દિવાળી મીઠાઈ વિશેષ – સંકલિત

mohanthal[1] મોહનથાળ

સામગ્રી :
600 ગ્રામ ચણાનો કરકરો લોટ, 400 ગ્રામ માવો, રંગ, 1 કિલો ખાંડ, ચારોળી, ચપટી બરાસનો ભૂકો, 600 ગ્રામ ઘી, બદામ, 12 એલચી અને દૂધ.

રીત :
ચણાના લોટમાં ઘી તથા દૂધનો ધાબો દઈ એક કલાક રાખી, તેને ચાળી ઘીમાં બદામી રંગ પકડે ત્યાં સુધી શેકો. તેને ઉતારીને એલચીનો ભૂકો અને પીળો કે કોફી રંગ નાખો. ખાંડની બે તારી ચાસણી બનાવી, નીચે ઉતારી ઘૂંટો. તેમાં શેકેલ ચણાનો લોટ નાખીને ખૂબ હલાવો. તેને થાળીમાં પાથરી દો. તેના ઉપર બદામ-ચારોળીની કાતરી ભભરાવો. ઠંડો પડે તેના ચક્તાં કરો.

…………
sandesh [2] સંદેશ

સામગ્રી :
2 લિટર દૂધ, 250 ગ્રામ માવો. ચાંદીનો વરખ, એલચી, 400 ગ્રામ ખાંડ, બદામ-પિસ્તા, લીંબુ, દહીં, એસેન્સ

રીત :
દૂધને બરાબર ગરમ કરી તેમાં લીંબુ નિચોવી ફાડીને ઉતારીલો. પાણી અને દૂધ છૂટા પડતાં માવાને કાઢી લો. આ માવામાં દહીં, માવો, ખાંડ, એલચીનો ભૂકો નાખી ખૂબ મસળો. આ માવાને દશ મિનિટ વરાળમાં બાફો. ઠરવા આવે એટલે એસેન્સ નાખી, ફરી હલાવી, થાળીમાં ઘી લગાવી તેમાં પાથરી ઉપર પિસ્તાની કાતરી ભભરાવી, વરખ લગાવી, ઠારી જાય એટલે ચકતા કરો. આ સંદેશના ગોળા વાળીને તેને યોગ્ય આકાર આપીને ગોળ બનાવી શકાય.

…………
rasgulla [3] રસ ગુલ્લા

સામગ્રી :
2.5 લિટર દૂધ, 1.5 લિટર પાણી, ગુલાબનું એસેન્સ, 1 કિલો ખાંડ, 0.5 તોલો લીંબુના ફુલ

રીત :
દૂધને ગરમ કરી, ઊભરો આવે ઉતારી લો. પાણીમાં લીંબુના ફૂલ ઓગાળી તે પાણી દૂધમાં ભેળવો. દૂધ-પાણી છૂટા પડે કપડામાં ગાળીને પાણી નિતારી લો. દૂધના છજાને કોરો કરો. તેમાં મેંદો અને ગુલાબનું એસેન્સ ભેળવીને ખૂબ મસળો. તેના લૂઆ કરી, ગોળા કરો. એકતારી ચાસણીમાં નાખી ઉકાળો. થોડીવાર પછી ગોળા ઉપર ઠંડુ પાણી છાંટો.

…………
kaajukatri [4] કાજુ કતરી

સામગ્રી :
500 ગ્રામ કાજુનો ભૂકો, ચાંદીનો વરખ, 100 ગ્રામ ગરમ દૂધ, એલચીનો ભૂકો અને ખાંડ

રીત :
ઉપરની બધી સામગ્રી એક વાસણમાં ભેળવીને ગેસ ઉપર મૂકી હલાવતા માવા જેવું કઠણ કરો. હવે તાપ ધીમો કરી નાખો. નીચે ચોંટે નહિ તેનો ખાસ ખ્યાલ રાખવો. ત્યારબાદ ઘી લગાવેલ થાળીમાં નાખી, જલ્દી વણી, વરખ લગાડવો. વરખ ન ચોંટે તો જરા કાતરી ઉપર ઘી લગાવી, ચોંટાડી, ઠંડી પડે ત્યારે મનફાવતાં ચકતાં પાડી લો.

…………
magabarfi [5] માવાની બરફી

સામગ્રી :
1 કિલો માવો, 400 ગ્રામ બૂરું ખાંડ, બદામ પિસ્તા, 100 ગ્રામ ઘી, કેસર, એસેન્સ.

રીત :
ધીમા તાપે માવાને સાંતળો. ચીકાશ આવે અને ઘી છૂટે એટલે હાથ વડે ગોળી બને કે તુરત ઉતારી લો. હવે તેમાં બૂરું ખાંડ અને એસેન્સ નાખી હલાવો. થાળીમાં ઘી ચોપડી તેના ઉપર પાથરો. તેના ઉપર બદામ-પિસ્તાની કાતરી અને કેસર ભભરાવી ઠંડુ પડે એટલે તેનાં ચકતા કરો.

