આખરે વિલાયતમાં…. – મહાત્મા ગાંધી

[‘સત્યના પ્રયોગો’ માંથી સાભાર. ]

gandhiji1888ના સપ્ટેમ્બરની 4થી તારીખે મેં મુંબઈનું બંદર છોડ્યું. સ્ટીમરમાં મને દરિયો તો જરાયે ન લાગ્યો. પણ જેમ દિવસ જાય એમ હું મૂંઝાતો જાઉં. ‘સ્ટુઅર્ડ’ ની સાથે બોલતાં શરમ લાગે. અંગ્રેજીમાં વાત કરવાની મને ટેવ જ નહોતી. મજમુદાર સિવાયના બીજા મુસાફરો અંગ્રેજ હતા. તેમની સાથે બોલતાં ન આવડે. તેઓ મારી સાથે બોલવાનો પ્રયત્ન કરે તો હું સમજું નહીં, ને સમજું ત્યારે જવાબ કેમ દેવો એની ગમ ન પડે. દરેક વાક્ય બોલતાં પહેલાં મનમાં ગોઠવવું જોઈએ. કાંટા-ચમચા વડે ખાતાં ન આવડે, અને કઈ વસ્તુ માંસ વિનાને હોય એ પૂછવાની હિંમત ન ચાલે. એટલે હું ખાણાના ટેબલ ઉપર તો કદી ગયો જ નહીં. કોટડીમાં જ ખાતો. મુખ્યત્વે મારી સાથે મીઠાઈ વગેરે લીધાં હતાં તેની ઉપર જ નિભાવ કર્યો. મજમુદારને તો કશો સંકોચ નહોતો. તે તો સૌની સાથે ભળી ગયેલા. ડેક ઉપર પણ છૂટથી જાય. હું તો આખો દહાડો કોટડીમાં ભરાઈ રહું. કવચિત ડેક ઉપર માણસો થોડા હોય તે વેળા થોડીવાર ત્યાં બેસી આવું. મજમુદાર મને બધાની સાથે ભળી જવાનું, છૂટથી વાતો કરવાનું સમજાવે; વકિલની જીભ છૂટી હોવી જોઈએ એમ પણ મને કહે; પોતાના વકીલ તરીકેના અનુભવો વર્ણવે; અંગ્રેજી આપણી ભાષા ન કહેવાય, તેમાં ભૂલ તો પડે જ, છતાં બોલવાની છૂટ રાખવી જોઈએ, વગેરે કહે. પણ હું મારી ભીરુતા ન છોડી શકું.

મારી દયા ખાઈ એક ભલા અંગ્રેજે મારી જોડે વાતો શરૂ કરી. પોતે ઉંમરે મોટા હતા. હું શું ખાઉં છું, કોણ છું, ક્યાં જાઉં છું, કેમ કોઈની સાથે વાતચીત કરતો નથી, વગેરે સવાલ પૂછે. મને ખાણા ઉપર જવાનું સૂચવે. માંસ ન ખાવાના મારા આગ્રહ વિશે સાંભળીને એ હસ્યા ને મારી દયા લાવી બોલ્યા : ‘અહીં તો (પોર્ટ સેડ પહોંચ્યા પહેલા) ઠીક જ છે, પણ બિસ્કેના ઉપસાગરમાં પહોંચીશ ત્યારે તું તારા વિચાર ફેરવીશ. ઈંગલેંડમાં તો એટલી ટાઢ પડે કે માંસ વિના ન જ ચાલે.’
મેં કહ્યું : ‘મેં સાંભળ્યું છે કે ત્યાં લોકો માંસાહાર વિના રહી શકે છે.’
તેઓ બોલ્યા : ‘એ ખોટી વાત માનજે. મારી ઓળખાણના એવા કોઈને હું નથી જાણતો કે જે માંસાહાર ન કરતા હોય. જો, હું દારૂ પીઉં છું તે પીવાનું હું તને નથી કહેતો, પણ માંસાહાર તો કરવો જોઈએ એમ મને લાગે છે.’
મેં કહ્યું ‘તમારી સલાહને સારું હું આભાર માનું છું, પણ તે ન લેવા હું મારાં માતુશ્રીની સાથે બંધાયેલો છું. તેથી તે મારાથી ન લેવાય. જો તે વિના નહીં જ ચાલતું હોય તો હું પાછો હિંદુસ્તાન જઈશ, પણ માંસ તો નહીં જ ખાઉં.

બિસ્કેનો ઉપસાગર આવ્યો. ત્યાં પણ મને તો ન જરૂર જણાઈ માંસની કે ન જણાઈ મદિરાની. માંસ ન ખાધાનાં પ્રમાણપત્રો એકઠાં કરવાની મને ભલામણ થઈ હતી. તેથી આ અંગ્રેજ મિત્રની પાસેથી મેં પ્રમાણપત્ર માંગ્યું. તેમણે તે ખુશીથી આપ્યું. તે મેં કેટલાક સમય સુધી ધનની જેમ સંઘરી રાખેલું. પાછળથી મને ખબર પડી કે પ્રમાણપત્રો તો માંસ ખાતા છતાંયે મેળવાય છે, એટલે તેના ઉપરનો મારો મોહ નાશ પામ્યો. જો મારા શબ્દ ઉપર વિશ્વાસ ન રહે તો આવી બાબતમાં પ્રમાણપત્ર બતાવીને મારે શો લાભ ઉઠાવવો હોય ?

