નાનો-મોટો – પ્રેમશંકર ભટ્ટ

તું નાનો, હું મોટો –
એવો ખ્યાલ જગતનો ખોટો;
આ નાનો, આ મોટો –
એવો મુરખ કરતા ગોટો.

            ખારા જળનો દરિયો ભરિયો,
            મીઠા જળનો લોટો;
            તરસ્યાને તો દરિયાથીયે
            લોટો લાગે મોટો.

નાના છોડે મહેકી ઊઠે
કેવો ગુલાબગોટો !
ઊંચાં ઊંચા ઝાડે તમને
જડશે એનો જોટો ?

            મન નાનું તે નાનો,
            જેનું મન મોટું તે મોટો.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous હરિનો મારગ – પ્રીતમ
ધૂળિયે મારગ – મકરન્દ દવે Next »   

10 પ્રતિભાવો : નાનો-મોટો – પ્રેમશંકર ભટ્ટ

  1. અતુલ જાની (આગંતુક) says:

    મન નાનું તે નાનો,
    જેનું મન મોટું તે મોટો.

    નાના અને મોટાની સુંદર વ્યાખ્યા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.