સાચા સ્નેહની અનુભૂતિ – ડૉ. ઊર્મિલા શાહ

‘એલાવ ! કોણ, સમીરા ? હું બીના બોલું છું.’
‘શું ખબર છે ? મઝામાં ? બહુ દિવસે યાદ કરી મને. ક્યાં ખોવાઈ ગઈ હતી ?’
‘શું કરું આ ઘરની જંજાળમાંથી જ ઊંચા અવાતું નથી ને…. પણ આજે એક ખાસ કામ પડ્યું છે.’
‘મારું ? મારું તે વળી શું કામ પડે ?’
‘ખાસ કામ છે સમીરા…. તારી મદદની જરૂર છે.’
‘હવે મશ્કરી ન કર. તારે ને વળી મદદની જરૂર ? જાજા હવે, મને બનાવ નહીં.’
‘સાચું કહું છું સમીરા…. બપોરે બે કલાક હું તારે ત્યાં આવું છું. બે ચાર વસ્તુઓ બનાવવી છે.’
‘એટલે ? સમજ ન પડી.’
‘સમજાય એવું જ નથી… હવે તને સમજાવું ? આજે મમ્મીની વર્ષગાંઠ છે ને મારે તેમના મિત્રોને સરપ્રાઈઝ પાર્ટી આપવી છે. ઘેર બધું બનાવું તો મમ્મીને ખબર પડી જાય. હા, ના, કરે અને બધી મજા મરી જાય એટલે મેં એવું નક્કી કર્યું છે કે મમ્મી મિટિંગમાં જાય અને મિટિંગ પૂરી થવાના સમયે જ અચાનક બધું લઈને ત્યાં પહોંચી જાઉં, ને એમનાં બધાં જ મિત્રોને પાર્ટી આપું. તને ખબર છે સમીરા ? મમ્મીએ અમારે માટે કેટકેટલું કર્યું છે ? એમને માટે તો હું જેટલું કરું તેટલું ઓછું છે…. ને એટલે જ મેં અને વિનયે આવો પ્લાન કર્યો છે, બોલ, કેવો વિચાર છે ?’
‘બહુ જ સરસ…. એક્સલેન્ટ !’

અને લગભગ સાડાપાંચ વાગ્યા અને મિટિંગ પૂરી થઈ, સૌ છૂટાં પડવાની તૈયારી કરતાં હતાં ત્યાં તો બીના અચાનક જ બધું લઈને હાજર થઈ ગઈ. એનાં સાસુ અન્નપૂર્ણાબહેનને આશ્ચર્ય થયું. ‘બીના ! તું ? મેં લેવા આવવાનું તો કહ્યું ન હતું….તું લેવા આવી છે ?’

ને એક સાથે સૌ હસી પડ્યાં. સૌએ એકસાથે અન્નપૂર્ણાબહેનને ‘હેપી બર્થડે’ નું ગીત ગાઈને વર્ષગાંઠ માટે અભિનંદન આપ્યાં, શુભેચ્છા પાઠવી અને વાતનો ઘટસ્ફોટ કરતાં કહ્યું, ‘અમને તો આજની તમારી પાર્ટીનું આમંત્રણ ગઈકાલનું મળી ગયું હતું.’ ને વાતાવરણમાં એકદમ આનંદનું મોજું ફરી વળ્યું…. ઘડીભર તો અન્નપૂર્ણાબહેનનું હૃદય એટલું બધું લાગણીવશ થઈ ગયું કે એમની આંખમાં હર્ષાશ્રુ આવી ગયાં. પોતાનાં સંતાનોના હૃદયમાં તેમના માટેનો આ પ્રેમ જાણે એ જીરવવા મુશ્કેલી સાથે પ્રયત્ન કરી રહ્યાં ન હોય ! આજનો દિવસ તેમના જીવનનો ધન્ય દિવસ હોય તેવી તેમને અનુભૂતિ થઈ.

સ્ત્રીના જીવનમાં માતૃત્વ બહુ જ મહત્વનું છે. સ્ત્રી માતૃત્વ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેને તેના જીવનની પરિપૂર્ણતા લાગતી નથી. માતૃત્વ માટે તેને સતત ઝંખના હોય છે, અને સંતાન એ તો એનું જ એક અંગ, તેનું જ સર્જન, તેના જ હૃદયનો ટુકડો, તેને ઉછેરવા પાછળ તે રાતદિવસ, ટાઢતડકો, સુખ કે દુ:ખ, ક્યાંય કશી જ પરવા કરતી નથી. સંતાન થતાં તેનું આખું જીવન જ સંતાનમય બની જાય છે, ને કરોળિયાના જાળાની જેમ એમાં સતત ગૂંથાયા જ કરે છે, પણ એ સંતાનો મોટાં થતાં તેમને પાંખ આવે છે, ને તે પણ તેમના મુક્ત ગગનમાં પાંખો ફફડાવી ઊડવા માંડે છે. એમને એમનું જીવન જોઈએ છે. એમની ઈચ્છિત રીતે જીવન જીવવા તેઓ ઝંખે છે. એમનાં ધ્યેય સિદ્ધ કરવા તેમની મથામણ ચાલુ થાય છે જ્યારે વડીલોને મન એ સંતાન હજી બાળક જ લાગે છે, નાનું લાગે છે, એટલે તેમનાથી તેમને વારંવાર શિખામણ કે સલાહસૂચનો અપાઈ જાય છે, ને ત્યારે પુખ્ત ઉંમરે પહોંચેલાં પેલાં સંતાનોને થાય છે, ‘હવે અમે મોટાં થયાં, અમને ખબર નહીં પડતી હોય ! અમને અમારી રીતે જીવન જીવવા દો, ક્યાં સુધી અમારી અંગત બાબતોમાં માથું માર્યા કરશો ?’