સુખદુ:ખે મુસાફરી પૂરી કરી સાઉધેમ્પ્ટન બંદર ઉપર અમે આવી પહોંચ્યા. આ શનિવાર હતો એવું મને સ્મરણ છે. હું સ્ટીમર ઉપર કાળાં કપડાં પહેરતો. મિત્રોએ મારે સારું એક સફેદ ફ્લાલીનનાં કોટપાટલૂન પણ કરાવ્યાં હતાં. તે મેં વિલાયતમાં ઊતરતાં પહેરવા ધારેલું, એમ સમજીને કે સફેદ કપડાં વધારે શોભે ! હું આ ફલાલીનનાં કપડાં પહેરીને ઊતર્યો. સપ્ટેમ્બર આખરના દિવસો હતા. આવાં કપડાં પહેરનારો મને એકલાને જ મેં જોયો. મારી પેટીઓ અને તેની ચાવીઓ તો ગ્રિન્ડલે કંપનીના ગુમાસ્તા લઈ ગયા હતા. સહુ કરે તેમ મારે પણ કરવું જોઈએ એમ સમજીને મેં તો મારી ચાવીઓ આપી દીધેલી !

મારી પાસે ભલામણના ચાર કાગળો હતા: દાકતર પ્રાણજીવન મહેતા ઉપર, દલપતરામ શુક્લ ઉપર, પ્રિન્સ રણજિતસિંહજી ઉપર અને દાદાભાઈ નવરોજી ઉપર. મેં દાકતર મહેતાની ઉપર સાઉધેમ્પ્ટનથી તાર કરેલો. સ્ટીમરમાં કોઈએ સલાહ આપેલી કે વિક્ટોરિયા હોટેલમાં ઊતરવું તેથી મજમુદાર અને હું તે હૉટલમાં ગયા. હું તો મારાં સફેદ કપડાંની શરમમાં જ સમસમી રહ્યો હતો. વળી હૉટેલમાં જતાં ખબર પડી કે વળતો દિવસ રવિવારનો હોવાથી સોમવાર લગી ગ્રિન્ડલેને ત્યાંથી સામાન નહીં આવે. આથી હું મૂંઝાયો.

સાતઆઠ વાગ્યે દાકતર મહેતા આવ્યા. તેમણે પ્રેમમય વિનોદ કર્યો. મેં અજાણ્યાં એમની રેશમનાં રૂંવાંવાળી ટોપી જોવા ખાતર ઉપાડી, અને તેના ઉપર ઊલટો હાથ ફેરવ્યો. એટલે ટોપીનાં રૂંવા ઊભાં થયાં. દાકતર મહેતાએ જોયું. તરત જ મને અટકાવ્યો. પણ ગુનો તો થઈ ચૂક્યો હતો. ફરી પાછો ન થાય એટલું જ તેમના અટકાવવાનું પરિણામ આવી શક્યું.

અહીંથી યુરોપના રીતરિવાજો વિશેનો મારો પહેલો પાઠ શરૂ થયો ગણાય. દાકતર મહેતા હસતા જાય અને ઘણી વાતો સમજાવતા જાય. કોઈની વસ્તુને ન અડકાય; જે પ્રશ્નો કોઈ જોડે ઓળખાણ છતાં હિંદુસ્તાનમાં સહેજે પૂછી શકાય છે એવા પ્રશ્નો અહીં ન પૂછાય; વાતો કરતાં ઊંચો સાદ ન કઢાય; હિંદુસ્તાનમાં સાહેબો સાથે વાત કરતાં ‘સર’ કહેવાનો રિવાજ છે એ અનાવશ્યક છે, ‘સર’ તો નોકર પોતાના શેઠને અથવા પોતાના ઉપરી અમલદારને કહે. વળી તેમણે હોટેલમાં રહેવાના ખરચની પણ વાત કરી અને સૂચવ્યું કે કોઈ ખાનગી કુટુંબમાં રહેવાની જરૂર પડશે. એ વિશે વધુ વિચાર સોમવાર લગી મુલતવી રાખ્યો. કેટલીક ભલામણો આપી દાકતર મહેતા વિદાય થયા.