…………
bundi [6] બુંદી

સામગ્રી :
250 ગ્રામ ચણાનો લોટ, 500 ગ્રામ ખાંડ, 300 થી 350 ગ્રામ તળવા માટે ઘી. ઈલાયચી, બદામ, કેસર. અડધો કપ દૂધ. 1 ચમચી શુધ્ધ ઘી.

રીત :
ચણાનાલોટમાં ચોખ્ખા ઘીનું મોણ નાંખી, પાણી નાંખી તેનું પાતળું ખીરું બનાવવું. તેને થોડી વાર ઢાંકીને રહેવા દેવું. ખાંડમાં પાણી નાંખી તેની ચાસણી બનાવવા મૂકવી. તેને બરાબર હલાવતા રહેવું. ઉકળે એટલે તેમાં દૂધ નાંખી તેનો મેલ કાઢવો. ચાસણી ચોખ્ખી થઈ જાય એટલે તેને ધીમે તાપે ઉકળવા દઈ એકતારી કરતાં સહેજ જાડી થાય એટલે તેમાં કેસર નાખવું. બદામને બાફી, છોલી તેના ઝીણા ટુકડા કરવા. ઘી ગરમ મૂકી તેમાં ઝારાથી નાની બુંદી પાડવી. બુંદી નાની સાઈઝની હોય તો વધુ સારી લાગે છે. બુંદી આછી ગુલાબી તળાય એટલે ઘીમાંથી બહાર કાઢી બરાબર નીતારી ચાસણીમાં નાખવી. થોડીવાર ચાસણીમાં બુંદી રહેવા દેવી. ત્યારબાદ તેને ચાસણીમાંથી બહાર કાઢી લેવી અને બીજો ઘાણ તૈયાર કરી ચાસણીમાં નાંખવો. આ પ્રમાણે બધી જ બુંદી તળી, ચાસણીમાં બોળી બહાર કાઢવી. થોડી બુંદીને અધકચરી ખાંડી નાંખવી, તેમાં ઈલાયચીનો ભૂકો નાંખી બરાબર હલાવી તેનાં લાડુ વાળવા. ઉપર બદામના ઝીણા કટકા પુરવા. લાડુ જરા ઠંડા પડે એટલે ફરી ઘી વાળા હાથ કરી તેનો શેઈપ સરખો કરવો. લાડુને આકર્ષક બનાવવા માટે થોડી બુંદીમાં સહેજ લાલ રંગ નાખી થોડી બુંદી રંગીન બનાવવી. આ બુંદી બાકીની પીળી બુંદીમાં ભેળવી તેનાં લાડુ બનાવવા.

જો લાડુ ન વાળવા હોય તો બુંદીને એક બાઉલમાં કાઢવી. ઉપર ઈલાયચી નો ભૂકો તથા બદામના નાનાં કટકા ભભરાવવા. થોડી ચાસણી બાજુ ઉપર રાખવી. પીરસતી વખતે એ ચાસણીને ગરમ કરી તેના ઉપર થોડી ચારે તરફ રેડવી જેથી બુંદી ગરમ થઈ જાય. ઓવન વાપરતા હોય તો બે મિનિટ માટે ગરમ ઓવનમાં બુંદીનો વાડકો મૂકી બહાર કાઢી લેવો, તેનાં ઉપર વરખ ચોંટાડવાથી પણ સારું લાગે છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous દિવાળી ફરસાણ વિશેષ – સંકલિત
દશા સારી નથી હોતી – બરકત વિરાણી ‘બેફામ’ Next »   

18 પ્રતિભાવો : દિવાળી મીઠાઈ વિશેષ – સંકલિત

 1. Trupti Trivedi says:

  I like it. Instead of eating outside junk food it is always good to eat home made food which is prepared whole heartedly.

 2. manvant says:

  મેસૂર બનાવવાની રીત લખવા કૃપા કરશો.
  આ માહિતી ખૂબ ઉપયોગી છે.સૌનો ઘણો આભાર!

 3. prayaspatel says:

  tame mane cadbary banavavni rit moklasho please

 4. rajeshwari says:

  મોહનથાળ બનાવવાની રીતમાં.સામગ્રીમાં માવાનો ઉલ્લેખ કર્યો છે પણ બનાવતી વખતે તે ક્યારે ઉમેરવો તે નથી લખ્યું….તો જણાવશો?

 5. prerana lashkari says:

  khub saras ….. diwali pachhi pan ek ek farsan ane ek mithai ni vangi mokloto vadhu saru…..navi vangi ni rah joiye chhpye.
  thanks good vangio

 6. Ame Navi Vangini Rah Joia Chia. Thanks

 7. jigna says:

  કાજુકાત રી માં ખાંડ નું માપ લખ્યું નથી.

 8. શાકાહારી અને ચાંદીનો વરખ? લો વાંચોઃ http://miteshvasa.blogspot.com/2006/03/varakh.html

 9. […] મીઠાઈઓ વાંચવા માટે અહીં ક્લિક કરો : દિવાળીની મીઠાઈ વિશેષ દિવાળીના અન્ય ફરસાણ વાંચવા માટે અહીં […]

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.