ઘરનો સુખી – સુરેશ દલાલ

ઘર એટલે સલામતીનું રક્ષણ આપતી કેવળ ચાર દીવાલો નહીં. ઘર એટલે ઠાઠ-ઠઠારો, શોભામાં અભિવૃદ્ધિ કરતું ફર્નિચર નહીં. ઘર એક જુદી જ વસ્તુ છે. ઘર એટલે બહાર નીકળો પછી જ્યાં પાછા ફરવાને માટે જીવ તલપાપડ થતો હોય તે. એવું તે શું હોય છે આ ઘરમાં કે જતાં જતાં છૂટા પડવાનું દુ:ખ લાગે અને પાછા વળવામાં સુખ લાગે ? ઘરનો આધાર દીવાલ નહીં પણ એકમેકનું વહાલ છે. એકમેકનું એટલે પતિ-પત્ની અને સંતાનો. બહાર જઈએ છીએ ત્યારે વધુ પડતા વ્યવસ્થિત હોઈએ છીએ. ઘરમાં અવ્યવસ્થિત રહેવાની સ્વતંત્રતા હોય છે. લાગણીની લોકશાહી હોય છે. મનફાવે તે કરી શકો. આડા પડવું હોય તો આડા પડી શકો અને અવાજ ખરાબ હોય તો પણ ગીત ગાઈ શકો.

ચાર દીવાલમાં રહીને જે સ્વતંત્રતા આપે તે ઘર. સાથે રહેવું એટલે સાથે જીવવું. સાથે જીવવું એટલે કોઈ પણ વાત, કોઈ પણ છોછ વિના કે નિષેધ વિના, સામાને શું લાગશે એના ભય વિના મોકળાશથી કરી શકો તે. સવારના ચા પીતી વખતે અને બ્રેકફાસ્ટ લેતી વખતે ગઈ કાલે શું શું કર્યું – થી માંડીને આજે અને આવતીકાલે શું શું કરવાના છો, અથવા કંઈ પણ ન કર્યું હોય, એવી વાતોનો આનંદ કરવાની મજા. એવું નથી કે હંમેશાં શબ્દો જ હોય છે. ઘણી વાર તો મૌનથી જ ચાલતું હોય છે. અહીં જીવવાનું ખરું, પણ જીવવાનો કોઈ ક્રિયાકાંડ નહીં. દરેક જણ પોતપોતાની મેળે જીવે. બારણે બેલ વાગે એટલે બારણું ખોલવાના વારા ન હોય. અહીં ગણિત ન હોય. જે કાંઈ હોય તે અગણિત હોય અને અગણિત જે હોય તે શબ્દ સાથેનો કે શબ્દ વિનાનો એકમેક પ્રત્યેનો સક્રિય પ્રેમ. આ પ્રેમમાં અરસપરસ શંકા ન હોય પણ શ્રદ્ધા હોય. બે હજાર વર્ષ પહેલાં સિસેરોએ કહ્યું હતું કે ઘર જેવું કોઈ સામ્રાજ્ય નથી અને ઘરમાં એકમેકની હૂંફમાં જીવતા હોઈએ એના જેવી કોઈ શાંતિ કે એના જેવું કોઈ સુખ નથી. કહે છે કે સુખી ઘર એટલે શાંત ઘર. કકળાટ કે કોલાહલ ન હોય એવું ઘર. દીવાલોમાંથી પણ કોઈ નિતાન્ત સંગીત ઝરતું હોય એવું ઘર. આમ તો ઘોળી દીવાલો હોય તો પણ સંતાનોનાં પગલાંથી ધોળી દીવાલો પણ ગુલમોરની જેમ લાલચટક થઈ જતી હોય છે.

