વાત કહેવાય એવી નથી ! – અજ્ઞાત

“ભાઈ ! ઈ વાત કહેવાય એવી નથી. એમાં વારે વારે શું પૂછે છે ? એકવાર કહ્યુંને કે ઈ વાત કહેવાય એવી નથી.”

“પણ ભાઈ ! એવી વાત શી છે ? કહો તો ખરા – મારાથી એવું શું ખાનગી છે ?”

“ખાનગી કે બાનગી, તારાથી કે મારાથી – મેં તને ન કહ્યું કે ઈ વાત કહેવાય એવી નથી ?”

“પણ એવી તે વાત કેવી કે મને ય ન કહેવાય ?”

“ભાઈ ! ન ક્હેવાય. તને શું ? – કોઈને ય ન કહેવાય ! ઈ વાત કોઈને કહેવાય એવી નથી. માણસ હોય તો સાનમાં સમજે. કંઈક ન કહેવાય એવું હશે ત્યારે ને ?”

“ભાઈ ! મારાથી તો કાંઈ સંતાડવાનું નથી ને ?”

“એમાં સંતાડવાનું ક્યાં છે ? હું તો કહું છું કે ઈ વાત કહેવાય એવી નથી.”

“કીધે શી ખોટ જાય એમ છે ? કહેવાય એવી વાત નથી – તે કાંઈ ચોરની વાત છે, કે કાંઈ મોળી વાત છે ?”

“કોણ કહે છે ખરાબ વાત છે ? કોણ કહે છે ચોરની વાત છે ? મેં કહ્યું કે મોળી વાત છે ? વાત ન પણ કહેવાય ! બધી વાત કાંઈ કહેવાય એવી હોય છે ?”

“પણ ભાઈ ! ન કહેવાનું કારણ હોય ને ? કાંઈ વિનાકારણે ન કહેવાય એમ હોય ?”

“કારણેય હોય ને બારણેય હોય; હોય તે ને નયે હોય !”

“પણ કાંઈ કારણ તો હોય ને ?”

“છે જ એવું – વાત જ કહેવાય એવી નથી !”

“ભાઈ ! મને તો કહે – હું કોઈને નહિ કહું.”

“એમાં કોઈને ન કહેવાની વાત કયાં છે ? તું કોઈને કહી દઈશ, એમ પણ ક્યાં છે ?”

“ત્યારે મારા ઉપર એટલો વિશ્વાસ નથી ?”

“અરે, ભલી બહેન ! વિશ્વાસનું ક્યાં કૂટે છે ? આ તો વાત કહેવાય એવી નથી.”

“પણ ભાઈ ! વાતમાં એવું તે શું બળ્યું છે ? વાત કાંઈ એમ કહે છે કે ‘હું કહેવાઉં એવી નથી ?’ તારે કહેવી છે ક્યાં?”

“બાપુ ! એવું કાંઈ નથી. હું તો આ ઘડીએ કહું – પણ વાત કહેવાય એવી જ નથી.”

“પણ કો’ક જાણી જાય એની બીક છે ? કો’ક જાણી જાય તો વઢે એમ છે ? કોઈને કાંઈ થાય એમ છે ?”

“એવું કાંઈ યે નથી. કોઈ વઢતું યે નથી, ને કાંઈ બીકેય નથી….. વાત એવી બની છે કે……પણ એમાં કહેવા જેવું છે શું ? વાત છે છેક માલ વિનાની – પણ કહેવાય એવી નથી.”

“આ તો ભાઈ, નવી નવાઈની વાત ! માલ વિનાની વાત – ને પાછી કહેવાય એવી નહિ ! ભાઈ ! કોઈ રીતે કહેવી છે ? જેની હોય એને પૂછીને કહે – પછી છે કાંઈ ?”

“એમાં કોઈને પૂછવાનું ક્યાં છે ? મને જ થાય છે કે વાત કહેવાય એવી નથી.”

“પણ ભાઈ ! કોઈ રીતે કહેવી છે ? કોઈ વાતે ?”

“પણ બહેન ! કહીને શો ફાયદો ? કામ વિનાની વાત, દમ વિનાની વાત, છોકરવાદીની વાત. એમાં કહેવું’તું શું ? કહેવા જેવી નહિ હોય ત્યારે નહિ કહેતા હોઈએ ને ?”

“પણ આટલો મોટો પડારો શો ! કહીએ છીએ કે બાપુ, કહે ને !”

“એમ ? કહું ત્યારે ? – પણ કોઈને કહેતી નહિ, હોં !”

“હું તે કોઈને કહું ?”

“લે, સાંભળ ત્યારે – એ તો એમ થયું કે કુસુમબહેને મારા બૂટમાં કાગળના ડૂચા ભર્યા હતા !”

“ઓહોહોહો ! આ તો ભારે વાત !”

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હીંચકે બેઠું મન ઝૂલ્યા કરે – રીના મહેતા
કવિતા કરવી છે ? – જયન્ત પાઠક Next »   

12 પ્રતિભાવો : વાત કહેવાય એવી નથી ! – અજ્ઞાત

 1. Sejal says:

  ખરેખર આ વાત પણ કોઈ ને કહેવાય એવી નથી. ખુબ સરસ. 🙂

 2. manvant says:

  Aakhi vaat vanchi lidha pachhi laagyu ke samay bagaadyo !Vaat Vaanchva jevi j nathi !Hahaha!

 3. 😀 😀 😀 😀 😀 😀 😀 😀 😀

 4. ArpitaShyamal says:

  આ વારતા વિશે શુ કહેવુ!!!!!! વાત કહેવાય એવી જ નથી!!!!!!!!!! 😀

 5. nayan panchal says:

  Curiosity kills the cat!!!

  નયન

 6. અતુલ જાની (આગંતુક) says:

  ઈ તમ તમારે જે કેવું હોય ઈ કો બાકી વાત કે’વાય એવી નથી.

 7. Tushar says:

  સારુ હવે ડૂચા કાઢો……………………………

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.