અને આમ જૂની અને નવી પેઢી વચ્ચે ઘર્ષણો શરૂ થાય છે. દરેક યુગની આ એક સમસ્યા છે. લાક્ષણિકતા છે.

સંતાનોનાં હૃદયમાં મા-બાપ માટે લાગણી છે. પણ તેઓ મોટાં થતાં તેમને તેમની રીતે જીવન જીવવું છે, તેમનો ‘અહમ’ ઘવાય એવા બે શબ્દો કે એવું કોઈનુંય વર્તન તેમને ગમતું નથી. તેમને જીવન ખુમારીથી જીવવું છે. જીવનના સંઘર્ષો સામે ઝઝૂમવું છે, તેઓ માને છે…. ‘કોઈએ પાડેલ કેડી પર ચાલવાનો આનંદ ક્યાં અને કંટકની વેદના પણ સહન કરીને પોતે પાડેલ કેડી પર ચાલવાનો આનંદ ક્યાં ?’ અને એટલે જ વડીલો તરફથી આવતાં પ્રેમભર્યા સલાહ કે સૂચનો તેમને જચતાં નથી, ગમતાં નથી, સ્વીકાર્ય નથી.

ત્યારે માબાપને માટે પોતાની નજર આગળ પોતાની પાસે અનુભવનું ભાથું હોવા છતાં પડતુંઆખડતું આગળ વધતું સંતાન જોવું એ મુશ્કેલ બની જાય છે ને એટલે ગમે તેટલું નક્કી કરે કે ‘મારે તો હવે બોલવું જ નથી, છો એમની રીતે જીવે.’ પણ હૃદયમાં રહેલી મમતા પાછી એના હૃદયને ઢંઢોળે છે ને નહીં બોલવાનો નિર્ણય કર્યો હોવા છતાં ક્યારેક ફરી ફરી સૂચનો તેમનાથી અપાઈ જાય છે ને પરિણામે માબાપ અને સંતાનો વચ્ચે એક ગેરસમજની દીવાલ ખડી થઈ જાય છે. ને ત્યારે જીવનને આરે પહોંચી રહેલ વડીલોને જીવન જીવવું મુશ્કેલ બની જાય છે. તેમને જીવનમાંથી રસ ઊડી જાય છે. તેમને જીવન જીવવા યોગ્ય લાગતું નથી ને વારંવાર તેમને નિરાશા, હતાશા ઘેરી વળે છે. ‘હવે જીવીને શું કામ છે ? મારું હવે ક્યાં કોઈનેય કામ છે ? સંતાનોને તો આપણે ભારરૂપ લાગીએ છીએ, એવું જીવીને કામેય શું છે ?’

પણ સૃષ્ટિનો ક્રમ એવો છે કે જીવન અને મૃત્યુ કોઈનેય માગ્યું મળતું નથી અને એટલે જીવનના રહ્યાસહ્યા દિવસો એવા વડીલો માંડ માંડ પૂરા કર્યો જાય છે. એના બદલે આમ અન્નપૂર્ણાબહેનની જેમ સંતાનો તરફથી જો આવાં લાગણી અને પ્રેમ મળે તો જીવન કેવું હર્યુંભર્યું બની જાય !

જીવનનો વ્યવહાર નિભાવવા કે જીવન જીવવા ભલે ભૌતિક ચીજવસ્તુઓની આવશ્યકતા છે ખરી, પણ જીવનને ચેતનમય બનાવવા, તેને જીવંત બનાવવા તો પ્રેમ જેટલું શક્તિશાળી પરિબળ બીજું કોઈ જ નથી. જીવનમાં તમારી કોઈને જરૂર છે. તમારું જીવન તમારા સિવાય બીજાને પણ ઉપયોગી છે. બીજા પણ તમારા જીવનને ઝંખે છે એ વિચારમાત્રથી જ માણસના જીવનમાં કેટલું મોટું પરિવર્તન આવી શકે છે ! ઉંમર થાય, શરીરનાં ગાત્રો શિથિલ બને એટલે શારીરિક રીતે તો સંતાનોને સહાયરૂપ બનવાનું મુશ્કેલ બને જ પણ એવે સમયે જીવન સાચે જ વ્યર્થ કે નિરર્થક છે એવી પ્રતીતિ થવાને બદલે સંતાનો તરફથી પ્રેમ અને લાગણી પણ મળે, તેમનાં જીવનમાં આપણા જીવનને વળી દેતાં આવડે, તો કેટલો મોટો ચમત્કાર સર્જાય ! સંતાનો નાનાં હોય ત્યાં સુધી આપણે આપણાં જીવનને તેમની આસપાસ જ વણી દઈએ છીએ. એ જ સંતાનો મોટાં થતાં જો એમનાં જીવનમાં આપણાં જીવનને વણી દેતાં શીખે તો જાણે એમના ઉછેર પાછળ માબાપે કરેલી સાધનાની સિદ્ધિ થઈ છે એવી અનુભૂતિ થાય.

