ભલાંભોળાં માણસ – મુકુન્દરાય પરાશર્ય

1934ની શરૂના શિયાળામાં એક દિવસ સરકારી કામ હોવાથે પ્રભાશંકર રાજકોટ ગયેલાં. પાછા ફરતાં ભાવનગર તરફની ગાડી ઊપડવાને પોણા કલાકની વાર હતી, તે વખતે પ્રભાશંકર તેમના બે સેક્રેટરી સાથે રાજકોટ સિટી સ્ટેશને આવી ગયા. એ સ્ટેશનેથી સામાન્ય રીતે ઘણા ઓછા ઉતારુઓ ચડતા. એક સેક્રેટરી પૉટફોલિયા સાથે બાંકડે બેઠા ને પ્રભાશંકર પ્લૅટફૉર્મના આ છેડેથી તે છેડે ફરવા નીકળ્યા. પ્લૅટફોર્મના છેડેથી જરા આગળ તેમણે સાંધાવાળાનું કવાર્ટર જોયું.

બાજુમાં કાચી છાપરી નીચે એક ભેંસ ને ગાય બાંધેલા જોઈ તે ત્યાં ગયા. એક આધેડ બાઈ સામે આવી, આવકાર આપતાં બોલી કે, “પધારો, મહાત્માજી.” આમ કહી ખાટલો ઢાળી તે પર ગોદડું નાખી કહ્યું કે, “અંહિયા બેસો.”

પ્રભાશંકરે બેસતાં કહ્યું કે, “દુઝાણું (એટલે કે ગાયો-ભેંસો) જોયું એટલે તમારે આંગણે બેસવા આવ્યો. ઘરમાંથી ક્યાં ફરજ પર ગયા છે?”

સામે નીચે બેસતાં બાઈએ હા કહી ને પૂછયું, “મહાત્મા બાપુ, તમે કોણ, કાં રહો છો ?”

પ્રભાશંકરે કહ્યું, “હું મહાત્મા નથી, બ્રાહ્મણ છું, પણ પચાસ વરસથી એક રાજની નોકરી કરું છું. ભાવનગર રહું છું ઢોર બહુ ગમે ને એ જેને ત્યાં હોય ત્યાં જાવું-બેસવું ગમે.”

બાઈએ કહ્યું, “દેવ, મારે ત્યાં તો ભગવાને દીધાં બે જ ઢોર છે, ઝાઝાં નથી. તમારાં પગલાં થ્યાં, હવે ઝાઝાં થાય ઈમ માગું. પણ બાપુ, તમે ભલે કો’કે રાજનો નોકર છું, પણ હું માનું નૈ. તમે તો મહેમાન બની દયા કરવા આવ્યા છો, નહીંતર આંઈ વગડામાં આટલે છેટે છાપરીએ કોણ આવે ? કોણ સાધુમહાત્મા આવે ? આવ્યા છો તો….હમણાં જ ગાય દોઈ છે, દૂધ લેશો ? તાંસળી ભરી દઉં, હુંફાળું દુધ છે.”

પ્રભાશંકરે કહ્યું કે, “બે’ન, દૂધ તો નથી પીવું. છાશ દ્યો તો પીઉં.”

“શીદ નો દૌં, ઈ પીયો.” કે’તી બાઈ ઊઠી ને એક હાથમાં ભરી તાંસળી ને બીજા હાથમાં છાશની દોણી લઈ આવી. કીધું કે “રોજ સવારે કરીએ છીએ.”

પ્રભાશંકરે તાંસળી ભરી માખણ ઉતાર્યા વગરની છાશ પીધી. તેનાં વખાણ કર્યાં.

બાઈએ કહ્યું, “છાશમાં શું વખાણ ? એ તો બધે ય સરખી.”
પ્રભાશંકરે કહ્યું, “માડી, મને ફેર લાગે.”
બાઈએ કહ્યું, “બાપુ, કાંક ઉપદેશ દો.”
પ્રભાશંકરે કહ્યું, “એ દેનારો હું નથી. મળેલા ઉપદેશ મુજબ જીવવા મહેનત કરું છું. તમે અહીંયા એકાંતમાં ઢોર રાખી સેવા કરો છો ને મને એવે ઠેકાણે બેસવું બહુ ગમે, બાળપણ તાજું થાય, એટલે તમારે ત્યાં રાજી થઈને આવ્યો.”
બાઈ એ કહ્યું, “અમે વસવાયાં કહેવાઈએ. અમને અમારાં જેવાં હારે ગમે એટલે બે બાંધ્યાં છે.”
પ્રભાશંકરે પૂછયું, “માડી, આપણાં જેવાં છે એમ તમને કેમ કરતાં લાગ્યું ?”

