કવિતા કરવી છે ? – જયન્ત પાઠક

ચોકની વચ્ચે ઊભી કરેલી
શૂળી પર ચઢી
હસતાં હસતાં વીંધાઈ જવાની હિંમત છે ?
ધગધગતા અંગારાને
હથેળીમાં લઈને રમાડવાની આવડત છે ?
ચણોઠીઓ ફૂંકી ફૂંકીને
તાપણું કરી તાપવાની ધીરજ છે ?
ઊભી દીવાલમાંથી
આરપાર નીકળી જવાની હિકમત છે ?
કરોળિયાના જાળામાં
આખા બ્રહ્માંડને
તરફડતું જોવાની આંખ છે ?
હોય તો તું
કવિતા કરી શકે – કદાચ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાત કહેવાય એવી નથી ! – અજ્ઞાત
નમીએ તુજને વારંવાર – ‘સ્નેહરશ્મિ’ Next »   

12 પ્રતિભાવો : કવિતા કરવી છે ? – જયન્ત પાઠક

 1. અતુલ જાની (આગંતુક) says:

  પહેલા હું ક્યારેક કવિતા કરતો,
  પછી મારા લગ્ન થયાં
  હવે હું કવિતા નથી કરતો
  અરે કવિતા કરવાની હિંમત પણ નથી કરતો

  એક ખાનગી વાત કહી દઉ ? મારી ધર્મપત્નિનું નામ કવિતા છે.

  હવે હું રોજ રોજ હસતાં હસતાં વિંધાઉ છુ
  ક્યારેક ચા બનાવતા દાઝી જાવ છુ
  ચણોઠીઓ વીણીને બાળકોને રાજી રાખુ છુ
  ઉભી દિવાલમાંથી તો શું પણ ખુલ્લા બારણામાંથી યે વગર મંજુરીએ બહાર નીકળી શકતો નથી
  રોજ રોજ કરોળીયાના બાવા – જાળા પાડું છુ
  હું ગમે તે કરી શકુ – સિવાય કે કવિતા

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.