ઘર એટલે પ્રારંભમાં તો પતિ-પત્ની. બે જણાં એક થવા માટે પરણે. આ અદ્વૈતમાંથી આખો સંસાર રચાય. આ સંસારમાં એક કુટુંબ ભવસાગર વચ્ચે દ્વીપ જેવું. ભવસાગર તો બધાને જ હોય છે પણ માણસ પ્રેમથી એને ભાવસાગર બનાવે છે. હ્યૂઝ વાલ્પોલ કહે છે જીવનમાં સૌથી અદ્દભુત ચીજ એ છે કે એક વ્યક્તિ જિંદગીભર જીવવા માટેની બીજી વ્યક્તિને શોધી શકે તે. આ એક એવો સંબંધ છે જેમાં આભાભર્યું ઊંડાણ હોય છે. આ સંબંધના સૌંદર્યને કોઈ સીમા નથી હોતી અને આનંદ દરિયાની ભરતીની જેમ વધતો જ રહે છે. પ્રેમ આંતરિક રીતે સક્રિય થતો હોય છે. આ એક દિવ્ય અકસ્માત છે.

ઘરનો અર્થ એવો નહીં કે ચોવીસે કલાક ઘરમાં એકમેકની સામે બેસી રહેવું. એકમેકને તાકી તાકીને જોયા કરવું. ઘરનું મૂલ્ય ઘરથી દૂર દૂર જાઓ છો ત્યારે જ સમજાય છે. પત્ની થોડાક દિવસને માટે પ્રવાસે ગઈ હોય, સ્ત્રી એના સ્વભાવ પ્રમાણે પ્રવાસે જતી હોય ત્યારે આખી બૅગમાં ચિંતા ભરીને જતી હોય છે. ઘરમાંથી એક વ્યક્તિ જાય એટલે ઘર અચાનક મોટું થઈ જાય છે. પ્રિય વ્યક્તિના અવાજ વિનાની શાંતિ કનડતી હોય છે અને કરડતી હોય છે. ઘરથી દૂર જઈએ છીએ ત્યારે જ ઘરઝુરપાનો અર્થ સમજાય છે. આપણે આપણાં સ્વજનો વિના ગમે એટલો વૈભવી પ્રવાસ કરીએ પણ સ્વજનો નથી એની દરિદ્રતા કઠતી હોય છે. હજારો માઈલ દૂર જઈએ ત્યારે પણ આંખ સામે તો ઘર જ દેખાય છે. મરાઠી કવિ વિંદા કરંદીકરે પરદેશના પ્રવાસની એક સૉનેટમાળા લખી હતી ત્યારે તેમાં એક પંક્તિ હતી તે યાદ આવે છે : ‘કેટલું કઠિન છે પરદેશ પહોંચવું સ્વદેશના ત્યાગ વિના.’ ઘરથી દૂર જઈએ છીએ ત્યારે ઘરનાં સ્મરણો આપણા વૃક્ષ પર પંખીઓની જેમ ઊભરાય છે.

વર્ષો પહેલાં પ્રવાસે ગયો હતો. પ્રિય વ્યક્તિ વિના નદી, સરોવર, પહાડો બધું જ જોયું. પછી એક સૉનેટ લખાયું. એની બે પંક્તિ જે રીતે યાદ આવે છે તે રીતે લખું છું :

નથી તેં જે જોયાં ઝરણ, સરિતા કે ઉદધિને
નિહાળી લે મારે નયન સ્થળની સૌ અવધિને

ઘરની વાત કરીએ તો નિરંજન ભગતના કાવ્ય વિના થઈ ના શકે. એમણે ઘરને એક જુદું જ પરિમાણ આપ્યું છે. એ કહે છે જ્યાં ટપાલી પત્ર લાવે, જ્યાં શોધતા વણશોધતા મિત્રો અને મહેમાનો આવી ચડે, જેનું બધાને તમે ઠામ-ઠેકાણું આપી શકો તેને તમે શું ઘર કહો છો ? જે વિશ્વ-નાગરિક છે એના મનમાં ઘરનો સંકુચિત અર્થ ન હોય. એને માટે તો વસુધૈવ કુટુંબક્મ. નિરંજન ભગત કહે છે કે જ્યાં તમે પગથી પગરખાં ઉતારો છો, ટોપીનોય ભાર ઉતારી દો છો, જ્યાં તમે હાથ પહોળા કરીને હાશ કહો છો, જ્યાં સર્વનાં મુખ તમને જોઈને સહજતાથી મલકી ઊઠે છે ત્યાં ત્યાં બધે કહો શું તમારું ઘર નથી ? જે માણસ મૂળ પોતાના ઘરનો સુખી હોય એને જ જગત આખું પોતાના ઘર જેવું લાગે છે. ઘરમાં જે હાશકારો અનુભવો છો એ હાશકારાની અનુભૂતિ સર્વત્ર થતી હોય તો ઘરની દીવાલો આપમેળે ઓગળતી હોય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મારી શક્તિઓ – સુરેશ પટેલ
ધનપૂજન મહાત્મય – પ્રસંગપર્વ વિશેષ Next »   

