ટેસ્ટી વાનગીઓ – તરલા દલાલ
પાવભાજી
તૈયારીનો સમય : 15 મિનિટ, બનાવવાનો સમય : 20 મિનિટ.
માત્રા : ચાર વ્યક્તિ માટે.
સામગ્રી :
(પાવ માટે….) 8 નંગ પાવ, 4 ચમચા માખણ
(ભાજી માટે….)
1.5 કપ બાફેલા બટેટાનો છૂંદો
1 કપ ફલાવર બાફેલું
0.5 કપ વટાણા બાફેલા
0.5 કપ ગાજર બાફેલા
0.5 કપ કેપ્સીકમ (ભોલર મરચાં) બારીક સમારેલા.
2.5 કપ ટામેટા બારીક સમારેલા.
0.5 ચમચી હળદર, 0.5 લાલ મરચાંની ભૂકી, 1.5 ચમચો પાવભાજીનો મસાલો.
0.5 ચમચી સંચળનો ભૂકો, 4 ચમચા બટર, મીઠું સ્વાદ અનુસાર.
3-4 કાશ્મીર મરચાં તેમજ 4-6 કળી લસણ વાટીને પેસ્ટ.
(પીરસતી વખતે… ) 1 કાંદો બારીક સમારેલો, 4 ટુકડા લીંબુના, 1 ચમચો કોથમીર બારીક સમારેલી.
રીત :
એક મોટા વાસણમાં બટર નાંખીને તેમાં કાંદા અને કેપ્સિકમ નાંખી સાંતળો. તેમાં મરચાં-લસણની પેસ્ટ નાખી સાંતળો. હવે તેમાં ટામેટા નાખી સતત હલાવતાં રહો જેથી તેલ છૂટું પડે. તેમાં હળદર, મરચાંની ભૂકી, પાવભાજી મસાલો, સંચળ અને મીઠું નાખી 2 થી 3 મિનિટ હલાવો. તેમાં બાફેલા શાકભાજી અને બટેટાનો છૂંદો નાંખી ‘પૉટેટો મૅશર’ (બટેટાનો છૂંદો કરવાનું સાધન) વડે બધાને સરખું છુંદીને મિક્સ કરો. જરૂર પડે તો 0.5 કપ પાણી નાખો.
હવે પાવ ને વચ્ચેથી કાપો. બંને બાજુ બટર લગાડો. તેના પર પાવભાજી મસાલો છાંટો. તવો ગરમ કરી તેના પર થોડું બટર લગાડી પાવને શેકો.
ચાર પ્લેટમાં ભાજી પીરસો. તેના પર કાંદા અને કોથમીર નાંખો. પાવ અને લીંબુના ટુકડા સાથે પીરસો.
દાબેલી
તૈયારીનો સમય : 10 મિનિટ. બનાવવાનો સમય : 10 મિનિટ.
માત્રા : 15 નંગ
સામગ્રી :
(મસાલા માટે…. )
1 લાલ મરચું, 1 ચમચી ધાણા
1 નાનો ટૂકડો તજ, 2 લવિંગ
1/4 ચમચી જીરું.
(પુરણ માટે…. )
1 કપ બાફેલા બટેટાનો છૂંદો
0.5 ચમચી જીરું, 1 ચપટી હિંગ
2 ચમચી દાબેલી મસાલો (ઉપર મુજબ)
2 ચમચા ખજૂર આમલીની ચટણી
2 ચમચા તેલ, મીઠું સ્વાદ અનુસાર.
15 નાના દાબેલીના પાવ. તથા બટર અથવા તેલ.
(પીરસતી વખતે… )
1 કાંદો બારીક સમારેલો.
0.5 કપ શેકેલા શીંગદાણા
0.5 કપ કોથમીર સમારેલી
0.5 કપ નાયલોન સેવ
0.5 કપ દાડમના દાણા
2 ચમચી લસણની ચટણી
6 ચમચા ખજૂર આમલીની ચટણી.
રીત :
દાબેલી મસાલાની તમામ સામગ્રી શેકી લો. મિક્સરમાં દળીને મસાલો તૈયાર કરો. જરૂર પ્રમાણે ઉપયોગમાં લેવો.
