પરંતુ અગાઉ ઉપલીપાળ, હાટકેશ્વરજીનું મંદિર અને નાગર ચકલાનો વિસ્તાર એ જ નાગર જ્ઞાતિની વસતીના મુખ્ય વિસ્તાર હતા.

નાગરોની વસ્તી ધરાવતા મોટાભાગના સૌરાષ્ટ્ર-કચ્છના નગરોમાં ‘નાગરવાડો’ એ વિશિષ્ટ લક્ષણ ધરાવતા ફળિયા તરીકે ઓળખાય છે. નાગરોના વિસ્તારની ઓળખ માટે એક ઉક્તિ જાણીતી છે કે, ‘નાજુકડી નારને નાકે છે મોતી, પીયુ પરદેશને વાટડી જોતી, લખતી’તી કાગળને ગણતી દાડા, એ એધાણીને નાગરવાડો.’

ભુજમાં નાગરોની વિશેષ વસતી ધરાવતો નાગર ચકલો એ માત્ર નાગર જ્ઞાતિ માટે જ નહીં પણ સમગ્ર ભુજ શહેર માટે વિશેષ મહત્વનું સ્થાન ધરાવે છે. આમ જોવા જાવ તો નાગર ચકલાની ભૌગોલિક સ્થિતિ કરતાં પણ તેની સીમાઓનો વ્યાપ વિશાળ હતો, કોટ વિસ્તારમાં ક્યાંય પણ રહેતા નાગર ગૃહસ્થને નાગર ચકલાના સરનામે લખેલ ટપાલ મળી જતી. નાગર ચકલોએ ભુજના કે ભુજ બહારથી આવતા નાગર ગૃહસ્થનું અનોખું મિલન સ્થાન બની રહેતું. નાગર ચકલામાં ઊભા રહો કે શહેરની કે બહારની આવતી વ્યક્તિ અચૂક મળી જાય. અબાલ વૃદ્ધ સૌ નાગરજનને નાગર ચકલાનું એક વ્યસન હતું. દિવસમાં એકવાર તો નાગર ચકલામાં આંટો માર્યા વગર ચેન ના પડે.

આજે તો દશ્ય, શ્રાવ્ય અને દૂર સંચારના માધ્યમોએ સૌને ખૂબ જ નજીક લાવી દીધાં છે પણ અગાઉ આ કામ નાગર ચકલાનું રહેતું. નાતની કે ગામની, દેશ-દેશાવરની, રાજની તમામ રજે રજ માહિતી માટે નાગર ચકલામાં અચૂક જવું પડે. અહીં રાજકીય ચર્ચાઓ થાય, જ્ઞાતિ કે શહેરમાં બનેલી ઘટનાઓનો સરવાળો અહીં જ મંડાતો. રાજ્ય કે નગરમાં બનનારી ઘટનાઓની આગોતરી જાણ નાગર ચકલાને થાય જ. અને નાગર ચકલામાંથી થતી આગાહી સચોટ અને પ્રમાણભૂત જ નીવડતી. નાગર ચકલામાં વાત થતી હોય એટલે એમાં તથ્ય હોવાનું જ એવી પ્રબળ માન્યતા લોકોમાં પ્રવર્તતી. એટલે સુધી કે કચ્છના રાવ પણ ઘણીવાર પુછતા કે ‘નાગર ચકલો કુરો ચેંતો’. નાગર જ્ઞાતિમાં કોઈ માઠો પ્રસંગ બની જાય તો સાંભળેલી વાતમાં કેટલું તથ્ય એ જાણવા માટે ખભે ટુવાલ નાંખતા પહેલાં નાગર ચકલામાં આંટો મારી આવવાનું દરેક જ્ઞાતિ જન મુનાસીબ માનતો.