બાઈએ કહ્યું, “ઈ કાંઈ ન હમજું, પણ એવું થયું કે એમની અંહી રેલ્વેમાં નોકરી લાગી ને જતે દહાડે છાસવારે ભારખાનાના (ગુડ્સ ટ્રેન) ડબામાં પૂરેલી ગાયમાતા ને ભેંસુ જોઈ. આ જોઈ મેં એક દહાડે એમને પુછયું કે આ ઢોરાં ભારખાનામાં નાખી ક્યે ગામ લઈ જાય છે ? તો કે’ કે, મુંબઈ. મેં પુછયું, ત્યાં શું કામ ? તો કે’ કે, ત્યાં મોટું કતલખાનું છે. દેશમાંથી કેટલાંયે ઢોર ત્યાં જાય છે. આ સાંભળીને મને અરેરાટી થઈ : હાય જીવ, આ કળજુગ ! ઘરેઘરે ગાય બંધાય ને સેવા થતી, છોરાં તેનું કેટલુંય દૂધ પીતાં, ઈ માતા ના આ હાલ ? આમ થોડા દી નો થ્યા ને મને કંઈ ગોઠતું નહોતું એટલે મેં એને (પતિને) કીધું કે તમે હા કો’ તો ગાય મારે પિયર થી લાવું ને તમે એક ગાય કે ભેંસ લાવી દ્યો. સેવા કરીએ. જે ગાડીમાં (ટ્રેનમાં) આ સારું ઢોર ચડે ઈ ગાડીવાળાનું કામ કરી એનો દીધો રોટલો કયા ભવ સારું ખાવો ? તો મને ક્યે કે, ઘાસચારો તો તું કરે પણ ઘાસચારો લાવવો ક્યાંથી ? મેં કીધું, તમ તમારે આખો દી જે મલે તે કામ કરો. મારે બે છોકરી એટલે રાંધી ને ખવરાઉં પછી સાવ નવરી. છાણ-લાકડાં વીણવા જઈશું એને બદલે છાણ ઘરે થાશે એટલે આખો દિવસ ચારો નાખીશ. તમ તમારે બસ એક ગાય કે ભેંસ લાવી દો. ઈંયે હું સરખા છે ( મારા પતિ પણ મારા જેવા છે.) ઈ ભેંસ લાવ્યા, બે ઢોર ઘેર બાંધ્યા. હું છોકરીઓને લઈ સીમમાં ચારવા જાઉં, ઝાડને છાંયે બેસી છોકરીઓને ચણિયા ને ઝભલાં માં આભલાં ભરતાં શીખવું. છોકરીયો જરા મોટી થઈ એટલે એ પણ ઘાસચારો ખવડાવે. હવે તો ઈ સાસરીયે ગઈ. આ ઢોર છે મારી સંગાથે. પહેલાંના ઢોર હતાં ઈ મરી ગ્યાં. એ પહેલાં ની ગાયને પાંચ વાછરડી અને ભેંસને પાંચ પાડી થૈ. આ જે બે ઢોર દેખાય છે તે ઈમના. વાછરડી કે પાડી જરા મોટી થાય એટલે વધારાની વાછરડી અને પાડીને કોઈ ને ઘેર છોકરાં હોય એવા બ્રાહ્મણને ત્યાં આપી આવું. આમ ને આમ જિંદગીના દિવસો પૂરા થાય તો સારું.”

પ્રભાશંકરે કહ્યું, “આટલુંયે હું કરી શકતો હોઉં !”
બાઈએ કહ્યું, “તમેય તમારી ઝૂંપડીયે ઢોર બાંધ્યા જ હશે.”
પ્રભાશંકરે કહ્યું, “છે, પણ મારાથી તો ગાયો-ભેંસોને ખવડાવવાનું કોકવાર જ થાય. મારાં માતાપિતા અને મોટાભાઈઓ તો ગાયોની વચમાં સૂઈ રે’તાં. બાળપણમાં હું યે સૂતો છું. પણ છેલ્લાં બત્રીસ વર્ષથી બંગલામાં રહું છું. હું દહોતોયે ખરો, વહુ-દીકરાને આવડે, પણ હવે કરે કોક વાર. છું બ્રાહ્મણ, તોયે તમારા જેવી સેવા અમારી નહીં. હું તો તમારાથી રાજીપો બોલી બતાવું છું. છાશ પાઈ એટલે ટાઢક કરી. માડી, બેસવાનું તો ગમે, પણ ગાડીનો વખત થયો છે એટલે રજા લઉં. મારા જેવું કામ હોય તો કહો. રાજી થઈને કરીશ.”

“મારે સું કામ હોય ! સુખથી રોટલાં ખાઈને રહીએ છીએ. તમે પગલાં કર્યાં, પણ મારાથી કંઈ થયું નહીં. દુવા કરો કે આ ઢોરને સાજાંનરવાં જાળવી શકું ને મનમાની સેવા કરું.”

