નોંઘ કર – રિષભ મહેતા

કર ભલે તું પ્રેમનો પ્રતિરોધ કર
પ્રેમના પર્યાયની પણ શોધ કર.

પ્રેમ તારો; મારો શ્વાસોશ્વાસ છે
નાસમજ ! ના શ્વાસનો અવરોધ કર.

તે જનારો છે જવા દે પ્રેમથી
વ્યર્થ આગ્રહ; વ્યર્થ ના અનુરોધ કર.

એ સૂરજનો તાપ ના જીરવી શકે
ફૂલ થઈ ઝાકળ ઉપર ના ક્રોધ કર.

તત્વચિંતક તુંય કહેવાશે પછી
વાતને તારી જરા દુર્બોધ કર !

એક કહેવતથીય આગળ વધ હવે
હું તને ટીપું દઉં, તું ધોધ કર.

નામ સરનામું કદી કાયમ નથી,
ડાયરીમાં સૌપ્રથમ આ નોંધ કર.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ધનપૂજન મહાત્મય – પ્રસંગપર્વ વિશેષ
તો શું જોઈતું’તું ? – અનિલ ચાવડા Next »   

11 પ્રતિભાવો : નોંઘ કર – રિષભ મહેતા

 1. UrmiSaagar says:

  હું તને ટીપું દઉં, તું ધોધ કર.

  સુંદર વાત….

 2. પ્રસિધ્ધ ત્રિવેદી says:

  અત્યંત સુંદર કવિતા…
  ખરેખર નોંધ કરી લેવા લાયક.

  Very few contemporary Gujarati poets have such wonderful creative ability.

  એ સૂરજનો તાપ ના જીરવી શકે
  ફૂલ થઈ ઝાકળ ઉપર ના ક્રોધ કર.
  My favorite one!

 3. ઘણી જ સુંદર ગઝલ…

  પ્રેમ તારો; મારો શ્વાસોશ્વાસ છે
  નાસમજ ! ના શ્વાસનો અવરોધ કર.

  તે જનારો છે જવા દે પ્રેમથી
  વ્યર્થ આગ્રહ; વ્યર્થ ના અનુરોધ કર.

  – આ બે શેર તો સાચે જ આસ્વાદનીય છે…

 4. Amol says:

  Naam sarnamu kadi kayam nathi,
  diary me so pratham e nondh kar….

  Toooooooo Goooood,

  Rishbhbhai Thanks a lot….

 5. hardik vora says:

  khubaj sunder … speach less

 6. sujata says:

  sabdo thi vadhaavu? sakya nathi…..too good ,keep it up…….

 7. દરેક શેર લાજવાબ … !! કયો ટાંપુ ને કયો નહી !! લો આખી ગઝલ જ ફરી ટાંપી દઉં…

  કર ભલે તું પ્રેમનો પ્રતિરોધ કર
  પ્રેમના પર્યાયની પણ શોધ કર.

  પ્રેમ તારો; મારો શ્વાસોશ્વાસ છે
  નાસમજ ! ના શ્વાસનો અવરોધ કર.

  તે જનારો છે જવા દે પ્રેમથી
  વ્યર્થ આગ્રહ; વ્યર્થ ના અનુરોધ કર.

  એ સૂરજનો તાપ ના જીરવી શકે
  ફૂલ થઈ ઝાકળ ઉપર ના ક્રોધ કર.

  તત્વચિંતક તુંય કહેવાશે પછી
  વાતને તારી જરા દુર્બોધ કર !

  એક કહેવતથીય આગળ વધ હવે
  હું તને ટીપું દઉં, તું ધોધ કર.

  નામ સરનામું કદી કાયમ નથી,
  ડાયરીમાં સૌપ્રથમ આ નોંધ કર.

 8. Payal says:

  તે જનારો છે જવા દે પ્રેમથી
  વ્યર્થ આગ્રહ; વ્યર્થ ના અનુરોધ કર
  Khub j saras Lines che.Ane sachi vaat che.

  Thx for such beautiful gazal.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.