સાંજના ભાગે જ્ઞાતિના વડીલો નાગર ચકલામાં આવેલી એક ડેલી કે જે ને નાગરો ‘ગાડુ’ તરીકે ઓળખતા, તે ગાડામાં બેસીને દિવસ ભરની બનેલી ઘટનાઓ પર ચર્ચા કરતા જોવા મળતા અને જ્ઞાતિના કેટલાય સંબંધો પણ આ જ ગાડામાં બંધાતા. ભૂકંપ સુધી આ ગાડુ આવી કેટલીય સ્મૃતિ સંગ્રહીને બેઠું હતું.

સવારના કે સાંજના ભાગે નાગર ચકલામાંથી પસાર થાવ ત્યારે જ્ઞાતિજનો એકબીજાને ‘કાં બા…’ એમ પૂછીને સારા નરસા સમાચારો પૂછતા નજરે પડે જ. હાલનો અજન્ટાવાળો ખૂણો જ્ઞાતિના યુવાનો માટે અનામત રહેતો. નાગર ચકલો અને ગાડુ એ જીવનની કટુતાને મીઠાશમાં ફેરવવાનો જાણે રામબાણ ઈલાજ હતો. ગમે તેટલા માનસિક પરિતાપમાં ઝઝુમતો નાગર જન નાગર ચકલામાં એકવાર આવે એટલે જાણે તેના તમામ દુ:ખો પલાયન થઈ જતા.

નાગરો પોતાની જાત ઉપર પણ હસી શકવાનો એક ખાસ વિશિષ્ટ ગુણ ધરાવે છે, વિટ્ (વિટ્ = જૉક, કચ્છીભાષામાં જૉક ને વિટ્ કહે છે.) ઉત્પન્ન કરવાની અને તેને સમજી શકવાની આવડત પણ નાગરોનો એક અલાયદો ગુણ છે. કેટલીક વિટ્ આ નાગર ચકલામાંથી પેદા થતી અને તે છેક સૌરાષ્ટ્રના નગરો સુધી પહોંચી જતી. કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં જતા નાગરજનને કાઠિયાવાડી નાગર પહેલો એ સવાલ કરશે કે ‘નાગર ચકલાની નવી વિટ્ શી છે ?’

નાગર ચકલાની આવી જ એક વિટ્ કંઈક આવી છે. “એકવાર મુંબઈથી આવતું વિમાન ઉપરથી ભુજ શોધતું હતું ત્યાં જ વિમાનના એક પાયલોટે નીચે જમીન ઉપર ચમકતા કાચ જોઈને ભુજ આવી ગયાનો ઈશારો કર્યો. ત્યારે બીજા પાયલોટે માત્ર કાચ પરથી ભુજ આવી ગયાની ખબર કેવી રીતે પડી તે પૂછતાં તેણે ખૂલાસો કર્યો કે ‘આ ચમકે છે તે સાદા કાચ નથી પણ નાગર ચકલામાં ઉભેલા નાગરોના ચશ્માના કાચ છે.’ ”

નાગર ચકલો એ માત્ર નાગરોની જ જાગીર બની ન રહેતો પણ માત્ર નાગર જ્ઞાતિના જ નહીં પણ શહેરની કોઈ પણ જ્ઞાતિનો મુખ્ય પ્રસંગ હોય તેની નોંધ નાગર ચકલામાં લેવાતી જ. કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય, તાજિયા હોય કે જૈન સમાજના પર્યુષણનો વરઘોડો હોય કે દીક્ષાનો વરઘોડો હોય, કે પછી તે કોઈના લગ્નનો વરઘોડો હોય, ચૂંટણીના પ્રચારનું કે વિજયનું સરઘસ, પાલખી કે શોભાયાત્રા આ બધાનું નાગર ચકલામાં પસાર થવાનું જાણે ફરજિયાત રહેતું. કોઈ પણ પ્રસંગની યોગ્ય કદર કરી શકે એ માટે યોગ્ય પ્રેક્ષક સમુદાય નાગર ચકલામાં જ મળી રહેતો, નાગર ચકલાનું પ્રમાણપત્ર આખરી લેખાતું. એ જમાનામાં નાગર સમાજ નાગર ચકલાની અદબ પણ એના મોભાને અનુરૂપ રહે એમ જાળવતો, નાગર ચકલામાંથી ખુલ્લે માથે કોઈ પસાર થતું નહીં, સમાજને અનુરૂપ પહેરવેશ પહેરીને જ નાગર ચકલામાંથી પસાર થવાય. સજોડે નાગર ચકલામાંથી પસાર થવાય નહીં, પસાર થવું જરૂરી બને તો કેટલુંક અંતર રાખીને પસાર થવાતું. સ્ત્રીવર્ગ માથે ઘૂંઘટ તાણી ને જ પસાર થતી.