માબાપને તો સંતાન માટે હંમેશાં પ્રેમ હોય જ, અને સંતાનોને પણ માબાપ માટે હંમેશા આદર અને પ્રેમ હોય જ, પણ નાના નાના અને નજીવા પ્રસંગોમાંથી બંનેનાં હૃદયમાંથી વહી રહેલી લાગણીઓ વચ્ચે એક એવી ગેરસમજની દીવાલ ખડી થઈ જાય છે કે બંને પક્ષે કશું જ કરી શકાતું નથી ને છતાંય એ બધું સહી પણ શકાતું નથી, ને ઠેરઠેર દેખાતા આવા વાતાવરણમાં જ્યારે આવાં અન્નપૂર્ણાબહેન અને બીનાબહેન જેવા સંબંધો જોવા મળે ત્યારે તો સાચે જ જાણે રણમાં કોઈ મીઠા પાણીની વિરડી હોય તેવું લાગે. અન્નપૂર્ણાબહેને જાણે દસેય આંગળીએ દેવ પૂજ્યા હોય તેવું લાગે. હજીય સૃષ્ટિ પર સાસુ-વહુના, સંતાનો અને વડીલોના આવા મીઠા સંબંધો ટકી રહ્યા છે, એ કોઈ નાનીસૂની વાત નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous તેજસ્વી કુંડલ – સિંહાસન બત્રીસી
દિવાળી ફરસાણ વિશેષ – સંકલિત Next »   

16 પ્રતિભાવો : સાચા સ્નેહની અનુભૂતિ – ડૉ. ઊર્મિલા શાહ

 1. સંબધ તો સુતર ના તાતણાસમ છે.

  અને માબાપ તો પોતાના સંતાનનુ હંમેશા ભલુ જ ઇચ્છતા હોય છે, પરંતુ સંજોગો અનુસાર બાળક ક્યારેક સમજાવા મા ભુલ કરે અને મોડુ સમજે છે.
  સુંદર લેખ . આભાર.

  છોરુ કછોરુ થાય પણ માવતર કમાવતર ના થાય.

 2. Uday Trivedi says:

  Really true ! and how many can actually realise it when they are young ? People say, you will understand love of a perent when you become a parent.. but do we always need to feel something to really understand it’s worth ?

  Parent’s Love is the first time we get to know about Love. and It will be the last…

  Hope we all can make them feel how pivotal they are in our life…how their selfless love has changed our path…

 3. gopal h parekh says:

  sasu ane vahu vachchena gharshan ghatadva mateno sachot upay, aavun vastavik jindagim man ghare ghare thay em echchhie

 4. shivshiva says:

  આજકાલ વહુઓ પોતાનાં માબાપ માટે આવી પાર્ટીઓ રાખતી હોય છે પરંતુ સાસુ સસરા માટે કોને ફુરસદ છે? આજની વહુઓને વાંચવા જેવો લેખ છે.
  visit http://shivshiva.wordpress.com/ for different photoes of Holy Kailash

 5. manvant says:

  આ તો ઘર ઘરની વાત રજૂ થઈ !
  ભગવાન ! તારાથી કાંઈ થઈ શકે ?
  માનવજાતને મદદ કરજે ભલા !
  નમ્ર પ્રાર્થના છે .લેખ બદલ આભાર !

 6. Meera says:

  Loving your in-laws is not easy for any newly wed bride. How one can expect depth of LOVE for unknown people who became close relatives overnight? Feelings for her own family members had been cultivated fron day one since she was born and slowly, gradually the bond had grown stronger.
  The same way if the newly wed bride is welcomed in the in-law’s house and allowed the same love and secure feelings her bond of love towards these NEW family members will also start getting deeper in her heart and with maturaity attained due to age and realising goodwill from in-laws, I am sure the bride can express same depth of LOVE towards her in-laws too!
  Clapping requires two hands!

 7. Kavita says:

  Well said meera, absolutely right, clapping requires two hands.
  As saying goes, give respect & receive respect.
  Same way love them & you will be loved by them.

 8. ashalata says:

  yes I agree with KAVITA
  sunder lekh dwara samajne sachi shikh
  apva badal ____thanks to Dr.urmilaben
  ashalata

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.