કાવ્યરસ – સંકલિત

[રીડગુજરાતીને આ કાવ્યો મોકલવા બદલ શ્રી ગોપાલભાઈ પારેખનો (વાપી) ખૂબ ખૂબ આભાર. ]

શિખરું ઊંચા – મનસુખલાલ ઝવેરી

શિખરું ઊંચા ને મારગ આકરા,
નહીં કોઈ સાથ કે સંગાથ,
નહીં ત્યાં કેડી કે નહીં વાટ,
ચડવાં ચઢાણો તસુ તસુ એકલાં,
શિખરું ઊંચા ને મારગ આકરાં.

લિયે એ મારગ નર કોઈ બંકડા,
છોડી આળ ને પંપાળ,
રાખી રામૈયો રખવાળ;
કાચી રે છાતીનાં બેસે તાકતાં,
શિખરું ઊંચા ને મારગ આકરા.

ચડે એ ઊંચે, જે માંહે ડૂબતાં,
જેને આતમનો સંગાથ,
એનો ઝાલે હરિવર હાથ,
પંડને ખુવે તે પ્રીતમ પામતાં,
શિખરું ઊંચા ને મારગ આકરા.

………….

બે મંજીરાં – ભગવતીકુમાર શર્મા

મારે રુદિયે બે મંજીરા
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં

કૃષ્ણ કૃષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા
એક મંજીરે સૂરજ ઝળહળ
બીજે અમિયલ ચંદા
શ્વાસ શ્વાસમાં નામ સ્મરણના, સરસર વહત સમીરા. મારે રુદિયે….

રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;
વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ
હરિનાં જન તો ગહનગંભીરા, જ્યમ જમુનાનાં નીરાં. મારે રુદિયે….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પાંપણે બેઠેલું સપનું – રામજીભાઈ કડિયા
ચિકુન ગુનિયા સામે સાવચેતી – સં. તરંગ હાથી Next »   

8 પ્રતિભાવો : કાવ્યરસ – સંકલિત

  1. drashti says:

    ultimate poem

  2. Mohita says:

    This poem by Mr. Zaveri is one of favorites. Thank-you so much.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.