આમ, શહેરના હૃદયસ્થાન સમાન નાગર ચકલાની જાહોજલાલી અને ભૂકંપ પહેલાનાં ભુજની રોનક પાછી આવે એવી પ્રાર્થના કરીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હોમવર્ક – અલ્પા શેઠ
જિંદગીને ચાહું છું – પરાજિત પટેલ Next »   

35 પ્રતિભાવો : ભુજ શહેરનો નાગર ચકલો – નરેશ અંતાણી

 1. manvant says:

  ૐ શ્રી નાગરાય નમ: !મેં એમની જીભની મિઠાશ
  ખૂબ જ માણી છે !આખા લેખમાં એમનાં ગુણગાન
  કરનારનો આભાર !લેખ અહીં રજૂ કસ્ર્નારનો પણ !

 2. utkantha says:

  khub sunder mahitiprad lekh…
  lekhak ne abhinandan…

 3. Anish Dave says:

  The excerpt on the “Nagars” included here seems strangely incomplete without any actual or fictional characters. It is difficult to imagine what kind of area “Nagarwada” might have been in the absence of characters that one can relate to. Perhaps the book itself (from which this excerpt has been taken), unlike the excerpt itself, has at least a few interesting charcters. One wishes that the contributor of this excerpt had selected for putting up on this web site a couple paragraphs from the book about characters too. Of course, I’m assuming the book narrates stories or anecdotes about charcters, as most history books do.

 4. prerana lashkari says:

  naresh bhai..lakh lakh salam hu pan nagar jj chu tethi america ma NAGRO mate vanchi ne apde to annad ma avi gaya. vadhu mahiti hoy to lakhone bhai..JAY HATKESH KAhEVANU KEM BHULAY MARATHI>right??????

 5. adarsh dalal says:

  Dear Nareshbhai:
  I am not Nagar but I have lots of Nagar friends and I miss all of them. I did my middle school and high school
  in Bhuj. I am talking about year 1966-1969. I still
  remember Nagar Chakla. I tried to contact my friends,
  but no reply. I studied at Alfred high school and there are lots of memories and you bring it back. I had one
  classmate with Antani last name and he was living near
  Nataraj theater. Do you have Nagar Directory to contact
  Nagar of Bhuj ? If you have it I really appreciate.
  One of my best friend name is Nilesh Vaidya and he was
  living near Upli pal road and another one was Deepak or
  Dilip Dholkia and he was a very good singer and living
  in Nagar chakla.
  Thanks again for remind me my old days while surfing on
  goodle….

 6. Anand Sodha says:

  Nice to read about “Nagar Chakla” of Bhuj. I have stayed in “Nagar Chakla” for some time during my school days. Nareshbhai is right, today also I have very special feelings for “Nagar Chakla” – have always found these area full of life.
  While reading about “Nagar Chakla” I am remembering very special personality staying on the same road (New Mint Road)- Mr. Haresh Dholakiya – a writer, philosopher, teacher, thinker what not.
  Hope “Nagr Chakla” will regain it’s “Jaho Jalali” once again.

