દિવાળી ફરસાણ વિશેષ – સંકલિત

ratlamisev[1] રતલામી સેવ

સામગ્રી :
ચણાનો ઝીણો લોટ 500 ગ્રામ આશરે, તેલ 1 કટોરી, પાણી 1 કટોરી, સોડા બાયકાર્બ ½ નાની ચમચી, મીઠું-મરચું સ્વાદ મુજબ, હિંગ ચપટી, એક લીંબુ, મરી, અજમો ½ ચમચી

રીત :
અજમાને વાટી લેવો, મરીને પણ ખાંડીને ભૂકો કરી લેવો. હવે તેલ અને પાણી સરખે ભાગે ભેગાં કરીને હાથેથી અથવા મિક્ષરમાં ફીણવા. એકદમ સફેદ “દૂધિયું” તૈયાર થાય તેમાં સોડા અને અડધા લીંબુનો રસ અને એકદમ ઝીણું ચાળેલું સફેદ તીખું મરચાની ભૂકી ઉમેરવી અને તે દૂધિયા પાણીમાં સમાય તેટલો જ ચણાનો લોટ ભેળવવો. મીઠું, મરી, હિંગ વગેરે ઉમેરી મસળવું. સેવનાં સંચાથી અથવા ઝારાથી ગરમ તેલમાં સેવ પાડવી.

…………
dalmuth [2] દાળમૂઠ

સામગ્રી :
મસૂર આખા 500 ગ્રામ, દૂધ 1 ટે. સ્પૂન. તળવા માટે તેલ, મીઠું, સંચળ ઉપર ભભરાવવા માટે, ચણાનો લોટ એકદમ ઝીણો 500 ગ્રામ, તેલ મોણ માટે 50 ગ્રામ, મીઠું સ્વાદ મૂજબ, સફેદ મરચું ઉકાળીને તેનું પાણી
થોડું તળવા માટે તેલ.

રીત :
મસૂરને આગલે દિવસે ધોઈને પાણીમાં ડૂબાડૂબ પલાળવા. તેમાં એક નાની ચમચી દૂધ ઉમેરવું. બીજે દિવસે મસૂરને ચારણીમાં નીતારી કપડા પર કોરા કરવા. ગરમ તેલમાં ભભરાવીને થોડા થોડા તળવા, તેલ ઉભરાય નહીં તેનો ખાસ ખ્યાલ રાખવો. મસૂર તેલમાં ઉપર તરે ત્યારે નીતારીને કાઢી લેવા. ચણાના લોટમાં મીઠું, મોણ, અને મરીનો ભૂકો અથવા સફેદ મરચાનું ગાળેલું પાણી ઉમેરી સાદા પાણીથી કનક બનાવવી. સેવના સંચામાં એકદમ બારીક ઝારી મૂકી સેવો પાડવી. મસૂર ભેળવવા મીઠું સંચળ ભભરાવવા.

…………
chakri [3] સ્વાદીષ્ટ ચકરી

સામગ્રી :
ઘઉંનો લોટ : 200 ગ્રામ, ચોખાનો લોટ : 100 ગ્રામ, મીઠું , તલ, થોડી હળદર. આ ઉપરાંત અધકચરા તલ અને જીરૂં

રીત :
ઘઉં તેમજ ચોખાનો લોટ લઈને તેમાં સૌપ્રથમ મીઠું નાખવું. હવે તેને એક પાતળા કપડાં કે કાપડની થેલીમાં ભરી તેને કુકરમાં (કૂકરના ડબ્બામાં) બાફવા મૂકવી. લગભગ 3 થી 4 સીટી વગાડવી. હવે તેને બહાર કાઢી લોટને ચારણીથી ચાળી લેવો. તેમાં મોણ માટે માખણ નાખવું. આ ઉપરાંત તલ, જીરૂ, સહેજ હળદર અને મરચું નાખીને લોટ બાંધવો. તેને બે કલાક મૂકી રાખવો. આટલા સમય બાદ, તેને બરાબર મસળીને સેવના સંચામાં ચકરીની જાળી મૂકી, થોડો થોડો લોટ ભરી પ્લાસ્ટીક ના કાગળ પર ચકરી પાડવી. બધી ચકરી પડી જાય પછી તેને તળી લેવી.

