વાચકોનું સર્જન – સંકલિત

પરબિડીયું – સદરૂદીન જે. ખીમાણી

[ રીડગુજરાતીને આ રચના મોકલવા બદલ શ્રી સદરૂદીનભાઈનો (જિલ્લા કલેકટર કચેરી, પોરબંદર) ખૂબ ખૂબ આભાર. ]

બંધ પરબિડિયામાં મિત્રોના પત્રો આવશે,
ને વાંચતા જ ચહેરા પર સ્મિત આવશે.

ઉઘડતો હશે એક ચહેરો સતત,
ને વાતવાતમાં એનું જ નામ યાદ આવશે.

અમે લખીશું ફરી કાવ્યો નવા
ને અમને વિશ્વાસ છે ફરી પત્રો આવશે.

બાળપણની ઉંમરની સીમાઓ પુરી થઈ,
હવે જોઈએ યૌવનની ક્ષણ કેવી આવશે.

અમસ્તા જ થોડા શબ્દો લખ્યા હતા અમે,
હતી ક્યાં ખબર કે ‘પ્રેમસભર’ પત્રો આવશે.

મુદ્દા, દેખાય છે તે હોતું નથી ! – ડૉ. ભરત પરીખ ‘ચરણદાસ’

[રીડગુજરાતીને આ રચના લખી મોકલવા બદલ શ્રી ભરતભાઈનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર.]

મહાનુભાવોની વાતોમાં કોઈ દમ નથી…
‘અમે કોઈનાથી કમ નથી !’
પૂર આવે ત્યારે હોડી નથી…
‘આપત્તિનો કોઈ પતિ નથી !’
ચોવીસે કલાક વીજળી નથી….
‘હસાવે લોકો હસતાં નથી !’
બળિયાને કોઈ મારતું નથી….
‘નબળાને કોઈ છોડતું નથી !’
દેખાય છે તે હોતું નથી….
‘હોય છે તે દેખાતું નથી !’

એ જ સાંજ…. – મેહુલ શાહ

[રીડગુજરાતીને આ રચના મોકલવા બદલ શ્રી મેહુલભાઈનો (લંડન) ખૂબ ખૂબ આભાર ]

આજ પાછી એ જ સાંજ યાદ આવી
તારી સાથે વિતાવેલી હરપળ યાદ આવી.

તારી સાથે રમતો’તો, એ આમલી-પીપળી અને એ છુપા-છુપી યાદ આવી,
પકડાતી ત્યારે કરતી અંચઈ, એ અંચઈ કરતી તારી મુખાકૃતિ યાદ આવી.

આજ પાછી એ જ સાંજ યાદ આવી
તારી સાથે વિતાવેલી હરપળ યાદ આવી.

ક્યારેક ભુલથી અડી જવાતું મારાથી અને શરમાઈ જતી તું
એ શરમથી ભરી-ભરી, તું આજ યાદ આવી.

આજ પાછી એ જ સાંજ યાદ આવી
તારી સાથે વિતાવેલી હરપળ યાદ આવી.

ક્યારેક આવતી બોલાવવા મને મારા ઘરે,
અને લઈ જતી મને દૂર પેલા તળાવની પાળે

શું કહેવું આ સંબંધને, એ તો જાણતો નથી
પણ તારી સાથે વિતાવેલી આ મીઠી ક્ષણો આજ યાદ આવી.

આજ પાછી એ જ સાંજ યાદ આવી
તારી સાથે વિતાવેલી હરપળ યાદ આવી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ખરી પડે છે પીંછું – રીના મહેતા
જીવનનું મૂલ્ય – કીર્તિદા પરીખ Next »   

12 પ્રતિભાવો : વાચકોનું સર્જન – સંકલિત

 1. ત્રણેય રચનાઓ સરસ.
  શ્રી સદરૂદીનભાઈ, શ્રી ભરતભાઈ અને શ્રી મેહુલભાઈ ને અભિનંદન.
  આભાર.

 2. Heta Shah says:

  all of them are too good. enjoyed a lot keep writing please. i would definitely like to enjoy similar poetries on this site..so keep putting on its a personal request. many thanks to all of you n ofcourse mrugeshbhai too…

 3. Raju Kaliyani says:

  Very Very nice creation, all of them done good job, Thank u very much, keep writing….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.