  -Anand Sodha
  Haldia- West Bengal

 7. Hemalhathi says:

  Dear Nareshbhai,
  khub khub abhinandan aa mahiti thi sabhar lekh lakhva mate… aapna nagar na culture ni sugandh aaj rite tame prasravta raho evi anter ni subhechha….

  thanks,
  Hemal Sudhakar Hathi
  Adil International Trading co.
  Maputo-Mozambique

 8. Darshana says:

  Naagar-Chakalo,Bhuj,Kutch…A saranamu ketaliye vaar patro upar lakhi Apyu hashe, balapanama!!
  In 60’s I was there to be by my grandfather’s side when he died and than again 40 years later saw the crumpled , cracked walls of homes and Hatkeshvar temple…day after the Gujarat Earthquake of Jan 26,2001. I saw many nagar family still living and walking around fearlessly in nagar chakala as wel as in Hatkeshvar.
  Nareshbhai, Nagaratva jalavaai raheshe to jarur aapani sahuni prarthana falashe…” આમ, શહેરના હૃદયસ્થાન સમાન નાગર ચકલાની જાહોજલાલી અને ભૂકંપ પહેલાનાં ભુજની રોનક પાછી આવે એવી પ્રાર્થના કરીએ.”
  Very detailed and appropriate image has been portrayed in this article.Thanks,
  Darshana

 9. dharmesh Trivedi says:

  jai hatkesh Nareshbhai
  ek nagarbandhu ne bija nagarbandhu na abhinandan sabhar jai hatkesh aap kalam na kasbi chho to aapni gnyati vishe vadhu lakhta rahi aapni aavtikal ne mahitisamruddh bannavvano prayas jarurthi karta rahso
  aabhar.

 10. it is pleasere to read about nagar chakalo it is not a chakalo but thirth sthal for every nagar of bhuj we got vevery information about nagat at chakalo pavadi is second plase for detail information about nagar and politics pavadi is a morning session nares bhai now write some about pavadi jai hatkesh and namaskar sudhakar hathi jamanagar

 11. Dr. Sudhakar H. Hathi says:

  It is pleasure to read about “Nagar Chaklo”. It’s not a Chaklo but “Tirth Sthal” for Nagar of Bhuj. We can get all Informatin about nagar at nagar chaklo. “Pavdi” is second place for detail informatin about Nagar and even politics. nareshbhai i request u to write somthing about pavdi also..
  jay hatkesh

 12. Tarang Bhalchandra hathi says:

  Murabbi Naresh Kaka,

  “Nagar Chakla” vishe vanchi ne maja aavi. Khud Nagar Chakla ma Ubha hoie tem jara vaar mate lagyu. Haji hu gai kale j nagar chakla mathi pasar thayu ne jarjarit GADU joyu. ek samay Nagar Shreshthi GADA ma besta tyare kutumb na vahuo jyare nagar chalka pase thi pasar thati tyare achuk Laaj kadhi ne jati te yaad aavyu.

  Nagar Chalka ma 2 visheshta hati ek Suvas vala nu paan and biji VIT. jo Vit sari hoy to badha ne mamlavavi game ane jo sari na lage to TOPAI VIT chhe tem nagaro kaheta. Koi Nagar person game nahi tevi Vit kahe to tena name pachhla TOPAI visheshan lagi jatu.

  Aabhar Naresh Kaka

  Tarang Bhalchandra Hathi
  Gandhinagar.

 13. Namskar Nareshbhai,

  Tamaro lekh khub j mahitiprad rahyo ane vanchvani khub maja padi..maru balpan nagarchaklama vityu chhe ane lagbhag dada-dadi hata tya sudhi nagar chaklama java-avvanu achuk thatu..am a lekh vanchi dada-dadini yad taji thai gai..I still miss them…americama betha betha nagar chaklo fari lidho evu pan lagyu..I’ll definatly forward this article to my father Manishbhai Vaishnav..I am sure he will be more than glad to read this.
  Keep on writing such articles…great work..congratulations !
  Mrs. Lopa Chintan Chhaya.

