હરિનો મારગ – પ્રીતમ

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિત્ત દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને;
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને.

મરણ આગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને;
તીરે ઊભો જુએ તમાસો, તે કોડી નવ પામે જોને.

પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને;
માંહી પડયા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને;
મહાપદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામઅમલમાં રાતા માતા, પૂરા પ્રેમી જન જોને;
પ્રીતમના સ્વામીની લીલા, નીરખે રજનીદિન જોને.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પગ તમે… – દુલા ભાયા ‘કાગ’
નાનો-મોટો – પ્રેમશંકર ભટ્ટ Next »   

11 પ્રતિભાવો : હરિનો મારગ – પ્રીતમ

 1. Dipika says:

  When I was Little we use to listion this 6am vividhbharti program in India. Nice choice of Pomes. really like to read or listen this kind of music. I am so glead that atleast I can read this kind of good “Sahity” on line.Mrugeshbhai, you are doing a nice work for us who is living away from our culture.
  Diika

 2. અતુલ જાની (આગંતુક) says:

  હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને;

  શ્રી પ્રિતમનું સુંદર ભજન.

  કઠોપનિષદ પણ કહે છે કે આ માર્ગ ઘણો કઠીન છે.

  ક્ષુરસ્યઃ ધારા નિશિતા દુરત્યા – દુર્ગમ પથઃ તત કવયો વદન્તિ !

  પ્રેયને માર્ગે તો સહુ કોઈ ચાલે છે પણ આ શ્રેયને માર્ગે ચાલનાર તો કોઈક શૂરવીર જ હોય છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.