હોટેલમાં તો અમને બન્નેને આવી ભરાયા જેવું લાગ્યું. હોટેલ પણ મોંઘી. માલ્ટાથી એક સિંધી ઉતારુ ચડેલા, તેમની સાથે મજમુદાર ઠીક હળી ગયા હતા. આ સિંધી ઉતારુ લંડનના ભોમિયા હતા. તેમણે અમારે સારુ બે કોટડીઓ રોકી લેવાનું માથે લીધું. અમે સંમત થયા અને સોમવારે સામાન મળ્યો તેવો જ બિલ ચૂકવીને પેલા સિંધી ભાઈએ રાખેલી કોટડીમાં અમે પ્રવેશ કર્યો. મને યાદ છે કે મારા ભાગમાં હોટલનું બિલ લગભગ ત્રણ પાઉન્ડ આવ્યું હતું. હું તો આભો જ બની ગયો. ત્રણ પાઉન્ડ આપવા છતાં ભૂખ્યો રહ્યો. હોટેલમાં ખાવામાંનું કંઈ ભાવે નહીં. એક વસ્તુ લીધી તે ન ભાવી. બીજી લીધી. પણ પૈસા તો બન્નેના જ આપવા જોઈએ. મારો આધાર હજુ મુંબઈથી લીધેલા ભાતા ઉપર હતો એમ કહીએ તો ચાલે.

પેલી કોટડીમાં પણ હું ખૂબ મૂંઝાયો. દેશ ખૂબ યાદ આવે. માતાનો પ્રેમ મૂર્તિમંત થાય. રાત પડે એટલે રડવાનું શરૂ થાય. ઘરનાં અનેક પ્રકારનાં સ્મરણોથી ચડાઈથી નિંદ્રા તો શાની આવી જ શકે ? આ દુ:ખની વાત કોઈને કરાય પણ નહીં, કરવાથી ફાયદો પણ શો ? હું પોતે જાણતો નહોતો કે ક્યા ઈલાજથી મને આશ્વાસન મળે. લોકો વિચિત્ર, રહેણી વિચિત્ર, ઘરો પણ વિચિત્ર. ઘરોમાં રહેવાની રીતભાત પણ એવી જ. શું બોલતાં ને શું કરતાં એ રીતભાતના નિયમોનો ભંગ થતો હશે એનું પણ થોડું જ ભાન. સાથે ખાવાપીવાની પરહેજી અને ખાઈ શકાય તેવો ખોરાક લૂખો અને રસ વિનાનો લાગે. એટલે મારી દશા સૂડી વચ્ચે સોપારી જેવી થઈ પડી. વિલાયત ગમે નહીં ને પાછા દેશ જવાય નહીં. વિલાયત આવ્યો એટલે ત્રણ વર્ષ પૂરાં કરવાનો જ આગ્રહ હતો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અવાજોનું ઘર – વર્ષા અડાલજા
પ્રસન્નતા – જનક નાયક Next »   

17 પ્રતિભાવો : આખરે વિલાયતમાં…. – મહાત્મા ગાંધી

 1. Amit says:

  This amazing part is from biography of bapu. I have read the whole book – Satya na prayogo- and I recommend to read it to all the readers of this site. If you will buy it for you and your friends, you will give them a great gift in life.

 2. ગાંધી બાપુ ની આત્મકથા એટલે સત્ય ના પ્રયોગો, વાંચવા લાયક સુંદર પુસ્તક.
  લાખ લાખ વંદન શ્રી ગાંધી બાપુ ને.

 3. પહેલાં તો મને થયું કે આજે મારા કૉમ્પ્યુટરમાં કોઈ ગરબડ થઈ છે.. . પછી વાંચ્યું કે રીડગુજરાતીનું લે-આઉટ બદલાયેલું જ છે… આ નવું રૂપ પણ આકર્ષક છે…

  ગાંધીજીને આજના દિવસે યાદ કરવા બદલ આભાર… આઈંસ્ટાઈને કહ્યું હતું કે આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે હાડ-માંસનો બનેલો આવો કોઈક વ્યક્તિ આ પૃથ્વી પર ક્યારેક આવ્યો હતો!

 4. મીના says:

  Really enjoyed the extract from Bapu’s biography. Looking forward to further extracts if you are able to publish them.

 5. WHAT A NICE WAY TO READ THIS ON BAPUJI’S BIRTHDAY-OCTOBER 2nd ….
  KEEP UP YOUR GOOD WORK.

 6. brinda says:

  hello sir i wait for your mail

 7. Zia says:

  Excellent Stroy, And website also.

  Thenks.

 8. Hitesh says:

  પુજ્ય બાપુજી ના પ્રયોગો વાચ્યા, તો બહુ આનન્દ થ્યો. અહિ અમેરિકા મા પણ રહેવા ની રીતભાત એવી જ છે.

  જય રામજી
  હિતેશ્

 9. keyur vyas says:

  The same thing is happening with me now in uk.i have to live here for three years!

 10. Bharti says:

  This is very nice story about mahatma gandhi. many thanks.

 11. China currency rmb….

  Currency in china. Currency of china. China currency leo wanta. China pegging currency to bucket. Imperial china currency….

 12. rakesh says:

  i am raeksh rohit i am fane of bapu s’ satya na proyogo, i like it very much

 13. jagruti says:

  i like satya na proyogo . my son is going to u s a . the story is same

 14. mahatma mohandas gadhi is like a god for us.and i proued to be as indian.because this land is greatful by our bapu.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.