 14. PARESH VINODRAY VASAQNTRAY MOHANLAL ANTANI says:

  NARESH THIS IS VERY GOOD ATRTICLE . IN MY CHILD HOOD I WAS USED TO STAY FOR DUTY AND BACHUBHAI ASKS ME WHAT I AM DOING I SAID I AM DOING DUTY…. @ TA HINA DIVESO GATA: THOSE DAYS ARE PASSED PARESH ANTANI PORBANDAR

 15. hirava says:

  aa lekh amara jeva nagaro je dur shahero ma vasi gaya chhe a loko ne nagaro na pratik ava nagar chakla vishe mahitgar kare chhe…..aa lekh amne amari nagar sanskruti no parichay karave chhe je amara mata pitana shikhvadva chhata a bhag dod ni jindagi ma ame kyank bhuli gaya hata….

 16. Dr. Subodh Nanavati says:

  I shall be highly obliged if you can send me address and phone number of Darshanaben Dholkia who has done Ph.D on Narsinh Mehta and possibly written book on him.
  Thank you.
  With Regards,
  Sincerely yours,
  Dr Subodh Nanavati

 17. Hiral says:

  Hatkesh jayanti nimit na mara badha nagar vadilo ane aakha nagar samaj ne jay hatkesh!!!

 18. Tarak Bharatkumar Bhakskerrai Chhaya says:

  I really tried to first give you my inputs in Gujarati but difficult to Type. First and foremost, I really appreciate the information you have put on this web article. I have got the honor to meet you in person..If I am not incorrect you are staying currently at Madhapar..Hope to meet you again in future.

  Keep the flow of this kind of articles who can make us feel proud to be A NAGAR…..

  Regards,
  Tarak Chhaya

 19. Rushabh Buch says:

  Nareshbhai,

  Thank you very much for the reminiscence of some of the finest moments spent at Nagar Chakla(As the Nagar Chakla and specially ‘Gadu’ is my ‘mosad place’).

  Down the memory lane, article hitting hard when you away from the great motherland KUTCH. Also, its pleasure to see all those names which just disappeared from memory since long.

  Keep writing such wonderful article. Will surly meet you during next trip of Bhuj.

  Thank you.

  Rushabh S. Buch

 20. Ami Hathi says:

  Jay Hatkesj Nareshbhai,

  Lakheno Nagar Chaklo Mane yaad chhe te divaso ke Nagar chakla ma Suvas Paan vala ne tya ame CHAKOTRA PIPAR leva jata.

  anand thai gayo.

  ami

 21. MALAY VASAVADA says:

  murabbi Nareshbhai,
  nagar chakla vishe vanchine ghano anand thayo.
  tame 1 vat j lakhi che te to bilkool sachi j che, k nagars koi pan prakar ni kala ni abhivyakti ni kadar kari jane che.
  aa tamara lekh par thayeli comments pan ano jivto puravo che.
  thank you for educating the modern generation of nagars.
  malay vasavada.
  malay_20042001@yahoo.com

 22. Malay Vasavada says:

  આજે પન મને યાદ છે હુ નાનો હતો ત્યારથિ હુ નાગર ચક્લા મા મારા માસિ અને માસા એટ્લે રત્નાકર ભાઈ અને હેમાન્ગિનિ ધોળકિયા ના ઘરે જાતો. મારિ યાદો ઘણી બધિ છે.

  hu atyare pune ma chu, pan nagar chaklo etle haji pan etli j yaad che. E gaayo nu andar avvu ane khavadaavvu, aaje hu job karu chu, pan e divaso ma school days ma jyaare jato teni yaado aje pan taja che.

  E bhookamp pela no ane pachino nagar chaklo joyo, ghano badlyo che. pan hu pan e badha ne salaam karu chu jemne himmat rakhi ne fari badhu ubhu karyu che.

  Jay Hatkesh.

 23. Vintage lovelies….

  Vintage lovelies….

 24. Jagdish Buch says:

  Nareshbhai, Abhinandan koi lota do mera bite hua din and rat also. please keep it up all the best Jagdish Buch

 25. Да…, жизнь не может быть идеальной 🙂

 26. czpatel.....toronto.....canada says:

  very good ,,,nice to read,if u can publish “kachhi kaheveto” then pl do …….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.