નીકળ – મનહર જાની

રોક્કળ ને રોદણામાંથી નીકળ
બાચકા-બાખોણિયામાંથી નીકળ.

મૂક તડકે સાત પેઢીનો સંબન્ધ
વૈતરાં – વાણોતરાંમાંથી નીકળ.

લાગણીઓના લબાચા લઈ બધા
ખોખલા ઘરના ખૂણામાંથી નીકળ

આ રીતે ફતવા ન કર માણસતૂણસ
પાંગળા પોતપણામાંથી નીકળ.

ઊઠ ઊભો થા ગમે ત્યાં જા બીજે
માંદગીના માંદણામાંથી નીકળ.

જૂનવાણી સ્વપ્નના સિક્કા લઈ
આંખના ઈસ્કોતરામાંથી નીકળ

જા ભૂલી જા કક્કો-બારખડી બધું
આ ગઝલના ગોખલામાંથી નીકળ

આ અભય વરદાન છે ‘મનહર’ તને
જા રદીફ ને કાફિયામાંથી નીકળ

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગુજરાતના એક મહાન વિજ્ઞાની – મહેન્દ્ર ત્રિવેદી
એ…રી…મૈં તો કૂપન દિવાની….. – કલ્પના દેસાઈ Next »   

16 પ્રતિભાવો : નીકળ – મનહર જાની

  1. સરસ ભાષાકર્મ… શબ્દોને નિચોવીને અર્થ કાઢવાની રમત ખરી પણ તે વળી સફળ પણ……અભિનંદન…

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.