…………
cholafali[4] ચોળાફળી

સામગ્રી :
ચણાનો લોટ – 2 વાડકી, મગનો લોટ – 1 વાડકી, અડદનો લોટ – 1 વાડકી. સાજીના ફૂલ, મીઠું, તેલ, મરચું અને સંચળ.

રીત :
ઉપર આપેલા ત્રણેય લોટ લઈને તેમાં મીઠું તેમજ સાજીના ફૂલ નાખી કઠણ લોટ બાંધવો. તેને તેલ વાળા હાથ કરી બરાબર મસળવો. હવે તેના લુઆ બનાવી તેને મેંદાના અટામણ માં રગદોળી ને ભાખરી જેટલી સાઈઝ ના વણવા. વણ્યા બાદ તેને સહેજ સુકાવા દઈ તેના વચ્ચેના ભાગમાં કાપા પાડવા. હવે તેલ મૂકીને ચોળાફળીને તળી લેવી. આ રીતે તૈયાર થયેલી ચોળાફળી પર મરચું અને સંચળ ભભરાવી ઉપયોગમાં લેવી.

…………
farsipuri[5] ફરસી પૂરી

સામગ્રી :
1/2 કિલો મેંદો, 125 ગ્રામ રવો, 200 ગ્રામ ઘી, 1 ચમચી જીરૂ, 1 કપ દૂધ, 50 ગ્રામ ચણાનો લોટ, 50 ગ્રામ ચોખાનો લોટ, 1/2 ચમચી મરી, ખાંડેલા મીઠું, તળવા માટે તેલ.

રીત :
સૌપ્રથમ ઘી, ચોખાનો લોટ અને દૂધ ત્રણે ભેગા કરી ખૂબ ફીણવું. પછી તેમાં મેંદો, ચણાનો લોટ, રવો તેમજ મરી, જીરૂ, મીઠું બધું નાખી ભેગું કરવું. પછી દૂધ અથવા પાણીથી રોટલી જેવો લોટ બાંધવો. પછી ઘીવાળો હાથ કરી લોટ ખૂબ મસળી તેના લુઆ પાડવા. તેની પાતળી પૂરી વણી લેવી. પૂરી વણાઈ જાય એટલે નખ મારી ધીમા તાપે તળી લેવી.

…………
[6] મઠિયા

સામગ્રી :
1॥ કિલો મઠનો લોટ, 300 ગ્રામ અડદનો લોટ, 6 ટેબલ સ્પૂન મીઠું, 150 ગ્રામ ખાંડ, અજમો 2 ટી સ્પૂન, ચપટી હળદર, 2 ટે. સ્પૂન સફેદ મરચું.

રીત :
મીઠું તથા ખાંડ જુદા જુદા ઉકાળવા, લોટમાં ઉપર મુજબનો મસાલો નાખવો, મીઠું અને ખાંડના પાણીને ભેગા કરી તેનાથી કઠણ લોટ બાંધવો. તેમ જ બરાબર કૂટવો. એક સરખા લુઆ પાડવા. ઘી અને લોટને ફીણી લુઆને તેમાં રગદોડવા. પછી તપેલીમાં ભરી લેવા. મઠિયા પાતળા વણી લેવા. તેને ઉપરાઉપરી મૂકવા જેથી સૂકાઈ જાય નહીં. પછી તેને તેલમાં તળી લેવા.

…………
[7] જાડા મઠિયાં

સામગ્રી :
500 ગ્રામ મઠનો લોટ, 50 ગ્રામ ઘઉંનો લોટ, 100 ગ્રામ ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, અજમો હળદર, તલ અને મરચું.

રીત :
મઠનો અને ઘઉંનો લોટ ચાળી લો. તેમાં અજમો અને તલ તેમજ હળદર મરચું નાખવું. લોટ બાંધવા માટે પાણી ગરમ કરો. તેમાં મીઠું નાખવું. ઠંડુ પડે એટલે તેમાં ખાંડ નાખવી. લોટમાં તેલનું મોણ નાખવું (50 ગ્રામ). પાણીથી કઠણ લોટ બાંધવો. લાંબા રોલ કરીને નાના નાના લૂઆ કરવા. પૂરી જેટલા વણીને ગરમ તેલમાં તળવા. મઠિયા ફૂલીને દડા થશે.

