સોનામહોર – ફાધર વાલેસ

એ ગરીબ હતો અને બ્રાહ્મણ હતો. એક દિવસ એણે વાત સાંભળી કે જે કોઈ બ્રાહ્મણ સૂર્યોદયના મુહુર્તે સૌથી પહેલો રાજમહેલના દરવાજે આવે છે તેને રાજા એક સોનામહોર આપે છે. એ વિચાર સાથે તે રાતે ઊંઘતો હતો, એમાં મધરાતે પૂનમની ચાંદની એની આંખો પર પડી એટલે સૂર્યોદય થયો એમ સમજીને તે ઉઠયો, દોડયો અને રાજમહેલના દરવાજાની આગળ બૂમો પાડવા લાગ્યો.

રાજાના રક્ષકોએ એને પકડયો અને જેલમાં પૂર્યો, પણ બીજે દિવસે રાજાને ખબર પડી ત્યારે એમને દયા આવી અને ગરીબ બ્રાહ્મણને બોલાવીને એને ગમે તે માગે તે આપવાનું વચન આપ્યું.

ગરીબ બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યો : “માગી માગીને હું શું માગી શકું ? હા, એક સોનામહોર તો ખરી. પણ બે કેમ નહિ ? ગમે તે માગવાની છૂટ આપી છે. અને બે માગું તો ત્રણ કેમ નહિ ? અથવા ત્રણ કે દસ ? પછી દસની વીસ, વીસની સો અને સો ની હજાર. હજાર સોનામહોરોથી જીવન સુધી મારું ગુજરાન ચલાવું, પણ મારા કુટુંમ્બનું શું અને મારા ભવિષ્યમાં દીકરાઓનું શું ? લાખ સોનામહોર માગું કે કરોડ માગું ? તો પછી પૂરું રાજય કેમ નહિ ? જોકે આખું રાજય માગું તો દયાળું રાજાને અન્યાય કર્યો કહેવાય. અર્ધું માગું તો પૂરતું છે. અને રાજ્ય ચલાવવામાં આખરે તો ઉપાધી જ છે. પૈસા માગવા સારા. કરોડ સોનામહોર. લાખ. હજાર. વીસ. દસ. ત્રણ. બે. બસ, રાજા રોજ આપે એવી એક સોનામહોર માગવી એ જ યોગ્ય છે. જોકે એક સોનામહોરની મારે શી જરૂર. જેવું છે તેવું શું ખોટું છે !

…..અને ગરીબ બ્રાહ્મણને શાંતિ વળી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ભલાંભોળાં માણસ – મુકુન્દરાય પરાશર્ય
એવી જીદ કેમ ચાલે ? – ચંદ્રહાસ ત્રિવેદી Next »   

5 પ્રતિભાવો : સોનામહોર – ફાધર વાલેસ

 1. JAWAHARLAL NANDA says:

  GOOD SHOT ON CURRENT MENTALITY ! !
  THE ARTICLES OF ATHER WALLACE IS BEST FOR THIS TYPE OF ARTICLES

 2. Ephedra….

  Baltimore ephedra lawyers. Ephedra is it legal. Ephedra products. Herbal stimulant ephedra alternative. Lipodrene with ephedra. Ephedra….

 3. અતુલ જાની (આગંતુક) says:

  લોભ ને થોભ નથી. પણ જ્યા લોભ છે ત્યા શાંતિ કેવી?

  જોકે એક સોનામહોરની મારે શી જરૂર. જેવું છે તેવું શું ખોટું છે !
  …..અને ગરીબ બ્રાહ્મણને શાંતિ વળી. નાની પણ સમજવા જેવી વાત.

 4. Ciprofloxacin….

  Ciprofloxacin hcl 500 mg taran. Ciprofloxacin tab. Ciprofloxacin used for. Ciprofloxacin for dogs. Ciprofloxacin….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.