છપ્પા – અખો

જ્ઞાનીને કવિતા ન ગણેશ, કિરણ સૂર્યના કેમ વણેશ ?
શબ્દ કેરો શઢ ક્યમ થાય ? આકાશ તે ક્યમ તોળ્યું જાય ?
એવું વચન અણલિંગી તણું, અખા નહીં કો પર-આપણું.

ધને, તને, કો મોટા કુળે, કો વિદ્યા કો ખાંડાબળે.
એ મોટમ સઘળી જાયે ટળી, જ્યમ આતશબાજી પલકે બળી.
અખા કારણ વિના વડપણ તે વડું, જ્યમ સ્વલ્પમૂલ્ય તારે તુંબડું.

જો જો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ.
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ ને ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી.

દેહાભિમાન હૂતો પાશેર, તે વિદ્યા ભણતાં વધ્યો શેર;
ચર્ચાવાદમાં તોલે થયો, ગુરુ થયો ત્યાં મણમાં ગયો.
અખા એમ હલકાથી ભારે હોય, આત્મજ્ઞાન મૂળગું ખોય.

સસાશીંગનું વહાણ જ કર્યું, મૃગતૃષ્ણામાં જઈને તર્યું;
વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખ પુષ્પ વસાણાં ભર્યાં.
જેવી શેખસલીની ચાલી કથા, અખા હમણાં ને આગળ એવા હતા.

જ્યાં જોઈએ ત્યાં કૂડેકૂડ; સામાસામી બેઠા ઘૂડ.
કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લેઈ ચાંચ જ ધરે,
અમારે હજાર વર્ષ અંધારે ગયાં, તમે આવા ડાહ્યા બાળક ક્યાંથી થયા ?
અખા મોટાની તો એવી જાણ, મૂકી હીરો ઉપાડે પહાણ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હીપ હીપ હુરર્રે… (બાળનાટક) – પ્રકાશ લાલા
નિતાંત તાજગી – મૂકેશ વૈદ્ય Next »   

14 પ્રતિભાવો : છપ્પા – અખો

 1. છપ્પાના ચાબખા ફક્ત એ વખતના સમાજની પીઠ પર જ ન્હોતા વાગ્યા, એ તો આજે પણ એટલા જ પ્રત્યક્ષ છે. કદાચ આજે આ છપ્પા વધુ વાસ્તવિક લાગે છે.

 2. YOGESH BAROT-Gandhinagar says:

  છ્પ્પા એટલે જ જાણે અખો, છ્પ્પાને અખાએ ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ માનભર્યુ સ્થાન અપાવ્યું છે. તે સમયમાં વ્યાપ્ત કુરિવાજો, અંધશ્રધ્ધા ઉપર છ્પ્પારુપી ચાબખા મારી સમાજને તેમાંથી બહાર કાઢવાનો ખૂબ જ તેમના સમયમાં હિંમતપૂર્વકનો કહી શકાય તેવો પ્રયત્ન કરી જેમ હિન્દી સાહિત્યમાં કબીરને જે સ્થાન આ ક્ષેત્રમાં પ્રાપ્ત થયેલું છે તેવું જ સ્થાન અખાને ગુજરાતી સાહિત્યમાં મળ્યું છે. આ છ્પ્પા આજે પણ એટલા જ પ્રસ્તુત છે અને છે જ……

 3. vijayshah says:

  akha uparno mananiy audio http://www.gujaratishaityasarita.wordpress.com upar Che je Hemant Gajarawala e gujarati sahitya saritani bethakmaa Apyu hatu

 4. અખા મા જે વિવેક હતો તે આજના કવિઓમા બહુ ઓછો દેખાય છે.

 5. ખાસ કરિને શબ્દો નો ‘વિવેક’ અખા પાસેથી આપણા આજના કવિઓએ શીખવા જેવો છે, દુલા કાગ કહેતા કે -વિવેકે વપરાય તો પાતર મા (કાગળ મા)આખર પડે , સઘળી ઢોળો શાહિ તો કાગળ બગડે કાગડા – અખા મા જે ‘દરશન્’ હતુ તે , આજ ની કવીતા મા કેમ નથી દેખાતુ ?

 6. Bhumish says:

  Today’s all ‘kavi’ need a ‘vivek’

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.