આજની ઘડી રળિયામણી – નરસિંહ મેહતા

હો…. મારે આજની ઘડી રે રળિયામણી,
હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે…..મારે.

હા જી રે તરિયા તોરણ તે બંધાવિયા,
મારા વાલાજીને મોતીડે વધાવિયા રે…. મારે.

હા જી રે લીલા, પીળા તે વાંસ વઢાવિયા,
મારા વાલાજીનો મંડપ રચાવિયો રે…. મારે.

હા જી રે ગંગા-જમનાના નીર મંગાવીએ,
મારા વાલાજીના ચરણ પખાળિયે રે… મારે.

હા જી રે સોનારૂપાની થાળી મંગાવીએ
માંહે ચમકતો દીવડો મેલાવિયે રે… મારે.

હા જી રે તન, મન, ધન, ઓવારિયે,
મારા વાલાજીની આરતી ઉતારીએ રે… મારે.

જી રે રસ વધ્યો છે અતિ મીઠડો,
મે’તા નરસિંહનો સ્વામી દીઠડો રે….મારે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મન અને અંતરમન – સુનિલ ગણદેવીકર
ત્યાગ ન ટકે – નિષ્કુળાનંદજી Next »   

12 પ્રતિભાવો : આજની ઘડી રળિયામણી – નરસિંહ મેહતા

 1. Neela Kadakia says:

  NARSINH MEHTA NE SHAT SHAT PRANAM

 2. અમિત પિસાવાડિયા says:

  ખુબ જ સુંદર મજા નુ કાવ્ય છે , સાંભળવાની તો બહુ મજા આવે.

 3. Navin Banker says:

  Dear Mrugeshbhai,

  Can you give more articles on ‘ CHANDRAKANT BAXI ‘ ?
  I do not say ‘Articles written by C.B ‘ I need ANJALI TO BAXIBABU ‘ . In India, almost all magazines would have written like this. Can you give some extract of them ?. Ofcourse, we will get ABHIYAAN, CHITRALEKHA,
  Etc.. But it may take some time. Please…
  NAVIN BANKER, HOUSTON , TEXAS –713-981-0662

 4. Dipika says:

  Very nice pome. Love to read Narshi Mehta’s Pome
  dipika

 5. ajay says:

  dear mrugeshbhai,
  pl.contact leading publishars of gujarat and mumbai for geting review of books. publish articles from leading megazines and daily news papers.

 6. nayan panchal says:

  આવુ લખવા માટે પણ ઈશ્વરીય કૃપા જોઇએ, એવુ લાગે છે.

  ખૂબ સરસ.

  નયન

 7. અતુલ જાની (આગંતુક) says:

  આજની ઘડી રળીયામણી – પ્રભુના ભક્તની કૃતિ પણ આટલો આનંદ આપતી હોય તો તે પ્રભુનું મીલન કેટલું આનંદદાઈ હશે !

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.