નમીએ તુજને વારંવાર – ‘સ્નેહરશ્મિ’

પરોઢિયે પંખી જાગીને
           ગાતાં મીઠાં તારાં ગાન;
પરોઢિયે મંદિર-મસ્જિદમાં
           ધરતાં લોકો તારું ધ્યાન.

તું ધરતીમાં, તું છે નભમાં,
           સાગર મંહી વસે છે તું;
ચાંદા-સૂરજમાંયે તું છે,
           ફુલો મહીં હસે છે તું.

હરતાં-ફરતાં કે નીંદરમાં
           રાતે-દિવસે, સાંજ-સવાર;
તારો અમને સાથ સદાયે,
           તું છે સૌનો રક્ષણહાર.

દેવ, બનાવી દુનિયા છે તેં,
           તારો છે સૌને આધાર;
તું છે સૌનો, સૌ તારાં છે,
           નમીએ તુજને વારંવાર !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કવિતા કરવી છે ? – જયન્ત પાઠક
મારા ઘરનો વાઘ – ત્રિભુવન વ્યાસ Next »   

9 પ્રતિભાવો : નમીએ તુજને વારંવાર – ‘સ્નેહરશ્મિ’

 1. Neela says:

  બાળપણ યાદ આવી ગયું.

  નીલા

 2. nayan panchal says:

  અરે,

  આ તો અમારી શાળામાં પ્રાર્થના તરીકે ગવડાવતા હતા.

  સુંદર રચના

  નયન

 3. અતુલ જાની (આગંતુક) says:

  ‘સ્નેહરશ્મિ’ ની સુંદર રચના – નયન ભાઈ એ કહ્યું તેમ રોજ પ્રાર્થના તરીકે પણ ગાઈ શકાય.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.