પગ તમે… – દુલા ભાયા ‘કાગ’

પગ તમે ધોવા દ્યો રઘુરાયજી…
      પ્રભુ, મને શક પડયો મનમાંયે.

રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી;
     નાવ માગી નીર તરવા,
           ગુહ બોલ્યો ગમ ખાઈ:
રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી;
      તો અમારી રંક જનની,
           આજીવિકા ટળી જાય…

નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાયજી;
     પાર ઉતારી પૂછિયું તમે:
           શું લેશો ઉતરાઈ ?
નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી;
      ‘કાગ’ લ્યે નહિ ખારવાની,
           ખારવો ઉતરાઈ…

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારા ઘરનો વાઘ – ત્રિભુવન વ્યાસ
હરિનો મારગ – પ્રીતમ Next »   

16 પ્રતિભાવો : પગ તમે… – દુલા ભાયા ‘કાગ’

 1. Neela Kadakia says:

  મારી માતાની યાદ આવી ગઈ આ ભજન ખુબજ ગાતા હતા.

  નીલા

 2. અતુલ જાની (આગંતુક) says:

  કેવટજી ના સુંદર ભાવોનું શ્રી દુલા ભાયા કાગે કરેલું સુંદર કાવ્યમય વર્ણન.

 3. pragnaju says:

  અમારા ઘરમા વર્ષોથી ગવાતું ભજન માણી ખુબ આનંદ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.