…………
[8] ઘૂઘરા

સામગ્રી :
300 ગ્રામ મેંદો, 150 ગ્રામ રવો, 225 ગ્રામ દળેલી ખાંડ, 150 ગ્રામ ઘી, 50 ગ્રામ કોપરાનું ખમણ, 25 ગ્રામ ખસખસ, બદામ, પીસ્તા, ઈલાયચી, દ્રાક્ષ સ્વાદ પ્રમાણે. તળવા માટે ઘી.

રીત :
સૌ પ્રથમ રવાને રતાશ પડતો શેકી લેવો. શેકાઈ જાય પછી પેણીમાંથી કાઢી નાંખવો અને ઠરવા દેવો. બરાબર રીતે ઠરી જાય પછી ચોળીને રવાને નરમ બનાવવો. પછી તેમાં બુરું ખાંડ અને બધો મસાલો નાંખી ભેળવી દેવો. મેંદામાં દૂધ નાંખીને સાધારણ કઠણ લોટ બાંધવો. પછી ઘી અને દૂધ લઈને લોટને સુંવાળો બનાવવો. અને ખૂબ કેળવવો. પછીથી પૂરી વણી તૈયાર થયેલો સાંજો તેમાં ભરવો. ઘૂઘરાની કિનારીવાળી કાંગરી પાડવી અથવા ઘૂઘરાની ડબ્બીમાં પાડવા. પેણીમાં ઘી મૂકી ઘૂઘરાને ધીમા તાપે તળી દેવા.

…………
[9] સુંવાળી

સામગ્રી :
1 કિલો મેંદો, 200 ગ્રામ દળેલી ખાંડ, 4 ચમચા ઘી, 4 ચમચા તલ, લોટ બાંધવા માટે દૂધ, તળવા માટે ધી.

રીત :
મેંદાને ચાળણીથી ચાળી નાંખવો પછી તેમાં ઘીનું મોણ નાંખી લોટ બરાબર મસળવો. તેમાં અધકચરા ખાંડેલા તલ નાંખવા. દૂધમાં દળેલી ખાંડ ઓગાળી દૂધથી લોટ બાંધવો. લોટને દસ્તા વડે થોડો કચરવો અને નરમ બનાવવો. ત્યારબાદ એક સરખા નાના લુઆ કરી સુંવાળી વણી લેવી. બહુ સુકાવા દેવી નહીં. અને ઘીમાં તળી લેવી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાચા સ્નેહની અનુભૂતિ – ડૉ. ઊર્મિલા શાહ
દિવાળી મીઠાઈ વિશેષ – સંકલિત Next »   

28 પ્રતિભાવો : દિવાળી ફરસાણ વિશેષ – સંકલિત

 1. હાશ ! દિવાળી સારી જશે. નાસ્તા ખાવાની મઝા પડશે.

 2. Neela says:

  જાડા મઠિયા બાલાસિનોર મઠિયા તરીકે ઓળખાય

 3. Aniti says:

  Thanks for submiting this recipes.

 4. manvant says:

  મેસૂર બનાવવાની રીત લખવા કૃપા કરશો.
  આ માહિતી ખૂબ ઉપયોગી છે.સૌનો આભાર !

 5. HONEY & BUTTER says:

  Dear Author,

  Please provide Recipe for MESUR… please… thank you

 6. Jagu Patel says:

  દરAક વાનગી બનાવવાની રીત PDF FORMAT મા લખવા કૃપા કરશો.
  આ માહિતી ખૂબ ઉપયોગી છે.
  સૌનો આભાર !

 7. Yogendra K Jani says:

  Thanks for submitting all the recipes.
  Appreciate,if you put the recipe of famous
  ICE HALVO or PATRI HALVO( Mohanlal S.
  Mithaiwala-Bombay fame).
  Thanks.

 8. CHANDRAKANT says:

  સોનપાપડી ની રીત લખવા ક્રુપા કરશો.

 9. hitesh says:

  સુરતેી ખમન નેી રિત મોકલવા મહેબાનેી કરશો

 10. ranjan pandya says:

  ભાખરવડી બનાવવાની રીત મોકલવા વિનંતી ચ્હે.

 11. BHUMI says:

  Thank you ..we try to make it ..HAPPY Diwali

 12. vibha patel says:

  નમ્સ્તે
  વિભા
  ફુલ્અવદિનિ બનાવવાનિ રિત મોકલસો
  બહુ બહુ આભર્

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.