18 પ્રતિભાવો : ઘરનો સુખી – સુરેશ દલાલ

 1. chirag jhala says:

  well, I must admit that this is a BEAUTIFUL article I have read since few days. I hve been missing my family and home since a long time. And this article is a written proof of every one feels while being away from home.

 2. Moxesh Shah says:

  “સ્ત્રી એના સ્વભાવ પ્રમાણે પ્રવાસે જતી હોય ત્યારે આખી બૅગમાં ચિંતા ભરીને જતી હોય છે. ઘરમાંથી એક વ્યક્તિ જાય એટલે ઘર અચાનક મોટું થઈ જાય છે. ”
  “ઘરમાં જે હાશકારો અનુભવો છો એ હાશકારાની અનુભૂતિ સર્વત્ર થતી હોય તો ઘરની દીવાલો આપમેળે ઓગળતી હોય છે. ”
  Very True and most beautiful lines of the article.

 3. Dipti Pandya says:

  Simply nice.

 4. sohil says:

  I agree with first comment given by Chirag. I am also missing my home.

 5. ashalata says:

  GHAR etle GHAR !!!!!!!!!!

 6. Dharmendra patel says:

  very very good , this is the real meaning of “ghar”

 7. rajeshwari says:

  Excellent article….

 8. Nishil Parikh says:

  Regards,

  I have been leaving in USA since three years and have been missing all the festivals of INDIA, and every body back home, I was depressed since last one month as i am from BARODA, and i have been missing Navratri and Diwali the main two festivals of Baroda (Gujarat). I have no words at this point of time to thank the Mr. Mrugesh Shah whose wonderfull efforts have enlightened life of so many people around the world including me.. Mrugesh bhai tamne mara Koti Koti Vandan…… Nutan Varsha Abhinandan and keep it up!!!!!!!!!!…

  “Success is a Journey and not a Destination”

  Thanks
  Nishil Parikh
  15N Garden Terrace,
  North Arlington,
  NJ 07031…
  USA
  PH# (201) 889-5258

 9. i like this article. good content.please mail regularay this subject article on my emaild. i really interest gujarati literature. i am write poem.jigisha s thakar,
  i am press reporter in gujarati afternoon daily sambhaav metro.

 10. VAISHALI says:

  This article has evetything about a HOME that i have in my mind. When i was reading this article i felt like somebody read my mind and write it down.
  HEART TOUCHING article.

 11. […] ઘરથી દૂર.. Filed under: ગુજરાતીલેક્સિકોન, ગુગલ, અંગત, અમદાવાદ, ગુજરાતી — Kartik Mistry @ 1:39 pm * હું કંઇક વિચાર કરતો હતો. ઘરથી દૂર રહેવાનું હજી કેટલા દિવસ છે! ત્રણ વર્ષ હોસ્ટેલમાં અને પછી એક વર્ષ મુંબઇ એકલાં રહીને હું બહુ કંટાળી ગયો હતો. અને લગ્ન પછી તો પહેલી વાર આટલા લાંબા સમય પછી દૂર છું. તો, ગુગલમાં થોડી શોધ કરી! ઘરથીદૂર ગુગલમાં શોધ કરવાથી આવું પરિણામ મળે છે અને એક સરસ લેખ ઘરનો સુખી – સુરેશ દલાલ મળ્યો. […]

 12. Avani says:

  Truely wonderful… Suresh Sir i love your atricles so much. Direct Dil thi lakho cho etle j direct amara dil ne touch thay che….

 13. Underage porn stars….

  Underage porn….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.