હવે એક વાસણમાં તેલ ગરમ કરો અને જીરૂં નાખો. જીરૂં તતડી જાય એટલે તેમાં હિંગ, દાબેલી મસાલો, બટેટા, મીઠું અને 0.5 કપ પાણી નાંખીને સરખી રીતે મિક્સ કરો. આ પૂરણને ગેસ પરથી ઉતારી તેમાં 2 ચમચા ખજૂર આમલીની ચટણી નાંખી સરખી રીતે મિક્સ કરો. આ પૂરણના 15 એક સરખા ભાગ કરો. એક બાજુ મૂકો.
દાબેલીના પાવને વચ્ચેથી કાપી થોડું બટર લગાડી તવા પર શેકો. આ પાવના નીચેના ભાગમાં પૂરણ મૂકો. તેના પર કાંદા, શીંગદાણા, કોથમીર, સેવ, દાડમના દાણા, લસણની ચટણી તથા ખજૂર આમલીની ચટણી લગાડો.
તેના ઉપર પાવનો બીજો ભાગ મૂકી તવા પર થોડું ગરમ કરીને તરત જ પીરસો.
મકાઈનું શાક
સામગ્રી :
એક કિલોગ્રામ મકાઈ ભુઠ્ઠા.
તાજા કાચા બે મોટા ચમચા દેશી ઘી.
એક ચમચો દળેલું લાલ મરચું.
બે-ત્રણ કાપેલા લાલ મરચાં.
દસ નંગ અથવા તો જરૂરીયાત મુજબ લસણની કળીઓ
મીઠું સ્વાદ મુજબ
ચપટી હિંગ, અડધો ચમચો જીરું.
બે-ત્રણ નંગ વાટેલા લવિંગ, અડધો ચમચો હળદર, ત્રણ ચમચા દળેલું ધાણાજીરું.
600 ગ્રામ લીલી કોથમીરના પાન.
રીત :
મકાઈ ભુઠ્ઠાને સાફ કરીને ભૂકો કરી લો અથવા તો દાણા કાઢીને મિક્ષ્ચરમાં કરકરા વાટી લો. પછી કડાઈમાં એક ચમચો ઘી નાખીને એ આછું બદામી રંગનું થાય ત્યાં સુધી શેકો. એને અલગ કાઢી લો. કડાઈમાં વધેલું ઘી નાંખીને હીંગની ભૂકી, જીરૂં, લવિંગ તેમજ લીલાં મરચાં નાખો. સહેજ ભૂરું થાય એટલે બીજા મસાલા થોડું પાણી નાખી મેળવી દો. મસાલા રંધાઈ જાય એટલે એમાં બાકીનું પાણી નાખો. પાણી જ્યારે ઉકળવા લાગે ત્યારે શેકેલા મકાઈના કણો એમાં નાખો ને ધીમા તાપે લગભગ અડધો કલાક સુધી પકવો. નીચે ઉતારીને કોથમીરથી સજાવો.
બીજી રીતે પાણી ઓછું નાખીને સૂકું શાક પણ બનાવી શકો છો. આ શાક મકાઈના રોટલા સાથે કે ઘઉંની રોટલી સાથે પણ સારું લાગે છે.
Print This Article
·
Save this article As PDF
ક્યારે વાનગીની મહેફિલમાં બોલાવો છો?
ખાવાસ્તો
Nice try….
વાનગી બનાવુ છુ.
તમારી વાનગી ખરેખર ખુબ જ સરસ હોય છે.
તમે classes ચલાવો છો?
જો હા તો pleas મને મારા e-mail I.d ઉપર detail
મોકલશો.
I really want to teach it.
So please inform me ASAP.
Thank u.
i really want to teach it
so please inform me asap
thank u
bye
Taralaji,
uparni banne vangio avadati hati pan
Makai nu shak navu ne saras banyu..
Darek vakhate Kanda ne tameta ni panjabi same style gravi thi kantalya hata. aa kaink navu hatu. gmyu ne bhavyu..
Ghano aabhar.
very nice
I am try it to make
from
Rohit patel
Germany.
રુપેશ કેમ સે મજામ ને શુ ચાલે ચે નવિન મા આપને હવે હુ કગર લખિશ્