બેઠા થતાં પ્રભાશંકરે કહ્યું, “માડી, જે ધણીએ આટલાં વરસ તમારી રખેવાળી કરીને સહુ જીવજંતુનીય કરતો રહ્યો છે, એ બહુ દયાળુ છે. તમારા જેવાંનું એ રક્ષણ કરશે જ. મને એ ભરોસો છે. આમ તમે ખોળો પાથરીને પગે ન પડો.,” એમ કહેતાં પ્રભાશંકરે સામે નમી પ્રણામ કર્યા ને ઢોર તરફ હાથ જોડી માથું નમાવી પાછા ફર્યા. પાછા ફરતાં ગાય-ભેંસને પંપાળતા આવ્યા.

પાટા ઓળંગી પ્લૅટફૉર્મ પર આવતાં પ્રભાશંકરના કહેવાથી સેક્રેટરી પાછા ફરી એ બાઈને દશ રૂપિયા (એ જમાના ના) દેવા માંડયા, તો બાઈએ કહ્યું કે,”ઈ નો લેવાય ભૈલા, પાપમાં પડીએ. અમે સુખનો રોટલો ખાઈએ છીએ.”

સેક્રેટરીએ કહ્યું કે બાપુ તો (એટલે કે પ્રભાશંકર) ભાવનગરના દીવાન હતા. બાઈએ કહ્યું, “ઈ ભલે રહ્યા. ભગવાન એમને કરોડ વરસના કરે. હું નહીં લઉં.”

સેક્રેટરી એ કહ્યું, “ઉપરથી ભગવાન મેઘ વરસાવે એ આપણે સૌ ઝીલીએ છીએ. એમ આયે ભગવાનનો જ પ્રસાદ છે. બાપુએ કે’વાનું કીધું છે કે બીજાને દેવા માટે જ ભગવાન મને નાણું આપે છે”. આમ કહી ખાટલે રૂપિયા મૂકી સેક્રેટરી પાછા આવ્યા.

ગાડી ઊપડયા પછી સેક્રેટરીએ બાઈની આનાકાનીની વાત કરી, ત્યારે પ્રભાશંકરે કહ્યું કે, “આ દેશનાં ભોળાંભલાં માણસોની મતિ ફેરવવા ઘણા પ્રયત્નો સો વરસોથી થતા આવ્યા છે. પણ ઋષિમુનિઓએ હજારો વરસ પહેલાં સીંચેલા સંસ્કાર એટલા મૂળ સ્વભાવમાં ઊતરી આવ્યા છે કે સૈકાઓથી આ પ્રજા પીડાતી આવે છે છતાં હજી આવાં સાચાં માણસો રહ્યાં છે. પ્રભુએ આવાં માણસો જાળવીને બાવળની કાંટમાં ક્યાંક ક્યાંક ચંદનનાં ઝાડ ઉગાડયાં છે.”

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધૂળિયે મારગ – મકરન્દ દવે
સોનામહોર – ફાધર વાલેસ Next »   

9 પ્રતિભાવો : ભલાંભોળાં માણસ – મુકુન્દરાય પરાશર્ય

 1. Uday Trivedi says:

  This is real India and real Indian Culture. Really !! Thank you for sharing such a wonderful story…

 2. Dipika says:

  yes, this is our culture, but we don’t do anything to save it, likewise all “Rushi” did. Rushi used to go each home give these thoughts. we just do pray and seva for god in home. we need to meet eachother and discuss about our culture, why we have diwali? Holi? agiyaras? Dashvatar? Importance of Utwav? Subhasit, Bhshyo, Geeta Shruti, Smruti, Upnishad, Ved.. Today no one knows about abything of our culture. if some one ask why we have “Bhai bij”? Who is Nachiketa? Kumaril Bhatt? Agasti?
  we just study, like india “mausami” pardesh chhe, mate varsad dar varase padto nathi, tethi loko Nasib ma mane chhe!!?? i studied in my school. But now i know that human doesnot do anything if five things are not in favor. In geeta these five things are: “Desh”, “Kal”, “Sadhano”, “Prayatana” and “Daiv – Nasib -Destiny” is last.
  We do not study our culture in school and do not discuss it, so we are loosing our culture.
  “SANSKRUTI TAKAVAVA VICHARONU VAHAN THAVU AAVASHYAK CHHE.”

 3. anonymous says:

  dipika,
  tame swadhyay vada o ni bhasha bolo chho.
  tame please avu chhapvanu bandh karo ane maatra maansai,maanavta bharela lekh vanchi ne jeevan ma utaarvani koshish karo to pan ghanu chhe.
  astu

 4. અતુલ જાની (આગંતુક) says:

  ભલા ભોળા માણસ – સુંદર લેખ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.