મારા ઘરનો વાઘ – ત્રિભુવન વ્યાસ

મેં એક બિલાડી પાળી છે,
તે રંગે બહુ રૂપાળી છે.

તે હળવે હળવે ચાલે છે,
ને અંધારામાં ભાળે છે !

દહીં ખાય, દૂધ ખાય;
ઘી તો ચપચપ ચાટી જાય.

તે ઉંદરને ઝટપટ ઝાલે,
પણ કૂતરાથી બીતી ચાલે.

એના ડિલ પર ડાઘ છે,
એ મારા ઘરનો વાઘ છે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous નમીએ તુજને વારંવાર – ‘સ્નેહરશ્મિ’
પગ તમે… – દુલા ભાયા ‘કાગ’ Next »   

16 પ્રતિભાવો : મારા ઘરનો વાઘ – ત્રિભુવન વ્યાસ

 1. Neela says:

  બાળકોની યાદ આવી ગઈ તેઓને બાળગીતો સાંભળવાની તેમજ ગાવાની ખુબજ મઝા આવે ક્છે.

  નીલા

 2. Method of action of ephedrine….

  Ephedrine. Real ephedrine. Ephedrine faq. Ephedrine hcl. Brewing your own ephedrine….

 3. અતુલ જાની (આગંતુક) says:

  નાનપણમાં આ બાળ – જોડકણું ખુબ ગાયું છે.

 4. pragnaju says:

  અહીં અમેરિકાના બાળકો આનો અર્થ સમજતા નહીં હોય પણ હું તેને અભિનય સાથે ગાઉં છું ત્યારે બાળકોને ખૂબ આનંદ થાય છે અને વારંવાર ગવડાવે છે!!

 5. Hema Bhatt says:

  jodakanu vanchi ne balpan yad aavi gayu. Balpan ma khub sambharelu chhe.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.